॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
Gadhada II-67: The Gangājaliyo Well
Nirupan
Gunātitānand Swāmi said, “Through the upāsanā of Purushottam, the jiva becomes like Akshar, and if one associates with the great Sadhu, one attains much greatness. When lice reproduce, they produce tiny eggs and when a female elephant gives birth, the infant is the size of a bull.” Based on this, this Vachanāmrut was read: “One becomes as one understands God to be” (i.e. if one believes God to be free from all blemishes, one also becomes free of all blemishes).”
ગુણાતીતાનંદ સ્વામી કહે, “પુરુષોત્તમની ઉપાસનાએ કરીને જીવ અક્ષર જેવો થાય છે ને મોટાને મળે તે બહુ મોટપને પામે છે. તે જૂ વિયાય તો લીખ આવે ને હાથણી વિયાય તો બળદ જેવડું બચ્ચું આવે.” તે ઉપર વચનામૃત વંચાવ્યું કે, “જેવા ભગવાનને જાણે તેવો પોતે થાય છે.”
Gunātitānand Swāmi said, “Acquire understanding as Shriji Mahārāj has said in the Vachanamrut: believe oneself as brahmarup and remember God - this is what needs to be done. The quintessence of upāsanā is that one becomes as one understands Mahārāj to be. One attains that much power and strength. By understanding Mahārāj to be the source of all avatārs and the Lord of Akshardhām, one attains Akshardhām. In the Vachanāmrut, Mahārāj said, ‘One becomes as one understands God to be, but God remains limitless.’ Therefore, to clearly understand this upāsanā is the main endeavor.”
ગુણાતીતાનંદ સ્વામી કહે, “શ્રીજીમહારાજે વચનામૃતમાં કહ્યું છે એમ સમજીને પોતાને બ્રહ્મરૂપ માનીને સ્મૃતિ રાખવી, એ કરવાનું છે. ને ઉપાસનાની વિક્તિ જે, જેવા મહારાજને સમજે તેવો પોતે થાય. મહારાજને શ્રીકૃષ્ણ જેવા સમજે તો ગોલોકને પામે, ને રામચંદ્રજી જેવા સમજે તો વૈકુંઠને પામે, ને વાસુદેવ જેવા જાણે તો શ્વેતદ્વીપને પામે, ને નરનારાયણ જેવા જાણે તો બદરિકાશ્રમને પામે; તે જેવા જાણે તેવો થાય, ને તેટલું ઐશ્વર્ય ને તેટલા સામર્થ્યને પામે, ને મહારાજને સર્વ અવતારના અવતારી ને અક્ષરધામના પતિ સમજે તો અક્ષરધામને પામે. તે મહારાજે વચનામૃતમાં કહ્યું છે કે, ‘જેવા ભગવાનને સમજે તેવો પોતે થાય છે ને ભગવાન તો અપાર ને અપાર રહે છે.’ માટે ઉપાસના ચોખ્ખી સમજવી એ મુખ્ય સાધન છે.”
Gunātitānand Swāmi said, “It is due to the glory of this upāsanā that one is able to feel fulfilled and accomplished. Without this upāsanā, one feels unfulfilled and remains wishful.” Swāmishri had the ‘The Gangājalio Well’ Vachanāmrut (Gadhadā II-67) read and said, “One becomes what one believes Mahārāj to be (if one believes Mahārāj to be free from all blemishes, one also becomes free from all blemishes). Thereafter, how can one still be unfulfilled and have wishes remaining? They simply do not remain.”
ગુણાતીતાનંદ સ્વામી કહે, “ઉપાસના ને મહિમા વતે તો પોતાને વિષે પરિપૂર્ણપણું ને કૃતાર્થપણું મનાય છે અને તે વિના તો પોતાને વિષે અપૂર્ણપણું ને કલ્પના એ બે રહે.” તે ઉપર ગંગાજળિયા કૂવાનું વચનામૃત (વચનામૃત ગઢડા મધ્ય ૬૭) વંચાવીને બોલ્યા જે, “જેવા મહારાજને જાણે તેવો પોતે થાય છે, ત્યારે તેને અપૂર્ણપણું ને કલ્પના કેમ રહે? ન જ રહે.”
February 5, 1965 (Maha Sud 4, Samvat 2021), Atlādrā. Yogiji Mahārāj said, “We have attained such a Sant (Shāstriji Mahārāj). Regardless of the extent of his greatness we sing, it would still fall short. The extent of greatness we sing is how much we will gain. In Gadhadā II-67, Shriji Mahārāj says we become what we understand God to be. The ocean is filled with sweet water, but only the amount that we fill is useful to us. Similarly, the extent to which we understand his greatness is ours. But God remains beyond limits!”
[Brahmaswarup Yogiji Mahārāj: 4/11]
તા. ૫/૨/૧૯૬૫ (મહા સુદ ૪, ૨૦૨૧), અટલાદરા. યોગીજી મહારાજ કહે, “એવા જે સંત (શાસ્ત્રીજી મહારાજ) આપણને મળ્યા છે. તેમનો જેટલો મહિમા ગાઈએ તેટલો ઓછો છે. ને જેટલો મહિમા ગાઈએ એટલો આપણો થશે. ગઢડા મધ્યનું ૬૭ વચનામૃત છે. જેવો જાણે એવો પોતે થાય. મીઠા જળનો દરિયો ભર્યો છે, પણ જેટલું પાણી ભરી લીધું એટલું આપણા કામનું તો જેટલો મહિમા સમજીએ એટલો આપણો, એ તો અપારના અપાર!”
[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૪/૧૧]
December 7, 1975. Bhādran. Pramukh Swami Maharaj explained Vachanamrut Gadhada II-67 during the Sunday sabhā, “In God’s view, this world is nothing. The Nile River emerges from Lake Victoria; yet the water (of the lake) is not depleted. It only increases. Similarly, by worshiping God, one’s master-servant relationship with God becomes more firm (i.e. he realizes himself to be the servant and God to be his master). He increasingly understands the unlimited greatness of God. The ātmā never becomes Paramātmā. However, it does become aksharrup and a servant of God. If the master-servant relationship does not remain, then who does one worship? Akshar and the aksharmuktas all worship Bhagwan Swaminarayan. Here, we do not have such knowledge that we become God. We have installed the murti of Gunatitanand Swami; but we do not worship Gunatitanand Swami alone by chanting ‘Gunatit... Gunatit...’ We actually worship Swaminarayan.
“Whatever we do is due to the strength of God. If God withdraws his strength from us, then our name would change (we become powerless). We would become a corpse. It has to be discarded.
[Brahmaswarup Pramukh Swami Maharaj: 3/122]
તા. ૭/૧૨/૧૯૭૫. ભાદરણ. સ્વામીશ્રી પ્રમુખસ્વામી મહારાજે રવિસભા દરમ્યાન વચનામૃત ગઢડા મધ્ય ૬૭ નિરૂપતાં કહ્યું, “ભગવાનની દૃષ્ટિમાં આ લોકની કોઈ ગણતરી નથી. વિક્ટોરિયા સરોવરમાંથી નાઈલ નદી નીકળે છે. છતાં પાણી ખૂટતું જ નથી, પરંતુ વધે છે. તેમ ભગવાનનું ભજન કરતાં જીવને સ્વામી-સેવકભાવ વધતો જાય છે. ભગવાનનો તે અપાર ને અપાર મહિમા સમજે છે. આત્મા કોઈ દિવસ પરમાત્મા થતો નથી. પરંતુ અક્ષરરૂપ થઈને ભગવાનનો સેવક થાય છે. સ્વામી-સેવકભાવ ન રહે તો ભજન કોનું કરવું? અક્ષર ને મુક્તો બધાય સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરે છે. આપણે ત્યાં ભગવાન થવાનું જ્ઞાન જ નથી. આપણે ગુણાતીતાનંદ સ્વામીની મૂર્તિ પધરાવી છે તો આપણે એકલું ગુણાતીત... ગુણાતીત... એમ ભજન કરતા નથી. પણ સ્વામિનારાયણનું જ ભજન કરીએ છીએ.
“આપણે જે કંઈ કરીએ છીએ તે ભગવાનની શક્તિથી કરીએ છીએ. ભગવાન તેમની શક્તિ આપણામાંથી ખેંચી લે તો આપણું નામ બદલાઈ જાય. મડદું થઈ જઈએ. ફેંકી દેવું પડે.
“એક બીબડીને ઘેર કૂકડો હતો. તે દરરોજ સવારે ચાર વાગ્યે બોલે. તેથી બીબડીના મનમાં એમ કે: ‘મારો કૂકડો બોલે છે, તેથી વહાણું વાય છે. માટે હું તેને લઈને બીજે ગામ જાઉં.’ તે કૂકડો લઈને ચાલી ગઈ પણ વહાણું તો વાયું! તેમ આપણે આપણી મોટપ માનવી નહીં. અક્ષરરૂપ થઈ જઈએ તોય સ્વામી-સેવકભાવ તો હંમેશા રહે જ છે.”
[બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩/૧૨૨]