share

॥ સ્વામીની વાતો ॥

પ્રકરણ: ૩

વાત: ૬૬ થી ૬૬

“આ જીવને માખીમાંથી સૂર્ય કરવો છે, તે કર્યા વિના થાય જ નહિ.” ત્યારે પૂછ્યું જે, “માખીમાંથી સૂર્ય કેમ થાય?” પછી સ્વામી બોલ્યા જે, “આ સૂર્ય કોઈક કાળે માખીમાંથી થયો છે, તે પુરુષોત્તમની ઉપાસનાને બળે કરીને થયો છે. અને તે ઉપાસના ને મહિમા વતે તો પોતાને વિષે પરિપૂર્ણપણું ને કૃતાર્થપણું મનાય છે અને તે વિના તો પોતાને વિષે અપૂર્ણપણું ને કલ્પના એ બે રહે.” તે ઉપર ગંગાજળિયા કૂવાનું વચનામૃત વંચાવીને બોલ્યા જે, “જેવા મહારાજને જાણે તેવો પોતે થાય છે, ત્યારે તેને અપૂર્ણપણું ને કલ્પના કેમ રહે? ન જ રહે. ને આવું ભગવાનના સ્વરૂપ સંબંધી જે જ્ઞાન છે તે તો કોઈ દિવસ નાશ થાય તેવું નથી; ને તે જઠરાગ્નિએ કરીને કે વીજળીના અગ્નિએ કરીને કે વડવાનળ અગ્નિએ કરીને પણ આ જ્ઞાન નાશ થાય તેવું નથી અને તે જ્ઞાન તો અખંડ ને અવિનાશી છે. તે જેમ પુરુષોત્તમ, અક્ષર ને અક્ષરધામના મુક્તો સનાતન છે, તેમ આ જ્ઞાન પણ સનાતન છે.” એટલી વાત કરી ત્યાં ‘વાસુદેવ હરે’ થયા તે જમવા પધાર્યા.

ઉપાસના (40.7) / (૩/૬૬)

“We want to turn this jiva from a fly into a sun.1 That cannot happen without great efforts!” Then someone asked, “How does the jiva turn from a fly into the sun?” Then Swami said, “This sun, at some time, was made from a fly. It has become so because of the power in the upāsanā of Purushottam. Due to the glory of this upāsanā one is able to feel fulfilled and accomplished and without this upāsanā, one feels unfulfilled and remains wishful.” Then Swami had the ‘Gangājalio Well’ Vachanamrut (Vachanamrut Gadhada II-67) read and said, “One becomes what one believes Maharaj to be (if one believes that Maharaj is totally free from all blemishes, one also becomes free from all blemishes). Thereafter, how can unfulfillment and wishes remain? They do not remain.

“True knowledge of God’s form is never likely to be destroyed. Even by the fire of digestion, lightning or the Vadvanal fire, the knowledge of God is not likely to be destroyed. This knowledge is eternal and immortal. Just as Purushottam, Akshar and the liberated souls of Akshardham are eternal, similarly, this knowledge is also eternal.”

Upasana (40.7) / (3/66)

1. That is, a spiritually weak person becomes spiritually strong.

“Ā jīvne mākhīmāthī sūrya karavo chhe, te karyā vinā thāy ja nahi.” Tyāre pūchhyu je, “Mākhīmāthī sūrya kem thāy?” Pachhī Swāmī bolyā je, “Ā sūrya koīk kāḷe mākhīmāthī thayo chhe, te Puruṣhottamnī upāsanāne baḷe karīne thayo chhe. Ane te upāsanā ne mahimā vate to potāne viṣhe paripūrṇapaṇu ne kṛutārthpaṇu manāy chhe ane te vinā to potāne viṣhe apūrṇapaṇu ne kalpanā e be rahe.” Te upar Gangājaḷiyā kūvānu Vachanāmṛut1 vanchāvīne bolyā je, “Jevā Mahārājne jāṇe tevo pote thāy chhe, tyāre tene apūrṇapaṇu ne kalpanā kem rahe? Na ja rahe. Ne āvu Bhagwānnā swarūp sambandhī je gnān chhe te to koī divas nāsh thāy tevu nathī; ne te jaṭharāgnie karīne ke vījaḷīnā agnie karīne ke vaḍavānaḷ agnie karīne paṇ ā gnān nāsh thāy tevu nathī ane te gnān to akhanḍ ne avināshī chhe. Te jem Puruṣhottam, Akṣhar ne Akṣhardhāmnā mukto sanātan chhe, tem ā gnān paṇ sanātan chhe.” Eṭalī vāt karī tyā ‘Vāsudev Hare’ thayā te jamavā padhāryā.

Upasana (40.7) / (3/66)

Vat Selection

sort Prakarans Categories
Go to: arrow_circle_right
loading