॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

Gadhada II-9: Conviction of God; Realizing God to be like Other Avatārs Is Blasphemy

Nirupan

After reading Vachanāmrut Gadhadā II-9, Gunātitānand Swāmi said, “If one knows Mahārāj as Purushottam, but due to adverse circumstances leaves Satsang, even then one attains Akshardhām. However, if one does not have this spiritual wisdom to recognize Mahārāj as Purushottam, even if he remains in Satsang, he will attain another abode - but not Akshardhām.”

[Swāmini Vāto: 1/261]

મધ્યનું નવમું વચનામૃત વંચાવીને ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા જે, “મહારાજને પુરુષોત્તમ જાણતો હોય ને દેશકાળે સત્સંગમાંથી નીકળી જાય તો પણ અક્ષરધામને પામે, ને એમ ન જાણતો હોય ને સત્સંગમાં હોય તો પણ બીજા ધામને પામે.”

[સ્વામીની વાતો: ૧/૨૬૧]

Gunātitānand Swāmi said, “Without knowing Mahārāj as Purushottam, it is not possible to go to Akshardhām. Without becoming brahmarup, it is not possible to stay in the service of Mahārāj.”

Shivlāl then asked a question, “How should Mahārāj be known as Purushottam? And how can one become brahmarup?”

Swāmi then said, “Know that Mahārāj is supreme, the source of all avatārs and the cause of all causes.” Based on this, he had Vachanāmruts Gadhadā II-9 and Gadhadā III-38 read and said, “Today, in Satsang, the sādhus, achāryas, mandirs and murtis are all supreme. So what is there to say in Mahārāj being supreme? One should understand that he is supreme. And one can become brahmarup by believing this sādhu to be brahmarup and associating with him through one’s mind, deed and speech. Then one becomes brahmarup.” Based on this, he had Vachanāmrut Vartāl 11 read and said, ‘When one becomes like this, then one stays in the service of Purushottam.”

[Swāmini Vāto: 3/12]

ગુણાતીતાનંદ સ્વામી કહે, “મહારાજને પુરુષોત્તમ જાણ્યા વિના અક્ષરધામમાં જવાય નહીં ને બ્રહ્મરૂપ થયા વિના મહારાજની સેવામાં રહેવાય નહીં.” ત્યારે શિવલાલે પ્રશ્ન પૂછ્યો જે, “પુરુષોત્તમ કેમ જાણવા? ને બ્રહ્મરૂપ કેમ થવાય?” ત્યારે કહ્યું જે, “મહારાજ તો સર્વોપરી ને સર્વ અવતારના અવતારી, સર્વ કારણના કારણ છે.” તે ઉપર મધ્યનું નવમું ને છેલ્લાનું આડત્રીસમું વચનામૃત વંચાવીને કહ્યું જે, “આજ તો સત્સંગમાં સાધુ, આચાર્ય, મંદિર ને મૂર્તિયું તે સર્વોપરી છે, તો મહારાજ સર્વોપરી હોય તેમાં શું કહેવું? એ તો સર્વોપરી જ છે એમ સમજવું. અને બ્રહ્મરૂપ તો એમ થવાય છે જે, આવા સાધુને બ્રહ્મરૂપ જાણીને મન, કર્મ, વચને તેનો સંગ કરે છે તે બ્રહ્મરૂપ થાય છે.” તે ઉપર વરતાલનું અગિયારમું વચનામૃત વંચાવીને કહ્યું જે, “આવો થાય છે ત્યારે પુરુષોત્તમની સેવામાં રહેવાય છે.”

[સ્વામીની વાતો: ૩/૧૨]

After instructing that Vachanāmrut Gadhadā II-9 be read, Gunātitānand Swāmi said, “As described in this Vachanāmrut, one who knows Mahārāj as Purushottam and leaves Satsang will still go to Akshardhām. However, one who stays in Satsang, may observe dharma and may be a celibate, but does not know Mahārāj as Purushottam will go to another abode.”

[Swāmini Vāto: 5/304]

મધ્ય પ્રકરણનું નવમું વચનામૃત વાંચવાની આજ્ઞા કરીને ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા જે, “આ વચનામૃતમાં કહ્યું છે તેમ મહારાજને પુરુષોત્તમ જાણશે ને સત્સંગમાંથી નીકળી જાશે તો પણ અક્ષરધામમાં જાશે; ને સત્સંગમાં રહેતો હશે ને ધર્મ પાળતો હશે ને ઊર્ધ્વરેતા હશે; પણ મહારાજને પુરુષોત્તમ નહીં જાણે તો બીજા લોકમાં જાશે.”

[સ્વામીની વાતો: ૫/૩૦૪]

Gunātitānand Swāmi says, “One who has affection for God and his great Sadhu has nothing left to do. Based on this, contemplate on Vachanāmruts Gadhadā II-9 and Vartāl 11. They both convey the same message.”

[Swāmini Vāto: 5/338]

ગુણાતીતાનંદ સ્વામી કહે, “જેને ભગવાનને વિષે તથા મોટા સાધુ સાથે હેત છે તેને કાંઈ કરવું રહ્યું નથી. તે ઉપર મધ્ય પ્રકરણનું નવમું તથા વરતાલનું અગિયારમું વચનામૃત વિચારવાં. એ બેનો એક ભાવ છે.”

[સ્વામીની વાતો: ૫/૩૩૮]

Gunātitānand Swāmi said, “Purushottam Sahajānand Swāmi is the cause of all avatārs. One will go all the way to Akshardhām by offering upāsanā to him, and one will go to other abodes by worshiping other avatārs. The Bhāgwat states that Prahlād is in the Harivarsh Khand. One will go to Vaikunth if one believes Mahārāj to be like Rāmchandraji, where they have four hands - that is a big problem. What good is that? Nothing. If one believes Mahārāj to be like Shri Krishna, one will go to Golok, where there are cows, calves and gop-gopis. What good is that? Therefore, no place has the bliss of Akshardhām. Therefore, we must understand Mahārāj to be Purushottam. It says in the Vachanamrut, ‘I will make you as you understand me to be.’ (Gadhadā II-67) We reach Akshardhām by knowing Mahārāj as Purushottam. That [Akshardhām] is never destroyed (one remains there permanently); however, everything else up to Prakruti-Purush is dissolved by time (i.e. attainment of other abodes is not permanent).”

One person said, “We should stay where God keeps us. All the abodes of God are the same. Why do you unnecessarily argue?”

Swāmi replied, “The stars and the moon are not the same. Even Mahārāj has said that one must understand the distinction between the avatārs and the source of them as such: the king and his minister are different and an arrow and the archer are different. The minister may be very powerful, may give orders, and may be great, but when he goes to the king, he can take his seat only after offering many salutes to the king. The king’s orders prevail over him. That is the difference between the avatārs and their source.”

Based on this, he had a Vachanāmrut read and said, “One who equates Akshardhām with other abodes, and one who says that Mahārāj and other avatārs are the same should be known to have committed a worse sin than the five grave sins; such company should be avoided.”

[Swāmini Vāto: 6/20]

ગુણાતીતાનંદ સ્વામી કહે, “સર્વે અવતારના કારણ પુરુષોત્તમ સહજાનંદ સ્વામી છે, તેની ઉપાસનાએ કરીને તો ઠેઠ અક્ષરધામમાં જાય ને બીજા અવતારની ઉપાસના કરીને તો તેના ધામમાં જાય. જેમ હરિવર્ષ ખંડમાં પ્રહ્‌લાદ છે તે વાત ભાગવતમાં કહી છે; જો રામચંદ્રજી જેવા મહારાજને જાણશે તો તે વૈકુંઠમાં જાશે, તેમાં ચાર હાથ ને મહાકુટ્ય, એમાં શું? એ તો કાંઈ ઠીક નહીં. ને શ્રીકૃષ્ણ જેવા જાણશે તે ગોલોકમાં જાશે, ત્યાં ગાયું, વાછડાં ને ગોપ-ગોપિયું એ છે, તેમાં પણ શું? માટે ક્યાંઈ અક્ષરધામના જેવું સુખ નથી. તે માટે મહારાજને પુરુષોત્તમ જાણવા. તે વચનામૃતમાં પણ કહ્યું છે જે, ‘જેવો મુને જાણશે તેવો તો હું તેને કરીશ.’ તે પુરુષોત્તમ જાણવે કરીને અક્ષરધામમાં પુગાય. તે પાછો નાશ ન થાય ને બીજે તો પ્રકૃતિપુરુષ લગી કાળ ખાઈ જાય છે.”

ત્યારે એક જણે કહ્યું જે, “જ્યાં ભગવાન રાખે ત્યાં રહેવું, ને ભગવાનનાં ધામ તો બધાય સરખાં. અમથા શું કૂટો છો?”

ત્યારે સ્વામી કહે, “તારા ને ચંદ્રમા તે કાંઈ એક કહેવાય નહીં. ને મહારાજે પણ કહ્યું છે જે, અવતાર-અવતારીમાં ભેદ એમ સમજવો જે, રાજા ને રાજાનો ઉમરાવ ને તીર ને તીરનો નાખનારો એમ ભેદ છે. ઓલ્યો ઉમરાવ ઘણો ભારે હોય ને હુકમ ચલાવે એવો મોટો હોય તો પણ રાજા પાસે જાય ત્યારે કેટલીક સલામ ભરે ત્યારે બેસાય ને રાજાનો એની ઉપર હુકમ ચાલે છે, એમ છે.” તે ઉપર વચનામૃત વંચાવીને કહ્યું જે, “બીજા ધામને ને અક્ષરધામને તથા બીજા અવતાર ને મહારાજને એકસરખા કહે તેને પંચ મહાપાપીથી પણ વધુ પાપી જાણવો ને એનો સંગ ન કરવો.” એ વંચાવીને પાછો પાડ્યો.

[સ્વામીની વાતો: ૬/૨૦]

April 1, 1974. On the 194th birthday celebration of Shriji Maharaj, Swamishri explained Vachanamrut Gadhada II-9, “One should not sway in understanding the form of God. God is the all-doer, supreme, possesses a definite divine form, and always present - that understanding is complete. If one believes he is non-manifest, that is equivalent to believing he is formless. Just as one becomes happy gaining money, one should experience the same joy and ecstasy attaining God. After someone dies, the Garud-Puran is read. Do we want to go to Garud’s dhām? Amoghanand Swami understood Shriji Maharaj to be Ram so he went to Vaikunth. One who has firm swarup-nishthā will not enter the cycle of births and deaths and will not have to be born through the womb. He goes to God’s dhām. Shriji Maharaj is sitting right there and he himself is explaining this; so his talks are first-hand.”

[Brahmaswarup Pramukh Swami Maharaj: Part 2/358]

૧૯૭૪. તા. ૧/૪ના રોજ આવેલ શ્રીજીમહારાજની ૧૯૪મી જન્મજયંતીના દિવસે સ્વામીશ્રીએ ગઢડા મધ્ય પ્રકરણના નવમા વચનામૃત પર કથા કરતાં જણાવ્યું કે: “ભગવાનના સ્વરૂપમાં આઘુંપાછું ન થવા દેવું. ભગવાન કર્તા, સર્વોપરી, સાકાર, પ્રગટ સમજાય તો સંપૂર્ણ સમજણ. પરોક્ષ માને તો પણ નિરાકાર માન્યા ગણાય. પૈસાની પ્રાપ્તિનો આનંદ આવે તેમ ભગવાનનું સ્વરૂપ મળ્યું છે તેનો આનંદ, કેફ રહે એ પ્રાપ્તિ. કોઈ મરે પછી ગરુડપુરાણ વંચાવે છે. શું ગરુડના ધામમાં જવું છે? અમોઘાનંદ સ્વામીએ શ્રીજીમહારાજને રામ જેવા જાણ્યા તો વૈકુંઠમાં ગયા. સ્વરૂપનિષ્ઠા હોય તેને લખચોરાશી, ગર્ભવાસમાં જવાનું નથી. તે ભગવાનના ધામમાં જાય છે. શ્રીજીમહારાજ બેઠા ને પોતે સમજાવે છે તે મૂર્તિમાન વાત.”

[બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨/૩૫૮]

SELECTION
TYPE * History * Mahima * Nirupan * Prasang * Summary * Akhyan VAKTA * Aksharbrahma Shri Gunatitanand Swami * Brahmaswarup Mahant Swami Maharaj * Brahmaswarup Pragji Bhakta * Brahmaswarup Pramukh Swami Maharaj * Brahmaswarup Shastriji Maharaj * Brahmaswarup Yogiji Maharaj REFERENCE * Aksharamrutam * Aksharbrahma Shri Gunatitanand Swami: Part 1 * Aksharbrahma Shri Gunatitanand Swami: Part 2 * Bhagwan Swaminarayan: Part 4 * Bhagwan Swaminarayan: Part 5 * Brahmana Sange * Brahmaswarup Pramukh Swami Maharaj: Part 1 * Brahmaswarup Pramukh Swami Maharaj: Part 2 * Brahmaswarup Pramukh Swami Maharaj: Part 3 * Brahmaswarup Pramukh Swami Maharaj: Part 4 * Brahmaswarup Pramukh Swami Maharaj: Part 5 * Brahmaswarup Pramukh Swami Maharaj: Part 6 * Brahmaswarup Pramukh Swami Maharaj: Part 7 * Brahmaswarup Pramukh Swami Maharaj: Part 8 * Brahmaswarup Shastriji Maharaj: Part 1 * Brahmaswarup Shastriji Maharaj: Part 2 * Brahmaswarup Shri Pragji Bhakta * Brahmaswarup Yogiji Maharaj: Part 1 * Brahmaswarup Yogiji Maharaj: Part 2 * Brahmaswarup Yogiji Maharaj: Part 3 * Brahmaswarup Yogiji Maharaj: Part 4 * Brahmaswarup Yogiji Maharaj: Part 5 * Brahmaswarup Yogiji Maharaj: Part 6 * Chalo Chale Ham Akshardham * Divine Memories - Part 1 * Divine Memories - Part 2 * Divine Memories - Part 3 * Jeva Me Nirakhya Re - Part 6 * Parabhakti * Sanjivani * Satsang Saurabh: Part 1 * Swabhavvash Sansar * Swamini Vato * Yogi Gita Marma * Yogi Vani * Yogiji Maharaj’s 101 Tales of Wisdom PLACE YEAR
Go

Type: Keywords Exact phrase