॥ સ્વામીની વાતો ॥
પ્રકરણ: ૫
વાત: ૩૦૪ થી ૩૦૪
મધ્ય પ્રકરણનું નવમું વચનામૃત વાંચવાની આજ્ઞા કરીને બોલ્યા જે, “આ વચનામૃતમાં કહ્યું છે તેમ મહારાજને પુરુષોત્તમ જાણશે ને સત્સંગમાંથી નીકળી જાશે તો પણ અક્ષરધામમાં જાશે; ને સત્સંગમાં રહેતો હશે ને ધર્મ પાળતો હશે ને ઊર્ધ્વરેતા૧ હશે, પણ મહારાજને પુરુષોત્તમ નહીં જાણે તો બીજા લોકમાં જાશે.”
૧. અષ્ટાંગ બ્રહ્મચારી.
Swami instructed that Vachanamrut Gadhada II-9 be read and then said, “As described in this Vachanamrut, one who knows Maharaj as Purushottam and leaves Satsang will still go to Akshardham. And one who stays in Satsang, observes dharma and is a celibate, but does not know Maharaj as Purushottam, will go to another abode.”
Madhya Prakaraṇnu Navmu Vachanāmṛut vānchavānī āgnā karīne bolyā je, “Ā Vachanāmṛutmā kahyu chhe tem Mahārājne Puruṣhottam jāṇashe ne satsangmāthī nīkaḷī jāshe to paṇ Akṣhardhāmmā jāshe; ne satsangmā raheto hashe ne dharma pāḷato hashe ne ūrdhvaretā1 hashe, paṇ Mahārājne Puruṣhottam nahī jāṇe to bījā lokmā jāshe.”
1. Aṣhṭāng brahmachārī.