share

॥ સ્વામીની વાતો ॥

પ્રકરણ: ૬

વાત: ૨૦ થી ૨૦

“સર્વે અવતારના કારણ પુરુષોત્તમ સહજાનંદ સ્વામી છે, તેની ઉપાસનાએ કરીને તો ઠેઠ અક્ષરધામમાં જાય ને બીજા અવતારની ઉપાસનાએ કરીને તો તેના ધામમાં જાય. જેમ હરિવર્ષ ખંડમાં પ્રહ્‌લાદ છે તે વાત ભાગવતમાં કહી છે; જો રામચંદ્રજી જેવા મહારાજને જાણશે તો તે વૈકુંઠમાં જાશે, તેમાં ચાર હાથ ને મહાકુટ્ય, એમાં શું? એ તો કાંઈ ઠીક નહીં. ને શ્રીકૃષ્ણ જેવા જાણશે તે ગોલોકમાં જાશે, ત્યાં ગાયું, વાછડાં ને ગોપ-ગોપિયું એ છે, તેમાં પણ શું? માટે ક્યાંઈ અક્ષરધામના જેવું સુખ નથી. તે માટે મહારાજને પુરુષોત્તમ જાણવા. તે વચનામૃતમાં પણ કહ્યું છે જે, ‘જેવો મુને જાણશે તેવો તો હું તેને કરીશ.’ તે પુરુષોત્તમ જાણવે કરીને અક્ષરધામમાં પુગાય. તે પાછો નાશ ન થાય ને બીજે તો પ્રકૃતિપુરુષ લગી કાળ ખાઈ જાય છે.” ત્યારે એક જણે કહ્યું જે, “જ્યાં ભગવાન રાખે ત્યાં રહેવું, ને ભગવાનનાં ધામ તો બધાંય સરખાં. અમથા શું કૂટો છો?” ત્યારે સ્વામી કહે, “તારા ને ચંદ્રમા તે કાંઈ એક કહેવાય નહીં. ને મહારાજે પણ કહ્યું જે, ‘અવતાર-અવતારીમાં ભેદ એમ સમજવો જે, રાજા ને રાજાનો ઉમરાવ ને તીર ને તીરનો નાખનારો,’ એમ ભેદ છે. ઓલ્યો ઉમરાવ ઘણો ભારે હોય ને હુકમ ચલાવે એવો મોટો હોય તો પણ રાજા પાસે જાય ત્યારે કેટલીક સલામ ભરે ત્યારે બેસાય ને રાજાનો એની ઉપર હુકમ ચાલે છે, એમ છે.” તે ઉપર વચનામૃત વંચાવીને કહ્યું જે, “બીજા ધામને ને અક્ષરધામને તથા બીજા અવતાર ને મહારાજને એકસરખા કહે તેને પંચ મહાપાપીથી પણ વધુ પાપી જાણવો ને એનો સંગ ન કરવો.” એ વંચાવીને પાછો પાડ્યો.

સર્વોપરી ભગવાન (42.19) / (૬/૨૦)

“The cause of all avatārs is Sahajanand Swami. With his upasanā, one can go all the way to Akshardham, while with the upasanā of other avatārs, one goes to other abodes. Just as Prahlad resides in Harivarsha Khand, as has been mentioned in the Bhagwat. If one understands Maharaj to be Ramchandraji, one will go to Vaikunth. There, they will have four hands and much trouble. What good is that? That is not proper. If one understands Maharaj to be Shri Krishna, then they will go to Golok where there are cows, calves, and cow-herders. What good is that? Therefore, there is no happiness like that in Akshardham. So understand Maharaj to be Purushottam. He even mentions in the Vachanamrut, ‘I will make you as you understand me to be.’1 So understanding Maharaj to be Purushottam, you will go to Akshardham, which will never be destroyed. On the contrary, the process of time (kāl) consumes everything including Prakruti-Purush.”

One person said, “We should stay where God keeps us. All the abodes of God are the same. Why do you unnecessarily argue?” Then Swami said, “The stars and the moon cannot be described as being the same. And even Maharaj has said that one must understand there is a clear difference between the avatārs and the source of all avatārs, just as there is a difference between the king and his minister, and there is a difference between the arrow and the archer. The minister may be very powerful and give orders; he may be great, but when he goes to the king, he salutes the king many times and only then is he able to take his seat. And the king’s orders prevail over him. Difference between the avatārs and their source is similar to this.”

Regarding this, Swami had Vachanamrut (Gadhada II-9) read and said, “If one says other abodes and Akshardham are the same and one says other avatārs and Maharaj are the same, then one should believe he is a sinner greater than one who commits the five grave sins and should not keep his company.” In this way, Swami defeated him by reading the Vachanamrut.

Supreme God (42.19) / (6/20)

1. The words of Vachanamrut Gadhada II-67 which Swami paraphrases are: “In whatever way a devotee of God has realised God - i.e., ‘God possesses this many powers; He possesses this much charm; He is the embodiment of bliss;’ and so on - that is the extent to which he has realised the greatness of God. Then, when that devotee leaves his body and goes to the abode of God, he attains charm and powers based on the extent to which he has realised the majesty of God...”

“Sarve avatārnā kāraṇ Puruṣhottam Sahajānand Swāmī chhe, tenī upāsanāe karīne to ṭheṭh Akṣhardhāmmā jāy ne bījā avatārnī upāsanāe karīne to tenā dhāmmā jāy. Jem Harivarṣh Khanḍmā Prahlād chhe te vāt Bhāgwatmā kahī chhe; jo Rāmchandrajī jevā Mahārājne jāṇashe to te Vaikunṭhmā jāshe, temā chār hāth ne mahākuṭya, emā shu? E to kāī ṭhīk nahī. Ne Shrī Kṛuṣhṇa jevā jāṇashe te Golokmā jāshe, tyā gāyu, vāchhaḍā ne Gop-Gopiyu e chhe, temā paṇ shu? Māṭe kyāī Akṣhardhāmnā jevu sukh nathī. Te māṭe Mahārājne Puruṣhottam jāṇavā. Te Vachanāmṛutmā paṇ kahyu chhe je, ‘Jevo mune jāṇashe tevo to hu tene karīsh.’ Te Puruṣhottam jāṇave karīne Akṣhardhāmmā pugāy. Te pāchho nāsh na thāy ne bīje to Prakṛuti-Puruṣh lagī kāḷ khāī jāy chhe.” Tyāre ek jaṇe kahyu je, “Jyā Bhagwān rākhe tyā rahevu, ne Bhagwānnā dhām to badhāy sarakhā. Amathā shu kūṭo chho?” Tyāre Swāmī kahe, “Tārā ne chandramā te kāī ek kahevāy nahī. Ne Mahārāje paṇ kahyu je, ‘Avatār-avatārīmā bhed em samajvo je, rājā ne rājāno umarāv ne tīr ne tīrno nākhnāro,’ em bhed chhe. Olyo umarāv ghaṇo bhāre hoy ne hukam chalāve evo moṭo hoy to paṇ rājā pāse jāy tyāre keṭlīk salām bhare tyāre besāy ne rājāno enī upar hukam chāle chhe, em chhe.” Te upar Vachanāmṛut vanchāvīne kahyu je, “Bījā dhāmne ne Akṣhardhāmne tathā bījā avatār ne Mahārājne ek-sarakhā kahe tene panch mahāpāpīthī paṇ vadhu pāpī jāṇavo ne eno sang na karavo.” E vanchāvīne pāchho pāḍyo.

Supreme God (42.19) / (6/20)

Vat Selection

sort Prakarans Categories
Go to: arrow_circle_right
loading