વચનામૃત પ્રસંગ

ગઢડા અંત્ય ૧૧

સં. ૧૯૪૬, ભાદરોડ. એક દિવસ સાધુ નારાયણચરણદાસજી તથા યજ્ઞપુરુષદાસજી બંને તલગાજરડા ઝોળી માગવા ગયા. ઝોળી માગીને એક જગ્યાએ બેઠા હતા ત્યાં ગામના પટેલ આવ્યા. તેને યજ્ઞપુરુષદાસજીએ વાતો કરી. તેને બહુ ગુણ આવ્યો અને આ સાધુને જોઈને બોલ્યા, “અહો! આવા હાથીની અંબાડીએ બેસે એવાને રખડવું પડે છે એ પ્રાગજીનું કર્તવ્ય છે.”

એટલે યજ્ઞપુરુષદાસજી કહે, “અમને તો ભગતજીએ ઘણો ઉપદેશ કરીને સત્સંગમાં મળતું રહે એમ શીખવ્યું છે. અમે કોઈનું માનતા નહીં. અમે તો અમારા અલમસ્ત કેફમાં ધર્મામૃત, ચોસઠ પદી આદિ ગ્રંથો વાંચતા અને સાધુનાં લક્ષણોનાં કીર્તનો છડેચોક બોલતાં. આથી બીજા કોઈને ફાવતું નહીં. એટલે ભગતજીએ અમને નિર્માની કર્યા. વળી, અમને તો ગુજરાતના હરિભક્તો બહુ માને છે, પણ ત્યાં સૌ સાધુને ફાવતું નથી અને ક્લેશ થાય છે. એટલા માટે ભગતજીએ અમને અહીં રાખ્યા છે. અને જ્ઞાનોપદેશ કરે છે, નહીં તો અમારા જીવનું બહુ જ ભૂંડું થાત અને સત્સંગમાં સામાવડિયા થાત; પણ ભગતજીના સંગથી જ પાંસરું રહ્યું છે.”

આ વાત સાંભળી પટેલ બોલ્યા, “એમ વાત છે? અમને તો ભગતજીના વિરુદ્ધ ઊલટું ભરાવ્યું હતું, પણ તમારી વાતોથી પ્રાગજી ભગતનો મને ઘણો ગુણ આવ્યો છે.” એમ કહી ઝોળીમાં દસ શેર ચોખા નાખ્યા.

આ વાત નારાયણચરણદાસે ભગતજીને કહી. એટલે ભગતજી બહુ જ રાજી થયા અને બધાને કહ્યું, “તમો પણ જેને જેને વાત કરો તેને પોતાના ગુણની વાત ન કરવી, પણ પોતાનો દોષ દેખાડવો અને મોટાનો ગુણ કહેવો અને સીતાજીના જેવી સમજણ શીખવી.”

[બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ૧/૧૨૬]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ