વચનામૃત પ્રસંગ

ગઢડા મધ્ય ૫૨

૧૯૫૫, આણંદ. યોગીજી મહારાજ કથાવાર્તામાં વચનામૃત ગઢડા મધ્ય ૫૨નું નિરૂપણ કરતા હતા. તેમાં વાત આવી: “ત્યાગીને શોભારૂપ છે તે ગૃહસ્થને દૂષણરૂપ છે.” એક યુવક કહે, “બાપા! તમે અમારી પાસે ત્યાગીના નિયમ પળાવો છો. સ્ત્રીને ન અડવું, મેળાવીને પાણી નાખીને જમવું. તેનું શું સમજવું?” સ્વામીશ્રી કહે, “જ્યાં સુધી પરણ્યા ન હોય ત્યાં સુધી ત્યાગી જ કહેવાય.” ત્યારે એક પરિણીત યુવક કહે, “બાપા, મારું શું? મને પણ મેળાવીને જમવાની આપે આજ્ઞા કરી છે.” સ્વામીશ્રી તરત બોલ્યા, “તમારો જીવ ત્યાગી છે! અક્ષરધામમાં નથી જવું? વચને પ્રવૃત્તિ, વચને નિવૃત્તિ. એકાંતિક બનાવવા છે. એટલે નિયમ પાળવાનું કહીએ છીએ. બીજાને ક્યાં કહીએ છીએ?” એમ બોલતાં થોડા ગંભીર થઈ ગયા.

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૧/૫૫૧]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ