વચનામૃત નિરૂપણ

ગઢડા મધ્ય ૬૨

સં. ૧૯૯૭, મુંબઈ. એક વખત વચનામૃત ગઢડા મધ્ય ૬૨મું વચનામૃત વંચાવીને શાસ્ત્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો, “આ વચનામૃતમાં આત્મનિષ્ઠા, પ્રીતિ અને દાસત્વપણું એ ત્રણ અંગ કહ્યાં. તેમાં અનુક્રમે ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ એમ ત્રણ પ્રકાર છે?” પછી ઉત્તર પોતે આપતાં જણાવ્યું, “એવો ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ પ્રકાર એ અંગમાં નથી. એમ જો જાણીએ તો ગોપાળાનંદ સ્વામી તથા બ્રહ્માનંદ સ્વામીનું દાસત્વ-ભક્તિનું અંગ હતું, તો તે કનિષ્ઠમાં કહેવાય, પરંતુ એમની સ્થિતિ જોતાં તો એમને વિષે એ પ્રમાણે કહેવાય નહીં. માટે એ ત્રણે અંગ ઉત્તમ પ્રકારનાં છે, પણ તે ત્રણેયમાં ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ પ્રકાર છે. તેથી જ્યારે એ ત્રણેય અંગોનો ઉત્તમ પ્રકાર એકને વિષે દેખાય ત્યારે એ ઉત્તમ એકાંતિક કે પરમ એકાંતિક કહેવાય. તે પ્રમાણે મધ્યમ અને કનિષ્ઠનું સમજવું.”

[બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ૨/૭૬]

 

યોગીજી મહારાજ કહે, “ભક્ત થઈ સાધુતા શીખવી અને દાસત્વભક્તિ કરવી તે ઉપર ગઢડા પ્રથમ ૧૪ અને ગઢડા મધ્ય ૬૨ – એ બે વચનામૃત વિચારવાં. મધ્ય ૬૨માં તો શ્રીજીમહારાજે બહુ જ ઝીણા શબ્દો મૂક્યા છે, ‘પોતાના ઇષ્ટદેવનાં જ દર્શન ગમે, વાતો ગમે, સ્વભાવ ગમે અને પાસે રહેવું ગમે.’ એમ વર્ત્યા છતાં આજ્ઞામાં ટૂક ટૂક થઈ જાય. આવી દાસત્વભક્તિ હોય તો જ શોભે.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૨/૧૦૯]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ