વચનામૃત મહિમા

ગઢડા મધ્ય ૨૨

યોગીજી મહારાજ કહે, “ગઢડા પ્રથમ ૭૬ – હઠ, માન અને ઈષ્યનો ત્યાગ કરવાનું અને ભીડો વેઠવાનું વચનામૃત તથા ગઢડા મધ્ય ૨૨ – નિશાનનું; આ બે વચનામૃત સિદ્ધ કરવાં.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૨/૧૯૪]

 

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજે આફ્રિકાના દ્વિતીય પ્રવાસે જતાં પૂર્વે મુંબઈમાં તેમની ડાયરીની તા. ૨૪-૧૦-૧૯૫૯ની નોંધમાં લખ્યું છે: “સહુએ સિદ્ધાંત ઉપર નજર રાખી ગઢડા મધ્ય ૨૨મું સિદ્ધ કરવું. શ્રીજીમહારાજે સિંધુડા વગાડ્યા છે. અજ્ઞાનરૂપી અંધારું કાઢી નાખ્યું છે ને સૌને શાંતિ આપી દીધી છે. આજ્ઞા-ઉપાસના દૃઢ રાખો. આ અમારી આટલી ભલામણ છે તો જીવમાં ઉતારશો ને ખુમારી રાખજો ને મોળા ન પડવું, બળ રાખવું. બળ મહારાજ સ્વામી પ્રેરશે.” વળી, આ જ ધર્મપ્રવાસ દરમ્યાન સંવત ૨૦૧૫ (ઈ. સ. ૧૯૫૯)ના નવા વર્ષના આશીર્વાદ યુગાન્ડા દેશના પાટનગર કંપાલાથી ભારતના હરિભક્તો ઉપર પત્ર દ્વારા પાઠવ્યા હતા. તેમાં પણ આ જ વચનામૃત સિદ્ધ કરવા આદેશ આપ્યો હતો.

[ચલો ચલેં હમ અક્ષરધામ: ૮૩]

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ