share

॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગઢડા મધ્ય ૩૭

સ્વાભાવિક પ્રકૃતિ ટાળ્યાનું, જ્ઞાની પણ પ્રકૃતિ સરખું આચરણ કરે, તેનું

સંવત ૧૮૮૦ના ભાદરવા વદિ ૧ પડવાને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં આથમણે દ્વાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યો જે, “ગીતામાં૧૦૬ કહ્યું છે જે, ‘જ્ઞાની હોય તે પણ પોતાની પ્રકૃતિ સરખું આચરણ કરે અને શાસ્ત્રે કહ્યો એવો જે નિગ્રહ તેનું જોર ચાલે નહીં;’ માટે એ સ્વાભાવિક પ્રકૃતિ છે તે શે ઉપાય કરીને ટળે?” પછી સર્વે જે મુનિમંડળ તેણે વિચારી જોયું પણ શ્રીજીમહારાજના પ્રશ્નનો ઉત્તર થાય એમ જણાયું નહીં. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એનો ઉત્તર એમ છે જે, એ સ્વભાવ મુકાવ્યા સારુ જે સત્પુરુષ ઉપદેશ કરતા હોય તેના વચનને વિષે અતિશય વિશ્વાસ હોય અને ઉપદેશના કરનારાની ઉપર સાંભળનારાને અતિશય પ્રીતિ હોય અને ઉપદેશનો કરનારો હોય તે ગમે તેટલાં દુખવીને કઠણ વચન કહે તો પણ તેને હિતકારી જ માનતો જાય, તો સ્વાભાવિક જે પ્રકૃતિ છે તે પણ નાશ થઈ જાય; પણ એ વિના બીજો કોઈ ઉપાય નથી. માટે જેને પોતાની પ્રકૃતિ ટાળ્યાની ઇચ્છા હોય તેને પરમેશ્વર તથા સત્પુરુષ તે સ્વભાવ ટાળ્યા સારુ ગમે તેટલા તિરસ્કાર કરે ને ગમે તેવાં કઠણ વચન કહે તો પણ કોઈ રીતે દુખાવું નહીં ને કહેનારાનો ગુણ જ લેવો, એવી રીતે વર્તે તો કોઈ રીતે ન ટળે એવી પ્રકૃતિ હોય તોય પણ તે ટળી જાય છે.”

॥ ઇતિ વચનામૃતમ્ ॥ ૩૭ ॥ ૧૭૦ ॥

* * *

This Vachanamrut took place ago.


પાદટીપો

૧૦૬. “સદૃશં ચેષ્ટતે સ્વસ્યાઃ પ્રકૃતેર્જ્ઞાનવાનપિ ।
પ્રકૃતિં યાન્તિ ભૂતાનિ નિગ્રહઃ કિં કરિષ્યતિ ॥”
આ ગીતા (૩/૩૩)નો અર્થ છે.

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ

Type: Keywords Exact phrase