share

॥ સ્વામીની વાતો ॥

Prakaran: ૭

Vat: ૧૫ to ૧૫

ગઢડામાં શ્રીજીમહારાજે એક ભક્તને કહ્યું જે, “તમે અક્ષરધામમાં જઈ આવો.” ત્યારે તે ભક્ત સમાધિ કરીને પ્રથમ બદરિકાશ્રમમાં ગયા; ત્યાં આપણા સાધુ, પાળા, બ્રહ્મચારી, હરિભક્ત તેને દીઠા. ત્યારે તેને પૂછ્યું જે, “શ્રીજીમહારાજ ક્યાં છે?” ત્યારે એ સર્વે બોલ્યા જે, “આ નરનારાયણ છે તે જ મહારાજ છે.” ત્યારે હરિભક્તે કહ્યું જે, “હું મહારાજને ઓળખું છું.” પછી ત્યાંથી દર્શન કરીને શ્વેતદ્વીપમાં ગયો. ત્યાં પણ આપણા સાધુ, બ્રહ્મચારી હતા. તેને કહ્યું જે, “શ્રીજીમહારાજ ક્યાં છે?” ત્યારે તે બોલ્યા જે, “આ વાસુદેવ છે તે જ મહારાજ છે.” ત્યારે તે બોલ્યા જે, “હું મહારાજને ઓળખું છું.” પછી ત્યાંથી વૈકુંઠમાં ગયો. ત્યારે ત્યાં પણ આપણા સાધુ આદિક દીઠા. ત્યારે તેને કહ્યું જે, “શ્રીજીમહારાજ ક્યાં છે?” ત્યારે તેમણે કહ્યું જે, “આ લક્ષ્મીનારાયણ છે તે જ મહારાજ છે.” ત્યારે તેણે કહ્યું જે, “હું મહારાજને ઓળખું છું.” પછી ત્યાંથી તે ભક્ત ગોલોકમાં ગયો. ત્યારે ત્યાં પણ આપણા સાધુ આદિકને દીઠા. ત્યારે તેમને પૂછ્યું જે, “મહારાજ ક્યાં છે?” ત્યારે તે બોલ્યા જે, “આ શ્રીકૃષ્ણ છે તે જ મહારાજ છે.” ત્યારે તેણે કહ્યું જે, “મહારાજને હું ઓળખું છું. માટે આ શ્રીજીમહારાજ નહીં.” ત્યાર પછી તે ભક્ત અક્ષરધામમાં ગયો ને ત્યાં અનંત કોટિ મુક્ત તેમણે સેવ્યા એવા જે શ્રીજીમહારાજ તેમને દીઠા, ને ત્યાં આપણા સાધુ, બ્રહ્મચારી, પાળા, સત્સંગી તે સર્વેને શ્રીજીમહારાજની સેવામાં દીઠા. ત્યાર પછી તે ભક્તને શ્રીજીમહારાજે પૂછ્યું જે, “ક્યાં ક્યાં ધામ જોતા આવ્યા?” ત્યારે તે ભક્તે કહ્યું જે, “હે મહારાજ! આપણા બ્રહ્મચારી, સાધુ, પાળા, સત્સંગી તે બદરિકાશ્રમમાં, શ્વેતદ્વીપમાં, વૈકુંઠમાં તથા ગોલોકમાં ઘણા દીઠા. તે પણ આંહીં કેમ ન આવ્યા?” ત્યારે શ્રીજીમહારાજે કહ્યું જે, “અમને તે તે ધામના પતિ જાણ્યા, તે માટે ત્યાં જઈને રહ્યા છે ને આ સર્વેએ અમને સર્વ અવતારના અવતારી જાણ્યા, ને સર્વ ધામ થકી પર જે બ્રહ્મમોહોલ તેના પતિ અમને જાણ્યા, તે માટે એમને અમે અક્ષર જેવા કર્યા છે. અને પૂર્વના અવતાર જેવા અમને જાણ્યા તે માટે એમને તે તે અવતાર જેટલું ઐશ્વર્ય આપ્યું છે. ને તે તે ધામના પતિ અમને જાણીને તે તે ધામમાં રહ્યાં છે. ને તે જો અમે પંડે જઈને કહીએ તો પણ ન માને એવો એને નિશ્ચય છે.” પછી તે ભક્તને સમાધિમાંથી શ્રીજીમહારાજ જગાડતા હવા. પછી શ્રીજીમહારાજે તે ભક્તને કહ્યું જે, “તમે જે દીઠું તે સર્વે આ સંતમંડળની આગળ કહો.” ત્યારે તે ભક્તે જે દીઠું હતું તેમ સંતમંડળ આગળ કહ્યું. પછી સર્વે પરમહંસે કહ્યું, “હે મહારાજ! તમે કૃપા કરીને તમારા સ્વરૂપનો જેમ અમને સર્વોપરી નિશ્ચય થાય તેવી રીતે કહો!” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “અક્ષરાતીત એવા જે આ પ્રગટ પુરુષોત્તમ ભગવાન તે અનંત અક્ષર મુક્તે સેવ્યા થકા પોતાના અક્ષરધામને વિષે સદાય વિરાજમાન છે. તેમણે સૃષ્ટિ સમે અક્ષર સામું જોયું ત્યારે તે અક્ષરે અનંત કોટિ મુક્ત સામું જોયું ત્યારે તે મુક્તોમાંથી એક પુરુષ ઊભો થયો. પછી તે પુરુષે માયા સામું જોયું. પછી માયામાંથી અનંત પ્રધાનપુરુષાદિક થયા. તે અક્ષરપુરુષ અનેક રૂપે કરીને તેમાં પ્રવેશ કરે છે, અનેક રૂપે કરીને સર્વેની રક્ષા કરે છે, અનંત પાર્ષદ, શક્તિયું, ઐશ્વર્યે સેવ્યા થકા પોતાના ધામને વિષે જ રહે છે ને બીજે રૂપે કરીને પુરુષોત્તમની સેવા કરે છે. એ પ્રકારે એને વિષે અનેક કળા રહી છે. એવા જે મહાપુરુષ તેનો મોટા કવિ પણ પાર પામતા નથી. આધુનિક સમજણવાળાની તો એટલે સુધી જ ગતિ છે. ને એવા અનંત અક્ષરમુક્તે સેવ્યા એવા જે પ્રગટ પુરુષોત્તમ તેની તમારે સાક્ષાત્ પ્રાપ્તિ છે ને એવા જે પ્રગટ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ તે બીજા ધામમાં રહી જે મૂર્તિયું તથા સર્વે અવતાર તેના કારણ છે ને અનંત મુક્તના સ્વામી છે, ને અપરિમિત, સર્વોપરી, નિરંકુશ, ઐશ્વર્યાદિકે કરીને સંપૂર્ણ છે, એવા જે પ્રગટ પુરુષોત્તમ તેમની જેમ તમને ઉપાસના છે તેમ જેને ઉપાસના થાય તે જ પુરુષોત્તમને પામે છે. પણ બીજા તો કોટિ સાધન કરે તો પણ ન પામે. અક્ષરાદિક સર્વ થકી પર અને અદ્વૈતમૂર્તિ એવા જે પ્રગટ પુરુષોત્તમ તેને વિષે ને બીજા વિભૂતિ અવતારને વિષે કેમ ભેદ છે? તો જેમ તીર ને તીરનો નાખનારો તથા ચક્રવર્તી રાજા ને ખંડિયા રાજામાં ભેદ છે, ને જેમ સૂર્ય ને સૂર્યના મંડળમાં ભેદ છે ને જેમ ચંદ્રમા ને તારામાં ભેદ છે તેમ આ પ્રગટ પુરુષોત્તમમાં ને બીજા રામકૃષ્ણાદિક અવતારમાં ભેદ છે. એવી રીતે આ પ્રગટ પુરુષોત્તમને સર્વોપરી જાણવા. એ સર્વે સત્પુરુષ ને સર્વે શાસ્ત્રનો પરમ રહસ્ય અભિપ્રાય છે. એવા જે પ્રગટ હરિકૃષ્ણ પુરુષોત્તમ તેની દૃઢ ઉપાસના કરવી એ અવશ્ય કરવાનું છે. ને અનંત એવું જે અક્ષરધામ ને અનંત કોટિ અક્ષરમુક્ત ને અક્ષરધામની અનંત દિવ્ય સમૃદ્ધિ ને અનંત વિભૂતિયું ને અનંત માયાસબલિતબ્રહ્મ એ સર્વે પુરુષોત્તમનું શરીર છે. તેના મહિમાનો પાર ન આવે તો એ સર્વના શરીરી ને કારણ, એ સર્વને વિષે અન્વય થકા વ્યતિરેક ને સર્વથી નિર્લેપ, નિર્વિકારી એવા જે આ પરબ્રહ્મ હરિકૃષ્ણ પ્રગટ પુરુષોત્તમ તેના મહિમાનો તો પાર આવે જ કેમ? એ તો અનંત અપાર છે. ને જેવા આ પ્રગટ મૂર્તિ અમે બેઠા છીએ તેવા ને તેવા જ અક્ષરધામને વિષે પણ રહ્યા છીએ અને તમે પણ સર્વે ત્યાં બેઠા છો એમ હું દેખું છું ને આ સત્સંગમાં જે યોગ સમાધિવાળા છે તે પણ દેખે છે. પણ આ વાત તમારા સમજવામાં પરિપૂર્ણ આવતી નથી ને જ્યારે એ વાર્તા પરિપૂર્ણ સમજવામાં આવશે ત્યારે પંચવિષય કે કામ, ક્રોધાદિક જીત્યામાં પ્રયાસ થાશે નહીં, સહેજે જિતાઈ જાશે. ને બ્રહ્માદિકને પણ દુર્લભ એવી આ સભા છે ને ગોલોક, વૈકુંઠ, શ્વેતદ્વીપ ને બદરિકાશ્રમ તેને વિષે સભા છે તેથી પણ હું આ સત્સંગીની સભાને અધિક જાણું છું ને સર્વે હરિભક્તને અતિશય પ્રકાશે યુક્ત દેખું છું. એમાં જો લગારે મિથ્યા કહેતા હોઈએ તો આ સંતસભાના સમ છે. તે સમ શા સારુ ખાવા પડે છે જે, આ તમારે સર્વેને અલૌકિક ને પરિપૂર્ણપણું સમજાતું નથી ને દેખવામાં પણ આવતું નથી તે સારુ સમ ખાવા પડે છે.” એવી રીતે પોતાના એકાંતિક મોટા સાધુ બેઠા હતા ત્યાં શ્રીજીમહારાજે કૃપા કરીને પોતાના પુરુષોત્તમપણાની વાત કરી.

(૭/૧૫)

૧. પ્રધાનપુરુષ.

In Gadhada, Shriji Maharaj said to one devotee, “Go to Akshardham.” The devotee first went to Badrikashram in samādhi. There, he saw sadhus, pārshads, brahmachāris, and devotees of Maharaj. He asked them, “Where is Shriji Maharaj?” They said, “This Narnarayan is Shriji Maharaj himself.” The devotee said, “I know Maharaj. (i.e., That is not Shriji Maharaj.)”

Then, the devotee went to Shvetdwip and saw Maharaj’s sadhus, brahmachāris, etc. He asked them, “Where is Shriji Maharaj?” They replied, “This Vasudev is Shriji Maharaj himself.” The devotee said, “I know Maharaj.”

Then, he went to Vaikunth and saw Maharaj’s sadhus, brahmachāris, etc. He also asked them, “Where is Shriji Maharaj?” They replied, “This Lakshminarayan is Shriji Maharaj himself.” The devotee said, “I know Maharaj.”

Then, he went to Golok and saw Maharaj’s sadhus, brahmachāris, etc. He also asked them, “Where is Shriji Maharaj?” They replied, “This Shri Krishna is Shriji Maharaj himself.” The devotee said, “I know Maharaj and this is not Shriji Maharaj.”

Lastly, the devotee went to Akshardham and saw Shriji Maharaj being served by infinite muktas and saw sadhus, brahmachāris, pārshads, and satsangis in Shriji Maharaj’s service. Shriji Maharaj asked him, “Which other abodes did you visit on the way?” He replied, “O Maharaj! I saw many of our sadhus, brahmachāris, pārshads, and satsangis in Badrikashram, Shvetdwip, Vaikunth, and Golok. Why did they not come here?”

Shriji Maharaj replied, “They understood me as the Lord of those abodes; therefore, they dwell in those abodes. On the other hand, these sadhus, brahmachāris, pārshads, and satsangis understood me to be the cause of all the avatārs and the Lord of Akshardham, which is transcendental to the other abodes. Therefore, I elevated them with a form like Akshar. To those who believed me as equal to the past avatārs, I granted them that much powers and they reside in those abodes believing me to be the Lord of those abodes. Even if I go and tell them myself (that I am distinct and superior to them), they would not believe me; that is their firm conviction.”

Then, Maharaj awakened the devotee from his samādhi and told him, “Tell everyone here what you saw.” The devotee narrated his experience to all the satsangis present. The paramhansas said, “Kindly tell us so that we can develop the supreme conviction of your form.”

Shriji Maharaj said, “This manifest Purushottam Bhagwan, who is transcendental to Akshar and who is served by infinite akshar-muktas, always resides in Akshardham. During the period of creation, he looked upon Akshar. Akshar looked upon the infinite akshar-muktas. One Purush1 stood up among the akshar-muktas. That Purush looked upon māyā. Then, infinite Pradhan-Purushes evolved from māyā. That Akshar-Purush enters the Pradhan-Purushes by assuming as many forms and protects them. While being served by infinite pārshads, powers, and wonders in his abode, he also serves Purushottam in an another form [in Akshardham]. In this way, he possesses many abilities. Even the great poets cannot fathom this Maha-Purush. Those with a contemporary understanding can only see as far as this Maha-Purush. And you all have attained the manifest Purushottam, who is served by infinite akshar-muktas [like the Maha-Purush]. This manifest Purushottam is the cause of all the murtis that reside in other abodes and all the avatārs and is the master of infinite muktas. He is complete with limitless, supreme, and unharnessable powers. Only those who attain the upāsanā of this manifest Purushottam as you have attained attain Purushottam. Whereas, others may endeavor in millions of other spiritual means but do not attain Purushottam. What is the difference between the manifest Purushottam - who transcends Akshar and who is unequaled - and other deities and avatārs? It is like the difference between an arrow and one who shoots the arrow. And it is like the supreme emperor and vassal kings. And it is like the sun and other heavenly bodies. And it is like the moon and the stars.2 Such is the difference between the manifest Purushottam and the other avatārs, such as Ram, Krishna, etc. One should understand the manifest Purushottam as described. This is the main principle and essence of all the satpurushes and all the scriptures. And what needs to be done is to develop a firm upāsanā of the manifest Harikrishna Purushottam. And the limitless Akshardham, infinite akshar-muktas, infinite and divine prosperity of Akshardham, infinite deities, and infinite Pradhan-Purushes are all the body (sharir) of Purushottam. If their greatness cannot be fathomed, then how can the manifest Purushottam - who is their shariri,3 who pervades all despite residing in one place, who is without blemishes and faults - be fathomed? He is infinitely limitless. And just has we (I) sit here as the manifest murti, I also reside in Akshardham; and I also see you sitting in Akshardham, and those who can experience samādhi also see this. However, this truth is not completely believed by you all. Only when you completely understand this will you not have to put forth effort in defeating the panch-vishays, lust, anger, etc. You will easily conquer them. And this assembly is rare even for Brahmā and other deities. I understand this assembly of satsangis to be greater than Golok, Vaikunth, Shvetdwip, and Badrikashram. And I see all of the devotees as extremely luminous. If there is any untruth in this, then I swear by this assembly of sadhus. We have to swear because not everyone understands completely the divinity.” In this way, Shriji Maharaj spoke about his supremacy as Purushottam to the senior ekāntik sadhus who were sitting in front of him.

(7/15)

1. This akshar-mukta, who is referred to as Purush, is a liberated jiva and also goes by the name of Maha-Purush, Prakruti-Purush, Mul-Purush, or Akshar-Purush.

2. With the first analogy of an arrow and one who shoots the arrow, Maharaj explains that he is distinct from the avatārs, just as the arrow and one who shoots the arrow are distinct. Moreover, he is the cause of the avatārs, just as one who shoots the arrow is the cause of the arrow being shot. With the second analogy (an emperor and vassal kings), Maharaj states that, not only is he and the avatārs distinct, he is also superior, just as vassal kings serve the emperor and gain their powers from the emperor. The third analogy is that the sun is brighter than other heavenly bodies. During the night, only the light of the moon helps one see in the darkness, whereas, the light of countless stars cannot help one see.

3. Shariri is one who dwells in the sharir - the body. The physical body is the sharir and the ātmā is the shariri. However, when speaking in terms of God, he is the shariri of even the ātmā and Aksharbrahman. Maharaj has mentioned this in Vachanamrut Gadhada I-64.

Gaḍhaḍāmā Shrījī Mahārāje ek bhaktane kahyu je, “Tame Akṣhardhāmmā jaī āvo.” Tyāre te bhakta samādhi karīne pratham Badrikāshrammā gayā; tyā āpaṇā sādhu, pāḷā, brahmachārī, haribhakta tene dīṭhā. Tyāre tene pūchhyu je, “Shrījī Mahārāj kyā chhe?” Tyāre e sarve bolyā je, “Ā Narnārāyaṇ chhe te ja Mahārāj chhe.” Tyāre haribhakte kahyu je, “Hu Mahārājne oḷakhu chhu.” Pachhī tyāthī darshan karīne Shvetdvīpmā gayo. Tyā paṇ āpaṇā sādhu, brahmachārī hatā. Tene kahyu je, “Shrījī Mahārāj kyā chhe?” Tyāre te bolyā je, “Ā Vāsudev chhe te ja Mahārāj chhe.” Tyāre te bolyā je, “Hu Mahārājne oḷakhu chhu.” Pachhī tyāthī Vaikunṭhmā gayo. Tyāre tyā paṇ āpaṇā sādhu ādik dīṭhā. Tyāre tene kahyu je, “Shrījī Mahārāj kyā chhe?” Tyāre temaṇe kahyu je, “Ā Lakṣhmīnārāyaṇ chhe te ja Mahārāj chhe.” Tyāre teṇe kahyu je, “Hu Mahārājne oḷakhu chhu.” Pachhī tyāthī te bhakta Golokmā gayo. Tyāre tyā paṇ āpaṇā sādhu ādikne dīṭhā. Tyāre temane pūchhyu je, “Mahārāj kyā chhe?” Tyāre te bolyā je, “Ā Shrī Kṛuṣhṇa chhe te ja Mahārāj chhe.” Tyāre teṇe kahyu je, “Mahārājne hu oḷakhu chhu. Māṭe ā Shrījī Mahārāj nahī.” Tyār pachhī te bhakta Akṣhardhāmmā gayo ne tyā anant koṭi mukta temaṇe sevyā evā je Shrījī Mahārāj temane dīṭhā, ne tyā āpaṇā sādhu, brahmachārī, pāḷā, satsangī te sarvene Shrījī Mahārājnī sevāmā dīṭhā. Tyār pachhī te bhaktane Shrījī Mahārāje pūchhyu je, “Kyā kyā dhām jotā āvyā?” Tyāre te bhakte kahyu je, “He Mahārāj! Āpaṇā brahmachārī, sādhu, pāḷā, satsangī te Badrikāshrammā, Shvetdvīpmā, Vaikunṭhmā tathā Golokmā ghaṇā dīṭhā. Te paṇ āhī kem na āvyā?” Tyāre Shrījī Mahārāje kahyu je, “Amane te te dhāmnā pati jāṇyā, te māṭe tyā jaīne rahyā chhe ne ā sarvee amane sarva avatārnā avatārī jāṇyā, ne sarva dhām thakī par je Brahmamohol tenā pati amane jāṇyā, te māṭe emane ame Akṣhar jevā karyā chhe. Ane pūrvanā avatār jevā amane jāṇyā te māṭe emane te te avatār jeṭalu aishvarya āpyu chhe. Ne te te dhāmnā pati amane jāṇīne te te dhāmmā rahyā chhe. Ne te jo ame panḍe jaīne kahīe to paṇ na māne evo ene nishchay chhe.” Pachhī te bhaktane samādhimāthī Shrījī Mahārāj jagāḍtā havā. Pachhī Shrījī Mahārāje te bhaktane kahyu je, “Tame je dīṭhu te sarve ā santmanḍaḷnī āgaḷ kaho.” Tyāre te bhakte je dīṭhu hatu tem santmanḍaḷ āgaḷ kahyu. Pachhī sarve Paramhanse kahyu, “He Mahārāj! Tame kṛupā karīne tamārā swarūpno jem amane sarvoparī nishchay thāy tevī rīte kaho!” Pachhī Shrījī Mahārāj bolyā je, “Akṣharātīt evā je ā pragaṭ Puruṣhottam Bhagwān te anant Akṣhar mukte sevyā thakā potānā Akṣhardhāmne viṣhe sadāy virājmān chhe. Temaṇe sṛuṣhṭi same Akṣhar sāmu joyu tyāre te Akṣhare anant koṭi mukta sāmu joyu tyāre te muktomāthī ek Puruṣh ūbho thayo. Pachhī te Puruṣhe māyā sāmu joyu. Pachhī māyāmāthī anant Pradhān-Puruṣhādik thayā. Te Akṣhar-Puruṣh anek rūpe karīne temā pravesh kare chhe, anek rūpe karīne sarvenī rakṣhā kare chhe, anant pārṣhad, shaktiyu, aishvarye sevyā thakā potānā dhāmne viṣhe ja rahe chhe ne bīje rūpe karīne Puruṣhottamnī sevā kare chhe. E prakāre ene viṣhe anek kaḷā rahī chhe. Evā je Mahā-Puruṣh teno moṭā kavi paṇ pār pāmatā nathī. Ādhunik samajaṇvāḷānī to eṭale sudhī ja gati chhe. Ne evā anant Akṣharmukte sevyā evā je pragaṭ Puruṣhottam tenī tamāre sākṣhāt prāpti chhe ne evā je pragaṭ Puruṣhottam Shrī Swāminārāyaṇ te bījā dhāmmā rahī je mūrtiyu tathā sarve avatār tenā kāraṇ chhe ne anant muktanā Swāmī chhe, ne aparimit, sarvoparī, nirankush, aishvaryādike karīne sampūrṇa chhe, evā je pragaṭ Puruṣhottam temanī jem tamane upāsanā chhe tem jene upāsanā thāy te ja Puruṣhottamne pāme chhe. Paṇ bījā to koṭi sādhan kare to paṇ na pāme. Akṣharādik sarva thakī par ane advaitmūrti evā je pragaṭ Puruṣhottam tene viṣhe ne bījā vibhūti avatārne viṣhe kem bhed chhe? To jem tīr ne tīrno nākhanāro tathā chakravartī rājā ne khanḍiyā rājāmā bhed chhe, ne jem sūrya ne sūryanā manḍaḷmā bhed chhe ne jem chandramā ne tārāmā bhed chhe tem ā pragaṭ Puruṣhottammā ne bījā Rām-Kṛuṣhṇādik avatārmā bhed chhe. Evī rīte ā pragaṭ Puruṣhottamne sarvoparī jāṇavā. E sarve satpuruṣh ne sarve shāstrano param rahasya abhiprāy chhe. Evā je pragaṭ Harikṛuṣhṇa Puruṣhottam tenī draḍh upāsanā karavī e avashya karavānu chhe. Ne anant evu je Akṣhardhām ne anant koṭi Akṣharmukta ne Akṣhardhāmnī anant divya samṛuddhi ne anant vibhūtiyu ne anant māyāsabalitbrahma1 e sarve Puruṣhottamnu sharīr chhe. Tenā mahimāno pār na āve to e sarvanā sharīrī ne kāraṇ, e sarvane viṣhe anvay thakā vyatirek ne sarvathī nirlep, nirvikārī evā je ā Parabrahma Harikṛuṣhṇa pragaṭ Puruṣhottam tenā mahimāno to pār āve ja kem? E to anant apār chhe. Ne jevā ā pragaṭ mūrti ame beṭhā chhīe tevā ne tevā ja Akṣhardhāmne viṣhe paṇ rahyā chhīe ane tame paṇ sarve tyā beṭhā chho em hu dekhu chhu ne ā satsangmā je yog samādhivāḷā chhe te paṇ dekhe chhe. Paṇ ā vāt tamārā samajavāmā paripūrṇa āvatī nathī ne jyāre e vārtā paripūrṇa samajavāmā āvashe tyāre panch-viṣhay ke kām, krodhādik jītyāmā prayās thāshe nahī, saheje jitāī jāshe. Ne Brahmādikne paṇ durlabh evī ā sabhā chhe ne Golok, Vaikunṭh, Shvetdvīp ne Badrikāshram tene viṣhe sabhā chhe tethī paṇ hu ā satsangīnī sabhāne adhik jāṇu chhu ne sarve haribhaktane atishay prakāshe yukta dekhu chhu. Emā jo lagāre mithyā kahetā hoīe to ā santsabhānā sam chhe. Te sam shā sāru khāvā paḍe chhe je, ā tamāre sarvene alaukik ne paripūrṇapaṇu samajātu nathī ne dekhavāmā paṇ āvatu nathī te sāru sam khāvā paḍe chhe.” Evī rīte potānā ekāntik moṭā sādhu beṭhā hatā tyā Shrījī Mahārāje kṛupā karīne potānā Puruṣhottampaṇānī vāt karī.

(7/15)

1. Pradhān-Puruṣh.

Vat Selection

sort Prakarans Categories
Go to: arrow_circle_right
loading