share

॥ સ્વામીની વાતો ॥

Prakaran: ૫

Vat: ૫૬ to ૫૬

“ત્રણ દેહથી પોતાનું સ્વરૂપ જુદું માનવું, મહારાજને ભગવાન જાણવા, પુરુષોત્તમ જાણવા, સર્વેના નિયંતા જાણવા, પરબ્રહ્મ જાણવા, કર્તુમકર્તું ને અન્યથાકર્તું જાણવા. ને એવી ઉપમા બીજાને દેવાય નહિ, એ તો મહારાજ એકને જ દેવાય, ને બીજા સર્વે પુરુષ છે ને મહારાજ પુરુષોત્તમ છે. ને અનેક કોટિ પુરુષ છે ને અનેક કોટિ ઈશ્વર ને અનેક કોટિ અક્ષર છે.” ત્યારે વાઘે ખાચરે પૂછ્યું જે, “અક્ષર એક કહેવાય છે ને અનેક કોટિ કેમ કહો છો?” ત્યારે સ્વામી બોલ્યા જે, “ધામરૂપ અક્ષર એક જ છે ને બીજા અનંત કોટિ અક્ષર છે.” પછી હરિશંકરભાઈએ પૂછ્યું જે, “ધામરૂપ અક્ષર મૂર્તિમાન છે તે શી રીતે છે?” ત્યારે સ્વામીએ કહ્યું જે, “મૂર્તિમાન આપણા જેવા જ છે ને ભગવાન જેવા જ કહેવાય ને ભગવાનથી કામ થાય તેટલું તેમનાથી થાય છે. પુરુષ, પ્રકૃતિ, અક્ષર સર્વેના એ ભગવાન છે ને એક પુરુષોત્તમના જ દાસ છે.” ફરી પૂછ્યું જે, “પુરુષોત્તમ આંહીં અવતાર ધરીને આવ્યા છે તે ભેળા ધામરૂપ અક્ષર આંહીં આવ્યા છે કે નહિ?” ત્યારે સ્વામીએ ઉત્તર કર્યો જે, “પુરુષોત્તમ ભેળા આંહીં આવ્યા છે ને પુરુષોત્તમની આજ્ઞાએ કરીને અનેક જીવના કલ્યાણને અર્થે આંહીં જ રહ્યા છે.” ફરી પૂછ્યું જે, “ધામરૂપ અક્ષર બીજા અક્ષરકોટિને લીન કરે તે શી રીત છે?” તેનો ઉત્તર કર્યો જે, “લીન કરવાને એ સમર્થ છે, તે લીન કરવા હોય તો કરે.”

સર્વોપરી ભગવાન (42.14) / (૫/૫૬)

૧. અક્ષરના સાધર્મ્યને પામેલા અનંત કોટિ અક્ષરમુક્તો છે.

“Believe one’s true form to be separate from the three bodies. Know Maharaj as God, Purushottam, the controller of all, Parabrahman, the doer, the non-doer and the doer of even that which is not destined to happen. Such powers cannot be attributed to anyone else, but only to Maharaj himself. Everyone else is a Purush, while Maharaj is Purushottam. And there are countless millions of Purushes and countless millions of ishwars and countless millions of akshars.”1 Then Vāghā Khāchar asked, “Akshar is said to be one and why do you say countless millions?” Then Swami said, “Akshar, in the form of God’s abode is only one, while there are countless millions of akshar muktas.” Then Harishankarbhai asked, “How does Akshar, the abode of God, have a manifest form?” Then Swami explained, “He has a form just like us and it can also be said to be like God. And the work that can be done by God can be done by him. He is the master of Purush, Prakruti and all akshar muktas and is subservient only to Purushottam.” Again, Harishankarbhai asked, “Purushottam has incarnated here, so, has Akshar, the abode, come here with him or not?” Then Swami replied, “He has come here with Purushottam and by the wish of Purushottam has stayed here to liberate countless jivas.” Again, Harishankarbhai asked, “How does Akshar, the abode, absorb the other akshar muktas?” To this, Swami replied, “He is capable of absorbing them and can absorb them if he wills.”

Supreme God (42.14) / (5/56)

1. Refers to akshar muktas, who have attained the state of aksharrup (brahmarup).

“Traṇ dehthī potānu swarūp judu mānavu, Mahārājne Bhagwān jāṇavā, Puruṣhottam jāṇavā, sarvenā niyantā jāṇavā, Parabrahma jāṇavā, kartum-akartum ne anyathā-kartum jāṇavā. Ne evī upamā bījāne devāy nahi, e to Mahārāj ekane ja devāy, ne bījā sarve puruṣh chhe ne Mahārāj Puruṣhottam chhe. Ne anek koṭi puruṣh chhe ne anek koṭi īshvar ne anek koṭi Akṣhar1 chhe.” Tyāre Vāghe Khāchare pūchhyu je, “Akṣhar ek kahevāy chhe ne anek koṭi kem kaho chho?” Tyāre Swāmī bolyā je, “Dhāmrūp Akṣhar ek ja chhe ne bījā anant koṭi Akṣhar chhe.” Pachhī Harishankarbhāīe pūchhyu je, “Dhāmrūp Akṣhar mūrtimān chhe te shī rīte chhe?” Tyāre Swāmīe kahyu je, “Mūrtimān āpaṇā jevā ja chhe ne Bhagwān jevā ja kahevāy ne Bhagwānthī kām thāy teṭalu temanāthī thāy chhe. Puruṣh, Prakṛuti, Akṣhar sarvenā e Bhagwān chhe ne ek Puruṣhottamnā ja dās chhe.” Farī pūchhyu je, “Puruṣhottam āhī avatār dharīne āvyā chhe te bheḷā Dhāmrūp Akṣhar āhī āvyā chhe ke nahi?” Tyāre Swāmīe uttar karyo je, “Puruṣhottam bheḷā āhī āvyā chhe ne Puruṣhottamnī āgnāe karīne anek jīvnā kalyāṇne arthe āhī ja rahyā chhe.” Farī pūchhyu je, “Dhāmrūp Akṣhar bījā Akṣharkoṭine līn kare te shī rīt chhe?” Teno uttar karyo je, “Līn karavāne e samarth chhe, te līn karavā hoy to kare.”

Supreme God (42.14) / (5/56)

1. Akṣharnā sādharmyane pāmelā anant koṭi Akṣharmukto chhe.

Vat Selection

sort Prakarans Categories
Go to: arrow_circle_right
loading