TEXT OPTIONS
AUDIO OPTIONS
Show audio player
Auto play audio
Auto advance audio
Auto scroll to audio
Auto advance to next page
॥ સ્વામીની વાતો ॥
Prakaran: ૫
Vat: ૧૮૧ to ૧૮૧
પ્રથમના એકોતેરમા વચનામૃતમાં એમ આવ્યું જે, ભગવાન અક્ષરધામ સોતા૧ આવ્યા છે. તે ઉપર વાત કરી જે, “આ બોલે છે તે મૂર્તિ ઉપર તાન રાખવું, બીજાને કાર્ય સમજવું ને આ મૂર્તિને કારણ સમજવું. ને બીજાને રુચે એમ હોય તો વાત જોઈને કરવી. ને ઓળખીને તેની ભક્તિ કરે તેને ભગવાન ભક્તિ માને છે, ને ઓળખ્યા વિના તો ‘આવી ફસ્યા તેથી ક્રિયા કરવી પડે’૨ તેવું છે. પણ ઓળખ્યા વિના સેવા કરે તે ભક્તિ ન કે’વાય.” તે ઉપર પ્રથમનું સાડત્રીસમું વચનામૃત વંચાવ્યું.
૧. સહિત.
૨. આ શબ્દો પાછળ એક બોધકથા સંકળાયેલી છે તે બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ આવી રીતે કહેતા:
આવી ફસ્યા ભાઈ, આવી ફસ્યા!
મુસલમાનો “યા હુસેન, યા હુસેન” કરતાં કરતાં તાજિયા કૂટતા હતા. એક વાણિયો ઉઘરાણીએ જતો હતો. તે જોવા ઊભો રહ્યો. મુસલમાનોએ તેને કુંડાળામાં ખેંચ્યો અને તેને ગોદા મારી કહે, “તુંય તાજિયા કૂટ.”
વાણિયાને કંઈ આવડે નહીં પણ હવે અંદર આવી ગયા એટલે ક્યાં જવું?
તે પછી “આવી ફસ્યા ભાઈ, આવી ફસ્યા!” એમ બોલતો કૂટવા માંડ્યો.
બોધ
જેને ભગવાન તથા સંતનું સ્વરૂપ સમજાયું નથી તેને અહીં સત્સંગમાં નિયમ-ધર્મ, ભજન-ભક્તિ વગેરે રુચતું ન હોવાથી “આવી ફસ્યા” જેવું લાગે છે. પરંતુ જેને ભગવાન તથા સંતનું સ્વરૂપ સમજાયું છે અને તેમનો મહિમા દૃઢ થયો છે તેને તો આ સત્સંગ ચિંતામણિ સમાન લાગે છે અને દરેક ક્રિયા-સાધનામાં સતત આનંદ અને ઉત્સાહ રહે છે.
[યોગીજી મહારાજની બોધકથાઓ: ૨૦]
In Vachanamrut Gadhada I-71, it is said that God has come with his Akshardham. On this, Swami talked, “Keep your focus on this murti that is talking to you. Understand the entire creation to be the effect and know this murti to be the cause. Understand in this way and if this view is likely to appeal to others then, after due thought, talk to them. Only devotion offered after properly knowing the form of God is accepted by God as devotion. And without knowing, it is as if we are trapped and have to perform some work. But service performed without recognizing God is not called devotion.” Then he had Vachanamrut Gadhada I-37 read.
Prathamnā Ekotermā Vachanāmṛutmā em āvyu je, Bhagwān Akṣhardhām sotā1 āvyā chhe. Te upar vāt karī je, “Ā bole chhe te mūrti upar tān rākhavu, bījāne kārya samajavu ne ā mūrtine kāraṇ samajavu. Ne bījāne ruche em hoy to vāt joīne karavī. Ne oḷakhīne tenī bhakti kare tene Bhagwān bhakti māne chhe, ne oḷakhyā vinā to ‘āvī fasyā tethī kriyā karavī paḍe’ tevu chhe. Paṇ oḷakhyā vinā sevā kare te bhakti na ke’vāy.” Te upar Prathamnu Sāḍatrīsmu Vachanāmṛut vanchāvyu.
1. Sahit.
2. ā shabdo pāchhaḷ ek bodhakathā sankaḷāyelī chhe te brahmaswarūp yogījī mahārāj āvī rīte kahetā:
āvī fasyā bhāī, āvī fasyā!
musalamāno “yā husena, yā husena” karatān karatān tājiyā kūṭatā hatā. Ek vāṇiyo ugharāṇīe jato hato. Te jovā ūbho rahyo. Musalamānoe tene kunḍāḷāmān khenchyo ane tene godā mārī kahe, “tunya tājiyā kūṭa.”
vāṇiyāne kanī āvaḍe nahīn paṇ have andar āvī gayā eṭale kyān javun?
te pachhī “āvī fasyā bhāī, āvī fasyā!” em bolato kūṭavā mānḍyo.
bodha
jene bhagavān tathā santanun swarūp samajāyun nathī tene ahīn satsangamān niyama-dharma, bhajana-bhakti vagere ruchatun n hovāthī “āvī fasyā” jevun lāge chhe. Parantu jene bhagavān tathā santanun swarūp samajāyun chhe ane temano mahimā dṛuḍh thayo chhe tene to ā satsanga chintāmaṇi samān lāge chhe ane darek kriyā-sādhanāmān satat ānanda ane utsāh rahe chhe.
[yogījī mahārājanī bodhakathāo: 20]