કીર્તન મુક્તાવલી

હરિનો મારગ છે શૂરાનો નહિ કાયરનું કામ જોને

૧-૫૬૦: પ્રીતમદાસ

Category: ઉપદેશનાં પદો

હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને,

પરથમ પે’લું મસ્તક મૂકી, વરતી લેવું નામ જોને꠶ ટેક

સુત વિત્ત દારા શીશ સમરપે, તે પામે રસ પીવા જોને,

સિંધુ મધ્યે મોતી લેવા, માંહી પડ્યા મરજીવા જોને꠶ ૧

મરણ આગળે તે ભરે મૂઠી, દિલની દુગ્ધા વાળે જોને,

તીરે ઊભા જુએ તમાશા, તે કોડી નવ પામે જોને꠶ ૨

પ્રેમપંથ પાવકની જવાળા, ભાળી પાછા ભાગે જોને,

માંહી પડ્યા તે મહાસુખ માણે, દેખણહારા દાઝે જોને꠶ ૩

માથા સાટે સોંઘી વસ્તુ, સાંપડવી નહિ સહેલ જોને,

મહાપદ પામ્યા તે મરજીવા, મૂકી મનનો મેલ જોને꠶ ૪

રામ અમલમાં રાતા માતા, પૂરા પ્રેમી પરખે જોને,

પ્રીતમના સ્વામીની લીલા, તે રજની દિન નીરખે જોને꠶ ૫

Harino mārag chhe shūrāno nahi kāyarnu kām jone

1-560: Pritamdas

Category: Updeshna Pad

Harino mārag chhe shūrāno, nahi kāyarnu kām jone,

Paratham pe’lu mastak mūkī, varatī levu nām jone° ṭek

Sut vitta dārā shīsh samarpe, te pāme ras pīvā jone,

Sindhu madhye motī levā, māhī paḍyā marjīvā jone° 1

Maraṇ āgaḷe te bhare mūṭhī, dilanī dugdhā vāḷe jone,

Tīre ūbhā jue tamāshā, te koḍī nav pāme jone° 2

Prempantha pāvaknī javāḷā, bhāḷī pāchhā bhāge jone,

Māhī paḍyā te mahāsukh māṇe, dekhaṇhārā dāze jone° 3

Māthā sāṭe songhī vastu, sāmpaḍavī nahi sahel jone,

Mahāpad pāmyā te marjīvā, mūkī manno mel jone° 4

Rām amalmā rātā mātā, pūrā premī parakhe jone,

Prītamnā Swāmīnī līlā, te Rajnī din nīrakhe jone° 5

loading