કીર્તન મુક્તાવલી
ધર્મકુંવર હરિકૃષ્ણની રે મૂરતિ મારે મનમાની
૨-૪૭: સદ્ગુરુ પ્રેમાનંદ સ્વામી
Category: શ્રીહરિનાં પદો
ધર્મકુંવર હરિકૃષ્ણની રે મૂરતિ મારે મનમાની
જીવન જોયા લાગ છે રે... ꠶ટેક
તરુણ મનોહર મૂરતિ રે,
રેખા ઉઠે નાની નાની... જીવન꠶ ૧
મસ્તક મુગટ જડાવનો રે,
કુંડલ મકરાકાર... જીવન
કેસર તિલક લલાટમાં રે,
જોઈ જોઈ વાધે પ્યાર... જીવન꠶ ૨
ઉરમાં અનોપમ ઉતરી રે,
કંચન કેરી અનૂપ... જીવન
રતને જડિત બાજુ બાંધિયા રે,
સુર નર મુનિ ને ભૂપ... જીવન꠶ ૩
વેઢ વીંટિયું કડાં સાંકળા રે,
શોભે છે કરવર માંયે... જીવન
પ્રેમાનંદ છબી ઉપરે રે,
તન મન ધન બલ જાયે... જીવન꠶ ૪
Dharmakuvar Harikrishṇanī re mūrti māre manmānī
2-47: Sadguru Premanand Swami
Category: Shri Harina Pad
Dharmakuvar Harikrishṇanī re,
mūrti māre manmānī,
Jīvan joyā lāg chhe re...
Taruṇ manohar mūrti re,
Rekhā uṭhe nānī nānī... jīvan 1
Mastak mugaṭ jadāvno re,
Kunḍal makarākār... jīvan
Kesar tilak lalāṭmā re,
Joī joī vādhe pyār... jīvan 2
Urmā anopam utrī re,
Kanchan kerī anūp... jīvan
Ratne jaḍit bājū bāndhiyā re
Sur nar muni ne bhup... jīvan 3
Veḍh vīnṭiyu kaḍā sānkḷā re,
Shobhe chhe karvar māye... jīvan
Premānand chhabī upre re,
Tan man dhan bal jāye... jīvan 4