કીર્તન મુક્તાવલી
સ્વામી યોગીની રૂડી જોડલી રે
૧-૯૫૧: શંકરદાસ
Category: શાસ્ત્રીજી મહારાજનાં પદો
સ્વામી યોગીની રૂડી જોડલી રે, એ તો શોભે જોડાજોડ જો,
નીરખીને હૈયાં મારાં ઊમટ્યાં, પૂર્યા હૈયાના કોડ જો... સ્વામી꠶ ટેક
સંત સ્વરૂપે સ્વામી આવિયા રે, કરવા નિજ જનનાં કાજ જો,
કંઈક પાપીને ઉગારિયા, સજી ભક્તિના સાજ જો... સ્વામી꠶ ૧
પરચા પૂર્યા કંઈ પ્રેમથી રે, ભાવે બાંધ્યાં મંદિર જો,
નીરખી ભક્તો સૌ આનંદમાં, જોઈ સ્વામી સુંદર જો... સ્વામી꠶ ૨
અનેક જીવ ઉદ્ધારવા રે, પ્રગટ્યા સ્વામી ભગવંત જો,
અક્ષર સહિત વહાલો આવિયા, સાથે મુક્ત અપાર જો... સ્વામી꠶ ૩
દુઃખ કાપ્યાં કંઈક ભક્તનાં રે, ધરી હૈયામાં ખંત જો,
મંદિર બાંધ્યાં ઊંચા શિખરે, કર્યાં અદ્ભુત કંઈ કામ જો... સ્વામી꠶ ૪
ધન્ય ધન્ય જો એવા સંતને રે, કરીએ નિત્ય પ્રણામ જો,
કરીએ સમાગમ એમનો, પૂરે હૈયાની હામ જો... સ્વામી꠶ ૫
યોગી બેઠા અક્ષર દેરીએ રે, સાધે રૂડા એ જોગ જો,
મસ્ત બનીને મહાલતા, ત્યાગી માયાના ભોગ જો... સ્વામી꠶ ૬
યજ્ઞપુરુષ સમ કોઈ નહીં રે, જાણે શ્રીજી સાક્ષાત જો,
‘શંકર’ સદા એમ માંગતો, હૈયે રેહજો સાક્ષાત જો... સ્વામી꠶ ૭
Swāmī Yogīnī rūḍī joḍaḷī re
1-951: Shankardas
Category: Shastriji Maharajna Pad
Swāmī Yogīnī rūḍī joḍaḷī re,
e to shobhe joḍājoḍ jo,
Nīrakhīne haiyā mārā ūmaṭyā,
pūryā haiyānā koḍ jo...
Sant swarūpe Swāmī āviyā re,
karvā nij jannā kāj jo,
Kaīk pāpīne ugāriyā,
sajī bhaktinā sāj jo... Swāmī 1
Parchā pūryā kaī premthī re,
bhāve bāndhyā mandir jo,
Nīrakhī bhakto sau ānandmā,
joī Swāmī sundar jo... Swāmī 2
Anek jīva uddhārvā re,
pragaṭyā Swāmī Bhagvant jo,
Akshar sahit vahālo āviyā,
sāthe mukta apār jo... Swāmī 3
Dukh kāpyā kaīk bhaktanā re,
dharī haiyāmā khant jo,
Mandir bāndhyā ūnchā shīkhare,
karyā adbhut kaī kām jo... Swāmī 4
Dhanya dhanya jo evā santne re,
karīe nitya praṇām jo,
Karīe samāgam emno,
pūre haiyānī hām jo... Swāmī 5
Yogī beṭhā Akshar Derīe re,
sādhe rūḍā e jog jo,
Mast banīne mahāltā,
tyāgī māyāṇā bhog jo... Swāmī 6
Yagnapurush sam koī nahi re,
jāṇe Shrījī sākshāt jo,
‘Shankar’ sadā em māngto,
haiye rehjo sākshāt jo... Swāmī 7