કીર્તન મુક્તાવલી
સ્વામિનારાયણ પુરુષોત્તમની મુરતી અતિ રૂપાળી રે
૨-૮૦૦૪: સદ્ગુરુ કૃષ્ણાનંદ સ્વામી
Category: પ્રભાતિયાં
સ્વામિનારાયણ પુરુષોત્તમની, મુરતી અતિ રૂપાળી રે;
એ મુરતી જે ચિંતવે તેનાં, ભવ દુઃખ નાખે ટાળી રે... સ્વામિ꠶ ૧
દયા સુધારસ ભીની ચંચલ, આંખડલી મરમાળી રે;
કમળ સરીખી હેત ભરી માંઇ, રાતી રેખ રસાળી રે... સ્વામિ꠶ ૨
જાણ્યે શામ કમાન ચડાવી, ભ્રકુટી સુંદર રાજે રે;
શ્રવણ મનોહર ઝળકે કુંડલ, તેની છબી અતિ છાજે રે... સ્વામિ꠶ ૩
મોઇ રહ્યા પ્રેમીજન મનમાં, ભાલ તિલક છબી ભાળી રે;
કૃષ્ણાનંદ કે જરકશી સુંદર, મોલીડે હદ વાળી રે... સ્વામિ꠶ ૪
Swāminārāyaṇ Puruṣhottamnī muratī ati rūpāḷī re
2-8004: Sadguru Krushnanand Swami
Category: Prabhatiya
Swāminārāyaṇ Puruṣhottamnī, muratī ati rūpāḷī re;
E muratī je chintave tenā, bhav dukh nākhe ṭāḷī re... Swāmi 1
Dayā sudhāras bhīnī chanchal, ākhaḍalī marmāḷī re;
Kamaḷ sarīkhī het bharī māi, rātī rekh rasāḷī re... Swāmi 2
Jāṇye shām kamān chaḍāvī, bhrakuṭī sundar rāje re;
Shravaṇ manohar zaḷake kunḍal, tenī chhabī ati chhāje re... Swāmi 3
Moi rahyā premījan manmā, bhāl tilak chhabi bhāḷī re;
Kṛuṣhṇānand ke jarakashī sundar, molīḍe had vāḷī re... Swāmi 4