કીર્તન મુક્તાવલી
આવો આવો તમને બતાવું સાત વારનાં નામ
૨-૨૨૭: સાધુ અક્ષરજીવનદાસ
Category: બાળ કીર્તનો
આવો આવો તમને બતાવું સાત વારનાં નામ;
રમતાં-જમતાં ભણતાં-ગણતાં, વીતી જાય તમામ... ꠶ટેક
પહેલો આવે સોમવાર -
સોમ કહે ભાઈ સ્વચ્છ રહો, માતપિતાની સેવા કરો... ꠶ ૧
બીજો આવે મંગળવાર -
મંગળ કહે તે મોટો થાય, જે કોઈ સૌને નમતો જાય... ꠶ ૨
ત્રીજો આવે બુધવાર -
બુધ કહે જીવનનો સાર, સેવા કરવા થાય તૈયાર... ꠶ ૩
ચોથો આવે ગુરુવાર -
ગુરુ કોને વિદ્યા દે? ભણવામાં જે મંડ્યા રહે... ꠶ ૪
પાંચમો આવે શુક્રવાર -
શુક્ર કહે સૌ સંપે રહો, એક બીજાને મદદ કરો... ꠶ ૫
છઠ્ઠો આવે શનિવાર -
શનિ કહે જે વ્હેલો ન્હાય, બળ, બુદ્ધિ, સુખ વધતાં જાય... ꠶ ૬
સાતમો આવે રવિવાર -
રવિ કહે સૌ સભા કરો, મંદિર જઈ સત્સંગ કરો... ꠶ ૭
Āvo āvo tamne batāvu sāt vārnā nām
2-227: Sadhu Aksharjivandas
Category: Bal Kirtan
Āvo āvo tamne batāvu, sāt vārnā nām;
Ramtā-jamtā bhaṇtā-gaṇtā, vītī jāy tamām...
Pahelo āve Somvār -
Som kahe bhāī svachchh raho, mātpitānī sevā karo... 1
Bijo āve Mangaḷvār -
Mangaḷ kahe te moṭo thāy, je koī saune namto jāy... 2
Trijo āve Būdhvār -
Budh kahe jīvanno sār, sevā karvā thāv taiyār... 3
Chotho āve Guruvār -
Guru kone vidyā de? Bhaṇvāmā je manḍyā rahe... 4
Pānchmo āve Shukravār -
Shukra kahe sau sampe raho, ek bījāne madad karo... 5
Chhaṭhṭho āve Shanīvār -
Shanī kahe je vhelo nhāy, baḷ, buddhi, sukh vadhtā jāy... 6
Sātmo āve Ravivār -
Ravī kahe sau sabhā karo, mandir jaī satsang karo... 7