કીર્તન મુક્તાવલી
કા’ને મુને કીધી ઘેલી હાથ ન રહ્યું મન હેલી રે
૧-૮૪૭: સદ્ગુરુ બ્રહ્માનંદ સ્વામી
Category: પ્રકીર્ણ પદો
પદ - ૧
કા’ને મુને કીધી ઘેલી, હાથ ન રહ્યું મન હેલી રે... ꠶ટેક
શેરડિયે મળિયો મુને સામો, મોહન છોગલાં મેલી રે... ꠶ ૧
નીરખતાં મન વશ કરી નાખ્યું, આંખ્યું મરમ ભરેલી રે... ꠶ ૨
ભૂલી ચીર શરીર તણી સૂધ, હૈડાંની ધીર હરેલી રે... ꠶ ૩
બ્રહ્માનંદ કહે એની છબીમાં, પ્રોવાણી જોયા પહેલી રે... ꠶ ૪
Kā’ne mune kīdhī ghelī hāth na rahyu man helī re
1-847: Sadguru Brahmanand Swami
Category: Prakirna Pad
Pad - 1
Kā’ne mune kīdhī ghelī,
hāth na rahyu man helī re...
Sheraḍiye maḷiyo mune sāmo,
Mohan chhoglā melī re... 1
Nīrakhtā man vash karī nākhyu,
ānkhyu maram bharelī re... 2
Bhulī chīr sharīr taṇī sūdh,
haiḍā nī dhīr harelī re... 3
Brahmānand kahe enī chhabimā,
provāṇī joyā pahelī re... 4