કીર્તન મુક્તાવલી
મંદિર આવો માણીગર માવા
૧-૭૯૭: સદ્ગુરુ પ્રેમાનંદ સ્વામી
Category: લીલાનાં પદો
મંદિર આવો માણીગર માવા,
માવા તમને ખમ્મા ખમ્મા, ખમ્મા રે ઘણી ખમ્મા꠶ ટેક
વા’લા રે હરખ ભરી ઊભી વાટ જોઉં છું,
આવો મારા રંગભીના રાવ... મંદિર꠶ ૧
વા’લા રે મીઠડા લઈને તમને મોતીડે વધાવું,
દૂધડે પખાળું તારા પાવ... મંદિર꠶ ૨
વા’લા રે આસ ઘણી છે તારું વદન જોવાની,
તમ પર ઘણો મારે ભાવ... મંદિર꠶ ૩
વા’લા રે પ્રેમાનંદના પ્યારા છેલ ગુમાની,
ઓરા આવો નટવર નાવ... મંદિર꠶ ૪
Mandir āvo māṇīgar māvā
1-797: Sadguru Premanand Swami
Category: Leelana Pad
Mandir āvo maṇīgar māvā,
Mavā tamne khammā khammā,
khammā re ghaṇī khammā...
Vā’lā re harakh bharī ūbhī vāt jou chhu,
Āvo mārā rangbhīnā rāv... mandir 1
Vā’lā re mīṭhḍā laīne tamne motīḍe vadhāvu,
Dūdhḍe pakhāḷu tārā pāv... mandir 2
Vā’lā re ās ghaṇī chhe tārū vadan jovānī,
Tam par ghaṇo māre bhāv... mandir 3
Vā’lā re Premānandnā pyārā chhel gumānī,
Orā āvo Naṭvar nāv... mandir 4
Listen to ‘મંદિર આવો માણીગર માવા’
Swaminarayan Surat Gurukul