કીર્તન મુક્તાવલી
આજ મેં તો દીઠા વહાલાને વાટ વહેતા
૧-૨૬૮: સદ્ગુરુ બ્રહ્માનંદ સ્વામી
Category: મૂર્તિનાં પદો
પદ - ૧
આજ મેં તો દીઠા વહાલાને વાટ વહેતા,
નેણાં રોક્યાં નથી રહેતાં રે બેની... આજ ꠶ટેક
પાઘડી બાંધી છે ત્રિલોકથી ન્યારી,
ધીરજ રહેતી નથી મારી રે બેની... આજ꠶ ૧
ચોળ રંગીલો રૂડો મોળીડાનો છેડો,
ભૂલી ભાળીને જળ બેડો રે બેની... આજ꠶ ૨
ટુણાં ભર્યાં છે એના ફૂલડાંને તોરે,
મનને તાણે છે જોરે જોરે રે બેની... આજ꠶ ૩
બ્રહ્માનંદનો વહાલો કુંજનો વિલાસી,
હૈડે વસી છે એની હાંસી રે બેની... આજ꠶ ૪
Āj me to dīṭhā vahālāne vāṭ vahetā
1-268: Sadguru Brahmanand Swami
Category: Murtina Pad
Pad - 1
Āj me to dīṭhā vahālāne vāṭ vahetā,
Neṇā rokyā nathī rahetā re benī...
Pāghḍī bāndhī chhe trilokthī nyārī,
Dhīraj rahetī nathī mārī re benī... āj 1
Choḷ rangīlo rūḍo moḷīḍāno chheḍo,
Bhūlī bhāḷīne jaḷ beḍo re benī... āj 2
Ṭuṇā bharyā chhe eṇā fūlḍāne tore,
Manne tāṇe chhe jore jore re benī... āj 3
Brahmānandno vahālo kunjno vilāsī,
Haiḍe vasī chhe enī hānsī re benī... āj 4