કીર્તન મુક્તાવલી

મુને વા’લું જોગીડા તારું મુખડું રે

૨-૧૨૬: કાગ બાપુ

Category: યોગીજી મહારાજનાં પદો

રાગ: મેઘ (મલ્હાર)

મુને વા’લું જોગીડા તારું મુખડું રે,

ઉપર ઓવારું સ્વર્ગનું સુખડું રે... ꠶ટેક

જાણે મૂર્તિ અમૃત કેરા તાતની રે,

એવી મીઠી વાણી રૂડી વાતની રે... મુને꠶ ૧

તારી આંખ્યુંમાં અક્ષર બિરાજતા રે,

તારે શબ્દે સ્વામિનારાયણ ગાજતા રે... મુને꠶ ૨

તારે ભાલે આઠમનો ચાંદલો રે,

તારી ચાદર છે માવડીનો પલ્લો રે... મુને꠶ ૩

તારે માથે હરિના રૂડા હાથ છે રે,

તારે રોમે રોમે અક્ષરના નાથ છે રે... મુને꠶ ૪

તારો મહિમા ગાવાનો મને લાગ છે રે,

કહો ‘કાગ’ના તે કેવાં મોટાં ભાગ્ય છે રે... મુને꠶ ૫

Mune vā’lu Jogīḍā tāru mukhḍu re

2-126: Kaag Bapu

Category: Yogiji Maharajna Pad

Raag(s): Megh (Malhãr)

Mune vā’lu Jogīḍā tāru mukhḍu re,

 Upar ovāru swargnu sukhḍu re...

Jaṇe mūrti amrut kerā tātnī re,

 Evī mīṭhī vāṇī rūḍī vātnī re... mune 1

Tārī ānkhyumā Akshar birājtā re,

 Tāre shabde Swāminārāyaṇ gājtā re... mune 2

Tāre bhāle āṭhamno chāndlo re,

 Tārī chādar chhe māvaḍīno pallo re... mune 3

Tāre māthe Harinā rūḍā hāth chhe re,

 Tāre rome rome Aksharnā Nāth chhe re... mune 4

Tāro mahimā gāvāno mane lāg chhe re,

 Kaho ‘Kāg’nā te kevā moṭā bhāgya chhe re... mune 5

loading