કીર્તન મુક્તાવલી
શ્યામ સલૂણો આવિયા રે શ્યામ સલૂણો આવિયા
૧-૭૯૫: સદ્ગુરુ બ્રહ્માનંદ સ્વામી
Category: લીલાનાં પદો
શ્યામ સલૂણો, આવિયા રે શ્યામ સલૂણો આવિયા
ધન્ય ઘડી છે આજની રે, આવ્યા શ્યામ સલૂણો... ꠶ટેક
વહાલો પધાર્યા એવી સાંભળી વધામણી,
સૂરત ભૂલી ઘરકાજની રે... આવ્યા꠶ ૧
સામૈયું લઈને ચાલી વહાલાને વધાવવા,
શંકા ન રાખી લોક લાજની રે... આવ્યા꠶ ૨
વાજાં નગારાં ઢોલ શરણાઈ વજાડી,
કરો ધુન્ય તાલ પખાજની રે... આવ્યા꠶ ૩
બ્રહ્માનંદ કહે આવી વસી મારે અંતરે,
મૂર્તિ રસિક વૃષરાજની રે... આવ્યા꠶ ૪
Shyām salūṇo āviyā re Shyām salūṇo āviyā
1-795: Sadguru Brahmanand Swami
Category: Leelana Pad
Shyām salūṇo, āviyā re Shyām salūṇo āviyā
Dhanya ghaḍī chhe ājnī re, āvyā Shyām salūṇo...
Vahālo padhāryā evī sāmbhaḷī vadhāmaṇī,
Sūrat bhulī gharkājnī re... āvyā 1
Sāmaiyu laīne chālī vahālāne vadhāvvā,
Shankā na rākhī lok lājnī re... āvyā 2
Vājā nagārā ḍhol sharṇāī vajāḍī,
Karo dhunya tāl pakhājnī re... āvyā 3
Brahmānand kahe āvī vasī māre antare,
Mūrti rasik Vrushrājnī re... āvyā 4