કીર્તન મુક્તાવલી
શ્રીજી મહારાજ માંગું શરણ તમારું
૧-૪૩: અજાણ્ય
Category: પ્રાર્થના
શ્રીજી મહારાજ માંગું શરણ તમારું ꠶ટેક
અખંડ છતાં મોરારી થયા અવતારી,
મનુષ્યલીલા બતાવી ગુણ શા ઉચ્ચારું... ૧
રામરૂપે રાવણ માર્યો, કૃષ્ણરૂપે કંસ સંહાર્યો,
નારાયણનું નામ જ લેતાં, અજામિલ તાર્યો... ૨
ગઢડું ગોકુળસમ કીધું, ઘેલા નીર પ્રેમે પીધું,
દાદાખાચરને દીધું મોક્ષપદ પ્યારું... ૩
પ્રગટ પ્રભુ પિછાણ્યા, ધન્ય ભાગ્ય મારા,
મળ્યા સહજાનંદ સ્વામી અધમ ઉધારા... ૪
ભગવત્સુત કહે છે પ્રીતે, પ્રભુ ભજી લો રૂડી રીતે,
ભવજળ તરવાનું છે આ નાવ અતિ સારું... ૫
Shrījī Mahārāj māgu sharaṇ tamāru
1-43: unknown
Category: Prarthana
Shrīji Mahārāj māgu sharaṇ tamāru...
Akhand chhatā Morārī thayā avatārī,
Manushya-līlā batāvī guṇ shā uchchārū... 1
Rāmrūpe Rāvaṇ māryo, Krishṇarūpe Kans samhāryo,
Nārāyaṇnu nām ja letā, Ajāmil tāryo... 2
Gaḍhaḍu Gokuḷ-sam kīdhu, Ghelā nīr preme pīdhu,
Dādā Khācharne dīdhu moksha-pad pyāru... 3
Pragaṭ Prabhu pichhāṇyā, dhanya bhāgya mārā,
Maḷyā Sahajānand Swāmī adham udhārā... 4
Bhagvatsut kahe chhe prīte, Prabhu bhaji lo rūḍī rīte,
Bhavjaḷ tarvānu chhe ā nāv ati sāru... 5