કીર્તન મુક્તાવલી
આજ શ્રીજીમહારાજ ભલે આવિયા રે
૧-૩૩૭: નારાયણદાસ
Category: મૂર્તિનાં પદો
આજ શ્રીજીમહારાજ ભલે આવિયા રે,
સાથે મુક્તોની મંડળીને લાવિયા રે... આજ꠶ ટેક
ભલા ભક્તોનાં મનમાં ભાવિયા રે,
મેં તો મોંઘે મોંઘે મોતીડે વધાવિયા રે... આજ꠶ ૧
મેં તો રસ્તાને સ્વચ્છ કરાવિયા રે,
મેં તો ચોકમાં તે ચંપા રોપાવિયા રે... આજ꠶ ૨
મેં તો ચંદનથી ઓરડા લીંપાવિયા રે,
તેને લીલા-પીળા રંગથી રંગાવિયા રે... આજ꠶ ૩
મેં તો ગાદી ને તકિયા બિછાવિયા રે,
મારા પ્રભુજીને પ્રીતે પધરાવિયા રે... આજ꠶ ૪
હીરા મોતીના હાર ગૂંથાવિયા રે,
મારા વા’લાજીને કંઠે પહેરાવિયા રે... આજ꠶ ૫
વા’લે અમૃતના મેઘ વરસાવિયા રે,
પેલા દુરિજનને દીલમાં દઝાવિયા રે... આજ꠶ ૬
હરિભક્ત નારાયણદાસ ગાય છે રે,
મારા વા’લાજીને વારણે જાય છે રે... આજ꠶ ૭
Āj Shrījī Mahārāj bhale āviyā re
1-337: Narayandas
Category: Murtina Pad
Āj Shrījī Mahārāj bhale āviyā re,
Sāthe muktonī manḍaḷīne lāviyā re...
Bhalā bhaktonā manmā bhāviyā re,
Me to monghe monghe motīḍe vadhāviyā re... āj 1
Me to rastāne svachchh karāviyā re,
Me to chokmā te champā ropāviyā re... āj 2
Me to chandanthī orḍā līpāviyā re,
Tene līlā-piḷā rangthī rangāviyā re... āj 3
Me to gādi ne takiyā bichhāviyā re,
Mārā Prabhujīne prīte padhrāviyā re... āj 4
Hirā motīnā hār gūnthāviyā re,
Mārā vā’lājīne kanṭhe paherāviyā re... āj 5
Vā’le amrutnā megh varsāviyā re,
Pelā durijanne dīlmā dajhāviyā re... āj 6
Haribhakta Nārāyaṇdās gāy chhe re,
Mārā vā’lājīne vāraṇe jāy chhe re... āj 7