કીર્તન મુક્તાવલી
ઘનશ્યામ પૂરણ કામ પર કરું
૧-૨૯૭: સદ્ગુરુ પ્રેમાનંદ સ્વામી
Category: મૂર્તિનાં પદો
પદ - ૪
ઘનશ્યામ પૂરણ કામ પર, કરું તન મન કુરબાણ રે... ટેક꠶
શ્યામ છોગાળો મોતિયાંવાળો, મારો જીવન પ્રાણ રે;
નટવર નાગર સુખનો સાગર, સુંદર શ્યામ સુજાણ રે... ઘનશ્યામ꠶ ૧
ધર્મનો કુંવર ડોલરિયો, મારો દિલડાંનો દીવાણ રે;
દીનબંધુની દાસી છું હું તો, દામ વિનાની વેચાણ રે... ઘનશ્યામ꠶ ૨
મીઠડા બોલા માવ સાથે, મારે આગેની ઓળખાણ રે;
અંતરજામી આવી મળ્યા મને, આપો આપ નારાણ રે... ઘનશ્યામ꠶ ૩
જેમ રાખે તેમ રહું હું, એની મરજીને પરમાણ રે;
પ્રેમાનંદના નાથ સાથે, મારે થઈ અતિ સુવાણ રે... ઘનશ્યામ꠶ ૪
Ghanshyām pūraṇ kām par karu
1-297: Sadguru Premanand Swami
Category: Murtina Pad
Pad - 4
Ghanshyām pūran kām par,
Karu tan man kurbāṇ re...
Shyām chhogāḷo motīyāvāḷo,
Māro jīvan prāṇ re;
Naṭvar nāgar sukhno sāgar,
Sundar Shyām sujāṇ re... Ghan 1
Dharmano kuvar ḍolariyo,
Māro dilḍā no dīvāṇ re;
Dīnbandhunī dāsī chhu hu to,
Dām vinānī vechāṇ re... Ghan 2
Mīṭhḍā bolā māv sāthe,
Māre āgenī oḷkhāṇ re;
Antarjāmī āvī maḷyā mane,
Āpo āp nārāṇ re... Ghan 3
Jem rākhe tem rahu hu,
Enī marjīne parmāṇ re;
Premānandnā Nāth sāthe,
Māre thaī ati suvāṇ re... Ghan 4