કીર્તન મુક્તાવલી

સ્વામિનારાયણ બોલજો અંતર પડદા ખોલજો

૧-૨૦૦૯: અજાણ્ય

Category: ધૂન

સ્વામિનારાયણ બોલજો અંતર પડદા ખોલજો;

 સ્વામિનારાયણ બોલજો (૨)

શાસ્ત્રો પણ નિરૂપણ કરતા, જ્ઞાનીજનોને અંતર ધરતા;

 બ્રહ્મ અને પરબ્રહ્મ સમરતા... સ્વામિ꠶ ૧

બ્રહ્મ અનાદિ અક્ષર કહીએ, પરબ્રહ્મ તે પુરુષોત્તમ લઈએ;

 ધ્યાન નિરંતર તેનું ધરીએ... સ્વામિ꠶ ૨

અક્ષર તે શ્રીહરિનું ધામ, પુરુષોત્તમનું પરમ વિરામ;

 સર્વાતીત ને પરમ ઉદામ... સ્વામિ꠶ ૩

પરબ્રહ્મ પુરુષોત્તમ ધામ, અક્ષરધામ તણા એ સ્વામી;

 સર્વેશ્વર ને અંતરયામી... સ્વામિ꠶ ૪

ધામ અને ધામી તે આવ્યા, સ્વામિનારાયણ જગતમાં કા’વ્યા;

 નરતન ધારી જનમન ભાવ્યા... સ્વામિ꠶ ૫

સ્વામી તે ગુણાતીત સ્વામી, નારાયણ સહજાનંદ સ્વામી;

 અક્ષરધામ તણા એ ધામી... સ્વામિ꠶ ૬

સર્વોપરી ઉપાસના કાજ, કૃપા અવતાર ધરી મહારાજ;

 યજ્ઞપુરુષમાં વિચરે આજ... સ્વામિ꠶ ૭

Swāminārāyaṇ boljo antar paḍadā kholajo

1-2009: unknown

Category: Dhoon

Swāminārāyaṇ boljo antar paḍadā kholajo;

 Swāminārāyaṇ boljo (2)

Shāstro paṇ nirūpaṇ kartā, Gnānījanone antar dhartā;

 Brahma ane Parabrahma samartā... Swāmi° 1

Brahma Anādi Akṣhar kahīe, Parabrahma te Puruṣhottam laīe;

 Dhyān nirantar tenu dharīe... Swāmi° 2

Akṣhar te Shrī Harinu dhām, Puruṣhottamnu param virām;

 Sarvātīt ne param udām... Swāmi° 3

Parabrahma Puruṣhottam dhām, Akṣhardhām taṇā e Swāmī;

 Sarveshvar ne antaryāmī... Swāmi° 4

Dhām ane Dhāmī te āvyā, Swāminārāyaṇ jagatmā kā’vyā;

 Nartan dhārī janman bhāvyā... Swāmi° 5

Swāmī te Guṇātīt Swāmī, Nārāyaṇ Sahajānand Swāmī;

 Akṣhardhām taṇā e Dhāmī... Swāmi° 6

Sarvoparī upāsanā kāj, kṛupā avatār dharī Mahārāj;

 Yagnapuruṣhmā vichare āj... Swāmi° 7

loading