કીર્તન મુક્તાવલી
સુંદર સારી શિખામણ મારી માની લે મનવા મારા રે
૧-૧૦૮૦: સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામી
Category: ચોસઠપદી
પદ - ૪૯
સુંદર સારી શિખામણ મારી, માની લે મનવા મારા રે;
ધારી વિચારી મેં વાત ઉચ્ચારી, તે જોઈ સ્વભાવ તારા રે... ૧
પરને કહેવા પ્રવીણ છું પૂરો, પોતાનું તો તું ન પેખે રે;
સામાને શીખ દેવામાં છું શૂરો, નિજ દોષને નવ દેખે રે... ૨
કાંયે ન સમજે કારજ તારું, કહું છું કાંયે નહિ થાય રે;
શીદને ઉતારે છે પરબારું, કાંરે ન મનાય કાંય રે... ૩
અવળી સમજણ અળગીએ કરી, સવળું સમજાય તો સારું રે;
નિષ્કુળાનંદ કહે વિચારી, એટલું માની લે મારું રે... ૪
Sundar sārī shikhāmaṇ mārī manī le manvā mārā re
1-1080: Sadguru Nishkulanand Swami
Category: Chosath Padi
Pad 49
Sundar sārī shikhāmaṇ mārī, manī le manvā mārā re;
Dhārī vichārī me vāt uchchārī, te joī swabhāv tārā re. 1
Parne kahevā pravīṇ chhu pūro, potānu to tu na pekhe re;
Sāmāne shīkh devāmā chhu shuro, nij doshne nav dekhe re. 2
Kāye na samje kāraj tārū, kahu chhu kāye nahi thāy re;
Shīdne utāre chhe parbāru, kāre na manāy kāy re. 3
Avḷī samjaṇ aḷgīe karī, savḷu samjāy to sāru re;
Nishkuḷānand kahe vichārī, eṭalu manī le māru re. 4