કીર્તન મુક્તાવલી
શોભે શોભે રસિકવર છેલ રે
૨-૯૦૨૭: સદ્ગુરુ કૃષ્ણાનંદ સ્વામી
Category: મૂર્તિનાં પદો
શોભે શોભે રસિકવર છેલ રે, હરિ ધર્મકુંવર સુખકારી... ટેક꠶
રાજત શિરપર જરકસી પગીયાં, બંકી કલંગી લટકેલ રે... હરિ꠶ ૧
ગજરા શેખર હાર બાજુબંધ, ગુચ્છ ગુલાબી ધરેલ રે... હરિ꠶ ૨
કેસર તિલક મનોહર કીનો, કુંડળ નંગ જડેલ રે... હરિ꠶ ૩
કૃષ્ણાનંદ કહે નાથ નિરંતર, ઉરમાં વસો અલબેલ રે... હરિ꠶ ૪
Shobhe shobhe rasikvar chhel re
2-9027: Sadguru Krushnanand Swami
Category: Murtina Pad
Shobhe shobhe rasikvar chhel re, Hari Dharmakuvar sukhkārī... ṭek°
Rājat shirpar jarakasī pagīyā, bankī kalangī laṭakel re... Hari° 1
Gajarā shekhar hār bājubandha, guchchha gulābī dharel re... Hari° 2
Kesar tilak manohar kīno, kunḍaḷ nang jaḍel re... Hari° 3
Kṛuṣhṇānand kahe Nāth nirantar, urmā vaso alabel re... Hari° 4