કીર્તન મુક્તાવલી
મન વસિયો રે મારે મન વસિયો
૨-૫૭: સદ્ગુરુ પ્રેમાનંદ સ્વામી
Category: શ્રીહરિનાં પદો
મન વસિયો રે મારે મન વસિયો
સહજાનંદ મારે મન વસિયો... ꠶ટેક
છેલ છોગાળો વ્હાલો અતિ મરમાળો
રંગભીનો રસનો રસિયો રે... ꠶ ૧
હળવેશું વ્હાલો હેત કરીને
મુજ સામું જોઈને હસિયો રે... ꠶ ૨
કસુંબલ પાઘ કેસરનો ભીનો
પીતાંબર કમરે કસિયો રે... ꠶ ૩
પ્રેમાનંદનો નાથ છબીલો
સોળે કળા પૂરણ શશિયો રે... ꠶ ૪
Man vasiyo re māre man vasiyo
2-57: Sadguru Premanand Swami
Category: Shri Harina Pad
Man vasiyo re māre man vasiyo,
Sahajānand māre man vasiyo...
Chhel chhogāḷo vahālo ati marmāḷo,
Rangbhīno rasno rasiyo re... 1
Haḷveshu vhālo het karīne,
Muj sāmu joīne hasiyo re... 2
Kasumbal pāgh kesarno bhīno,
Pitāmbar kamare kasiyo re... 3
Premānandno Nāth chhabīlo,
Soḷe kaḷā pūraṇ shashiyo re... 4