કીર્તન મુક્તાવલી
મળ્યા મુને શાસ્ત્રીજી મહારાજ
૨-૩૦૪૨: અજાણ્ય
Category: પ્રમુખસ્વામી મહારાજનાં પદો
(‘સંત પરમ હિતકારી’ નૃત્ય નાટિકાનાં કીર્તનો)
મળ્યા મુને શાસ્ત્રીજી મહારાજ,
જીવતરની એ ધન્ય ઘડી,
મૂર્તિ અંતર માંહી જડી...
સંવત ઓગણીસસો છન્નુમાં,
કાર્તિક સુદિ દસમી,
ધન્ય મિલન એ ગુરુહરિનું,
પોળ આંબલીવાળી... મળ્યા મુને ૧
હસ્ત પસારી તાવ ઉતારી,
પ્રીત પૂરવની જતાવી,
પણ હૃદિયામાં જાદુ કરતાં,
હરિમૂર્તિ પધરાવી... મળ્યા મુને ૨
સંત સ્વરૂપે શ્રીજી મળિયા,
વિરહવેદના ભાંગી,
થઈ જાવું શાસ્ત્રીમય મારે,
રટના એવી લાગી... મળ્યા મુને ૩
Maḷyā mune Shāstrījī Mahārāj
2-3042: unknown
Category: Pramukh Swami Maharajna Pad
(‘Sant Param Hitkari’ Kirtans)
Maḷyā mune Shāstrījī Mahārāj,
Jīvtarnī e dhanya ghaḍī,
Mūrti antar māhī jaḍī...
Samvat ogaṇīsso chhannumā,
Kārtak sudi dasmī,
Dhanya milan e guruharinu,
Poḷ Āmbalīvāḷī... maḷyā mune 1
Hasta pasārī tāv utārī,
Prīt pūravnī jatāvī,
Paṇ hrudiyāmā jādu kartā,
Harimūrti padhrāvī... maḷyā mune 2
Sant swarūpe Shrījī maḷiyā,
Virahvednā bhāgī,
Thaī jāvu Shāstrīmay māre,
Raṭnā evī lāgī... maḷyā mune 3