કીર્તન મુક્તાવલી
તારા મુખની લાવણતા મીઠી રે
૧-૨૭૪: સદ્ગુરુ બ્રહ્માનંદ સ્વામી
Category: મૂર્તિનાં પદો
પદ - ૧
તારા મુખની લાવણતા મીઠી રે, મોહન વનમાળી,
એવી ત્રિભુવનમાં નવ દીઠી રે, મૂરતિ મરમાળી... ꠶ટેક
ચટક રંગીલા તારા મોળીડાને છેડે, મનડું ડોલે છે કેડે કેડે રે... મોહન꠶ ૧
રંગડો જામ્યો છે ફૂલડાને તોરે, ભ્રમર ભમે છે ચહુ કોરે રે... મોહન꠶ ૨
ભાલ તિલક કેસર કેરું રાજે, મુખ જોઈ શશિયર લાજે રે... મોહન꠶ ૩
બ્રહ્માનંદ કહે સર્વસ્વ વારું, રૂપ જોઈને વહાલા તારું રે... મોહન꠶ ૪
Tārā mukhnī lāvaṇtā mīṭhī re
1-274: Sadguru Brahmanand Swami
Category: Murtina Pad
Pad - 1
Tārā mukhnī lāvaṇtā mīṭhī re, Mohan vanmāḷī,
Evī tribhuvanmā nav diṭhī re, mūrti marmāḷī...
Chaṭak rangīlā tārā moḷīḍāne chheḍe,
Manḍu ḍole chhe keḍe keḍe re... Mo 1
Rangḍo jāmyo chhe fūlḍāne tore,
Bhramar bhame chhe chahu kore re... Mo 2
Bhāl tilak kesar keru rāje,
Mukh joī shashiyar lāje re... Mo 3
Brahmānand kahe sarvasva vāru,
Rūp joīne vahālā tāru re... Mo 4