॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

વરતાલ-૧૧: જીવના નાશનું, સત્પુરુષમાં હેત એ જ આત્મદર્શનનું સાધન, તેનું

નિરૂપણ

ગુણાતીતાનંદ સ્વામી કહે, “... જેને ભગવાનને વિષે તથા મોટા સાધુ સાથે હેત છે તેને કાંઈ કરવું રહ્યું નથી. તે ઉપર મધ્ય પ્રકરણનું નવમું તથા વરતાલનું અગિયારમું વચનામૃત વિચારવાં. એ બેનો એક ભાવ છે.”

[સ્વામીની વાતો: ૫/૩૩૮]

તા. ૨૮/૧/૧૯૫૫, વસંતપંચમી, અટલાદરા. યોગીજી મહારાજ કહે, “ગુણાતીત મારો આત્મા ન મનાય ત્યાં સુધી કસરમાં જ બેઠા છીએ. વરતાલ ૧૧ વચનામૃત પ્રમાણે સત્પુરુષને વિષે પ્રીતિ થાય ત્યારે કસરમાત્ર ટળી જાય.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૧/૫૧૭]

તા. ૧૨/૩/૧૯૬૬, મુંબઈ. કથાપ્રસંગમાં વચનામૃત વરતાલ ૧૧ સમજાવતાં યોગીજી મહારાજ કહે, “ભગવાન ને સંબંધવાળા ભક્તોની આગળ માન ન રાખવું. મોટા સાથે બાટકે તે માન. સામાન્ય માન પણ ન રાખવું. તે મુદ્દો. માનનો ભાવ કદાપિ હોય, પણ દેહે કરીને બતાવે નહીં તે સારો. પગે લાગે. એક જણ તપ કરવા બેઠો. તે દિવસથી એક મીંદડો પણ તેની સામે આવીને બેઠો. થોડા દિવસ થયા ત્યાં તપસ્વી સુકાઈ ગયા, પણ મીંદડો જાડો થઈ ગયો. તપસ્વીએ મીંદડાને પૂછ્યું, ‘તું શું ખાય છે તે આવો જાડો થયો છે?’ મીંદડો કહે, ‘હું તો તમારું માન છું, તે તમે સુકાઈ ગયા ને તમને તપનું માન વધી ગયું તેથી હું જાડો થઈ ગયો છું.’ આપણે તપ-ત્યાગ કરીએ પણ માનરૂપી મીંદડો વધવા દેવો નહીં. નિર્માની રહેવું. ભાર્યો દેવતા નખ્ખોદ કાઢી નાખશે. સ્વામિનારાયણનું નામ લેતા હોય, આશરો હોય ને ગુણાતીત સાથે વેર હોય તે અસુર થાય. દ્રોહ કરતો હોય તે દીઠોયે ન ગમે... કેવું કીધું! ગમે તેવો નાનો હોય તેનો દ્રોહ કરે તોય ન ગમે, તો ગુણાતીતનો કરે તો તો ક્યાંથી ગમે? હેત થઈ ગયું હોય તો સત્પુરુષની બધી ક્રિયા ગુણાતીત જ લાગે. ગુણાતીત! બ્રહ્મરૂપ થવાનું વચનામૃત હાલે છે.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૪/૨૨૮]

યોગીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો: “બ્રહ્મરૂપ કેમ થવાય?”

ત્યારે યોગીજી મહારાજ કહે: “વરતાલના અગિયારમા વચનામૃત પ્રમાણે આ સાધુને બ્રહ્મરૂપ જાણીને મન-કર્મ-વચને તેનો સંગ કરે તો અક્ષરરૂપ થાય, અને આવો થાય ત્યારે પુરુષોત્તમની સેવામાં રહેવાય. એવો ભાવ અને હેત થવું જોઈએ. બ્રહ્મરૂપ થવાનું વચનામૃત વરતાલ-૧૧ સિદ્ધ કરવું. ગુણાતીત સત્પુરુષ સાથે દૃઢ હેત કરે અંતરાય ટાળી આત્મબુદ્ધિથી જોડાઈ જાય તો બ્રહ્મરૂપ કરી મૂકે.”

[યોગી વાણી: ૨૫/૭૭]

વડતાલનું ૧૧મું વચનામૃત સમજાવતાં સ્વામીશ્રીએ પૂછ્યું, “આત્મબુદ્ધિ વધે કે પ્રીતિ વધે?” તેનો ઉત્તર આપતાં પોતે જ કહ્યું, “ઘરનાં પાંચ માણસ ભેગાં રહેતાં હોય - આત્મબુદ્ધિ હોય, પણ જો બોલાચાલી થતી હોય તો અંતરાય પડી જાય; ને દૃઢ પ્રીતિ હોય તો અંતરાય ન પડે. માટે ગોપીઓના જેવી પ્રીતિ વધે. પ્રીતિ શું? પ્રિયતમની મરજી લોપાય નહિ.”

[યોગી વાણી: ૨૪/૧૦૨]

યોગીજી મહારાજ કહે, “વરતાલ-૧૧માં કહ્યું: મોટાપુરુષના જેવી સ્થિતિ થાય તો મહિમા સમજાય. તે સ્થિતિ કઈ? તો નિર્દોષબુદ્ધિની સ્થિતિ.”

[યોગી વાણી]

તા. ૬/૪/૧૯૫૯, અડવાળ. આજે વહેલી સવારે મેડા ઉપર ગોષ્ઠિ કરતાં યોગીજી મહારાજ કહે, “વરતાલનું ૧૧ વચનામૃત સિદ્ધ કરીએ તો જ કામ થાય. સત્પુરુષના જેવી સ્થિતિ થાય તો સત્પુરુષનો મહિમા સમજાય. તમે ઇંગ્લીશ ભણો છો ને મને ગાળ દો તો શું ખબર પડે? ત્યારે સ્થિતિ કરવાની જરૂર છે. એ સ્થિતિ કઈ? નિર્દોષબુદ્ધિની. એ સ્થિતિ આપણે કરીએ તો નિર્દોષ થઈ જવાય. મારી મારીને રાઈ રાઈ જેવા કટકા કરે તોપણ મન નોખું ન પડે, એ દૃઢ પ્રીતિ. મૂળજી અને કૃષ્ણજીને કાઢ્યા, માર્યા, પણ મહારાજનો અભાવ ન લીધો. એનું નામ પ્રીતિ. કેટલી શ્રદ્ધા! કેટલો દિવ્યભાવ! મહિમા સમજાય તો દિવ્યભાવ રહે.

“મહિમા જાણ્યાનું એક જ સાધન. આટલું એક વચનામૃત સિદ્ધ કર્યું હોય તો કામ થઈ જાય. માટે સિદ્ધાંત શું? દૃઢ પ્રીતિ. કેવી? રાઈ રાઈ જેવા કટકા કરે પણ મન નોખું ન પડે. મહારાજ છતાં જેવી પ્રાપ્તિ, સંબંધ અને મોક્ષ હતો, તેવો ને તેવો જ અત્યારે છે. માટે અત્યારે પણ એમ જ વર્તવું.”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨/૫૩૬]

તા. ૧૫-૫-’૫૯, સાંજે ૪-૩૦ વાગે, પાલેજથી ભરૂચ લોકલ ટ્રેનમાં જતાં સ્વામીશ્રીએ યુવકોને સંબોધીને કહ્યું:

“આપણે જુદા નથી. અમે તમારી સાથે જ છીએ. સંતમાં કલ્યાણકારી ગુણ હોય એટલે નિર્દોષબુદ્ધિ રહે; પણ હરિભક્તમાં કેમ રહે? વર. ૧૧માં કહ્યું: એવા સંત સાથે પ્રીતિ. એવી પ્રીતિ કેમ થાય? તો નિર્દોષભાવ. જેવા ધામમાં છે, તેવા ને તેવા જ અહીં બિરાજમાન છે.

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨/૫૫૧]

SELECTION 
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * પરાભક્તિ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR

Type: Keywords Exact phrase