॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગઢડા મધ્ય-૪૯: ભગવાન અને માયિક આકારમાં ઘણો ફેર છે, તેનું; કથા-કીર્તનાદિકમાં તૃપ્તિ ન થયાનું

નિરૂપણ

તા. ૧૧/૩/૧૯૬૩, મુંબઈ. સવારે કથાપ્રસંગમાં વચનામૃત ગઢડા મધ્ય ૪૯મું સમજાવતાં યોગીજી મહારાજે વાત કરી, “આ વચનામૃત ગુણાતીતાનંદ સ્વામીએ યોગેશ્વરદાસ પાસે સાધુના દવાખાના આગળ ૧૧ વખત વંચાવ્યું. પ્રત્યક્ષ બીજા હતા? પોતે જ. મર્મમાં વાત કરે છે. ‘મુજ વિના જાણજો રે, બીજા માયિક સૌ આકાર...’ મહારાજ વિના પ્રકૃતિપુરુષ સુધી બધું માયિક, વચનામૃત ગઢડા મધ્ય ૨૪ પ્રમાણે.

“અવતાર માયામાં છે, એમ કહે તો લોક ધખે; પણ વૈરાટમાંથી અવતાર થયા તે ‘વૈરાટ માયામાંથી છે’ એમ કહેતાં ન ધખે! અવતારો અક્ષરના રોમમાં ઊડતા ફરે છે. મૂળ પુરુષને જ પુરુષોત્તમ કહે છે. તેથી પર જ્ઞાન કોઈને નથી. જન્મ્યા મો’ર શાદી ક્યાંથી લખાય.

“માયિક આકારનું ચિંતવન કર્યું તેમાં ભોગ મર્યા. માયિક આકાર એટલે અવતારોની વાત. પર્વત-મકાનની વાત નથી. એ તો બધું જોઈએ જ છીએ. (આપણે) નરકમાં પડી ગયા? તો આ તો ઉપાસનાની વાત છે. ચીભડાના ચોરને ફાંસી ન મરાય. રાજાના દીકરાને મારે તેને ફાંસી. તે પુરુષોત્તમમાં જોડાયો હોય, પ્રસંગ હોય ને બીજે માથાં મારતો હોય તેની વાત છે. પતિવ્રતાપણાનું ઓછું થઈ ગયું. એકડિયા ભણતા હોય તેને મૅટ્રિકની પરીક્ષા ન સદે. મહારાજની સર્વોપરી ઉપાસનાની ગેડ બેસારવાની છે. રંગના ચટકાં હોય, કૂંડા ન હોય. મહારાજ સર્વોપરી, સર્વ અવતારના અવતારી છે. તેમાં જોડાઈ જવું ને બીજે સાંધો ન રાખવો. એ સમજવાનું છે. મહારાજની મૂર્તિ, તેના સંતો, તેનાં દર્શન, તેમાં હેત કરવું. પુરુષોત્તમ નારાયણનો એકડો આગળ રાખવો. પરાવાણીનું ચિંતવન કર્યા કરે તેને પદવી આપે. કાળ – જીવનો નાશ ન કરે. કર્મ – ઊંચ-નીચ ગતિ ન આપે. માયા – લીન ન કરી શકે. અક્ષરધામમાં જ બેઠા છે!”

[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ૩/૪૪૯]

SELECTION 
TYPE * ઇતિહાસ * મહિમા * નિરૂપણ * પ્રસંગ * સાર * આખ્યાન VAKTA * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત * બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ REFERENCE * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧ * અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨ * અક્ષરામૃતમ્ * ચલો ચલેં હમ અક્ષરધામ * પરાભક્તિ * બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫ * બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧ * બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૨ * બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪ * ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫ * યોગીગીતા મર્મ * યોગીજી મહારાજની બોધ કથાઓ * યોગીવાણી * સંજીવની * સત્સંગ સૌરભ: ભાગ ૧ * સ્વભાવવશ સંસાર * સ્વામીની વાતો PLACE YEAR

Type: Keywords Exact phrase