॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

કુંતાજી

શાસ્ત્રોમાં આવતાં પાત્રો

કુંતાજી પાંડવોની માતા હતાં. તે શૂરસેન યાદવની દીકરી અને વસુદેવની બહેન હતાં. તેમનો ઉછેર તેમના કાકા કુંતીભોજે કર્યો હતો. તેમનાં લગ્ન પાંડુ રાજા સાથે થયાં હતાં. પાંડુ રાજાને બે પત્ની હતી: એક કુંતી અને બીજી માદ્રી. કુંતીભોજને ત્યાં એક વખત દુર્વાસા મુનિ આવ્યા હતા. તેમણે કુંતીની સેવાચાકરીથી ખુશ થઈ પાંચ દેવના પાંચ મંત્રો આપ્યા. સૂર્યના મંત્ર વડે કર્ણ થયો, તેને નદીમાં વહેતો મૂક્યો. કુંતીને આ મંત્રોના પ્રભાવ વડે યમના મંત્રથી ધર્મ એટલે યુધિષ્ઠિર, વાયુના મંત્રથી ભીમ અને ઇન્દ્રના મંત્રથી અર્જુન એમ ત્રણ પુત્ર થયા અને બાકી રહેલો એક મંત્ર માદ્રીને આપ્યો, જેથી અશ્વિનીકુમારના મંત્રથી નકુલ અને સહદેવ એ જોડિયા પુત્ર થયા. પાંડવો વનમાં ગયા ત્યારે કુંતી ઘેર રહ્યાં હતાં. ત્યારે કૌરવો તરફથી ઘણું દુઃખ સહન કરવું પડ્યું હતું. યુધિષ્ઠિરને રાજ્ય પ્રાપ્ત થયું ત્યારે તેણે સુખનો દહાડો દીઠો. પછી સમયાંતરે વિદુર, ધૃતરાષ્ટ્ર અને ગાંધારી મહાપ્રસ્થાન માટે હિમાલયમાં નીકળ્યાં, ત્યારે કુંતાજી એમની સાથે ગયાં અને ત્યાં જ પોતાનો દેહ પાડ્યો.

ભારતવર્ષની નારીઓમાં કુંતાજી સતિ તરીકે વખણાયાં છે. જ્યારે પાંડવોએ અશ્વમેધ યજ્ઞ કર્યો ત્યારે કૃષ્ણને પત્રાવળાં ઉપાડવાની સેવા મળી હતી. કુંતાજીને જાણ થતાં દુઃખ થયું કે ભગવાનને આવી નીચ સેવા માળી અને આ યજ્ઞના સુખમાં ભગવાન જ વિસરાઈ ગયા. જ્યારે દુઃખના દિવસો ગુજારતાં હતાં ત્યારે કૃષ્ણ સતત યાદ રહેતા હતા. માટે કુંતાજીએ કૃષ્ણ પાસે દુઃખ માગ્યું જેથી ભગવાન સતત યાદ રહે. અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીએ કુંતાજીને આ વાતોમાં ઉલ્લેખ કર્યો છે: સ્વામીની વાત ૧/૪૯ અને ૫/૭૫.

Kuntāji

People in Shastras

Kuntāji was the mother of the Pāndavas. She was the daughter of the Yādav Shursen and was Vasudev’s sister. She was raised by her paternal uncle Kuntibhoj. She was married to King Pāndu. King Pāndu had two wives: Kunti and Mādri. Once, Durvāsā Rishi came to Kuntibhoj’s house. Kunti served him to his satisfaction. He gave her five mantras to invoke five deities who would give her sons. She tried the mantra and called Suryadev. From Suryadev, she had Karna as her son. She abandoned Karna by placing him in a basket and sending him down a river. Later, she invoked Yam and had Yudhishthir. From Vāyudev, she had Bhim. From Indradev, she had Arjun. She gave the final mantra to Mādri who invoked Ashwinikumār and had the twins Nakul and Sahadev. When the Pāndavas were banished to the forest, she remained home and suffered misery from the Kauravas. When Yudhisthir gained his kingdom back, she finally saw happy days. In due time, Kunti accompanied Vidur, Dhrutrashtra, and Gāndhāri to retired to the Himālayas. She ended her life there.

In the history of Bhārat, Kuntāji is praised as a sati among all women devotees. When the Pāndavas were performing the Rājasuya Yagna, Krishna was given the service of collecting and discarding used dishes. Kuntāji learned that Krishna was given a low task and felt sorrow that they had forgot God in times of happiness. She asked Krishna for misery so that he can be remembered at all times. Aksharbrahma Gunatitanand Swami has mentioned Kuntāji in the following Vato: 1/49 and 5/75.

આ પાત્ર નિચેના વચનામૃતોમાં આવે છે.

  Gadhada I-63

  Panchala-1

  Panchala-4

SELECTION
by GROUP Acharyas Avatars Bhagwan Swaminarayan Ishwars Murtis Others Paramhansas People in Shastras Satsangi Bhaktas by PRAKARAN Amdavad Ashlali Bhugol-Khagol Gadhada I Gadhada II Gadhada III Jetalpur Kariyani Loya Panchala Sarangpur Vartal

Type: Keywords Exact phrase