ધીરજાખ્યાન

કડવું – ૩૧

ત્યારે રાય બોલિયા થઈ પ્રસન્નજી, ભલે તમે આવિયા મારે ભવનજી

આપીશ હું તમને મારું આ તનજી, તે જાણજ્યો તમે જરૂર મનજી

જરૂર તમે જાણજ્યો, આપું ઉતાવળું આ દેહ ॥

વિલંબ તેની નથી વળી, સાચું માનજ્યો નથી સંદેહ ॥૨॥

ત્યારે ત્યાં મોરુધ્વજને તેડાવિયો, આપી રાજગાદી એહને ॥

પુત્ર પ્રજાને પાળજો, મ ટાળજો હરિશું સનેહને ॥૩॥

પછી નરેશ નાહી તિલક કરી, ધરી કંઠમાં તુલસીદામ1

મંગાવ્યું કરવત વે’રવા, ત્યારે ઊઠ્યું અકળાઈ ગામ ॥૪॥

હાલકલોલ2 શહેર સહુ થયું, રહ્યું નહીં ધારતાં ધીર ॥

હાહાકાર હવો ઘણો, ભર્યા સહુએ નયનમાં નીર ॥૫॥

ત્યારે મોરુધ્વજ એમ કહે, હું સુત તમારો તમારું તન ॥

આપો મને એ વિપ્રને, વળી કરો એને પ્રસન્ન ॥૬॥

ત્યારે રાણી કે’ અર્ધ અંગ હું કા’વું,3 આપો રાય મને એ જાયે લઈ ॥

પામે પુત્ર એ પોતા તણો, મને વાઘના મુખમાં દઈ ॥૭॥

કુંવર રાણીની વાણી સુણી, બોલ્યા દ્વિજ સેવકને સંગ ॥

આ તો વાત વઘરે4 પડી, નહિ આપે રાય અર્ધું અંગ ॥૮॥

મેલી લાલચ્ય ચાલો મારગે, જઈએ વેગે વાઘની પાસ ॥

અસ્થિ એનાં5 પરજાળિયે,6 જ્યારે ખાઈ જાય એનું માંસ ॥૯॥

પડી વાત પંચાયતે,7 તે ન નીપજે8 નિરધાર ॥

નિષ્કુળાનંદના નાથને, એવું ગમિયું આ વાર ॥૧૦॥

 

The Story of Mayurdhvaj - Part 3

The king was pleased to reply, “It is a great thing you came here. Know that I will give you half my body immediately.”

The king then called his son Morudhvaj and bequeathed the kingdom to him. The king then bathed, applied a tilak to his forehead, wore a necklace made of tulsi, and had a saw brought. The whole city was in uproar hearing the news. Many were in tears.

Morudhvaj said, “I am your son. Therefore, I am also your body. Give me away to the Brahmin and please him.”

The queen said, “I am also considered half of your body. Give me away instead so the Brahmin can have his son back.”

The Brahmin overhead the prince’s and queen’s words and said, “It seems the situation has become dire. The king will not give half his body if they argue in this manner. Let’s go and return to the lion quickly and burn my son’s bones after it eats his flesh.”

કડવું 🏠 home
કડવું ૧ ★ કડવું ૨ કડવું ૩ કડવું ૪ પદ ૧: ભક્ત થાવું રે ભગવાનનું... ★ કડવું ૫: પ્રહ્‌લાદનું આખ્યાન કડવું ૬: પ્રહ્‌લાદનું આખ્યાન કડવું ૭: પ્રહ્‌લાદનું આખ્યાન કડવું ૮: પ્રહ્‌લાદનું આખ્યાન પદ ૨ કડવું ૯: પ્રહ્‌લાદનું આખ્યાન કડવું ૧૦: પ્રહ્‌લાદનું આખ્યાન કડવું ૧૧: પ્રહ્‌લાદનું આખ્યાન કડવું ૧૨: પ્રહ્‌લાદનું આખ્યાન પદ ૩: ભક્ત સાચા ભગવાનના... કડવું ૧૩: ધ્રુવનું આખ્યાન કડવું ૧૪: ધ્રુવનું આખ્યાન કડવું ૧૫: ધ્રુવનું આખ્યાન કડવું ૧૬: ધ્રુવનું આખ્યાન પદ ૪ કડવું ૧૭: ધ્રુવનું આખ્યાન કડવું ૧૮: હરિશ્ચંદ્રનું આખ્યાન★ કડવું ૧૯: હરિશ્ચંદ્રનું આખ્યાન★ કડવું ૨૦: હરિશ્ચંદ્રનું આખ્યાન★ પદ ૫: સત્યવાદી સંત સંકટને સહે... કડવું ૨૧: હરિશ્ચંદ્રનું આખ્યાન★ કડવું ૨૨: હરિશ્ચંદ્રનું આખ્યાન★ કડવું ૨૩: હરિશ્ચંદ્રનું આખ્યાન★ કડવું ૨૪: હરિશ્ચંદ્રનું આખ્યાન★ પદ ૬ કડવું ૨૫: હરિશ્ચંદ્રનું આખ્યાન★ કડવું ૨૬ કડવું ૨૭: રંતિદેવનું આખ્યાન★ કડવું ૨૮: રંતિદેવનું આખ્યાન★ પદ ૭: કઠણ કસોટી મોટી મહારાજની... કડવું ૨૯: મયૂરધ્વજનું આખ્યાન ★ કડવું ૩૦: મયૂરધ્વજનું આખ્યાન ★ કડવું ૩૧: મયૂરધ્વજનું આખ્યાન ★ કડવું ૩૨: મયૂરધ્વજનું આખ્યાન ★ પદ ૮ ★ કડવું ૩૩: મયૂરધ્વજનું આખ્યાન ★ કડવું ૩૪: ઋભુરાયનું આખ્યાન કડવું ૩૫: ઋભુરાયનું આખ્યાન કડવું ૩૬: ઋભુરાયનું આખ્યાન પદ ૯: દોયલું થાવું હરિદાસ રે સંતો... કડવું ૩૭: શિબિ રાજાનું આખ્યાન ★ કડવું ૩૮: શિબિ રાજાનું આખ્યાન ★ કડવું ૩૯ કડવું ૪૦: જનક રાજાનું આખ્યાન પદ ૧૦: શીદને રહિયે રે કંગાલ રે સંતો... કડવું ૪૧: નળ રાજાનું આખ્યાન કડવું ૪૨: નળ રાજાનું આખ્યાન કડવું ૪૩: નળ રાજાનું આખ્યાન કડવું ૪૪: નળ રાજાનું આખ્યાન પદ ૧૧: કરિયે રાજી ઘનશ્યામ રે સંતો... કડવું ૪૫: અંબરીષ રાજાનું આખ્યાન કડવું ૪૬: વિભીષણનું આખ્યાન કડવું ૪૭: સુધનવાનું આખ્યાન કડવું ૪૮ પદ ૧૨: ધીરજ સમ નહિ ધન રે સંતો... કડવું ૪૯: જડભરતનું આખ્યાન કડવું ૫૦: જડભરતનું આખ્યાન કડવું ૫૧: શુકદેવનું આખ્યાન કડવું ૫૨: નારદમુનિનું આખ્યાન પદ ૧૩: સાચા સંતે અત્યંત રાજી... કડવું ૫૩: સનકાદિકનું આખ્યાન કડવું ૫૪: જાજળી ઋષિનું આખ્યાન કડવું ૫૫: અરુણી/ઉપમન્યુ આખ્યાન કડવું ૫૬ પદ ૧૪: સાચા ભક્તની રીત સર્વે... કડવું ૫૭: મુદ્‌ગલ ઋષિનું આખ્યાન કડવું ૫૮ કડવું ૫૯: જયદેવનું આખ્યાન★ કડવું ૬૦: જયદેવનું આખ્યાન★ પદ ૧૫: ક્ષમાવંત સંત અત્યંત સુખ... કડવું ૬૧ કડવું ૬૨ કડવું ૬૩ કડવું ૬૪ પદ ૧૬: ધન્ય ધન્ય ધન્ય કહું સાચા સંતને... પદ ૧૭: આજ આનંદ મારા ઉરમાં...