Meaning: Gujarati English
ભૂતાદ્યુપદ્રવે ક્વાપિ વર્મ નારાયણાત્મકમ્ ।
જપ્યં ચ હનુમન્મન્ત્રો જપ્યો ન ક્ષુદ્રદૈવતઃ ॥
भूताद्युपद्रवे क्वापि वर्म नारायणात्मकम् ।
जप्यं च हनुमन्मन्त्रो जप्यो न क्षुद्रदैवतः ॥
Bhūtādyupadrave kvāpi varma nārāyaṇātmakam |
Japyam cha hanuman-mantro japyo na kṣhudra-daivatah ||
223
અને જો ક્યારેક ભૂતપ્રેતાદિકનો ઉપદ્રવ થાય ત્‍યારે તો નારાયણકવચનો જપ કરવો અથવા હનુમાનના મંત્રનો જપ કરવો પણ એ વિના બીજા કોઈ ક્ષુદ્ર દેવના સ્‍તોત્ર અને મંત્રનો જપ ન કરવો. (શિક્ષાપત્રી: 85)
રવેરિન્દોશ્ચોપરાગે જાયમાનેઽપરાઃ ક્રિયાઃ ।
હિત્વાશુ શુચિભિઃ સર્વૈઃ કાર્યઃ કૃષ્ણમનોર્જપઃ ॥
रवेरिन्दोश्चोपरागे जायमानेऽपराः क्रियाः ।
हित्वाशु शुचिभिः सर्वैः कार्यः कृष्णमनोर्जपः ॥
Raverindo-shchoparāge jāyamāne'parāhā kriyāhā |
Hitvāshu shuchibhihi sarvaihai kāryah kṛuṣhṇa-manorjapah ||
224
અને સૂર્યનું ને ચંદ્રમાનું ગ્રહણ થયે સતે અમારા જે સર્વે સત્‍સંગી તેમણે બીજી સર્વે ક્રિયાનો તત્‍કાળ ત્‍યાગ કરીને પવિત્ર થઈને શ્રીકૃષ્‍ણ ભગવાનના મંત્રનો જપ કરવો. (શિક્ષાપત્રી: 86)
જાતાયામથ તન્મુક્તૌ કૃત્વા સ્નાનં સચેલકમ્ ।
દેયં દાનં ગૃહિજનૈઃ શક્ત્યાઽન્યૈસ્ત્વર્ચ્ય ઈશ્વરઃ ॥
जातायामथ तन्मुक्तौ कृत्वा स्नानं सचेलकम् ।
देयं दानं गृहिजनैः शक्त्याऽन्यैस्त्वर्च्य ईश्वरः ॥
Jātāyāmath tanmuktau kṛutvā snānam sachelakam |
Deyam dānam gṛuhijanaihai shaktyā'nyaistvarchya īshvarah ||
225
અને તે ગ્રહણ મૂકાઈ રહ્યા પછી વસ્ત્રસહિત સ્‍નાન કરીને અમારા ગૃહસ્‍થ સત્‍સંગી હોય તેમણે પોતાના સામર્થ્ય પ્રમાણે દાન કરવું અને જે ત્‍યાગી હોય તેમણે ભગવાનની પૂજા કરવી. (શિક્ષાપત્રી: 87)
જન્માશૌચં મૃતાશૌચં સ્વસમ્બન્ધાનુસારતઃ ।
પાલનીયં યથાશાસ્ત્રં ચાતુર્વર્ણ્યજનૈર્મમ ॥
जन्माशौचं मृताशौचं स्वसम्बन्धानुसारतः ।
पालनीयं यथाशास्त्रं चातुर्वर्ण्यजनैर्मम ॥
Janmāshaucham mṛutāshaucham swasambandhānusāratah |
Pālanīyam yathāshāstram chāturvarṇyajanairmam ||
226
અને અમારા સત્‍સંગી એવા જે ચારે વર્ણના મનુષ્‍ય તેમણે જન્‍મનું સૂતક તથા મરણનું સૂતક તે પોતપોતાના સંબંધને અનુસારે કરીને યથાશાસ્ત્ર પાળવું. (શિક્ષાપત્રી: 88)
ભાવ્યં શમદમક્ષાન્તિસન્તોષાદિગુણાન્વિતૈઃ ।
બ્રાહ્મણૈઃ શૌર્યધૈર્યાદિગુણોપેતૈશ્ચ બાહુજૈઃ ॥
भाव्यं शमदमक्षान्तिसन्तोषादिगुणान्वितैः ।
ब्राह्मणैः शौर्यधैर्यादिगुणोपेतैश्च बाहुजैः ॥
Bhāvyam sham-dam-kṣhānti-santoṣhādi-guṇānvitaihai |
Brāhmaṇaihai shaurya-dhairyādi-guṇopetaishcha bāhujaihai ||
227
અને જે બ્રાહ્મણ વર્ણ હોય તેમણે શમ, દમ, ક્ષમા અને સંતોષ એ આદિક જે ગુણ તેમણે યુક્ત થવું અને જે ક્ષત્રિય વર્ણ હોય તેમણે શૂરવીરપણું અને ધીરજ એ આદિક જે ગુણ તેમને યુક્ત થવું. (શિક્ષાપત્રી: 89)
વૈશ્યૈશ્ચ કૃષિવાણિજ્યકુસીદમુખવૃત્તિભિઃ ।
ભવિતવ્યં તથા શૂદ્રૈર્દ્વિજસેવાદિવૃત્તિભિઃ ॥
वैश्यैश्च कृषिवाणिज्यकुसीदमुखवृत्तिभिः ।
भवितव्यं तथा शूद्रैर्द्विजसेवादिवृत्तिभिः ॥
Vaishyaishcha kṛuṣhivāṇijya-kusīdamukh-vṛuttibhihi |
Bhavitavyam tathā shūdrair-dvijasevādi-vṛuttibhihi ||
228
અને વૈશ્‍ય વર્ણ હોય તેમણે કૃષિકર્મ તથા વણજ-વ્‍યાપાર તથા વ્‍યાજવટો એ આદિક જે વૃતિઓ તેમણે કરીને વર્તવું અને જે શૂદ્ર વર્ણ હોય તેમણે બ્રાહ્મણાદિક ત્રણ વર્ણની સેવા કરવી એ આદિક જે વૃતિઓ તેમણે કરીને વર્તવું. (શિક્ષાપત્રી: 90)
સંસ્કારાશ્ચાહ્નિકં શ્રાદ્ધં યથાકાલં યથાધનમ્ ।
સ્વસ્વગૃહ્યાનુસારેણ કર્તવ્યં ચ દ્વિજન્મભિઃ ॥
संस्काराश्चाह्निकं श्राद्धं यथाकालं यथाधनम् ।
स्वस्वगृह्यानुसारेण कर्तव्यं च द्विजन्मभिः ॥
Sanskārāshchāhnikam shrāddham yathākālam yathādhanam |
Swaswagṛuhyānusāreṇ kartavyam cha dvijanmabhihi ||
229
અને જે દ્વિજ હોય તેમણે ગર્ભાધા‍નાદિક સંસ્‍કાર તથા આહ્‍નિક તથા શ્રાદ્ધ એ ત્રણ જે તે પોતાના ગૃહ્ય સૂત્રને અનુસારે કરીને જેવો જેનો અવસર હોય અને જેવી ધનસંપત્તિ હોય તે પ્રમાણે કરવા. (શિક્ષાપત્રી: 91)
અજ્ઞાનાજ્જ્ઞાનતો વાઽપિ ગુરુ વા લઘુ પાતકમ્ ।
ક્વાપિ સ્યાત્તર્હિ તત્પ્રાયશ્ચિત્તં કાર્યં સ્વશક્તિતઃ ॥
अज्ञानाज्ज्ञानतो वाऽपि गुरु वा लघु पातकम् ।
क्वापि स्यात्तर्हि तत्प्रायश्चित्तं कार्यं स्वशक्तितः ॥
Agnānāj-gnānato vā'pi guru vā laghu pātakam |
Kvāpi syāttarhi tatprāyashchittam kāryam swashaktitah ||
230
અને ક્યારેક જાણે અથવા અજાણે જો નાનું મોટું પાપ થઈ જાય તો પોતાની શક્તિ પ્રમાણે તે પાપનું પ્રાયશ્ચિત કરવું. (શિક્ષાપત્રી: 92)
વેદાશ્ચ વ્યાસસૂત્રાણિ શ્રીમદ્ભાગવતાભિધમ્ ।
પુરાણં ભારતે તુ શ્રીવિષ્ણોર્નામસહસ્રકમ્ ॥
वेदाश्च व्याससूत्राणि श्रीमद्भागवताभिधम् ।
पुराणं भारते तु श्रीविष्णोर्नामसहस्रकम् ॥
Vedāshcha vyās-sūtrāṇi shrīmadbhāgavatābhidham |
Purāṇam bhārate tu shrīviṣhṇor-nām-sahasrakam ||
231
અને ચાર વેદ તથા વ્‍યાસસૂત્ર તથા શ્રીમદ્‍ભાગવત નામે પુરાણ તથા મહાભારતને વિષે તો શ્રીવિષ્‍ણુસહસ્રનામ, (શિક્ષાપત્રી: 93)
તથા શ્રીભગવદ્‍ગીતા નીતિશ્ચ વિદુરોદિતા ।
શ્રીવાસુદેવમાહાત્મ્યં સ્કાન્દવૈષ્ણવખણ્ડગમ્ ॥
तथा श्रीभगवद्गीता नीतिश्च विदुरोदिता ।
श्रीवासुदेवमाहात्म्यं स्कान्दवैष्णवखण्डगम् ॥
Tathā shrībhagavad-gītā nītishcha viduroditā |
Shrīvāsudev-māhātmyam skānda-vaiṣhṇav-khaṇḍagam ||
232
તથા શ્રીભગવદ્‌ગીતા તથા વિદુરજીએ કહેલી જે નીતિ તથા સ્‍કંદ પુરાણનો જે વિષ્‍ણુખંડ તેને વિષે રહ્યું એવું જે શ્રીવાસુદેવમાહાત્‍મ્‍ય, (શિક્ષાપત્રી: 94)

Shlok Selection

Shloks Index