ગુણાતીતોક્ષરં બ્રહ્મ ભગવાન્ પુરુષોત્તમઃ।
જનો જાનન્નિદં સત્યં મુચ્યતે ભવ-બંધનાત્॥
ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષરબ્રહ્મ છે. ભગવાન પુરુષોત્તમનારાયણ શ્રીજીમહારાજ છે. જે જન આ સત્ય સિદ્ધાંત જાણે-સમજે છે તે ભવબંધનથી મુક્ત થાય છે.
ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ
ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ।
ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ
ત્વમેવ સર્વં મમ દેવ દેવ॥
તમે જ માતા છો, તમે જ પિતા છો, તમે જ બંધુ છો, તમે જ મિત્ર છો, તમે જ વિદ્યા છો, તમે જ ધન છો, દેવોના દેવ તમે જ મારું સર્વશ્વ છો.
ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ, ગુરુર્દેવો મહેશ્વરઃ।
ગુરુ સાક્ષાત્ પરંબ્રહ્મ, તસ્મૈ શ્રીગુરવે નમઃ॥
દુનિયાનાં દુઃખો દૂર કરવાનો માર્ગ બતાવનાર ગુરુ એ જ બ્રહ્મા, એ જ ગુરુ વિષ્ણુ, એ જ ગુરુ મહાદેવ છે. જ્ઞાન આપનાર ખરા ગુરુ એ જ સાક્ષાત્ પરબ્રહ્મ છે.
ૐ સહનાવવતુ સહ નૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ।
તેજસ્વીનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ।
ૐ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ।
હે પરમાત્મા ! અમારી (ગુરુ-શિષ્ય) બંનેની રક્ષા કરો. અમારા બંનેનું પાલન કરો. અમે સાથે રહી તેજસ્વી-દૈવી કાર્યો કરીએ. અમે કરેલું અધ્યયન તેજસ્વી-દૈવી થાય. એકબીજાનો દ્વેષ ન કરીએ.
સર્વેત્ર સુખિનઃ સન્તુ સર્વે સન્તુ નિરામયાઃ।
સર્વ ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિદ્ દુઃખમાપ્નુયાત્॥
અહીં સર્વે સુખી થાઓ, સર્વે દુઃખ વ્યાધિથી મુક્ત રહો. સર્વે કલ્યાણકારી જોતા થાઓ, કોઈને પણ દુઃખ ન થાઓ.
અતિમનોહરં સર્વસુન્દરં તિલકલક્ષણં ચંચલેક્ષણમ્।
વિબુધવન્દિતં સ્વામિનાથ તે વપુરિહાસ્તુનો નિત્યદર્શને॥
અતિશય મનોહર, બધા કરતાં સુંદર, અંગો ઉપર તિલના ચિન્હોવાળું, ચંચલ દ્રષ્ટિએ યુક્ત, દેવોએ વંદન કરેલું એવું આપનું શરીર હે સ્વામિનાથ! હે મહારાજ! અમારા નિત્યદર્શનમાં રહો.
ધ્યાનમૂલં ગુરોર્મૂર્તિઃ પૂજામૂલં ગુરોઃ પદમ્।
મંત્રમૂલં ગુરોર્વાક્યં મોક્ષમૂલં ગુરોઃ કૃપા॥
ગુરુની મૂર્તિ ધ્યાનનું મૂળ છે, ગુરુના ચરણ પૂજાનું મૂળ છે, ગુરુવાક્ય મંત્રનું મૂળ છે, ગુરુકૃપા મોક્ષનું મૂળ છે.
પત્રં પુષ્પં ફલં તોયં યો મે ભક્ત્યા પ્રયચ્છતિ।
તદહં ભક્ત્યુપહ્યતમ્ અશ્નામિ પ્રયતાત્મનઃ॥
શુદ્ધ ચિત્તવાળો જે ભક્ત પાંદડુ, ફૂલ, ફળ કે પાણી જે કાંઈ પણ મને ભક્તિથી અર્પે છે તે હું પ્રેમથી સ્વીકારું છું.
સર્વધર્માન્ પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ।
અહં ત્વાં સર્વપાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ॥
તારા મનના માનેલા બધા ધર્મોને છોડીને તું મારે એકને શરણે આવ. હું તને સર્વ પાપમાંથી મુક્ત કરીશ અને તને મોક્ષ આપીશ. તું શોક ન કર.
પ્રસંગમજરં પાશમ્ આત્મનઃ કવયો વિદુઃ।
સ એવ સાધુષુ કૃતો મોક્ષદ્વારમપાવૃતમ્॥
જેવો આ જીવને પોતાના આત્મીય સગા-સંબંધીઓ સાથે દ્રઢ પ્રસંગ છે, તેવો જ દ્રઢ પ્રસંગ જો સાધુ સાથે થાય તો તેને મોક્ષનું દ્વાર ઉઘાડું થાય છે.