share

॥ સ્વામીની વાતો ॥

પ્રકરણ: ૬

વાત: ૯૧ થી ૧૦૦

સાધારણ ભક્તનું તો ઠીક છે ને જેને ઉત્તમ થાવું હોય તેને કોઈ પદાર્થમાં જીવ બંધાવા દેવો નહીં ને હેત ન રાખવું, તો નિર્વિઘ્ન ભગવાનના ધામમાં પહોંચાય. અને આ સભા તો અક્ષરધામની છે અને ગોલોક, વૈકુંઠના મુક્ત કસર ટાળવા આંહીં આવે છે. માટે આ તો પુરુષોત્તમ પ્રગટ્યા છે ને તેના સાધુ છે, ત્યાં ખબડદાર થઈને મંડવું; કેમ જે, તે વાત પછી નહીં મળે.

(૬/૯૧)

Becoming an ordinary devotee is good and well, but if someone wants to become the best devotee, then they should not let their jiva attach to any object and not keep affection (toward any object). Then, one can reach the abode of God without any obstacles. This assembly is an assembly of Akshardham. The muktas of Golok and Vaikunth come here to eradicate their shortcomings. Purushottam manifested and this Sadhu is his. With this realization, one should endeavor with awareness, because one will not get to hear this talk afterward.

(6/91)

Sādhāraṇ bhaktanu to ṭhīk chhe ne jene uttam thāvu hoy tene koī padārthmā jīv bandhāvā devo nahī ne het na rākhavu, to nirvighna Bhagwānnā dhāmmā pahochāy. Ane ā sabhā to Akṣhardhāmnī chhe ane Golok, Vaikunṭhnā mukta kasar ṭāḷavā āhī āve chhe. Māṭe ā to Puruṣhottam pragaṭyā chhe ne tenā Sādhu chhe, tyā khabaḍdār thaīne manḍavu; kem je, te vāt pachhī nahī maḷe.

(6/91)

મહારાજ કહેતા જે, “ઇન્દ્રે બ્રાહ્મણ માર્યો તે વાંસે ચાર બ્રહ્મહત્યા વળગી, પછી નારદજીને પૂછ્યું. ત્યારે કહે, ‘તારા ભાઈ વામનજીને તું ભગવાન જાણીને ભજ્ય તો છૂટીશ.’ પછી ભજ્યા એટલે છૂટી.” એમ આ સ્થૂળ દેહનો નાશ થાય છે પણ સૂક્ષ્મ ને કારણ એ બે તો બ્રહ્મહત્યા વળગી છે, તે સાધુને પૂછીને તથા આત્મવિચાર શીખીને મનન કરે તો નાશ થઈ જાય છે. નીકર જ્યાં જાય ત્યાં ભેળી રહે છે અને આ મહારાજનો અવતાર તો મૂળ અજ્ઞાનનો નાશ કરીને બ્રહ્મરૂપ કરવા થયો છે ને બીજે તો બધું ડોળી નાખ્યું છે.

આત્મનિષ્ઠા-બ્રહ્મરૂપ (29.46) / (૬/૯૨)

Maharaj used to say, “When Indra killed a Brahmin, he incurred the sin of killing four Brahmins. Then he asked Naradji how he could atone for it. Naradji said, ‘Know your brother, Vamanji, to be god and offer worship to him, then you will be freed.’ Then he offered worship and was freed.” Thus, the physical body is destroyed, but the subtle and causal, these two bodies, are burdened by Brahmicides. But by asking the Sadhu to show the way, and thinking about the ātmā and contemplating on it, they are destroyed. Otherwise, wherever one goes, the bodies stay together with the ātmā. This avatār of Maharaj is to destroy the root of ignorance and make one brahmarup, while elsewhere everything has been spoilt.

Atmanishtha-Brahmarup (29.46) / (6/92)

Mahārāj kahetā je, "Indre brāhmaṇ māryo te vānse chār brahmahatyā vaḷagī, pachhī Nāradjīne pūchhyu. Tyāre kahe, 'Tārā bhāī Vāmanjīne tu Bhagwān jāṇīne bhajya to chhūṭīsh.' Pachhī bhajyā eṭale chhūṭī." Em ā sthūḷ dehno nāsh thāy chhe paṇ sūkṣhma ne kāraṇ e be to brahmahatyā vaḷagī chhe, te Sādhune pūchhīne tathā ātmavichār shīkhīne manan kare to nāsh thaī jāy chhe. Nīkar jyā jāy tyā bheḷī rahe chhe ane ā Mahārājno avatār to mūḷ agnānno nāsh karīne brahmarūp karavā thayo chhe ne bīje to badhu ḍoḷī nākhyu chhe.

Atmanishtha-Brahmarup (29.46) / (6/92)

એકોતેર ચોકડી રાજ કરીને એક ઇન્દ્ર પડે, એવા ચૌદ ઇન્દ્ર પડે ત્યારે એક દિવસ વૈરાટ બ્રહ્માનો થયો, તેમાં બ્રહ્મા, વિષ્ણુ ને શિવ એ ત્રણ નાશ થાય. માટે એક અક્ષરધામના ધામી જે પુરુષોત્તમ ભગવાન મળ્યા છે તેનું માહાત્મ્ય સમજીને, તેનો જ બ્રહ્મરૂપે કરીને આશરો કરવો ને ત્યાં પૂગવાની રુચિ રાખવી ને એના સાધુને વિષે જીવ બાંધવો. જુઓને, બીજાએ રાસ કર્યો ને આવા સાધુએ તોડાવ્યો, ત્યારે એથી અધિક તો સાધુમાં સામર્થી છે, ત્યારે પુરુષોત્તમની તો વાત જ શી! આ સિદ્ધાંત વાર્તા કહી છે. તે જો નહીં સમજાય તો ખોટ રહી જાશે ને વાંસેથી પસ્તાવો થાશે.

સાધન (16.40) / (૬/૯૩)

An Indra rules for 71 cycles of creation and dissolution. The reign of 14 such Indras equals a day of Vairat Brahmā. After which Shudra Brahmā, Vishnu and Shiv, all three, come to an end. So, develop dislike towards that, understand the glory of Purushottam Bhagwan, the Lord of Akshardham, and in the brahmarup state, seek his refuge and maintain the desire to reach there and attach the jiva to his Sadhu. This talk narrated here is a fact. If it is not understood, deficiencies will remain and one will regret later.

Spiritual Endeavours (16.40) / (6/93)

Ekoter chokaḍī rāj karīne ek Indra paḍe, evā chaud Indra paḍe tyāre ek divas Vairāṭ Brahmāno thayo, temā Brahmā, Viṣhṇu ne Shiv e traṇ nāsh thāy. Māṭe ek Akṣhardhāmnā Dhāmī je Puruṣhottam Bhagwān maḷyā chhe tenu māhātmya samajīne, teno ja brahmarūpe karīne āsharo karavo ne tyā pūgavānī ruchi rākhavī ne enā Sādhune viṣhe jīv bāndhavo. Juone, bījāe rās karyo ne āvā Sādhue toḍāvyo, tyāre ethī adhik to Sādhumā sāmarthī chhe, tyāre Puruṣhottamnī to vāt ja shī! Ā siddhānt vārtā kahī chhe. Te jo nahī samajāy to khoṭ rahī jāshe ne vānsethī pastāvo thāshe.

Spiritual Endeavours (16.40) / (6/93)

સ્ત્રીનો સંગ કરવો ને કામ ઓછો થાશે? વધશે. ખાશું ને સ્વાદ ઓછો થાશે? વધશે. ને હથિયાર બાંધશું ને ક્રોધ ઓછો થાશે? વધશે. તે માટે એનો જોગ ન રાખે તો રહેવાશે, ને શેરડી ઊભી હોય તે જાણીએ થોર ઊભો છે ત્યારે રહેવાય, નીકર મન તો ચાહે તેમ કરાવે. ‘કડે મન મંકોડી થીયે કડે કેસરી સિંહ,’ એમ એકલે ઉપરથી રાખ્યે શું થયું! એ તો બૂડઠૂંઠા અંતરમાંથી પણ કાઢવાં. તે ઉપર બોલ્યા જે, ‘જેમ ઉપરથી મોડતાં વૃક્ષ,3 લાગે પત્ર તેનાં બીજાં લક્ષ.’

પંચવિષય-વાસના-વ્યસન (8.39) / (૬/૯૪)

૧. ક્યારેક.

૨. ખેતરમાં બોરડીને ખેડૂત કોદાળીથી ખોદી કાઢે છે. છતાં જો ઊંડે મૂળ રહી જાય તો હળ ચલાવતાં તે ભરાઈ જાય ને બળદને આંચકો લાગે, ક્યારેક વધુ પડતાં બળ કરતાં બળદને કાંધ આવી જાય અને દુઃખી થાય. આ મૂળિયાંને ખેડૂતો ‘બૂડઠૂંઠા’ કહે છે.

૩. વૃક્ષ ઉપરની ડાળીઓ કાપી નાખવામાં આવે તો બીજી અનેક ડાળીઓ તેને ફૂટે છે ને લાખો પાંદડાં આવે છે.

By associating with women, will lust decrease? It will increase. By eating, will desire for tasty foods decrease? It will increase. If one keeps a weapon, will anger decrease? It will increase. Therefore, by not keeping their contact, one can remain unattached. If sugarcane (i.e. material pleasures) is seen standing and believed to be a cactus (i.e. of no real value), then one can resist; otherwise, the mind can make one do as it wishes. ‘Sometimes the mind becomes like an ant1 and sometimes like a lion.’ So, what is achieved by merely resisting superficially. Those deep roots of strong desire2 have to be removed even from within. On this, Swami said, “Jem uparthi modtā vruksh, lāge patra tenā bijā laksh – By cutting the branches of a tree from the top, still more branches and leaves will sprout.”

Material Pleasures-Desires-Addictions (8.39) / (6/94)

1. That is, of limited strength.

2. When wild growth is cleared in farmland, the soil has to be dug deep to remove all the deep roots. Otherwise, the wild plants will regrow.

Strīno sang karavo ne kām ochho thāshe? Vadhashe. Khāshu ne svād ochho thāshe? Vadhashe. Ne hathiyār bāndhashu ne krodh ochho thāshe? Vadhashe. Te māṭe eno jog na rākhe to rahevāshe, ne sheraḍī ūbhī hoy te jāṇīe thor ūbho chhe tyāre rahevāy, nīkar man to chāhe tem karāve. 'Kaḍe1 man makoḍī thīye kaḍe kesarī sinha,' em ekale uparthī rākhye shu thayu! E to būḍṭhūnṭhā2 antarmāthī paṇ kāḍhavā. Te upar bolyā je, 'Jem uparthī moḍatā vṛukṣha,3 lāge patra tenā bījā lakṣha.'

Material Pleasures-Desires-Addictions (8.39) / (6/94)

1. Kyārek.

2. Khetarmā boraḍīne kheḍūt kodāḷīthī khodī kāḍhe chhe. Chhatā jo ūnḍe mūḷ rahī jāy to haḷ chalāvatā te bharāī jāy ne baḷadne ānchako lāge, kyārek vadhu paḍatā baḷ karatā baḷadne kāndh āvī jāy ane dukhī thāy. Ā mūḷiyāne kheḍūto ‘būḍṭhūṭhā’ kahe chhe.

3. Vṛukṣha uparnī ḍāḷīo kāpī nākhavāmā āve to bījī anek ḍāḷīo tene fūṭe chhe ne lākho pāndaḍā āve chhe.

મોરે તો જેમ તીરમાંથી બાણ નીસરે એમ સાધુએ દાખડા કર્યા છે, હવે કાંઈ કરવું નથી; ને હવે તો એનું ફળ દેવું છે ને વૈરાગ્ય, ધર્મ, આત્મનિષ્ઠા ને ઉપાસના સર્વે જેમ છે તેમ કહેવું છે ને જ્ઞાન આપવું છે, કેમ જે, દેહ ન રહે તો પછી તો શું થાય! ને આ કઠોદર થયું હતું તથા સંવત ૧૯૧૯માં મંદવાડ પણ આવ્યો હતો એ ત્રણે વાર દેહ રહે એવું નહોતું, ને સંવત્ ૧૮૯૬ની સાલમાં કઠોદર થયું હતું તે દિવસની આવરદા તો છે નહીં. ચિરંજીવી જેવું થયું છે. માટે જેમ મહારાજે છેલ્લી વાર આઠ મહિના રાખીને જ્ઞાન આપ્યું, એમ અમારે બાર મહિના રાખીને કથા કરાવવી છે, તે અચિંત્યાનંદ બ્રહ્મચારીવાળા ગ્રંથની કરાવીને ઓણ જ્ઞાન આપવું છે.

ગુણાતીતાનંદ સ્વામીનું પ્રભાવશાળી વ્યક્તિત્વ (50.37) / (૬/૯૫)

૧. શ્રીહરિલીલાકલ્પતરુ.

Previously, just like an arrow flying out from a bow, sadhus have made tremendous efforts. Now I do not want to do anything. I want to give the fruits of this, describe detachment, dharma, ātmā-realization and upāsanā as they really are and give spiritual wisdom. Since, what can be done if the body does not survive? This ascites that I suffered from, and also in the illnesses I had in Samvat 1919 (1863 CE), all three times, it seemed this body would not remain. In Samvat 1896 (1840 CE), I had developed ascites; and from that day, I have had no lifespan (yet I live). It is like living forever. Similarly, just as Maharaj during his last eight months kept us near him and gave spiritual wisdom, I also want to keep you for twelve months and arrange spiritual discourses. So, I will arrange discourses on the scripture by Achintyanand Brahmachari (Harililakalpataru) to give spiritual wisdom in this year.

Gunatitanand Swami's Impressive Personality (50.37) / (6/95)

More to jem tīrmāthī bāṇ nīsare em sādhue dākhaḍā karyā chhe, have kāī karavu nathī; ne have to enu faḷ devu chhe ne vairāgya, dharma, ātmaniṣhṭhā ne upāsanā sarve jem chhe tem kahevu chhe ne gnān āpavu chhe, kem je, deh na rahe to pachhī to shu thāy! Ne ā kaṭhodar thayu hatu tathā Samvat 1919mā mandavāḍ paṇ āvyo hato e traṇe vār deh rahe evu nahotu, ne Samvat 1896nī sālmā kaṭhodar thayu hatu te divasnī āvardā to chhe nahī. Chiranjīvī jevu thayu chhe. Māṭe jem Mahārāje chhellī vār āṭh mahinā rākhīne gnān āpyu, em amāre bār mahinā rākhīne kathā karāvavī chhe, te Achintyānand Brahmachārīvāḷā granthnī1 karāvīne oṇ gnān āpavu chhe.

Gunatitanand Swami's Impressive Personality (50.37) / (6/95)

1. Shrīharilīlākalpataru.

મંદિરમાં બીજાં માણસ ભલે હોય પણ એક માણસને ઉદ્વેગ કરે ને ધન, સ્ત્રીનો પ્રસંગ રાખે તેને તો ન જાય તો પણ કાઢી મૂકવો, અને મહારાજને એક રહેણીએ રહીને જે મરે તે બહુ ગમે; કેમ જે, ભાવ ફરી જાય. માટે સાધુને વિષેથી ને ભગવાનને વિષેથી તે ભાવ ફરવા ન દેવો, મરને થોડું કરવું.

ભગવાનના સ્વરૂપમાં દિવ્યભાવ અને મનુષ્યભાવ (44.25) / (૬/૯૬)

Let other people remain in the mandir, but if a person causes trouble and keeps the association of money and women, then, even if he does not go, he should be expelled. Maharaj likes it very much if one lives consistently throughout life; since, then the inner faculties are transformed. Therefore, do not let your feelings towards the Sadhu and God change. Even if you do only a little.

Perceiving Divine and Human Traits (44.25) / (6/96)

Mandirmā bījā māṇas bhale hoy paṇ ek māṇasne udveg kare ne dhan, strīno prasang rākhe tene to na jāy to paṇ kāḍhī mūkavo, ane Mahārājne ek raheṇīe rahīne je mare te bahu game; kem je, bhāv farī jāy. Māṭe sādhune viṣhethī ne Bhagwānne viṣhethī te bhāv faravā na devo, marane thoḍu karavu.

Perceiving Divine and Human Traits (44.25) / (6/96)

“આત્મારૂપ થાવું, તેમાં ઉત્તમ ભોગને વિષે રાગ છે એ પણ વિઘ્ન છે. વૈરાગ્ય, ધર્મ, માહાત્મ્યે સહિત ભક્તિ ને આત્મનિષ્ઠા એ સમજ્યે જ છૂટકો છે અને મહારાજ કહે, ‘નાહી-ધોઈને પૂજા કરવી પણ મળમૂત્ર ભર્યા ન કરવી,’ પણ આપણને એમ સમજાતું નથી.” તે ઉપર અમદાવાદનું બીજું વચનામૃત વંચાવ્યું ને કહ્યું જે, “તે પ્રમાણે કરવું ને બધા વચનામૃતમાં કહેતા તો ગયા છે જે, સાધુ, પુરુષોત્તમ ને આત્મનિષ્ઠા જેમ સોય વાંસે દોરો સોંસરો ચાલ્યો આવે તેમ રહસ્ય કહેતા આવ્યા છે, તે પ્રમાણે સમજવું. ને ઉપરથી ‘સ્વામિનારાયણ, સ્વામિનારાયણ’ ભજન કરવું, તે કંઠમાં કરવું, હૃદયમાં કરવું ને જીવમાં કરવું; જ્યાં થાય ત્યાં કરવું ને જોતે જોતે ભગવાન સામું જોઈ રહેવું, તે દેખાશે, જેમ ચકમક પાડે ત્યારે માંહી અગ્નિ છે તે ઓલ્યા સૂતરમાં આવે છે,” એમ દૃષ્ટાંત દીધું.

આત્મનિષ્ઠા-બ્રહ્મરૂપ (29.47) / (૬/૯૭)

૧. પહેલાના વખતમાં અગ્નિ પેટાવવા ચકમક નામના બે પથ્થરને ઘસવામાં આવતા. તેમાંથી તણખા ઝરે. તે એકાદ તણખો રૂ કે સૂતરને લાગી જાય તો અગ્નિ ચેતી જતો.

Become ātmārup. In this, desires for the best material pleasures are also an obstacle. There is no alternative but to practice detachment, dharma, devotion with an understanding of God’s glory and ātmā-realization. And Maharaj says one should offer worship after bathing and washing1 but not when one is unclean. But we do not understand this. On this, he had Vachanamrut Ahmedabad-2 read and said, “Do like that and in all the Vachanamruts Maharaj has talked of the Sadhu, Purushottam and ātmā-realization. Just as a thread follows the needle, similarly, he has described the essence. Understand in the way he has explained; and on top of this, chant ‘Swaminarayan, Swaminarayan’ with deep devotion. Wherever it can be chanted, chant it and keep looking at God and you will see him. Just as when two stones are rubbed and the fire within them lights the string.”

Atmanishtha-Brahmarup (29.47) / (6/97)

1. ‘Offer worship after bathing and washing’ means that one should offer devotion to God, free from the dirt of material desires (Vachanamrut Ahmedabad-2).

"Ātmārūp thāvu, temā uttam bhogne viṣhe rāg chhe e paṇ vighna chhe. Vairāgya, dharma, māhātmye sahit bhakti ne ātmaniṣhṭhā e samajye ja chhūṭako chhe ane Mahārāj kahe, 'Nāhī-dhoīne pūjā karavī paṇ maḷmūtra bharyā na karavī,' paṇ āpaṇne em samajātu nathī." Te upar Amdāvādnu Bīju Vachanāmṛut vanchāvyu ne kahyu je, "Te pramāṇe karavu ne badhā Vachanāmṛutmā kahetā to gayā chhe je, Sādhu, Puruṣhottam ne ātmaniṣhṭhā jem soy vānse doro sonsaro chālyo āve tem rahasya kahetā āvyā chhe, te pramāṇe samajavu. Ne uparthī Swāminārāyaṇ, Swāminārāyaṇ bhajan karavu, te kanṭhmā karavu, hṛudaymā karavu ne jīvmā karavu; jyā thāy tyā karavu ne jote jote Bhagwān sāmu joī rahevu, te dekhāshe, jem chakmak pāḍe tyāre māhī agni chhe te olyā sūtarmā āve chhe,"1 em draṣhṭānt dīdhu.

Atmanishtha-Brahmarup (29.47) / (6/97)

1. Pahelānā vakhatmā agni peṭāvavā chakmak nāmnā be paththarne ghasavāmā āvatā. Temāthī taṇakhā zare. Te ekād taṇakho rū ke sūtarne lāgī jāy to agni chetī jato.

અહો! આ સાધુ સાથે સૌને હેત છે ને આપણને એનો જોગ છે ત્યાં ખોટ નથી ટળતી ત્યારે પછી તો ખાવું, ખાટલો ને ખાડો એ ત્રણ વાત થાશે ને બીજી વાતું થાશે પણ આવી વાતું નહીં થાય; માટે પછી પસ્તાવો થાશે. ને સ્ત્રી-દ્રવ્યનો જોગ કરવો નહીં; કેમ જે, જોગ થયે ઠા રહેતો નથી. તે ઉપર ગોર ને જજમાનની દીકરીની વાત કરી દેખાડી, ને ભટ્ટજીએ ઘોડી બેસવા આપી, તે બીજી બાઈએ કહ્યું જે, “જુવાનને દીધી પણ ઘરડાને કોણ દે?” પછી ભેળું ચાલવાના હરામના સમ ખાધા.

પંચવિષય-વાસના-વ્યસન (8.40) / (૬/૯૮)

૧. આહાર, નિદ્રા ને જાજરે જવું.

૨. એક ગોર યજમાનની દીકરીને તેને ઘેર મૂકવા જતો હતો. બાઈ પાસે છોકરું હતું. તેથી ઘરેણાંની પોટલી તેણે ગોરને ઉપાડવા આપી. રસ્તે ચાલતા ગોરની બુદ્ધિ ઘરેણાં પચાવી પાડવાની થઈ. તેથી નજીકને કૂવે બાઈને પાણી ભરવા મોકલી. બાઈ છોકરાને થાળામાં બેસાડી પાણી સિંચવા લાગી; તેવામાં ગોરે આવી પાછળથી ધક્કો માર્યો. બાઈ કૂવામાં પડી, પણ ત્યાં ઝાડના એક મૂખને વળગી રહી. તેથી ગોરનું ધાર્યું થયું નહીં. એટલે એક મોટો પથ્થર માથે નાખવા ધારી પથ્થર ઉપાડવા ગયો. તેવામાં નીચેથી એક સર્પ કરડ્યો. એથી ગોર મૃત્યુ પામ્યો. બાઈ કૂવામાંથી પોતાને કાઢવા માટે બૂમો નાખતી હતી. તેથી થાળામાં બેઠેલું બાળક કૂવા તરફ જાય, પણ પેલો સર્પ સામો ફૂંફાડો મારી તેને જવા દેતો નહોતો. તેવામાં કોઈ એક સવાર આવ્યો, તેણે તે બાઈને બહાર કાઢી અને ઘરેણાં સાથે તેને ઘેર પહોંચાડી.

૩. મયારામ ભટ્ટ સંઘ કાઢીને ગઢડે જતા હતા. ત્યાં રસ્તામાં એક બાઈ થાકી ગઈ. ભટ્ટજીએ પોતાની ઘોડી તેને બેસવા આપી હતી.

Everyone has affection for this Sadhu and we have his association. If one’s faults are not overcome in his presence, then to eat, sleep and eliminate waste will be the three things that remain. Other talks will take place but these types of spiritual talks will not take place. So, there will be regret later. And do not associate with women or wealth, since when association occurs, control does not remain. On this, he described the story of the Brahmin and the daughter of his sponsor.1 Bhattji2 sat a young woman on his horse. So another woman said, “He gave his seat to a young woman, but who would give to the old?” Then, he vowed not to walk with them.

Material Pleasures-Desires-Addictions (8.40) / (6/98)

1. A Brahmin was taking the daughter of his sponsor back to her home. She had a child with her. So she gave the ornaments bundle to the Brahmin to carry. On the way, the Brahmin decided to steal the ornaments. So, he sent the woman to a nearby well to get water. She sat the child on the side and began drawing water. The Brahmin stealthily came up behind her and pushed her in. Luckily, she caught hold of a branch on the side of the well and was saved from drowning. So the Brahmin picked up a big stone to throw at her. But, a snake suddenly appeared from below the stone and bit him. The Brahmin died. The woman shouted for help to be rescued from the well but the snake prevented the child from looking in. Meanwhile, a caravan party arrived, rescued her and took her safely home.

2. Mayaram Bhatt was taking a group of pilgrims to Gadhada. On the way, a young woman got tired. So Bhattji gave her his horse to ride.

Aho! Ā Sādhu sāthe saune het chhe ne āpaṇne eno jog chhe tyā khoṭ nathī ṭaḷatī tyāre pachhī to khāvu, khāṭalo ne khāḍo1 e traṇ vāt thāshe ne bījī vātu thāshe paṇ āvī vātu nahī thāy; māṭe pachhī pastāvo thāshe. Ne strī-dravyano jog karavo nahī; kem je, jog thaye ṭhā raheto nathī. Te upar gor ne jajmānnī dīkarīnī vāt2 karī dekhāḍī, ne Bhaṭṭajīe ghoḍī besavā āpī,3 te bījī bāīe kahyu je, "Juvānne dīdhī paṇ gharaḍāne koṇ de?" Pachhī bheḷu chālavānā harāmnā sam khādhā.

Material Pleasures-Desires-Addictions (8.40) / (6/98)

1. Āhār, nidrā ne jājare javu.

2. Ek gor yajmānnī dīkarīne tene gher mūkavā jato hato. Bāī pāse chhokaru hatu. Tethī ghareṇānī poṭalī teṇe gorne upāḍvā āpī. Raste chālatā gornī buddhi ghareṇā pachāvī pāḍavānī thaī. Tethī najīkne kūve bāīne pāṇī bharavā mokalī. Bāī chhokarāne thāḷāmā besāḍī pāṇī sinchavā lāgī; tevāmā gore āvī pāchhaḷthī dhakko māryo. Bāī kūvāmā paḍī, paṇ tyā zāḍnā ek mūkhane vaḷagī rahī. Tethī gornu dhāryu thayu nahī. Eṭale ek moṭo paththar māthe nākhavā dhārī paththar upāḍavā gayo. Tevāmā nīchethī ek sarp karaḍyo. Ethī gor mṛutyu pāmyo. Bāī kūvāmāthī potāne kāḍhavā māṭe būmo nākhatī hatī. Tethī thāḷāmā beṭhelu bāḷak kūvā taraf jāy, paṇ pelo sarp sāmo fūnfāḍo mārī tene javā deto nahoto. Tevāmā koī ek savār āvyo, teṇe te bāīne bahār kāḍhī ane ghareṇā sāthe tene gher pahochāḍī.

3. Mayārām Bhaṭṭa sangh kāḍhīne Gaḍhaḍe jatā hatā. Tyā rastāmā ek bāī thākī gaī. Bhaṭṭajīe potānī ghoḍī tene besavā āpī hatī.

મયારામ ભટ્ટને હાટ માંડવું હતું, તેનું લેખું કરવા બેઠા ત્યાં તો સવાર થઈ ગયું. પછી તો જળ મૂક્યું જે, હજી હાટ માંડ્યું નથી ત્યાં જ નિદ્રા ગઈ, તો માંડશું ત્યારે શું થાશે? માટે એ તો દીર્ઘદર્શી એટલે વિચારીને એ મારગે ન જ ચાલ્યા. ને આપણે તો એકાંતમાં સ્ત્રી ભેળું રહેવું નહીં, ને એકલી સ્ત્રી હોય ત્યાં ઉઘરાણીએ ન જાવું, ને ભારો ન ચડાવવો, કેમ જે, એ સર્વમાં કલંક લાગે છે ને કાળાખરિયું આવે છે. તે ઉપર વચનામૃત જે, મુક્તાનંદ સ્વામી જેવો હોય ને તેને જોગ થાય તો ઊતરતા જેવો રહે કે ન રહે એમાં પણ સંશય છે. ત્યારે આપણો શો ભાર?

જેહિ મારુત ગિરિ મેરુ ઉડાઈ, કહો તુળ કહા લેખા માંઈ,

હો મન હરનાં ત્રિય બનમેં નહીં ચરનાં.

એમ બોલ્યા. આ દેશકાળની વાત કરી તે વિચારીને પગ ભરજો. મોટા સાધુ હોય ત્યાં તો એ કહે પછી આ વિચારજો; નીકર ઠા નહીં રહે. ને અમારે તો છેલ્લી વારે હવે દિવાળી સુધી સાધુને રાખીને વાતું જ કહેવી છે; પછી દેહ રહો કે ન રહો પણ ભગવાનના સ્વરૂપ સંબંધી જ્ઞાન આપીને સુખિયા કરવા છે. ત્યાગ કરે એ ત્યાગી કહેવાય ને જેણે પદાર્થ રાખ્યા તે મોટા મોટામાં પણ છિદ્ર ઉઘાડાં થયાં ને રૂપિયા નીકળ્યા. તે માટે ધર્મામૃત, શિક્ષાપત્રી ને નિષ્કામશુદ્ધિ એ ત્રણ ગ્રંથ પ્રમાણે રહેવું ને પાળવું. આ તો કોણ જાણે કેમ રહેવાણું છે, તે તો સારો જોગ છે ને વળી જે પદાર્થ જોઈએ તે પદાર્થ કોઠારેથી અપાવીએ છીએ તેણે કરીને રહે છે. માટે ત્યાગ પાળવો એ કાંઈ મીઠો નથી, કડવો છે. મહારાજ પાસે જાવું હોય તો વચનમાં રહેવું. તે એક સાધુએ સ્વપ્નનો ઉપવાસ ન કર્યો, ત્યારે મહારાજે ઠોંટ મારીને કહ્યું જે, “આ કર્યું તે તેં મારી જીભ ઉપર પગ દીધો ને આ તો તું મારો છો તેથી તને આમ કહું છું પણ બીજાને ન કહું.” પછી તાવ આવ્યો તે ત્રીસ ઉપવાસ થયા. અને એક જણે જાગરણ ન કર્યું, ને વળતે દિવસે સાંજે વીંછીએ ફટકાવ્યો, તે રાત આખી જાગવું પડ્યું, એમ વચનનું છે.

ધર્મ-નિયમમાં દ્રઢતા (15.25) / (૬/૯૯)

૧. માણાવદરના મયારામ ભટ્ટ તથા ગોવિંદરામ એ બંને ભાઈની આ વાત છે.

૨. ગામડામાં સ્ત્રી ખેતરે એકલી ઘાસ લેવા જાય. એ ઘાસનો ભાર માથે મુકાવવા માટે રસ્તા પર જતા વટેમાર્ગુને બોલાવે. તેવા એકાંતમાં કલંક લાગવાને ભય છે.

૩. પ્રલયકાળનો પવન ફૂંકાય ત્યારે મેરુ જેવો પર્વત પણ મૂળમાંથી ઊખડી ફેંકાઈ જાય. પછી તુળ-ઘાસ-પાંદડાં શા લેખામાં? માટે, હે મનરૂપી હરણ! સ્ત્રીરૂપી વનમાં ચરવા જવું નહીં.

Mayaram Bhatt wanted to start selling vegetables. He sat to calculate the expense versus income till morning (i.e. he spent the whole night on just calculations). So, he vowed not to start, since before even starting, he lost sleep, so what would happen afterward? He had foresight into this matter so he thoughtfully decided against walking on that path.

One should not stay with women in solitude. And where there is only a woman, one should not go to collect dues, help her to lift heavy loads, etc., since all this will taint one1 and one’s name will be blackened. Also, in the Vachanamrut it is said that even if a person is like Muktanand Swami and he becomes associated with women then it is doubtful whether he will remain even like the lowest. Then what can be said of others? Swami said,

Jehi mārut giri Meru udai, kaho tul kahā lekhā mai,

Ho man harnā triya banme nahi charnā.2

Act only after considering this talk on place and time. Where there is a great Sadhu, think after he has spoken to you – otherwise you will be nowhere. And now for the last time, I want to keep the sadhus here in Junagadh until Diwali and talk to them. Then, whether this body remains or not is not guaranteed, but I want to give spiritual knowledge related to the form of God and make them happy. One who renounces is called a renunciant, and for even those seniors who have kept objects, such faults have become known and money has been found in their chests. Therefore, live as per the three scriptures – Dharmamrut, Shikshapatri and Nishkam Shuddhi – and observe them in daily life. Who knows how they have been able to stay – it is that this is good company and also whatever things are needed, they are provided from the mandir stores. Because of this, they have remained here. Therefore, to practice renunciation is not easy, it is very difficult. If you want to go to Maharaj, then stay and observe the rules. One sadhu did not observe a fast for a bad dream, then Maharaj slapped him and said, “You broke this rule so you have stepped on my tongue.” Then the Sadhu developed such a fever that he had to observe 30 fasts. And one person did not stay awake on night duty and the next night a scorpion stung him, so he had to stay awake the whole night. That is the way with the observance and non-observance of commands.

Resolute Observance of Dharma and Codes of Conduct (15.25) / (6/99)

1. In villages, women go to the farm to collect grass. To place the bundle on her head, a woman calls a passer-by to help. In isolated places, one is likely to be tainted even by such innocent acts.

2. When the wind of (final) destruction blows, even mountains like Meru are uprooted. What then can be said of the trees, grass and leaves? So, O mind in the form of a deer! It is not wise to graze in the forest in the form of women.

Mayārām Bhaṭṭane hāṭ mānḍavu hatu,1 tenu lekhu karavā beṭhā tyā to savār thaī gayu. Pachhī to jaḷ mūkyu je, hajī hāṭ mānḍyu nathī tyā ja nidrā gaī, to mānḍashu tyāre shu thāshe? Māṭe e to dīrghadarshī eṭale vichārīne e mārge na ja chālyā. Ne āpaṇe to ekāntmā strī bheḷu rahevu nahī, ne ekalī strī hoy tyā ugharāṇīe na jāvu, ne bhāro na chaḍāvavo,2 kem je, e sarvamā kalank lāge chhe ne kāḷākhariyu āve chhe. Te upar Vachanāmṛut je, Muktānand Swāmī jevo hoy ne tene jog thāy to ūtartā jevo rahe ke na rahe emā paṇ sanshay chhe. Tyāre āpaṇo sho bhār?
Jehi mārut Giri Meru uḍāī, kaho tuḷ kahā lekhā mānī,
Ho man haranā triy banme nahī charanā.
3
Em bolyā. Ā desh-kāḷnī vāt karī te vichārīne pag bharajo. Moṭā Sādhu hoy tyā to e kahe pachhī ā vichārjo; nīkar ṭhā nahī rahe. Ne amāre to chhellī vāre have Diwāḷī sudhī sādhune rākhīne vātu ja kahevī chhe; pachhī deh raho ke na raho paṇ Bhagwānnā swarūp sambandhī gnān āpīne sukhiyā karavā chhe. Tyāg kare e tyāgī kahevāy ne jeṇe padārth rākhyā te moṭā moṭāmā paṇ chhidra ughāḍā thayā ne rūpiyā nīkaḷyā. Te māṭe Dharmāmṛut, Shikṣhāpatrī ne Niṣhkāmshuddhi e traṇ granth pramāṇe rahevu ne pāḷavu. Ā to koṇ jāṇe kem rahevāṇu chhe, te to sāro jog chhe ne vaḷī je padārth joīe te padārth koṭhārethī apāvīe chhīe teṇe karīne rahe chhe. Māṭe tyāg pāḷavo e kāī mīṭho nathī, kaḍavo chhe. Mahārāj pāse jāvu hoy to vachanmā rahevu. Te ek sādhue swapnano upavās na karyo, tyāre Mahārāje ṭhonṭ mārīne kahyu je, "Ā karyu te te mārī jībh upar pag dīdho ne ā to tu māro chho tethī tane ām kahu chhu paṇ bījāne na kahu." Pachhī tāv āvyo te trīs upavās thayā. Ane ek jaṇe jāgaraṇ na karyu, ne vaḷate divase sānje vīnchhīe faṭakāvyo, te rāt ākhī jāgavu paḍyu, em vachannu chhe.

Resolute Observance of Dharma and Codes of Conduct (15.25) / (6/99)

1. Māṇāvadarnā Mayārām Bhaṭṭa tathā Govindrām e banne bhāīnī ā vāt chhe.

2. Gāmḍāmā strī khetare ekalī ghās levā jāy. E ghāsno bhār māthe mukāvavā māṭe rastā par jatā vaṭemārgune bolāve. Tevā ekāntmā kalank lāgavāne bhay chhe.

3. Pralaykāḷno pavan fūnkāy tyāre Meru jevo parvat paṇ mūḷmāthī ūkhaḍī fenkāī jāy. Pachhī tuḷ-ghās-pāndaḍā shā lekhāmā? Māṭe, he manrūpī haraṇ! Strīrūpī vanmā charavā javu nahī.

મોલનું બળ ત્યાં લગી જ્યાં લગી નથી ખવાણો ખડજમાં,

તેમ હરિજનનું બળ ત્યાં લગી જ્યાં લગી નથી આવ્યો વિમુખની વડજમાં.૩, ૪

એમ બોલ્યા જે દેશકાળ વિચારજો. આ લોકમાં પોતાનું સુધારતાં કોઈને આવડતું નથી ને જો કાળ પડે તો માણસ માણસને ને છોકરાંને કરડી ખાય, તે ઓગણોતેરામાં નજરે દીઠાં, તે માટે હવેલી કે રૂપિયા કાંઈએ કામ નથી આવતા. દાણા સંઘરવા તે આંતરવસુ રાખવા, તે શિક્ષાપત્રીમાં પણ કહ્યું છે તે પ્રમાણે રહેવું તો મોક્ષમાં વિઘ્ન ન આવે, એમ ઉપાય કરવો; કેમ જે રોટલા વગર દેહ રહે નહીં; એટલે ભગવાન ભજાય નહીં.

પ્રકીર્ણ (52.20) / (૬/૧૦૦)

૧. વાવેલું અનાજ.

૨. ફાલતુ ઘાસમાં.

૩. યોગમાં, સંબંધમાં.

૪. વચનવિધિમાં આ પ્રકારની કડી કડવું ૧૭માં મળે છે:

વાવ્યો મોલ સારો ત્યાં લગી, જ્યાં લગી નથી ખવાણો ખડજમાં ॥

તેમ ભક્તની ભલાઈ ત્યાં લગી, જ્યાં લગી ના’વ્યો વિમુખની વડજમાં ॥૬॥

૫. બે મોસમ વચ્ચે, અર્થાત્ એક મોસમનું અનાજ ઘરના સભ્યોની આવશ્યકતા મુજબ બીજી મોસમ સુધી સંઘરી રાખવું.

Molnu bal tyā lagi, jyā lagi nathi khavāno khadajmā;

Tem Harijannu bal tyā lagi, jyā lagi nathi āvyo vimukhni vadajmā.1

Swami said that one should think about the prevailing time and place. In this world no one knows how to improve oneself; and if there is a famine, men will kill and eat other people and children. In the famine of Samvat year 1869 (1813 CE), I had seen this with my own eyes. For this, huge mansions or money are of no use. Stock grains in between the two seasons – this has also been stated in the Shikshapatri – and live accordingly. Then there will be no hindrance on the path of moksha. Do things as per this method. Since, without food the body does not survive, and so God cannot be worshipped.

Miscellaneous (52.20) / (6/100)

1. Planted crops will grow until wild grass and weeds encroach; Similarly, a devotee will remain strong until he comes into contact with a vimukh (atheist) person.

Similar verse is found in the Vachan Vidhi - Kadavu 17:

Vāvyo mol sāro tyā lagī, jyā lagī nathī khavāṇo khaḍajmā ||

Tem bhaktanī bhalāī tyā lagī, jyā lagī nā’vyo vimukhnī vaḍajmā ||6||

Molnu1 baḷ tyā lagī jyā lagī nathī khavāṇo khaḍajmā,2
Tem harijannu baḷ tyā lagī jyā lagī nathī āvyo vimukhnī vaḍajmā.3

Em bolyā je desh-kāḷ vichārjo. Ā lokmā potānu sudhārtā koīne āvaḍtu nathī ne jo kāḷ paḍe to māṇas māṇasne ne chhokarāne karaḍī khāy, te Ogaṇoterāmā najare dīṭhā, te māṭe havelī ke rūpiyā kāī e kām nathī āvatā. Dāṇā sangharvā te āntarvasu4 rākhavā, te Shikṣhāpatrīmā paṇ kahyu chhe te pramāṇe rahevu to mokṣhamā vighna na āve, em upāy karavo; kem je roṭalā vagar deh rahe nahī; eṭale Bhagwān bhajāy nahī.

Miscellaneous (52.20) / (6/100)

1. Vāvelu anāj.

2. Fālatu ghāsmā.

3. Yogmā, sambandhmā.

4. Vachan Vidhimā ā prakārnī kaḍī Kaḍavu 17mā maḷe chhe:

Vāvyo mol sāro tyā lagī, jyā lagī nathī khavāṇo khaḍajmā ||

Tem bhaktanī bhalāī tyā lagī, jyā lagī nā’vyo vimukhnī vaḍajmā ||6||

5. Be mosam vachche, arthāt ek mosamnu anāj gharnā sabhyonī āvashyaktā mujab bījī mosam sudhī sangharī rākhavu.

Vat Selection

sort Prakarans Categories
Go to: arrow_circle_right
loading