share

॥ સ્વામીની વાતો ॥

પ્રકરણ: ૬

વાત: ૮૧ થી ૯૦

ભગવાન ભજવામાં વિઘ્ન કરનારાની વિક્તિ જે, એક તો લોક, બીજાં સગાં, બાયડી, છોકરાં, માબાપ, રૂપિયા ને દેહ એ સર્વે છે. તે જો બળિયો મુમુક્ષુ હોય તો ન ગણે, પણ આ અંતઃકરણ ઇન્દ્રિયો રૂપે જે માયા છે તે બહુ કઠણ છે, તે અનંત ભાતે કરીને ફેર પડાવી નાખે. માટે તેને ન માનીને તેનો નિષેધ કરે ને આત્મનિષ્ઠ થાય ત્યારે સુખે ભજન કરવા દે છે, નીકર તો વાસના રહી જાય તે સો વરસે કે હજાર વરસે બાયડી જોઈએ. તે ઉપર સૌભરિ આદિકનાં દૃષ્ટાંત દીધાં. તે વાસના હોય તો ભગવાન તેડી તો જાય પણ અહિલાવ્રત ખંડમાં મૂકે છે. તે ઉપર લવાનું કહ્યું જે, મહારાજ તેડવા આવ્યા ત્યારે કહ્યું જે, “હમણાં તો મેં કરકું કર્યું છે તે નહીં આવું” એમ થાય છે, એ જાત જ એવી છે, તેનો કોઈ પ્રકારે વિશ્વાસ કરવો નહીં. કેમ જે, ‘મસાણના લાડવામાં એલચીનો ગંધ હોય જ નહીં’, એ તો સ્થાન જ એવાં છે.

‘રહો તો રાજા રસોઈ કરું, જમતા જાઓ જોગીરાજજી,

ખીર નિપજાવું ક્ષણ એકમાં.’

એણે એમ વિચાર્યું જે, “ખીર ખવરાવું તે હજાર બાયડી હૈયામાં ભરાઈ જાય.” એનો એવો ઠરાવ ને ઓલ્યાનો એમ જે,

‘આહાર કારણે ઊભો રહે, કરી એકની આશજી,

તે જોગી નહીં ભોગી જાણવો, અંતે થાશે વિનાશજી.’

માટે એનું કોઈ વાતે ન માનવું. એ વાતનો કતોહળ તો પ્રકૃતિપુરુષ સુધી છે ને બદરિકાશ્રમ ને શ્વેતદ્વીપ એ બેમાં નહીં; ને બાકી વૈકુંઠલોકમાં કામ, ક્રોધ છે એમ કહેવાય ને ન પણ કહેવાય. ક્રોધે રાધિકાજી પડી ગયાં. ને આપણા અંતર સામું જુઓ તો પંચવિષયના જ સંકલ્પ હશે, તે તો જ્યારે મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, કૃપાનંદ સ્વામી ને સ્વરૂપાનંદ સ્વામી એ ચાર સાધુ ભેળા રાત્રિપ્રલય સુધી રહીએ ત્યારે સત્સંગી થવાય.

પંચવિષય-વાસના-વ્યસન (8.38) / (૬/૮૧)

૧. માત્ર વાયુ ભક્ષણનું વ્રત જ્યાં છે તે ખંડ; પૃથ્વીથી જુદો લોક.

૨. માણસ મરી જાય ત્યારે તેની નનામી નીકળે છે. પાછળ એક ડાઘુ ટોપલો લઈ મોતિયા લાડુ કૂતરાઓને ખવડાવતો જાય છે. આ લાડુ કૂતરાને ખવડાવવાના હોઈ તેમાં એલચી-બદામ હોય નહીં.

The details of those who obstruct in the worship of God: the world, other relatives, wife, children, parents, money and the body. But if the spiritual aspirant is powerful they are not taken into account. However māyā in the form of these senses and inner faculties is very strong. It will effect change in countless ways. Therefore, when one does not pay attention to them and negates them and develops ātmā-realization, then they let one happily worship God. Otherwise, desires will remain, and even after a hundred years or a thousand years, one will desire women. Therefore, do not accept any views of those who obstruct in the worship of God. The attraction for those talks of worldly joy is only up to Prakruti-Purush, but is not in Badrikashram and Shvetdwip. Otherwise, it can be said that lust, anger, etc. are in Vaikunth; and, also, it can be said that they are not. Because of anger, Radhikaji fell from Vaikunth. When we introspect, we will find that we have desires only for the material pleasures. And when one stays with Muktanand Swami, Gopalanand Swami, Krupanand Swami and Swarupanand Swami, these four sadhus, until the dissolution of the universe, then one can become a satsangi.

Material Pleasures-Desires-Addictions (8.38) / (6/81)

Bhagwān bhajavāmā vighna karanārānī vikti je, ek to lok, bījā sagā, bāyaḍī, chhokarā, mābāp, rūpiyā ne deh e sarve chhe. Te jo baḷiyo mumukṣhu hoy to na gaṇe, paṇ ā antahkaraṇ indriyo rūpe je māyā chhe te bahu kaṭhaṇ chhe, te anant bhāte karīne fer paḍāvī nākhe. Māṭe tene na mānīne teno niṣhedh kare ne ātmaniṣhṭh thāy tyāre sukhe bhajan karavā de chhe, nīkar to vāsanā rahī jāy te so varase ke hajār varase bāyaḍī joīe. Te upar Saubhari ādiknā draṣhṭānt dīdhā. Te vāsanā hoy to Bhagwān teḍī to jāy paṇ Ahilāvrat Khanḍmā1 mūke chhe. Te upar Lavānu kahyu je, Mahārāj teḍavā āvyā tyāre kahyu je, "Hamaṇā to me karaku karyu chhe te nahī āvu" em thāy chhe, e jāt ja evī chhe, teno koī prakāre vishvās karavo nahī. Kem je, 'Masāṇnā lāḍavāmā elachīno gandh hoy ja nahī',2 e to sthān ja evā chhe.
'Raho to rājā rasoī karu, jamatā jāo jogīrājajī,
khīr nipajāvu kṣhaṇ ekmā.'

Eṇe em vichāryu je, "Khīr khavarāvu te hajār bāyḍī haiyāmā bharāī jāy." Eno evo ṭharāv ne olyāno em je,
'Āhār kāraṇe ūbho rahe, karī ekanī āshajī,
Te jogī nahī bhogī jāṇavo, ante thāshe vināshjī.'

Māṭe enu koī vāte na mānavu. E vātno katohaḷ to Prakṛuti-Puruṣh sudhī chhe ne Badrikāshram ne Shvetdvīp e bemā nahī; ne bākī Vaikunṭhlokmā kām, krodh chhe em kahevāy ne na paṇ kahevāy. Krodhe Rādhikājī paḍī gayā. Ne āpaṇā antar sāmu juo to panch-viṣhaynā ja sankalp hashe, te to jyāre Muktānand Swāmī, Gopāḷānand Swāmī, Kṛupānand Swāmī ne Swarūpānand Swāmī e chār sādhu bheḷā rātripralay sudhī rahīe tyāre satsangī thavāy.

Material Pleasures-Desires-Addictions (8.38) / (6/81)

1. Mātra vāyu bhakṣhaṇnu vrat jyā chhe te khanḍ; pṛuthvīthī judo lok.

2. Māṇas marī jāy tyāre tenī nanāmī nīkaḷe chhe. Pāchhaḷ ek ḍāghu ṭopalo laī motiyā lāḍu kūtarāone khavaḍāvato jāy chhe. Ā lāḍu kūtarāne khavaḍāvavānā hoī temā elachī-badām hoy nahī.

વળી, જ્ઞાનના શબ્દ પાડવા. કેમ જે, શબ્દે કરીને તો દેહ બંધાય છે, તે ‘કાટવી’ એમ કહે, ત્યાં ઓલ્યું બકરું બોલે એમ થાય. ને ગાયનો વાઘ કરી દે એવા માણસો હોય. તે ઉપર વાત કરી જે, ચાર ચોરે શણગારેલી ગાય દીઠી. તે લઈ લેવા ધાર્યું. પછી ઓલ્યા બ્રાહ્મણને કહે, “તુને તો એણે બાપ મર્યા કેડે વાઘ દીધો.” ત્યારે બ્રાહ્મણ કહે, “આ તો ગાય છે ને શું?” પછી આઘે જતાં વળી બીજાએ કહ્યું જે, “અરે આ વાઘ લઈને ક્યાં જાય છે?” ત્યારે તેને ભ્રાંતિ પડી. પછી ત્યાંથી આઘે જતાં ત્રીજાએ પણ એમ કહ્યું, ત્યારે તો ઘણી જ ભ્રાંતિ પડી ને છેટે છેટે ચાલવા લાગ્યો. પછી આઘે જતાં ચોથાએ કહ્યું, ત્યારે કહે, “હા ભાઈ, સૌ કહે છે તે એ વાઘ જ હશે.” પછી મૂકી દીધી. એમ આપણામાં કોઈક કહેશે જે, “તમારું આમ વાંકું બોલે છે.” તે જ્યાં મહિનો એમ કહે ત્યાં ખરું મનાઈ જાય. માટે શબ્દ તો આકાશનો ભાગ છે, તે આકાશમાં લીન થઈ જાય છે એમ જાણવું ને આત્મનિષ્ઠ થાવું, પછી તેને લાગે જ નહીં. એમ ડાહ્યા માણસને વિવેક જોઈએ ને આપણને કો’ક સનકાદિક જેવા કહે તો શું કાંઈ સનકાદિક જેવા થઈ ગયા? ને કો’ક લંબકર્ણ જેવા કહે તો શું તેવા થઈ ગયા? એમાં શું? એ તો જીવનો સ્વભાવ તે ગમે તેમ કહે. જો એમ જ મનાશે તો જોગીના લિંગનો ભંગ કેમ કહેવાશે? માટે આ ત્રણ દેહથી નોખું વરતવું ને જીવમાં ભજન કરવું, તેથી કારણ દેહ બળે છે. ને આ તો કારખાનાં પણ ઊભાં છે, વહેવાર, બીજા-ત્રીજા બધા ઊભા છે તે ગૌણપણે રાખવા ને મુખ્યપણે તો જ્ઞાન રાખવું.

આત્મનિષ્ઠા-બ્રહ્મરૂપ (29.45) / (૬/૮૨)

૧. લાંબા કાન જેને છે તે, ગધેડો.

૨. વાસના લિંગ - કારણ દેહનો નાશ.

The words of spiritual wisdom should be followed. Since, through words the body is formed. Even a sheep, name Katavi (by its owners), responds when called by that name. And people are such that they turn a cow into a tiger. On this, Swami narrated a story, “Four thieves saw a decorated cow and decided to plunder it. Then one thief said to the Brahmin, ‘Has your father died that someone has given you a tiger?’ To this, the Brahmin said, ‘This is a cow.’ Going a little further, the second said, ‘Oh! Where are you going with this tiger?’ Then he (the Brahmin) had a doubt. Then, going further from there, the third also repeated this and then he (the Brahmin) had great doubts and started walking at a distance from the cow. Further on, the fourth also told him. Then he said, ‘Yes, brother, everyone is saying this. So it must be a tiger.’ Then he left it.” Similarly, if someone tells us for a month, “Somebody is speaking ill of you,” then it is believed as true. Therefore, know words to be a part of space and that they merge into space. Develop ātmā-realization, then they do not hurt. Thus, the wise should cultivate such discrimination. If someone describes us as like the (great) Sanakadiks, do we become like them? And if someone describes us as a donkey, do we become like a donkey? So what? That is the nature of the individual. He may say anything. But if things are believed like that, how can the causal body of a yogi be destroyed? Therefore, act separate to these three bodies and offer worship within the jiva, since by that, the causal body is destroyed. Also, workshops (for building mandirs, etc.) are still in operation, and one or other social dealings are also awaiting. They should be kept secondary and acquiring spiritual wisdom should be kept as the main objective.

Atmanishtha-Brahmarup (29.45) / (6/82)

Vaḷī, gnānnā shabda pāḍavā. Kem je, shabde karīne to deh bandhāy chhe, te ‘Kāṭavī’ em kahe, tyā olyu bakaru bole em thāy . Ne gāyno vāgh karī de evā māṇaso hoy. Te upar vāt karī je, chār chore shaṇagārelī gāy dīṭhī. Te laī levā dhāryu. Pachhī olyā brāhmaṇne kahe, "Tune to eṇe bāp maryā keḍe vāgh dīdho." Tyāre brāhmaṇ kahe, "Ā to gāy chhe ne shu?" Pachhī āghe jatā vaḷī bījāe kahyu je, "Are ā vāgh laīne kyā jāy chhe?" Tyāre tene bhrānti paḍī. Pachhī tyāthī āghe jatā trījāe paṇ em kahyu, tyāre to ghaṇī ja bhrānti paḍī ne chheṭe chheṭe chālavā lāgyo. Pachhī āghe jatā chothāe kahyu, tyāre kahe, "Hā bhāī, sau kahe chhe te e vāgh ja hashe." Pachhī mūkī dīdhī. Em āpaṇāmā koīk kaheshe je, "Tamāru ām vānku bole chhe." Te jyā mahino em kahe tyā kharu manāī jāy. Māṭe shabda to ākāshno bhāg chhe, te ākāshmā līn thaī jāy chhe em jāṇavu ne ātmaniṣhṭh thāvu, pachhī tene lāge ja nahī. Em ḍāhyā māṇasne vivek joīe ne āpaṇne ko'k Sanakādik jevā kahe to shu kāī Sanakādik jevā thaī gayā? Ne ko'k lambakarṇa1 jevā kahe to shu tevā thaī gayā? Emā shu? E to jīvno swabhāv te game tem kahe. Jo em ja manāshe to jogīnā lingno bhang2 kem kahevāshe? Māṭe ā traṇ dehthī nokhu varatavu ne jīvmā bhajan karavu, tethī kāraṇ deh baḷe chhe. Ne ā to kārakhānā paṇ ūbhā chhe, vahevār, bījā-trījā badhā ūbhā chhe te gauṇpaṇe rākhavā ne mukhyapaṇe to gnān rākhavu.

Atmanishtha-Brahmarup (29.45) / (6/82)

1. Lāmbā kān jene chhe te, gadheḍo.

2. Vāsanā ling - kāraṇ dehno nāsh.

ભગવાન રાખવામાં બે દુઃખ છે જે, ખાવા ન મળે ને માર પડે, તે તો અમારી વારીમાં હતું. ને હવે અવિદ્યા હતી તે તો નાશ થઈ ગઈ છે, ને મારતા તે પગે લાગે છે ને કેટલાક કુળે સહિત નાશ થઈ ગયા. હવે તો ક્યાંઈ જાયગા નથી એટલે સત્સંગમાં અવિદ્યા આવી છે. તે માંહોમાંહી વેર કરે છે, ને મળે તે પણ ગરાસિયાની પેઠે મળે છે. ને કોઠારી તથા ભંડારી એ બે સાથે વેર તે કાંઈ સાધુનો મારગ નહીં. સાધુનો મારગ તો ક્ષમાશીલા, ધૈર્યશીલા બોધને નિપુણાઃ। એ સર્વે છે. ને આકુતિ-ચિતિ-ચાપલ્યરહિતા નિષ્પરિગ્રહાઃ। એ છે, માટે મોક્ષને માર્ગે ચાલ્યા છીએ તે શ્રેયાંસિ બહુવિઘ્નાનિ। તે સો સો વાતું સાચવીને ભગવાન ભજવા.

શીરાપૂરી ખાય બને રહે પઠિયે,

આવત માંહોમાંહી કે લઠા લઠિયે.

એમ ન કરવું.

ભગવાનનું ધ્યાન અને ભક્તિ (25.30) / (૬/૮૩)

૧. આકુતિ-ચિતિ-ચાપલ્યરહિતા નિષ્પરિગ્રહાઃ।
બોધને નિપુણા આત્મનિષ્ઠાઃ સર્વોપકારિણઃ॥
(સત્સંગિજીવન: ૧/૩૨/૨૮)
શ્રીહરિ ભક્તિમાતાને કહે છે, “હે સતિ! મુમુક્ષુઓએ કેવા સંતને સેવવા જોઈએ? કે જેઓ કર્મેન્દ્રિયો અને જ્ઞાનેન્દ્રિયોની ચપળતાએ રહિત અર્થાત્ વિષય-વાસનાએ વિરહિત આત્મહિતમાં વિરોધી પરિગ્રહે રહિત, તત્ત્વબોધ આપવામાં પ્રવીણ, આત્મામાં જ એક નિષ્ઠાવાળા (આત્મારામ), સર્વેજનોનો આ લોક-પરલોકમાં ઉપકાર કરવાના સ્વભાવવાળા હોય.”

There are two difficulties in keeping God: that food is not received and beatings are suffered. These were in our fate. But now the ignorance that existed has been destroyed. And those who used to beat us now offer respects, while many (who attacked us) have perished, with their families.

Now, there is no place for avidyā (māyā), so it has entered Satsang and causes internal quarrels, such that when [devotees] meet, they meet like landowners (i.e. superficially, they meet but internally, they bear enmity). And the enmity between the kothāri and the bhandāri is not the path of a sadhu. The path of a sadhu is Kshamāshīlā, dhairyashīlā bodhane nipunāhā and Ākuti-chiti-chāpalyarahitā nishparigrahāhā.1 Since we are walking on the path of liberation, there will be many obstacles. So, one should take care to worship God.

Worship and Meditation of God (25.30) / (6/83)

1. Shri Hari says to Bhaktimata, “O Mother! What kind of a sant should aspirants serve? One who has conquered his karma-indriyas and cognitive-indriyas, meaning one who has no desires, who has no possessions that would obstruct ātmā-realization, who is an expert in explaining the nature of the entities, one who identifies himself as the ātmā, and one who wishes the good of all.” (Satsangijivan 1/32/28)

Bhagwān rākhavāmā be dukh chhe je, khāvā na maḷe ne mār paḍe, te to amārī vārīmā hatu. Ne have avidyā hatī te to nāsh thaī gaī chhe, ne māratā te page lāge chhe ne keṭlāk kuḷe sahit nāsh thaī gayā. Have to kyāī jāyagā nathī eṭale satsangmā avidyā āvī chhe. Te māhomāhī ver kare chhe, ne maḷe te paṇ garāsiyānī peṭhe maḷe chhe. Ne koṭhārī tathā bhanḍārī e be sāthe ver te kāī sādhuno mārag nahī. Sādhuno mārag to Kṣhamāshīlā, dhairyashīlā bodhane nipuṇāhā... e sarve chhe. Ne Ākuti-chiti-chāpalyarahitā niṣhparigrahāhā...1 e chhe, māṭe mokṣhane mārge chālyā chhīe te Shreyānsi bahuvighnāni... te so so vātu sāchavīne Bhagwān bhajavā.
Shīrāpūrī khāya bane rahe paṭhiye,
Āvat māhomāhī ke laṭhā laṭhiye.

em na karavu.

Worship and Meditation of God (25.30) / (6/83)

1. Ākuti-chiti-chāpalyarahitā niṣhparigrahāhā;
Bodhane nipuṇā ātmaniṣhṭhāhā sarvopakāriṇah.
(Satsangijīvan: 1/32/28)
Shrī Hari Bhakti Mātāne kahe chhe, “He sati! Mumukṣhuoe kevā santne sevavā joīe? Ke jeo karmendriyo ane gnānendriyonī chapaḷtāe rahit arthāt viṣhay-vāsanāe virahit ātmahitmā virodhī parigrahe rahit, tattvabodh āpavāmā pravīṇ, ātmāmā ja ek niṣhṭhāvāḷā (ātmārām), sarvejanono ā lok-parlokmā upakār karavānā swabhāvavāḷā hoy.”

મોટા સાધુનો સિદ્ધાંત એ છે જે, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય સહિત એક રહેણીએ મરવું પણ ક્ષણે રુષ્ટા ક્ષણે તુષ્ટા, રુષ્ટા તુષ્ટા ક્ષણે ક્ષણે એમ ન કરવું. જુઓ, પૂરું કોઈનું થયું છે? સૌને ચેલા બરોબર નથી થયા, લૂગડાં બરોબર નથી થયાં, ધાબળી, ખાવું, હવેલી, ગાડી, ઘોડું એ કોઈને પૂરાં નથી થયાં. ને ત્રિલોકમાં કોઈને સવારના પહોરમાં ભગવાન ભજવા કે કથા કરવી એમ ન મળે ને બીજું સર્વે કરે પણ કથા ન કરે, ને રૂપિયા, હવેલી, વિવાહ, ખાવું, મજૂરી એમાં સવારમાંથી મંડે છે. અને આ તો અમે જેમ ફિરંગી કવાયત કરે છે તેમ કરીએ છીએ ને કેટલાંક કામ મરડીને આ કરીએ છીએ, નીકર થાય તેવું ક્યાં છે? જે ઘડીએ થઈ રહે છે તે ઘડીએ માણસ મંડી પડે છે. આ તો વૃત્તિને રોકીને કરીએ છીએ, કરવાનું તો એ જ છે ને એ કર્યે જીવ વૃદ્ધિ પામતો જાય છે.

ભગવાનનું ધ્યાન અને ભક્તિ (25.31) / (૬/૮૪)

૧. ક્ષણે રુષ્ટાઃ ક્ષણે તુષ્ટા રુષ્ટાસ્તુષ્ટાઃ ક્ષણે ક્ષણે। અવ્યવસ્થિતચિત્તાનાં પ્રસાદોઽપિ ભયંકરઃ॥ [સુભાષિત] અર્થ: એક ક્ષણે ક્રોધ કરે, બીજી ક્ષણે પ્રસન્ન થાય, એમ ક્ષણે ક્ષણે ક્રોધ કરે અને પ્રીતિ કરે એવા અવ્યવસ્થિત (ઠેકાણાં વિનાના) ચિત્તવાળા અધિપતિઓની મહેરબાની-પ્રસન્નતા પણ ભયંકર હોય છે.

The principle of the great Sadhu is that one should die having lived consistently by dharma, spiritual knowledge and detachment. But do not be ‘Kshane rushtā kshane tushtā, rushtā tushtā kshane kshane.’1 And in the trilok, no one is found who, in the early morning, worships God or attends discourses. People will do other things but not attend discourses. From morning onwards, they engage in earning money, building homes, marriage, food and labour. Actually, I do things the way the Portuguese train their soldiers and do this by adjusting many tasks; otherwise how is it possible to do (all this)? The moment discourses finish, people start worldly tasks. We enforce this devotion by blocking their focus (on other activities). This is what has to be done. And by doing this, the jiva continues to progress spiritually.

Worship and Meditation of God (25.31) / (6/84)

1. One whose mind is imbalanced, even if blessed, still experiences great miseries, since he himself alternately feels satisfied and dissatisfied every moment.

Moṭā Sādhuno siddhānt e chhe je, dharma, gnān, vairāgya sahit ek raheṇīe maravu paṇ Kṣhaṇe ruṣhṭā kṣhaṇe tuṣhṭā, ruṣhṭā tuṣhṭā kṣhaṇe kṣhaṇe em na karavu. Juo, pūru koīnu thayu chhe? Saune chelā barobar nathī thayā, lūgaḍā barobar nathī thayā, dhābaḷī, khāvu, havelī, gāḍī, ghoḍu e koīne pūrā nathī thayā. Ne Trilokmā koīne savārnā pahormā Bhagwān bhajavā ke kathā karavī em na maḷe ne bīju sarve kare paṇ kathā na kare, ne rūpiyā, havelī, vivāh, khāvu, majūrī emā savārmāthī manḍe chhe. Ane ā to ame jem firangī kavāyat kare chhe tem karīe chhīe ne keṭlāk kām maraḍīne ā karīe chhīe, nīkar thāy tevu kyā chhe? Je ghaḍīe thaī rahe chhe te ghaḍīe māṇas manḍī paḍe chhe. Ā to vṛuttine rokīne karīe chhīe, karavānu to e ja chhe ne e karye jīv vṛuddhi pāmato jāy chhe.

Worship and Meditation of God (25.31) / (6/84)

1. Kṣhaṇe ruṣhṭāhā kṣhaṇe tuṣhṭā ruṣhṭā-stuṣhṭāhā kṣhaṇe kṣhaṇe; Avyavasthitachittānām prasādo’pi bhayankarah. [Subhāṣhit] Arth: Ek kṣhaṇe krodh kare, bījī kṣhaṇe prasanna thāy, em kṣhaṇe kṣhaṇe krodh kare ane prīti kare evā avyavasthit (ṭhekāṇā vinānā) chittavāḷā adhipationī maherabānī-prasannatā paṇ bhayankar hoy chhe.

“નિર્મળ અંતઃકરણ કરીને એમ જોવું જે, જે જે વાત થાય છે તે તે આ સાધુથી જ થાય છે. તે આ સત્સંગ ઓળખાણો ને ભગવાન તથા સાધુ ઓળખાણા એ જ મોક્ષનું દ્વાર કહ્યું છે.” પ્રસંગમજરં પાશમ્ એ શ્લોક બોલીને કહ્યું જે, “દ્વાર વિના ભીંતમાં માથુ ભરાવો જોઈએ, જવાય નહીં. માટે તેવા સાધુ સાથે જીવ જોડવો ને યોગ વિના ભેળા ન થવાય, ને યોગવાળો ભગવાનને અખંડ ધારે પણ જો આવો યોગ હોય તો તો ઠીક; ને તે ન હોય ત્યારે સાંખ્યનું કામ પડે છે, ને પ્રકૃતિ સુધી તેના રૂપને જાણી મૂકે ત્યારે નિર્વિઘ્ન રહેવાય;” તે ઉપર યોગ ને સાંખ્યનું વચનામૃત વંચાવ્યું ને કહ્યું જે, “તે સારુ એ શીખી રાખવું.” ત્યારે કો’કે પૂછ્યું જે, “એવા શબ્દ પડે છે પણ રહેતું કેમ નથી?” એટલે સ્વામી કહે, “અનંત કાળ થયાં ગોટા ને ગોટા વાળ્યા છે ને હમણાં પણ ઘણુંખરું એ જ થાય છે, અને આ તો એક આનો, પા આનો, કો’કે કર્યું છે, તે ધીરે ધીરે બહુ શબ્દ થાશે. સર્વત્ર જન્તોર્વ્યસનાવગત્યા॥ સર્વે જોવું જે, કેટલાકને દાણા નથી મળતા ને ભગંદર, જળંધર, કઠોદર એવા અનંત રોગ થાય છે ને વણથળીના બળદનું, મારવાડાના ઊંટનું ને પિશોરીના ગધેડાનું એ સર્વેનાં દુઃખ જોવાં; ને ઢોરને ચાર મહિના ચાંદ્રાયણ ઉનાળામાં થાય છે. એવાં જન્મમરણ, ગર્ભવાસ, ચોરાસી, જમપુરી એવાં હજારો દુઃખ છે તે જન્મ-મૃત્યુજરાવ્યાધિદુઃખદોષાનુદર્શનમ્॥ એમ જોઈને વિચારવું જે, હમણાં સારું દેહ છે, માટે થોડાકમાં કામ કાઢી લેવું.”

સાંખ્યજ્ઞાન (27.31) / (૬/૮૫)

૧. ઋષભદેવ ભગવાન પુત્રોને કહે છે, “હે પુત્રો! હંસ સમાન વિવેકવાળા ગુરુ વિષે તથા પરમાત્મા વિષે તેમની અનુવૃત્તિ પાળવા રૂપ ભક્તિ વડે, તૃષ્ણાનો ત્યાગ કરી, સુખ-દુઃખાદિક દ્વન્દ્વોને સહન કરવાથી, ‘આ લોક - સ્વર્ગલોક બધે જ જીવને દુઃખ છે,’ એવું જાણવાથી, તત્ત્વની જિજ્ઞાસાથી, તપથી, કામ્ય કર્મ તજવાથી, મારી કથા કરવાથી... સર્વ બંધનના કારણરૂપ અહંકારથી મુક્ત થઈ પરમપદને પામવું.” (શ્રીમદ્‍ભાગવત: ૫/૫/૧૦)

૨. પેશાવરના.

૩. ચંદ્રની વધતી કળા મુજબ એક એક કોળિયો વધારતા પૂનમે પંદર કોળિયા થાય, પછી વદ પક્ષમાં એક એક ઊતરતા અમાસે નિર્જળા ઉપવાસ થાય. આ યવમધ્ય ચાંદ્રાયણ કહેવાય. બીજું પિપિલિકા ચાંદ્રાયણ છે. તે વદ પક્ષની અમાસે ૧૫-૧૪-૧૩ એ ઊતરતા વદ ચૌદશનો એક કોળિયો, અમાસે ઉપવાસ ને ફરી ચઢતા સુદ પક્ષે પડવાનો એક પછી બે એમ પંદર સુધી કોળિયા લેવાય છે. દિવસમાં એક જ વાર બપોરે આઠ કોળિયા લેવાય તેન યતિ ચાંદ્રાયણ કહે છે. સવાર-સાંજ બે વાર ચાર-ચાર લેવાય તેને શિશું ચાંદ્રાયણ કહે છે. અને રોજ ફક્ત ત્રણ જ કોળિયા લેવાય તેને ઋષિ ચાંદ્રાયણ કહે છે. (વિશેષ માટે જુઓ સત્સંગિજીવન: ૫/૪૭)

After purifying one’s inner faculties, one should think that whatever important talks take place are due to this Sadhu. And that this Satsang, God and his Sadhu have been recognized is described as the gateway to moksha. After reciting the shlok, ‘Prasangamajaram pāsham...’1 he said, “Without a door, even if the head is banged against the wall, it is not possible to enter. So, attach the jiva with such a Sadhu; since without attachment, it is not possible to come together. And one with such attachment beholds God continuously. So, if one has this union (with God and his Sadhu) then it is fine, and when it is not present, then one needs Sānkhya. And when one realizes the perishable nature of everything up to Prakruti, then one can live without hindrance.” On this, the Vachanamrut entitled ‘Sankhya and Yoga’ (Panchala-2) was read (in which Shriji Maharaj states that both the doctrines of Sankhya and Yoga are good and accepted by the great, but each has its deficiency. So, one should employ certain methods of interpretation to remove these deficiencies). Then Swami said, “For this reason, learn this.” Then someone asked, “Such words are heard, but why is their meaning not retained?” So Swami said, “Since time immemorial, one has made mistakes and more mistakes and even now, on the whole, that is what is happening. Some have done a little and others have done more of this work, so slowly these words of inspiration will accumulate. ‘Sarvatra jantorvyasanāvagatyā.’2 See everything – that many do not get food to eat, and many suffer from piles, dropsy, splenomegaly, etc. And see the misery of the bullocks from Vanthali, camels from Marvad, donkeys from Peshawar; the cattle endure four months of austerities in the summer. There are thousands of miseries like birth and death, gestation, cycle of rebirths, hell and ‘Janma-mrutyu-jarāvyādhi-dukh-doshānu-darshanam.’3 See all this and consider that, at present, the body is well; so in this short period get the work of moksha done.”

The Knowledge of Sankhya (27.31) / (6/85)

1. Kapildev Bhagwan says to his mother, Devhuti, “If a person maintains profound attachment towards the God-realized Sadhu just as resolutely as he maintains profound attachment towards his own relatives, then the gateway to liberation opens for him.” - Shrimad Bhagvat 3/25/20 (Footnote 1, Vat 19.11 - English version; Vat 3-42 - Gujarati version)

2. Realize that everywhere life is miserable for all living beings. - Shrimad Bhagvat 5/5/10

3. Reflect upon the miseries of birth, death, old age, tension, pain, faults, etc. Therefore do the needful at present when health is good.

"Nirmaḷ antahkaraṇ karīne em jovu je, je je vāt thāy chhe te te ā Sādhuthī ja thāy chhe. Te ā satsang oḷakhāṇo ne Bhagwān tathā Sādhu oḷakhāṇā e ja mokṣhanu dvār kahyu chhe." Prasang-majaram pāsham E shlok bolīne kahyu je, "Dvār vinā bhīntamā māthu bharāvo joīe, javāy nahī. Māṭe tevā Sādhu sāthe jīv joḍavo ne yog vinā bheḷā na thavāy, ne yogvāḷo Bhagwānne akhanḍ dhāre paṇ jo āvo yog hoy to to ṭhīk; ne te na hoy tyāre sānkhyanu kām paḍe chhe, ne Prakṛuti sudhī tenā rūpne jāṇī mūke tyāre nirvighn rahevāy;" Te upar Yog ne Sānkhyanu Vachanāmṛut vanchāvyu ne kahyu je, "Te sāru e shīkhī rākhavu." Tyāre ko'ke pūchhyu je, "Evā shabda paḍe chhe paṇ rahetu kem nathī?" Eṭale Swāmī kahe, "Anant kāḷ thayā goṭā ne goṭā vāḷyā chhe ne hamaṇā paṇ ghaṇu-kharu e ja thāy chhe, ane ā to ek āno, pā āno, ko'ke karyu chhe, te dhīre dhīre bahu shabda thāshe. Sarvatra jantorvyasanāvagatyā...1 sarve jovu je, keṭlākne dāṇā nathī maḷatā ne bhagandar, jaḷandhar, kaṭhodar evā anant rog thāy chhe ne Vaṇthaḷīnā baḷadnu, Māravāḍānā ūnṭnu ne Pishorīnā2 gadheḍānu e sarvenā dukh jovā; ne ḍhorne chār mahinā chāndrāyaṇ3 unāḷāmā thāy chhe. Evā janmamaraṇ, garbhavās, chorāsī, Jampurī evā hajāro dukh chhe te Janma-mṛutyujarāvyādhidukhdoṣhānudarshanam... em joīne vichāravu je, hamaṇā sāru deh chhe, māṭe thoḍākmā kām kāḍhī levu."

The Knowledge of Sankhya (27.31) / (6/85)

1. Hruṣhabhdev Bhagwān putrone kahe chhe, “He putro! Hans samān vivekvāḷā guru viṣhe tathā Paramātmā viṣhe temanī anuvṛutti pāḷavā rūp bhakti vaḍe, tṛuṣhṇāno tyāg karī, sukh-dukhādik dvandvone sahan karavāthī, ‘Ā lok - swargalok badhe ja jīvne dukh chhe,’ evu jāṇavāthī, tattvanī jignāsāthī, tapthī, kāmya karma tajvāthī, mārī kathā karvāthī... sarva bandhannā kāraṇrūp ahankārthī mukta thaī parampadne pāmavu.” (Shrīmad Bhāgwat: 5/5/10)

2. Peshāvarnā.

3. Chandranī vadhatī kaḷā mujab ek ek koḷiyo vadhārtā Pūname pandar koḷiyā thāy, pachhī Vad pakṣhamā ek ek ūtartā amāse nirjaḷā upavās thāy. Ā Yavamadhya Chāndrāyaṇ kahevāy. Bīju Pipilikā Chāndrāyaṇ chhe. Te Vad pakṣhanī Amāse 15-14-13 e ūtartā Vad Chaudashno ek koḷiyo, Amāse upavās ne farī chaḍhatā Sud pakṣhe Paḍavāno ek pachhī be em pandar sudhī koḷiyā levāy chhe. Divasmā ek ja vār bapore āṭh koḷiyā levāy ten Yati Chāndrāyaṇ kahe chhe. Savār-sāj be vār chār-chār levāy tene Shishu Chāndrāyaṇ kahe chhe. Ane roj fakta traṇ ja koḷiyā levāy tene hruṣhi chāndrāyaṇ kahe chhe. (Visheṣh māṭe juo Satsangijīvan: 5/47)

સાંખ્યવાળા રામદાસજી તે પોતે સુખિયા રહેતા ને આગલ્યાને વાતે કરીને સુખિયા રાખતા; ને બીજા તો જેમ લોક માંહોમાંહી વઢે એમ આંહીં માંહોમાંહી કજિયા કરે છે. તે પોતે લઘુશંકા જેવા પણ ન હોય ને જેમ કૂતરાને હડકારીને કાઢી મૂકીએ એવા હોય, પણ એમ કરે. તે માટે એમ ન કરવું, નીકર ભૂંડું થઈ જાશે.

(૬/૮૬)

૧. પેશાબ.

Ramdasji, who possessed the knowledge of Sankhya, himself remained happy and he kept others with him happy with his talks; whereas some internally instigate quarrels just as the general people in the world fight internally. These individuals are not even like urine and are worthy of being chased away like a dog. Therefore, we should not (instigate quarrels like that); otherwise, something detrimental will occur.

(6/86)

Sānkhyavāḷā Rāmdāsjī te pote sukhiyā rahetā ne āgalyāne vāte karīne sukhiyā rākhatā; ne bījā to jem lok māhomāhī vaḍhe em āhī māhomāhī kajiyā kare chhe. Te pote laghushankā1 jevā paṇ na hoy ne jem kūtarāne haḍakārīne kāḍhī mūkīe evā hoy, paṇ em kare. Te māṭe em na karavu, nīkar bhūnḍu thaī jāshe.

(6/86)

1. Peshāb.

કથામાં સભા ટાણે કેટલાક રહેતા નથી ને બબે આસન રાખે છે તે શું જાણતા હશે? આવા કહેનારા નહીં મળે. તે ગોપાળાનંદ સ્વામી હતા ત્યારે પણ એની મંડળીના સાધુ પણ કોઈ ન રહેતા; ને બીજા બેઠા હોય, એમ છે. તે જ્યાં સુધી ત્રણ પેઢી હોય ત્યાં સુધી ખરેખરું રહે તે થઈ રહ્યું. હવે ત્રણ થઈ ત્યાં તો માણસ મંડી પડ્યું છે; પણ સાધુતા રાખવી એમ ન કર્યું. ને મોટા સાધુ છે ત્યાં સુધી ઠીક છે ને પછી તો ગૃહસ્થને બાયડી, છોકરો, રૂપિયા ને ખાવું ને ત્યાગીને દેહ, ચેલો ને ખાવું એ ત્રણ. ને બેનો તો જોગ જ નથી એમાં શું!

તુલસી સો નર ચતુર હે, રામચરન લેલીન,

પરધન પરમન હરનકું, વેશ્યા બોત પ્રવીન.

સુખ તો ભગવાનની મૂર્તિ, આજ્ઞા ને એકાંતિક સાધુ એમાં છે.

સંસારમાં સરસો રહે, મન મારે પાસ;

સંસાર જેને લોપે નહીં, તે જાણ્ય હરિનો દાસ.

એ ખોટું છે. એ તો અનેકચિત્તવિભ્રાંતા એમ થયું. બે ઘોડે એક જણથી ન બેસાય.

ચિત્તકી વૃત્તિ એક હે, ભાવે તહાં લગાઓ;

ચાહે તો હરિકી ભક્તિ કરો, ચાહે તો વિષય કમાઓ.

બે બે વાત ન બને જે, ‘લોટ ખાવો ને હસવું,’ એમ છે. ને ઓલ્યા કાઠીવાળું ન કરવું જે, ‘આસે તાળો બગડતો ને ઓસેં તાળો બગડતો’ એમ નહીં; ઓલ્યું તો બગડેલું જ છે. મંદિરમાં મોટા સાધુ પાસે શાંતિ રહે તેવી ઘરે પણ ન રહે એમ સૌને છે, પણ ઉનાળામાં ટાઢું હોય કે ચોમાસામાં હોય એ કહો? ને હવે આપણે સૌ ભેળા થયા છીએ તે મનમાં એમ છે જે, કસર ટાળીને ભગવાનનાં ચરણારવિંદમાં જોડાવું છે. તે જેવો વેપારમાં, વાડીમાં, ખેતીમાં આગ્રહ છે તેવો કરશું ત્યારે મહારાજ પાસે જવાશે અને ખેતીવાડીમાં બંધન થાય. એમાં કાંઈ માલ નથી. ત્યારે શું ન કરવું? કરવું, પણ દેહનો વહેવાર ચાલે તેટલું કરવું, પહોર રાતે, દોઢ પહોર રાતે, અડધી રાતે, પાછલી રાતે ઊઠી ઊઠીને જ્યારે વિચારશું ને ભગવાનને ધારશું ત્યારે સાધુ થવાશે. પછી ભગવાન પાસે જવાશે. વારાવાળો, ભણવાવાળો ને રોટલાવાળો જાગે છે તેમ જાગવું.

ધ્યેય-સાધુતા-વાસનામાંથી મુક્તિ (13.9) / (૬/૮૭)

૧. આ ઠેકાણે તારું બગડે અને ત્યાં પણ તારું બગડે એટલે કે મંદિરમાં આવીને દર્શન-સમાગમનો લાભ છોડી સંસાર-વ્યવહારના વિચારો કરે. પરિણામે એક તો મંદિરમાં રહેતા થકા વ્યવહારનું કામ ના થાય એટલે વ્યવહારનું કામ બગડે અને વ્યવહારના વિચારોમાં દર્શન-સમાગમનું પણ યથાર્થ સુખ ન આવે એટલે એ મંદિરમાં કરવાનું કામ પણ બગડે. એમ બન્ને ઠેકાણાનું કામ બગડે. માટે મંદિરમાં આવ્યા પછી સંસાર-વ્યવહારના વિચારો ન કરવા.

The peace experienced in the presence of a great Sadhu in the mandir is not experienced even at home. Everyone knows this, but, tell me, is it cold in the summer or the monsoon? In the monsoon, obviously. Similarly, there is peace in the presence of the great Sadhu in the mandir. And now that everyone is together, all have resolved in their minds to overcome all defects and surrender at the feet of God. When one insists on this, like one does to further one’s business, horticulture and agriculture, then one will be able to reach Maharaj. One becomes attached to the farm, but there is no worth in it. So then, should this not be done? It should certainly be done, but only as much as is needed to fulfill the body’s basic needs. When one thinks of God by repeatedly waking up during the night – whether it is shortly after midnight, early in the morning, in the middle of the night or late at night – then one will become a sadhu and will be able to reach God. Stay awake like a person on duty, a student and those struggling day and night to earn a living.

Aim-Saintliness-Freedom from Material Desires (13.9) / (6/87)

Kathāmā sabhā ṭāṇe keṭlāk rahetā nathī ne babe āsan rākhe chhe te shu jāṇatā hashe? Āvā kahenārā nahī maḷe. Te Gopāḷānand Swāmī hatā tyāre paṇ enī manḍaḷīnā sādhu paṇ koī na rahetā; ne bījā beṭhā hoy, em chhe. Te jyā sudhī traṇ peḍhī hoy tyā sudhī kharekharu rahe te thaī rahyu. Have traṇ thaī tyā to māṇas manḍī paḍyu chhe; paṇ sādhutā rākhavī em na karyu. Ne Moṭā Sādhu chhe tyā sudhī ṭhīk chhe ne pachhī to gṛuhasthne bāyaḍī, chhokaro, rūpiyā ne khāvu ne tyāgīne deh, chelo ne khāvu e traṇ. Ne beno to jog ja nathī emā shu !
Tulasī so nar chatur he, Rāmcharan lelīn,
Pardhan parman haranku, veshyā bot pravīn.

Sukh to Bhagwānnī mūrti, āgnā ne Ekāntik Sādhu emā chhe.
Sansārmā saraso rahe, man māre pās;
Sansār jene lope nahī, te jāṇya Harino dās.

E khoṭu chhe. E to Anekachittavibhrāntā em thayu. Be ghoḍe ek jaṇthī na besāy.
Chittakī vṛutti ek he, bhāve tahā lagāo;
Chāhe to Harikī bhakti karo, chāhe to viṣhay kamāo.

Be be vāt na bane je, 'Loṭ khāvo ne hasavu,' em chhe. Ne olyā Kāṭhīvāḷu na karavu je, 'Āse tāḷo bagaḍto ne ose tāḷo bagaḍto'1 Em nahī; olyu to bagaḍelu ja chhe. Mandirmā Moṭā Sādhu pāse shānti rahe tevī ghare paṇ na rahe em saune chhe, paṇ unāḷāmā ṭāḍhu hoy ke chomāsāmā hoy e kaho ? Ne have āpaṇe sau bheḷā thayā chhīe te manmā em chhe je, kasar ṭāḷīne Bhagwānnā charaṇārvindmā joḍāvu chhe. Te jevo vepārmā, vāḍīmā, khetīmā āgrah chhe tevo karashu tyāre Mahārāj pāse javāshe ane khetīvāḍīmā bandhan thāy. Emā kāī māl nathī. Tyāre shu na karavu? Karavu, paṇ dehno vahevār chāle teṭalu karavu, pahor rāte, doḍh pahor rāte, aḍadhī rāte, pāchhalī rāte ūṭhī ūṭhīne jyāre vichārshu ne Bhagwānne dhārshu tyāre sādhu thavāshe. Pachhī Bhagwān pāse javāshe. Vārāvāḷo, bhaṇavāvāḷo ne roṭalāvāḷo jāge chhe tem jāgavu.

Aim-Saintliness-Freedom from Material Desires (13.9) / (6/87)

1. ā ṭhekāṇe tārun bagaḍe ane tyān paṇ tārun bagaḍe eṭale ke mandiramān āvīne darshana-samāgamano lābh chhoḍī sansāra-vyavahāranā vichāro kare. Pariṇāme ek to mandiramān rahetā thakā vyavahāranun kām nā thāya eṭale vyavahāranun kām bagaḍe ane vyavahāranā vichāromān darshana-samāgamanun paṇ yathārtha sukh n āve eṭale e mandiramān karavānun kām paṇ bagaḍe. Em banne ṭhekāṇānun kām bagaḍe. Māṭe mandiramān āvyā pachhī sansāra-vyavahāranā vichāro n karavā.

નિશ્ચય છે પણ ઋષભદેવ નરકમાં પડ્યા રહ્યા એવાં ચરિત્ર કરે તો સંશય થાય. માટે યોગ્ય-અયોગ્ય ચરિત્રમાં ઉદ્ધવજીની પેઠે સશંય ન થાય ત્યારે ઠીક, તે તો કામાદિભિર્વિહીના યે સાત્વતાઃ ક્ષીણવાસનાઃ। તે માટે સાત્ત્વિક સેવવા, જે વાત જ્ઞાને કરીને થાય તે ઠીક, કેમ જે, ગીતામાં જ્ઞાનીને જ આત્મા કહ્યો છે. મોટાનું જોઈને કોઈ કાંઈ વાદ કરશો મા ને કહે તેમ કરજો. જેમ અગ્નિ જળે ઓલાય ને વીજળીનો અગ્નિ ને વડવાનલ અગ્નિ તે જળમાં રહ્યા થકા પણ ન ઓલાય. તે કૃપાનંદ સ્વામીએ વાત કરી જે, “જળકૂકડી પાણીમાં રહે તો પણ પાંખ ન ભીંજાય, ને બીજાં જનાવરને પાણી પાંખમાં ભરાઈ જાય ને ઊડી શકે નહીં, ને જળકાતરણી માછલું જાળમાં આવે નહીં ને સામું બીજાને જાળ કાપીને કાઢતું જાય;” એમ કૃપાનંદ સ્વામી જેવાને થાય.

ભગવાનના સ્વરૂપમાં દિવ્યભાવ અને મનુષ્યભાવ (44.24) / (૬/૮૮)

૧. પોતાનાં મળ-મૂત્રમાં.

One has conviction but if [God] performed actions similar to Rishabhdev remaining in hellish conditions,1 one would form doubts. So, like Uddhavji, when doubts do not arise in the appropriate or inappropriate actions (of God and his holy Sadhu), then that is fine. Therefore, one should serve a pure [Sadhu]. All the talks that occur from wisdom are good, because in the Gita, a gnāni is considered the ātmā [of God]. One should not imitate the great but do as they say. Ordinary fire is extinguished by water but the fire of lightning and the vadvānal fire is not.2 Krupanand Swami used to say, “A water fowl swims in the water but its wings do not become wet. Other birds’ wings do become wet and cannot fly. And a swordfish cannot be caught in a net, but will cut the net and release others from the net.” Such is that state of the great like Krupanand Swami.

Perceiving Divine and Human Traits (44.24) / (6/88)

1. In his own body waste.

2. Ordinary people (like ordinary fire) lose their status when they try to enjoy the materialistic pleasures. However, enlightened Purushes are not affected by the materialistic pleasures.

Nishchay chhe paṇ Ṛuṣhabhdev narakmā1 paḍyā rahyā evā charitra kare to sanshay thāy. Māṭe yogya-ayogya charitramā Uddhavjīnī peṭhe sashany na thāy tyāre ṭhīk, te to Kāmādibhirvihīnā ye sātvatāhā kṣhīṇ-vāsanāhā. Te māṭe sāttvik sevavā, je vāt gnāne karīne thāy te ṭhīk, kem je, Gītāmā gnānīne ja ātmā kahyo chhe. Moṭānu joīne koī kāī vād karasho mā ne kahe tem karajo. Jem agni jaḷe olāy ne vījaḷīno agni ne vaḍavānal agni te jaḷmā rahyā thakā paṇ na olāy. Te Kṛupānand Swāmīe vāt karī je, "Jaḷkūkaḍī pāṇīmā rahe to paṇ pānkh na bhīnjāy, ne bījā janāvarne pāṇī pānkhamā bharāī jāy ne ūḍī shake nahī, ne jaḷkātarṇī māchhalu jāḷmā āve nahī ne sāmu bījāne jāḷ kāpīne kāḍhatu jāy;" em Kṛupānand Swāmī jevāne thāy.

Perceiving Divine and Human Traits (44.24) / (6/88)

1. Potānā maḷ-mūtramā.

ઓહો! એક ‘સમર્થ થકા જરણા કરવી’ એ બહુ મોટી વાત છે, કેમ જે, કાંઈ ન હોય તેને કહે તો તો ઠીક પણ સર્વે વાત હોય ને કહેશે જે, “તમને કાંઈ આવડતું નથી,” એ તો ભગવાન ને એના સાધુથી જ જરણા થાય પણ બીજાથી ન થાય. માટે આપણને કાંઈ નથી આવડતું એમ કહે તો પણ શું? ને સર્વ વાત તમમાં જ છે, એમ કહે તો પણ શું? આમ કહ્યે જાતું નહીં રહે ને આમ કહ્યે આવી નહીં જાય. મરને થોડું કરવું પણ હુંહાટો ન કરવો. અને ઝાઝું કરે તો મહિનો ધારણાં-પારણાં કરે, પછી જ્યારે જ્ઞાનવોણું ખાવા માંડે ત્યારે ત્રણ્ય ત્રણ્ય ટાણાં ખાય, એ વાતમાં માલ નહીં, બારે માસ એમ ને એમ જમવું, નીકર એક કોળિયો ઓછું જમવું તે સત્ત્વગુણી તપ છે, ને એક મહિનો ઓલ્યું કરે તેમાં પારણાને દી ધરાઈ રહ્યા પછી આઠ કોળિયા વધુ ભરવા એ તમોગુણી તપ છે. માટે અતિ સર્વત્ર વર્જયેત્। તે અતિ ઊંઘવું નહીં, અતિ ખાવું નહીં, અતિ ભક્તિ કરવી નહીં, સર્વે સાધારણ જ્ઞાને કરીને કરવું તો ઝાઝું માને છે. ત્રણ જણ જળમાં બેસી રહેતા તે લોહી નીકળતું, તેને પણ મહારાજ કહેતા જે, “ઘોડો બેસવા મળે તે સારુ કાઢો છો?” એમ મહારાજ વઢતા. માટે હુંહાટો મહારાજને નથી ગમતો, એમ કહ્યું.

સાધન (16.38) / (૬/૮૯)

૧. સમજણ વગરનું.

૨. નાજો જોગિયો વગેરે શિયાળામાં ઠંડા પાણીમાં બેસી તપ કરતા. જેથી લોહી નીકળે એટલે ચલાય નહીં, તેથી ઘોડો બેસવા માંગે. આમ, ઘોડા સારુ યુક્તિ-પ્રયુક્તિ કરતા.

To let go and tolerate even when one is capable of hitting back is a great thing, since, when one has nothing and is told, that is understandable. But if everything worth knowing is known and one is told, “You do not know anything,” then that is tolerated only by God and his Sadhu, but not by others. So what if we are told that we do not know anything? If you are told that you know everything, then again, so what? Just by saying this knowledge will not be lost nor gained. We may do only a little, but do not be egoistic. Such conduct is like undertaking dhārnā-pārnā for a month and then eating three times a day without control. There is no value in that kind of behaviour. Eat in the same way throughout the year, otherwise to eat one morsel less is a pious austerity. And when one does dhārnā-pārnā for a month, if on the day of eating, even after eating to a full stomach, if one eats another eight morsels that is impious austerity. Therefore, ‘Ati sarvatra varjayet’ – one should not sleep excessively, eat excessively or offer excessive devotion. Do everything in moderation and with spiritual knowledge, and it is considered (by God) as a lot.

Spiritual Endeavours (16.38) / (6/89)

Oho! Ek 'samartha thakā jaraṇā karavī' e bahu moṭī vāt chhe, kem je, kāī na hoy tene kahe to to ṭhīk paṇ sarve vāt hoy ne kaheshe je, "Tamane kāī āvaḍatu nathī," e to Bhagwān ne enā Sādhuthī ja jaraṇā thāy paṇ bījāthī na thāy. Māṭe āpaṇne kāī nathī āvaḍatu em kahe to paṇ shu? Ne sarva vāt tammā ja chhe, em kahe to paṇ shu? Ām kahye jātu nahī rahe ne ām kahye āvī nahī jāy. Marane thoḍu karavu paṇ huhāṭo na karavo. Ane zāzu kare to mahino dhārṇā-pārṇā kare, pachhī jyāre gnānvoṇu1 khāvā mānḍe tyāre traṇya traṇya ṭāṇā khāy, e vātmā māl nahī, bāre mās em ne em jamavu, nīkar ek koḷiyo ochhu jamavu te sattvaguṇī tap chhe, ne ek mahino olyu kare temā pārṇāne dī dharāī rahyā pachhī āṭh koḷiyā vadhu bharavā e tamoguṇī tap chhe. Māṭe Ati sarvatra varjayet... te ati ūnghavu nahī, ati khāvu nahī, ati bhakti karavī nahī, sarve sādhāraṇ gnāne karīne karavu to zāzu māne chhe. Traṇ jaṇ jaḷmā besī rahetā te lohī nīkaḷatu, tene paṇ Mahārāj kahetā je, "Ghoḍo besavā maḷe te sāru kāḍho chho?"2 Em Mahārāj vaḍhatā. Māṭe huhāṭo Mahārājne nathī gamato, em kahyu.

Spiritual Endeavours (16.38) / (6/89)

1. Samajaṇ vagarnu.

2. Nājo Jogiyo vagere shiyāḷāmā ṭhanḍā pāṇīmā besī tap karatā. Jethī lohī nīkaḷe eṭale chalāy nahī, tethī ghoḍo besavā mānge. Ām, ghoḍā sāru yukti-prayukti karatā.

બીજું એ જે, સારા સાથે જીવ બાંધવો. કેમ જે, કહેનારા કોઈ ન મળે ત્યારે એ કરવું ને સુખિયા રહેવું. ને પોતાની ખોટ કહેવી ને જે ન સૂઝતી હોય તેઓને કહેવું જે, “હુંમાં જે જે વાતની ખોટ હોય તે દયા કરીને તમે કહેજો.” એમ રોજ કહેવું, કાં આઠ દિવસે, કાં પંદર દિવસે, કાં મહિને તો જરૂર કહેવું; કાં જે, મહિને તો જરૂર કોઈક ભેગ થઈ જાય. તે ઉપર નામાના વચનામૃતનું કહ્યું જે, મહિને ન ચૂકવે તો ભેળું થઈ જાય. આમ ભગવાનને ગમે છે, તે ગમતું તમને કહ્યું.

સાધન (16.39) / (૬/૯૦)

Another thing is that one should attach one’s jiva to the great Sadhu. Since, when there is no one to tell us of our faults, keeping his company will help one to remain happy. Describe one’s own faults to him. And if they are not noticed by oneself, tell him, “Please mercifully tell me all my faults.” Request like this daily, or every eight days, or every fifteen days, but certainly every month. Since, throughout the month some mistakes must have been made. On this, ‘The Merchant’s Balance Sheet’ Vachanamrut (Gadhada I-38) was narrated, “If payment is not made monthly then it accumulates.” (So do not allow faults to accumulate.) God likes it this way.

Spiritual Endeavours (16.39) / (6/90)

Bīju e je, sārā sāthe jīv bāndhavo. Kem je, kahenārā koī na maḷe tyāre e karavu ne sukhiyā rahevu. Ne potānī khoṭ kahevī ne je na sūzatī hoy teone kahevu je, "Humā je je vātnī khoṭ hoy te dayā karīne tame kahejo." Em roj kahevu, kā āṭh divase, kā pandar divase, kā mahine to jarūr kahevu; kā je, mahine to jarūr koīk bheg thaī jāy. Te upar Nāmānā Vachanāmṛutnu1 kahyu je, mahine na chūkave to bheḷu thaī jāy. Ām Bhagwānne game chhe, te gamatu tamane kahyu.

Spiritual Endeavours (16.39) / (6/90)

Vat Selection

sort Prakarans Categories
Go to: arrow_circle_right
loading