share

॥ સ્વામીની વાતો ॥

પ્રકરણ: ૬

વાત: ૭૧ થી ૮૦

બજારમાં ને પાડોશમાં વિષયનાં ઢોલ વાગે છે તે સાચવવું, નીકર નાક કપાઈ જાશે. ઓલ્યા કેશોદવાળાને સાઠ્ય હજાર દંડ ભરવો પડ્યો, તેની સાઠ્ય બાયડી થઈ, તે એક કરી હોત તો ધર્મ ન લોપાત. માટે ધર્મ લોપ્યે આમ થાય છે; માટે ધર્મ રાખીને પ્રભુ ભજવા અને મોટો અન્નકૂટ કર્યો ત્યારે ભક્તિમાતાએ પ્રત્યક્ષ દર્શન આપ્યાં. ત્યારે બાઇયું કહે, “મહારાજ! આ ભક્તિમાતા આવ્યાં છે.” ત્યારે કહે, “રાખો ને જાઓ કહો જે, રહેશો?” પછી એમ કહ્યું એટલે કહે, “હું તો પતિવ્રતા છું, તે જો ધર્મ રાખો તો હું રહું.” પછી મહારાજ કહે, “જો ધર્મ રાખશો તો ભક્તિ રહેશે.” માટે આપણે પણ સૌ ત્યાગી, ગૃહસ્થ જો ધર્મ રાખશું તો ભક્તિ રહેશે, એમ સિદ્ધાંત છે.

ભગવાન અને સંતની આજ્ઞા (14.23) / (૬/૭૧)

The bazaar and surroundings encourage the enjoyment of sense objects. So one must be careful or one will be disgraced. A person from Keshod1 had to pay a fine of sixty thousand, but if he had only married one, then he would not have transgressed dharma. Therefore, such things happen when one transgresses dharma. Therefore, while observing dharma, worship God. When a huge annakut was offered at Gadhada, Bhaktimata manifested to give darshan. Then the women devotees said, “Maharaj, Bhaktimata has come.” So he said, “Keep her there by asking her, ‘Will you stay?’” When this was conveyed to her, she replied, “I am a faithful wife, so if you keep dharma I’ll stay.” Then Maharaj said, “See, if you keep dharma then bhakti will stay.” So, if all of us, renunciants and householders, observe dharma then bhakti will stay. That is a fact.

Commands of God and His Holy Sadhu (14.23) / (6/71)

1. Refers to a person who lived in Keshod at the time and had many extramarital affairs, as a result of which he incurred heavy fines.

Bajārmā ne pāḍoshmā viṣhaynā ḍhol vāge chhe te sāchavavu, nīkar nāk kapāī jāshe. Olyā Keshodvāḷāne sāṭhya hajār danḍ bharavo paḍyo, tenī sāṭhya bāyaḍī thaī, te ek karī hot to dharma na lopāt. Māṭe dharma lopye ām thāy chhe; māṭe dharma rākhīne Prabhu bhajavā ane moṭo annakūṭ karyo tyāre Bhaktimātāe pratyakṣha darshan āpyā. Tyāre bāiyu kahe, “Mahārāj! Ā Bhaktimātā āvyā chhe.” Tyāre kahe, “Rākho ne jāo kaho je, rahesho?” Pachhī em kahyu eṭale kahe, “Hu to pativratā chhu, te jo dharma rākho to hu rahu.” Pachhī Mahārāj kahe, “Jo dharma rākhasho to bhakti raheshe.” Māṭe āpaṇe paṇ sau tyāgī, gṛuhasth jo dharma rākhashu to bhakti raheshe, em siddhānt chhe.

Commands of God and His Holy Sadhu (14.23) / (6/71)

એકલિયાની પણ કાળાખરિયું ચાલી આવી છે, તે સારુ ભલે વહેવાર થોડો થાય પણ એકલિયા ઝાઝા કરવા નહીં. ને આ અમારે તો એક છે તો પણ થરથર બીએ છીએ જે, કાંઈ કફાદ ઊઠશે. અને અર્થી દોષાન્ ન પશ્યતિ એમ છે, બબે-ત્રણ વરસ સુધી ફરવા કાઢે છે તેમાં પણ તેનાં અંતર ફરી જાય છે; તેની ફકર રાખીને વારંવાર ભેળા કરીને વાતું કરીએ ત્યારે ઠીક રહે, તે પણ જાણ્યું જોઈએ. ને ગૃહસ્થને બાઈડી, છોકરાં, રૂપિયા ને ખાવું એ બંધનકારી; ને ત્યાગીને દેહ, ઇન્દ્રિયું, ચેલો ને ખાવું એ બંધનકારી. માટે એમાં લેવાવું નહીં.

(૬/૭૨)

૧. જોડ વગર ફરવાની છૂટવાળા ત્યાગી.

૨. મરણના સમાચાર, મેલા કાગળ, પતનના સમાચાર અથવા કાળે કરીને ક્ષરણ - પતન થવું તે. કાલક્ષરણમ્.

૩. મૂળ શબ્દ કફાત, કજિયો, ટંટો.

૪. ન પશ્યતિ ચ જન્માન્ધઃ કામાન્ધો નૈવ પશ્યતિ। ન પશ્યતિ મદોન્મત્તો હ્યર્થી દોષાન્ ન પશ્યતિ॥ અર્થ: જેમ જન્મથી જ અંધ વ્યક્તિ કંઈ જોઈ શકતો નથી, કામ વાસનામાં ચકચૂર વ્યક્તિ કંઈ જોતો નથી, નશાથી ઉન્મત્ત થયેલ વ્યક્તિ કંઈ જોતો નથી, તેમ સ્વાર્થી-લોભી મનુષ્ય પણ અનર્થ કરવામાં કોઈ દોષ જોતો નથી.

Ominous letters regarding ekaliyā1 have continued to come. Therefore, it is okay if social affairs are slight, but we should not gather many ekaliyā. And I only have one and yet I frightfully tremble lest some quarrel occurs. This is like Arthī doṣhān na pashyati.2 If one is allowed to travel for two or three years, then their heart may be affected negatively. Therefore, we take care and gather everyone to discourse to them again and again - that should be understood. And for gruhasthas, a woman, children, money, and food are binding. For renunciants, the body, indriyas, disciples, and food are binding. Therefore, one should not fall for these.

(6/72)

1. Ekaliyā refers to renunciants of the Swaminarayan sampradāy who are allowed to stay alone and travel alone without a companion. They were allowed some freedom because of some extra duties assigned to them. However, because of this freedom, there is a fear of their niyams being relaxed and transgressing some disciplines. Therefore, Gunatitanand Swami is cautioning to not give too many renunciants this freedom.

2. Just as a person born blind cannot see anything, one who is overcome with lust cannot see right from wrong. Similarly, the selfish and greedy do not see anything wrong in immoral conduct.

Ekaliyānī1 paṇ kāḷākhariyu2 chālī āvī chhe, te sāru bhale vahevār thoḍo thāy paṇ ekaliyā zāzā karavā nahī. Ne ā amāre to ek chhe to paṇ tharthar bīe chhīe je, kāī kafād3 ūṭhashe. Ane Arthī doṣhān na pashyati4 em chhe, babe-traṇ varas sudhī faravā kāḍhe chhe temā paṇ tenā antar farī jāy chhe; tenī fakar rākhīne vāramvār bheḷā karīne vātu karīe tyāre ṭhīk rahe, te paṇ jāṇyu joīe. Ne gṛuhasthne bāīḍī, chhokarā, rūpiyā ne khāvu e bandhankārī; ne tyāgīne deh, indriyu, chelo ne khāvu e bandhankārī. Māṭe emā levāvu nahī.

(6/72)

1. Joḍ vagar faravānī chhūṭavāḷā tyāgī.

2. Maraṇnā samāchār, melā kāgaḷ, patannā samāchār athavā kāḷe karīne kṣharaṇ - patan thavu te. Kālkṣharaṇam.

3. Mūḷ shabda kafāt, kajiyo, ṭanṭo.

4. Na pashyati cha janmāndhah kāmāndho naiva pashyati; Na pashyati madonmatto hyarthī doṣhān na pashyati. Arth: jem janmathī ja andha vyakti kaī joī shakato nathī, kām vāsanāmā chakchūr vyakti kaī joto nathī, nashāthī unmatta thayel vyakti kaī joto nathī, tem svārthī-lobhī manuṣhya paṇ anarth karavāmā koī doṣh joto nathī.

વારંવાર અંતર્દૃષ્ટિ કરવી જે, ‘આ તે હું શું કરવા આવ્યો છું ને શું થાય છે?’ દેહ ઉન્મત્ત છે, ઇન્દ્રિયું ઉન્મત્ત છે તે સારુ પ્રથમ ભક્તિ કરવી, કેમ જે, મહારાજ ભક્તિવાળા ઉપર બહુ રાજી થાતા ને થાળ આપતા. અને ભક્તિએ કરીને, વ્રત ઉપવાસે કરીને, તપે કરીને નિર્દય થકો ઇન્દ્રિયુંને ને દેહને દંડ દેવો ત્યારે ભગવાન ભજવા દે છે ને ભગવાન રાજી થાય છે; ને પ્રકૃતિપુરુષ સુધી પંચવિષયરૂપી હોળી લાગી છે તે કૂટે છે. મહારાજ કહે, “પંચવિષયરૂપી પાતાળ ફાટ્યાં છે તે પાણીએ ભરવા માંડે પણ ભરાય નહીં.” ‘વૈરી ઘર માંહિ તેરે જાનત સનેહી મેરે’ તે માટે માયિક ધૂડ્ય જેવા પંચવિષય તેનો ત્યાગ કરી દેવો ને આ ને આ દેહે ખોટા કરી નાખવા ને મળવત્ કરીને સર્વને નાશવંત ને તુચ્છ જાણવા. એવી રીત્યે દેહ, લોક, ભોગ, દેવતાના લોક એ સર્વેનો નિષેધ કરવો, તેણે કરીને વૈરાગ્યને પમાય છે ને તેને પામીને અંતર્દૃષ્ટિ કરવી, આ લોકમાં શો માલ છે! ને આ વાડી લીધી છે તે શું? પાણા ને કાંટા છે, અમને તો કાંઈ માલ જણાણો નહીં, પણ આ બજારના કાંટા કરતાં એ સારા છે. અને શહેર સેવવે કરીને પણ બહુ જ બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે ને શહેર કરતાં ગામડું સારું, કેમ જે, ગામડામાં એક વાર હોળી અને શહેરમાં બારે માસ હોળી ને બારે માસ દિવાળી, ને ગામડામાં વિવાહ હોય ત્યારે વિવાહ ને શહેરમાં બારે માસ વિવાહ, પણ એમાં કાંઈ માલ નથી.

પંચવિષય-વાસના-વ્યસન (25.27) / (૬/૭૩)

૧. શબ્દ, રૂપ આદિ વિષયોનાં આકર્ષણો.

Repeatedly introspect: what have I come to do and what is happening.

Both the body and senses are foolish. So, first offer devotion as Maharaj used to be happy with those who were devout and gave them his sanctified food. Mercilessly punish the senses and body through observances, austerities, fasts, etc. so they will let you worship God. By this God is pleased.

Maharaj says that Pātāl in the form of sense pleasures has split open and if we begin to fill it with water, it cannot be filled. ‘Vairi gharmāhi tere jānat sanehi mere.’1 Therefore, the transient and dirt-like material pleasures should be shunned, and with this very body, they should be negated. And like faeces, they should be known as perishable and insignificant. In this way, the body, world, material pleasures, abodes of minor deities should all be negated. By this, detachment can be attained and after attaining it, introspect whether there is any worth in this world.

So what if this farm has been bought? It is stones and thorns and we do not see any value in it. But they are better than the thorns of this bazaar. Since by living in the city, the mind is corrupted. And a village is better than a city, since, in a village, Holi comes only once, while in a city, Holi is for all twelve months and Diwali is also for all twelve months. So, in a village, there are occasional weddings, while in the city, there are weddings all year round – but there is no worth in it (the city).

Material Pleasures-Desires-Addictions (25.27) / (6/73)

1. There are enemies in your home, yet you believe them to be your friends – that is a mistake.

Vāramvār antardraṣhṭi karavī je, ‘Ā te hu shu karavā āvyo chhu ne shu thāy chhe?’ Deh unmatta chhe, indriyu unmatta chhe te sāru pratham bhakti karavī, kem je, Mahārāj bhaktivāḷā upar bahu rājī thātā ne thāḷ āpatā. Ane bhaktie karīne, vrat upavāse karīne, tape karīne nirday thako indriyune ne dehne danḍ devo tyāre Bhagwān bhajavā de chhe ne Bhagwān rājī thāy chhe; ne Prakṛuti-Puruṣh sudhī panch-viṣhayrūpī hoḷī lāgī chhe te kūṭe chhe. Mahārāj kahe, “Panch-viṣhayrūpī pātāḷ fāṭyā chhe te pāṇīe bharavā mānḍe paṇ bharāy nahī.” ‘Vairī ghar māhi tere jānat sanehī mere’ Te māṭe māyik dhūḍya jevā panch-viṣhay teno tyāg karī devo ne ā ne ā dehe khoṭā karī nākhavā ne maḷavat karīne sarvane nāshavant ne tuchchha jāṇavā. Evī rītye deh, lok, bhog, devatānā lok e sarveno niṣhedh karavo, teṇe karīne vairāgyane pamāy chhe ne tene pāmīne antardraṣhṭi karavī, ā lokmā sho māl chhe! Ne ā vāḍī līdhī chhe te shu? Pāṇā ne kānṭā chhe, amane to kāī māl jaṇāṇo nahī, paṇ ā bajārnā kānṭā1 karatā e sārā chhe. Ane shaher sevave karīne paṇ bahu ja buddhi bhraṣhṭa thaī jāy chhe ne shaher karatā gāmaḍu sāru, kem je, gāmaḍāmā ek vār Hoḷī ane shahermā bāre mās Hoḷī ne bāre mās Divāḷī, ne gāmaḍāmā vivāh hoy tyāre vivāh ne shahermā bāre mās vivāh, paṇ emā kāī māl nathī.

Material Pleasures-Desires-Addictions (25.27) / (6/73)

1. Shabda, rūp ādi viṣhayonā ākarṣhaṇo.

“ભગવાન ભજવામાં સુખ છે, ને જે જે થાય છે તે સંસ્કારે થાય છે. તે શિવલાલને પહોર - દોઢ પહોર ધ્યાનમાં બેસાય ને અભેસંગને બે પહોરનું ધ્યાન, તે ચાહ્ય તે કામ આવે, પણ બેસે એવું નિયમ. ત્યારે એ બધું સંસ્કાર, તે કોઈક મોટા સાધુની દૃષ્ટિ.” એમ મર્મમાં પોતાનું સામર્થ્ય કહ્યું.

ભગવાનનું ધ્યાન અને ભક્તિ (25.28) / (૬/૭૪)

There is happiness in worshipping God. And whatever happens is due to the consequence of past actions. Shivlal Sheth of Botad could sit in meditation for up to 4½ hours daily and Abhesinh meditated for 6 hours. He resolved to sit in meditation, no matter what work arose. All that is due to past actions and the blessings of some great Sadhu. Thus, in essence, Swami described his own powers.

Worship and Meditation of God (25.28) / (6/74)

“Bhagwān bhajavāmā sukh chhe, ne je je thāy chhe te sanskāre thāy chhe. Te Shivlālne pahor-doḍh pahor dhyānmā besāy ne Abhesangne be pahornu dhyān, te chāhya te kām āve, paṇ bese evu niyam. Tyāre e badhu sanskār, te koīk Moṭā Sādhunī draṣhṭi.” Em marmamā potānu sāmarthya kahyu.

Worship and Meditation of God (25.28) / (6/74)

“ગોપાળાનંદ સ્વામીની વાતમાં એમ છે જે, ‘મુમુક્ષુ વિના સાધુ ન ઓળખાય,’” તે અમદાવાદના એક સાધુ આગળ કહ્યું ને પછી બોલ્યા જે, “સંસ્કાર વિના કાંઈ થાય નહીં. તે જુઓને! આપણે પણ સંસ્કારે ભેળા થયા છીએ, ને મેં એક કણબી વાડીમાં હતો તેને કહ્યું જે, ‘પટેલ, ભગવાન ભજશો?’ ત્યારે કહે, ‘હા.’ ત્યારે કહ્યું જે, ‘ચાલોને આંહીં નદીએ, અમારા મોટા સાધુ કૃપાનંદ સ્વામી આવ્યા છે.’ પછી ત્યાં જઈને વર્તમાન ધરાવ્યાં. તે સાધુ થઈને મણિ જેવા થયા. તે એમ સંસ્કારે વાત થાય છે.” એમ કહીને કીર્તન ‘સંત સમાગમ કીજે’ એ પદ બોલાવ્યાં.

(૬/૭૫)

૧. ગુણાતીતાનંદ સ્વામી કૃપાનંદ સ્વામી સાથે ગામડે વિચરણ કરતા. તે વખતે એક વાડીમાં પટેલ ખેતી કરતા હતા. સ્વામી કહે, “પટેલ! ભગવાન ભજશો?” પટેલ કહે, “હા.” પછી નદીમાં કૃપાનંદ સ્વામી પાસે લઈ ગયા ને વર્તમાન ધરાવ્યાં. વાડીએ આવ્યા પછી પટેલને વિચાર આવ્યો કે, “ભગવાન ભજવા ને વાડી કરવી - આ બંને સાથે ન બને.” એમ વિચારી બળદને ઘેર હાંકી મૂક્યા ને સંતો પાસે દોડતાં આવ્યા ને કહ્યું, “તમારા ભેળા ભગવાન ભજવા આવવું છે.” પછી જૂનાગઢ આવ્યા ને દીક્ષા લીધી. તેમનું નામ રમાકાન્તાનંદ સ્વામી. પછી તે સાધુ મણિ જેવા થયા. જૂનાગઢ મંદિરમાં સુખશય્યાની સેવામાં રહેતા.

Swami said to one sadhu from Amdavad, “Gopalanand Swami said, ‘No one other than an aspirant can recognize the Sadhu.’” And then he continued, “Without past merits (sanskārs), nothing happens. Look! We have gathered here because of past merits. I once asked a farmer in his field, ‘Patel, will you worship God?’ He said, ‘Yes.’ I said, ‘Let’s go to the river where the great sadhu Krupanand Swami is.’ Then, we went there and gave him the vows of satsang to observe. He became a jewel among sadhus.1 This happens because of past merits.” Then, Swami had the kirtan ‘Sant samāgam kīje’ sung.

(6/75)

1. The farmer left with Gunatitanand Swami because he introspected that - taking care of the field and worshiping God - both cannot be done together. He became a sadhu in Junagadh and was named Ramākāntānand Swāmi. He served in the sukh-shaiyyā of Junagadh mandir.

“Gopāḷānand Swāmīnī vātmā em chhe je, ‘Mumukṣhu vinā sādhu na oḷakhāy,’” te Amdāvādnā ek sādhu āgaḷ kahyu ne pachhī bolyā je, “Sanskār vinā kāī thāy nahī. Te juone! Āpaṇe paṇ sanskāre bheḷā thayā chhīe, ne me ek Kaṇabī vāḍīmā hato tene kahyu je, ‘Paṭel Bhagwān bhajasho?’ Tyāre kahe, ‘Hā.’ Tyāre kahyu je, ‘Chālone āhī nadīe, amārā moṭā sādhu Kṛupānand Swāmī āvyā chhe.’ Pachhī tyā jaīne vartamān dharāvyā. Te sādhu thaīne maṇi jevā thayā.1 Te em sanskāre vāt thāy chhe.” Em kahīne kīrtan ‘Sant samāgam kīje’ e pad bolāvyā.

(6/75)

1. Guṇātītānand Swāmī Kṛupānand Swāmī sāthe gāmaḍe vicharaṇ karatā. Te vakhate ek vāḍīmā Paṭel khetī karatā hatā. Swāmī kahe, “Paṭel! Bhagwān bhajasho?” Paṭel kahe, “Hā.” Pachhī nadīmā Kṛupānand Swāmī pāse laī gayā ne vartamān dharāvyā. Vāḍīe āvyā pachhī Paṭelne vichār āvyo ke, “Bhagwān bhajavā ne vāḍī karavī - ā banne sāthe na bane.” Em vichārī baḷadne gher hānkī mūkyā ne santo pāse doḍatā āvyā ne kahyu, “Tamārā bheḷā Bhagwān bhajavā āvavu chhe.” Pachhī Jūnāgaḍh āvyā ne dīkṣhā līdhī. Temanu nām Ramākāntānand Swāmī. Pachhī te sādhu maṇi jevā thayā. Jūnāgaḍh mandirmā Sukh-shayyānī sevāmā rahetā.

વળી, સત્સંગિજીવનનું સાર મહારાજે શ્રીવાસુદેવવિમલામૃતધામવાસં એ સ્તોત્ર કાઢ્યું છે ને તેનું સાર છેલ્લો શ્લોક ધર્મસ્ત્યાજ્યો ન કૈશ્ચિત્ એ છે, તે પ્રમાણે રહે તો બહુ સારો થાય. ને આશરો દૃઢ રાખવો, વ્યભિચારિણી ભક્તિ કરવી નહીં ને નિષ્કામ ભક્ત થાવું ને ઉત્તમ પતિવ્રતાનાં લક્ષણ તો કેને કહીએ જે, કોઈ દેવ-દેવી કે ઈશ્વરાદિકનો લગારે ભાર પડે નહીં. એવા ભક્ત મહારાજ કહે, “અમને બહુ ગમે છે.”

ભગવાનનો આશરો (24.20) / (૬/૭૬)

૧. આ શ્લોક સત્સંગિજીવના સારભૂત બે શ્લોક પૈકી એક છે. તેનો અર્થ છે, ‘વેદ-શાસ્ત્રમાં કહેલા સદાચારરૂપી ધર્મનો કોઈએ પણ ક્યારેય ત્યાગ કરવો નહીં, ને પોતાના આત્માને બ્રહ્મરૂપ માનીને તેજોમય અક્ષરધામમાં વિરાજમાન એવા સદા એક દિવ્ય સાકાર મૂર્તિ શ્રી વાસુદેવ ભગવાનની ભક્તિ કરવી તથા ભગવાન સિવાય બીજી વસ્તુમાંથી અલ્પ પણ પ્રીતિનો સંપૂર્ણ ત્યાગ કરી, પરમાત્મા પુરુષોત્તમ નારાયણનું માહાત્મ્ય જાણવા માટે એકાંતિક સંતોની સેવા કરવી. એમ શ્રી ધર્મદેવના પુત્ર શ્રી નીલકંઠ વર્ણી પોતાના આશ્રિતોને ઉપદેશ કરે છે...’

The essence of the Satsangijivan has been summarized by Maharaj in the verses of ‘Shri Vāsudeva-vimalāmruta dhāmavāsam’1 and the essence of this is the last shlok in ‘Dharmastyājyo na kaischit.’2 If one lives according to this, a lot of good will happen. So, be firm in one’s refuge. Do not offer unfaithful devotion, but become a desireless devotee. The qualities of the highest faithful (devotee) are described as those on whom no gods, goddesses or ishwars, etc. have any influence. “Such a devotee,” Maharaj says, “I like a lot.”

Refuge in God (24.20) / (6/76)

1. This is the first shlok of a series of 11 shloks in the Satsangijivan: section 5, chapter 66, shloks 12-22.

2. This is the last shlok of the 55th chapter of the fifth section of the Satsangijivan. Meaning: “Nobody should forsake their dharma as described in the Vedas. Without harbouring even a trace of attachment to any material things, one should identify one’s ātmā with Aksharbrahman and offer devotion to the brilliant and luminous murti of God. To offer devotion and understand the glory of Shri Hari keep the close company of sadhus,” says Nilkanth, the son of Dharma, to his devotees. - Satsangijivan 5/55/28

Vaḷī, Satsangijīvannu sār Mahārāje Shrī-Vāsudev-Vimalāmṛut-Dhām-Vāsam e stotra kāḍhyu chhe ne tenu sār chhello shlok Dharmastyājyo na kaishchit1 e chhe, te pramāṇe rahe to bahu sāro thāy. Ne āsharo draḍh rākhavo, vyabhichāriṇī bhakti karavī nahī ne niṣhkām bhakta thāvu ne uttam pativratānā lakṣhaṇ to kene kahīe je, koī deva-devī ke īshvarādikno lagāre bhār paḍe nahī. Evā bhakta Mahārāj kahe, "Amane bahu game chhe."

Refuge in God (24.20) / (6/76)

1. Ā shlok Satsangijīvanā sārbhūt be shlok paikī ek chhe. Teno artha chhe, ‘Ved-shāstramā kahelā sadāchārrūpī dharmano koīe paṇ kyārey tyāg karavo nahī, ne potānā ātmāne brahmarūp mānīne tejomay Akṣhardhāmmā virājmān evā sadā ek divya sākār mūrti Shrī Vāsudev Bhagwānnī bhakti karavī tathā Bhagwān sivāy bījī vastumāthī alp paṇ prītino sampūrṇa tyāg karī, paramātmā Puruṣhottam Nārāyaṇnu māhātmya jāṇavā māṭe ekāntik santonī sevā karavī. Em Shrī Dharmadevnā putra Shrī Nīlakanṭh Varṇī potānā āshritone updesh kare chhe...’

આ દેહે ભગવાનને ભજી લેવા, ને દેહ તો હમણાં પડશે, માટે આ તો વીજળીના ઝબકારામાં મોતી પરોવી લેવું, તેમ થોડામાં કામ કાઢી લેવું. ને કોઈ વાતનો મમત કે પક્ષપાત ન રાખવો; કાં જે, એમાં બહુ ભૂંડું થાય છે.

ભગવાનનું ધ્યાન અને ભક્તિ (25.29) / (૬/૭૭)

Worship God with this body since this body will pass away at any time. This task is like instantly threading a pearl in a flash of lightning. Similarly, achieve your work (i.e. worship God) in the little time you have (i.e. during one’s lifetime). And do not harbour attachment for or bias towards anything. Since, much bad results from that.

Worship and Meditation of God (25.29) / (6/77)

Ā dehe Bhagwānne bhajī levā, ne deh to hamaṇā paḍashe, māṭe ā to vījaḷīnā zabakārāmā motī parovī levu, tem thoḍāmā kām kāḍhī levu. Ne koī vātno mamat ke pakṣhapāt na rākhavo; kā je, emā bahu bhūnḍu thāy chhe.

Worship and Meditation of God (25.29) / (6/77)

“વળી, દેશ કાંઈ કોઈના બાપના નથી, એ તો મહાજનો યેન ગતઃ સ પંથાઃ જે એણે લેખ કરી આપ્યા છે તેમાં જોઈને તે પ્રમાણે વરતવું ને તેથી અધિક સારુ કરીને અરજીયું પડે તો વધુ વધે ને લાજ જાય ને ત્રીજાનું ફાવે. માટે ધર્મવેરો, નામવેરો લાવીને ભજન કરવું. પણ હજારો રૂપિયા ખરાબ ન મેળવવા. તે ‘કવલીને દોહીને કૂતરીને પાવું’ એમાં શું માલ છે? ને એમ કરતાં જો રહેવાય નહીં તો પંચાતિયા કરવા, તે લેખ જોઈને તે પ્રમાણે કરે,” ત્યારે કો’કે પૂછ્યું જે, “તે વધું ઘટું કરે તો?” ત્યારે સ્વામી કહે, “તેને પાપ લાગે. તે જો આનીકોર વધુ કરે તો પણ પાપ લાગે ને ઓલીકોર વધુ કરે તોય પણ પાપ લાગે. તે કર્મવિપાક ગ્રંથમાં કહ્યું છે જે, ‘પંચ કરે તે જો અવળી પંચાત્ય કરે તો તેને ક્ષય રોગ થાય.’ માટે એમ વિચારવું જે, કોઈક ગામ આમ રહ્યું કે આમ ગયું તો શું! ઝાઝા રૂપિયા હશે તો ક્યાં રહે એવા છે! તે કોઈ ક્યાંઈ ને કોઈ ક્યાંઈ એ તો જાનારા જ, એ તો ચપળ માયા તે રહે જ નહીં. તે ઝાઝા ભેળા કર્યે સુખ રહે નહીં, અને આ લોક કજિયારૂપ છે તે થયા વગર રહે કેમ? તે કો’કને ઘરમાં બાપ-દીકરાને, સ્ત્રી-પુરુષને; તેમ આપણે પણ વહેવાર છે ને? તે થાય. ને વહેવારવાળાને પણ જાણવું જે, સ્ત્રી સાથે વિવાદ ન કરવો નીકર ઝેર દેશે, તેમ કોઈ રાજા સાથે કે બીજા કોઈ સાથે પણ ન કરવો. તે શિક્ષાપત્રીમાં જો જો. ન વિવાદઃ સ્ત્રિયા કાર્યઃ એ લખ્યું છે. માટે તે પણ જાણવું જોઈએ, નીકર પછી દુઃખ આવે. માટે તેમ ન કરવું.” એ આદિક ઘણી વાતું ઓલી કોરના સાધુ આગળ કરી.

(૬/૭૮)

૧. તર્કોઽપ્રતિષ્ઠઃ શ્રુતયો વિભિન્ના નૈકો ઋષિર્યસ્ય મતં પ્રમાણમ્।
ધર્મસ્ય તત્ત્વં નિહિતં ગુહાયાં મહાજનો યેન ગતઃ સ પન્થાઃ॥

અર્થ: વેદોની શ્રુતિઓ વિભિન્ન છે. સ્મૃતિઓ (ધર્મશાસ્ત્રો) પણ ભિન્ન ભિન્ન છે. વળી એક પણ મુનિ એવો નથી કે જેનું વચન પ્રમાણભૂત ગણી શકાય. અને વેદનું સારભૂત તત્ત્વ તો ઊંડી ગુફામાં છુપાયેલું છે. માટે મુમુક્ષુએ તો મોટાપુરુષ જે માર્ગે ચાલ્યા છે, એ જ માર્ગને સાચો ગણી તેને અનુસરવું. (મહાભારત: વનપર્વ, અ. ૩૧૩, ૧૭)

૨. કહેવત. ગાયને દોહવી તેનું પ્રયોજન કૂતરીને પિવડાવવું એ નથી. ઘરના છોકરા દૂધ માટે ટળવળે ને ગાયનું દૂધ પાળેલી કૂતરીને અપાય તો તે નિરર્થક છે. એ કરતાં ગાય ન રાખવી સારી.

૩. તકરારનો નિવેડો લાવવા નીમેલા પંચના માણસો.

“The dioceses do not belong to anyone. It is according to the saying Mahājano yen gatah sa panthāh1 - one should follow as according to what Maharaj had written in the document (Desh Vibhāg). Therefore, one should worship God while giving one-tenth of one’s income and a portion for the Dharmakul’s subsistence. However, one should not acquire money from wrongful methods. And what is the worth in milking a cow and feeding the milk to a dog? If one cannot remain from doing that, then resolve the disputes according to the (Desh Vibhāg) document.” Then, someone asked, “What if one favors one side more than the other?” Swami answered, “He incurs a sin. If one favors this side more, then they incur a sin; and if they favor the other side more, they still incur a sin. That is mentioned in the Karma-Vipāk scripture: ‘If one who mediates disputes passes a wrongful resolution, then he will contract tuberculosis.’ Therefore, one should think: so what if one village was included here or included there. Even if one has a lot of money, will it remain forever? [Money] will go here or elsewhere, because it is a swift māyā and will not stay. One will not be happy gathering much money. This world has a tendency for disputes, so how will disputes not occur? In someone’s home, father and son, husband and wife [argue]; in the same way, we also have relationships, do we not? So (arguments) will happen. Those who have worldly duties should also understand that one should not argue with a woman, otherwise one will be poisoned. Similarly, one should not argue with a king or anyone else. Just look in the Shikshapatri. [Maharaj] wrote: Na vivādah striyā kāryah (one should not argue with a woman). One should understand that, otherwise, one will encounter misery. Therefore, one should not do that.” In this manner, Swami spoke at length to the sadhus of the other diocese (Amdavad).2

(6/78)

1. The path of great Purush is the best path.

2. Examining the words in this narrative, Swami seems to be speaking about disputes that occur between the two dioceses, Vartal and Amdavad, regarding demarcation of villages between the two dioceses.

"Vaḷī, desh kāī koīnā bāpnā nathī, e to Mahājano yen gatah sa panthāh1 je eṇe lekh karī āpyā chhe temā joīne te pramāṇe varatavu ne tethī adhik sāru karīne arajīyu paḍe to vadhu vadhe ne lāj jāy ne trījānu fāve. Māṭe dharmavero, nāmvero lāvīne bhajan karavu. Paṇ hajāro rūpiyā kharāb na meḷavavā. Te 'Kavalīne dohīne kūtarīne pāvu'2 emā shu māl chhe? Ne em karatā jo rahevāy nahī to panchātiyā3 karavā, te lekh joīne te pramāṇe kare," tyāre ko'ke pūchhyu je, "Te vadhu ghaṭu kare to?" Tyāre Swāmī kahe, "Tene pāp lāge. Te jo ānīkor vadhu kare to paṇ pāp lāge ne olīkor vadhu kare toy paṇ pāp lāge. Te Karmavipāk granthamā kahyu chhe je, 'Panch kare te jo avaḷī panchātya kare to tene kṣhay rog thāy.' Māṭe em vichāravu je, koīk gām ām rahyu ke ām gayu to shu! Zāzā rūpiyā hashe to kyā rahe evā chhe! Te koī kyāī ne koī kyāī e to jānārā ja, e to chapaḷ māyā te rahe ja nahī. Te zāzā bheḷā karye sukh rahe nahī, ane ā lok kajiyārūp chhe te thayā vagar rahe kem? Te ko'kne gharmā bāp-dīkarāne, strī-puruṣhne; tem āpaṇe paṇ vahevār chhe ne? Te thāy. Ne vahevārvāḷāne paṇ jāṇavu je, strī sāthe vivād na karavo nīkar zer deshe, tem koī rājā sāthe ke bījā koī sāthe paṇ na karavo. Te Shikṣhāpatrīmā jo jo. Na vivādah striyā kāryah e lakhyu chhe. Māṭe te paṇ jāṇavu joīe, nīkar pachhī dukh āve. Māṭe tem na karavu." E ādik ghaṇī vātu olī kornā sādhu āgaḷ karī.

(6/78)

1. Tarkopratiṣhṭhah shrutayo vibhinnā naiko hruṣhiryasya matam pramāṇam;
Dharmasya tattvam nihitam guhāyām mahājano yen gatah sa panthāhā.

Arth: Vedonī Shrutio vibhinna chhe. Smṛutio (Dharmashāstro) paṇ bhinna bhinna chhe. Vaḷī ek paṇ muni evo nathī ke jenu vachan pramāṇbhūt gaṇī shakāy. Ane Vednu sārbhūt tattva to ūnḍī gufāmā chhupāyelu chhe. Māṭe mumukṣhue to Moṭā Puruṣh je mārge chālyā chhe, e ja mārgane sācho gaṇī tene anusarvu. (Mahābhārat: Vanparva, A. 313, 17)

2. Kahevat. Gāyne dohavī tenu prayojan kūtarīne pivaḍāvavu e nathī. Gharnā chhokarā dūdh māṭe ṭaḷvaḷe ne gāynu dūdh pāḷelī kūtarīne apāy to te nirarthak chhe. E karatā gāy na rākhavī sārī.

3. Takrārno niveḍo lāvavā nīmelā panchanā māṇaso.

“સંચિત, ક્રિયમાણ ને પ્રારબ્ધ તે પણ જાણવું, તે નીમ ધર્યાં તે દિવસથી સંચિત જે પૂર્વે કર્યાં પાપ તે બળી જાય, ને ક્રિયમાણ કરવું નહીં, ને પ્રારબ્ધ ભોગવવું પડે તેમાં મૂંઝાવું નહીં, ને જો તે પ્રારબ્ધ ન ભોગવાવે તો દેહ છૂટી જાય. કેમ જે, પ્રારબ્ધે કરીને તો દેહ બંધાણું છે, માટે ભોગવવાં. તે શૂળીનું કષ્ટ કાંટે ઉગારે.” પછી સાધુ સર્વે તથા હરિભક્ત સર્વેએ કહ્યું જે, “ઓહો! બહુ વાતું થાય છે, આ પ્રમાણે રહે તો કાંઈ દુઃખ જ આવે નહીં.” પછી સ્વામી કહે જે, “હું એકે ધારતો નથી. આફૂરી માંહેથી કે’વાય છે.” ત્યારે સાધુ કહે, “ભગવાન પ્રવેશ કરીને બોલાવે છે.” તો કે, “હા, એમ જ. તે જુઓને, એમ થાય છે તેમાંથી મોટા હરિજનનો, મોટા સાધુનો, આચાર્યનો ને મહારાજનો પણ અવગુણ આવે. પછી તેમાંથી મોડોવેલો મરવા ટાણે સાધુ પણ વિમુખ થઈ જાય. માટે તેમ ન જ કરવું.”

(૬/૭૯)

૧. જીવ અનાદિ છે, તેમ તેનું ચોર્યાસી લાખ યોનિમાં ભટકવું પણ અનાદિ છે. જુદા જુદા દેહમાં જીવે અનેક કર્મ કર્યાં છે, તે પાપ-પુણ્યનો સંચિત જથ્થો તે સંચિત કર્મ. આ જૂનો જથ્થો જીવ સાથે એકરસ થઈને રહે છે, તેને વાસના - કારણ શરીર કહેવાય છે. તેમાંથી મનુષ્ય શરીર (વિપાકોન્મુખ દેહ) બંધાય છે.

૨. હાલ વર્તમાનકાળે જે કર્મ કરીએ તેને ક્રિયમાણ કહે છે. ભગવાનના ભક્તને ક્રિયમાણ હોવા છતાં શુભ ક્રિયાને લીધે તેના પાશ નથી લાગતા. સંચિત તો બળી જ ગયાં છે. પ્રારબ્ધનું સુખ-દુઃખ ભગવાનની ઇચ્છાને અવલંબે છે. છતાં કુસંગ કરે તો તેનું સંચિત કર્મ બંધાવા લાગે છે ને ફરી માયામાં લપટાય છે. જન્મ-મરણ ઊભું થાય છે. પૂર્ણ પુરુષોત્તમ નારાયણ, અક્ષરબ્રહ્મ કે મુક્ત - ત્રણેને કર્મબંધન નથી. દેહ ધરવામાં કાળ, કર્મ કે માયાને તેઓ આધીન થતા નથી. સ્વતંત્ર છે ને જે જન્મ-મરણ જેવું દેખાય છે તે નટની માયા જેવું છે.

૩. મનુષ્ય યોનિમાં પ્રારબ્ધ પ્રમાણે દેહની સ્થિતિ-રીતિ હોય છે. ભગવાનનો ભક્ત થાય અને કદાચ આ ને આ દેહે મુક્ત થઈ જાય તો પણ દેહ પ્રારબ્ધનો બન્યો હોવાથી સુખ-દુખ ભોગવવું પડે છે. અન્ય મનુષ્ય કરતાં ભક્તને એટલું વિશેષ છે કે ભગવાન તેના પ્રારબ્ધનું નિયંત્રણ કરે છે. એટલે ભગવાનની ઇચ્છા એ જ ભક્તનું પ્રારબ્ધ બની રહે છે.

૪. નિયમ.

૫. વર્તમાન ધરાવ્યાં પછી નિયમ લોપવા નહીં. બાકી નિત્ય, નૈમિત્તિક કર્મ તો કરવાનું રહે છે.

“One should understand the three karmas: sanchit, kriyamān, and prārabdh. The day one took the vows of satsang, one’s sanchit karmas have been destroyed. And one should not engage in kriyamān karamas (i.e. transgress the niyams of satsang). And one has to indulge in (live through) their prarabhda karmas, but one should not become frustrated in that. If [God] does not allow one to live out their prārabdha, then the body would be destroyed. Why? Because the body is forged from the prārabdha karmas. Therefore, one should indulge as according to their prārabdha, and [God] will reduce one’s fate of capital punishment with a thorn prick.” Then, the sadhus and devotees all said, “O! You speak a lot and if one behaves accordingly, then one will not be unhappy.” Swami said, “I do not have to think. The [talks] spring from within.” The sadhus replied, “God enters you and inspires you to speak.” Swami confirmed, “Yes, it is exactly like that. Just see. Even so, one finds a fault in the great devotees, the great Sadhu, the āchāryas and even Maharaj. Then, at the time of his death, he becomes excommunicated from the great Sadhu. One should not do that.”

(6/79)

"Sanchit,1 kriyamāṇ2 ne prārabdh3 te paṇ jāṇavu, te nīm4 dharyā te divasthī sanchit je pūrve karyā pāp te baḷī jāy, ne kriyamāṇ karavu nahī,5 ne prārabdh bhogavavu paḍe temā mūnzāvu nahī, ne jo te prārabdh na bhogavāve to deh chhūṭī jāy. Kem je, prārabdhe karīne to deh bandhāṇu chhe, māṭe bhogavavā. Te shūḷīnu kaṣhṭ kānṭe ugāre." Pachhī sādhu sarve tathā haribhakta sarvee kahyu je, "Oho! Bahu vātu thāy chhe, ā pramāṇe rahe to kāī dukh ja āve nahī." Pachhī Swāmī kahe je, "Hu eke dhārato nathī. Āfūrī māhethī ke'vāya chhe." Tyāre sādhu kahe, "Bhagwān pravesh karīne bolāve chhe." To ke, "Hā, em ja. Te juone, em thāy chhe temāthī moṭā harijanno, moṭā sādhuno, āchāryano ne Mahārājno paṇ avaguṇ āve. Pachhī temāthī moḍovelo maravā ṭāṇe sādhu paṇ vimukh thaī jāy. Māṭe tem na ja karavu."

(6/79)

1. Jīv anādi chhe, tem tenu choryāsī lākh yonimā bhaṭakavu paṇ anādi chhe. Judā judā dehmā jīve anek karma karyā chhe, te pāp-puṇyano sanchit jaththo te sanchit karma. Ā jūno jaththo jīv sāthe ekras thaīne rahe chhe, tene vāsanā - kāraṇ sharīr kahevāy chhe. Temāthī manuṣhya sharīr (vipākonmukh deh) bandhāy chhe.

2. Hāl vartamānkāḷe je karma karīe tene kriyamāṇ kahe chhe. Bhagwānnā bhaktane kriyamāṇ hovā chhatā shubh kriyāne līdhe tenā pāsh nathī lāgatā. Sanchit to baḷī ja gayā chhe. Prārabdhanu sukh-dukh Bhagwānnī ichchhāne avalambe chhe. Chhatā kusang kare to tenu sanchit karma bandhāvā lāge chhe ne farī māyāmā lapaṭāy chhe. Janma-maraṇ ūbhu thāy chhe. Pūrṇa Puruṣhottam Nārāyaṇ, Akṣharbrahma ke mukta - traṇene karmabandhan nathī. Deh dharavāmā kāḷ, karma ke māyāne teo ādhīn thatā nathī. Svatantra chhe ne je janma-maraṇ jevu dekhāy chhe te naṭnī māyā jevu chhe.

3. Manuṣhya yonimā prārabdha pramāṇe dehnī sthiti-rīti hoy chhe. Bhagwānno bhakta thāy ane kadāch ā ne ā dehe mukta thaī jāy to paṇ deh prārabdhano banyo hovāthī sukh-dukh bhogavavu paḍe chhe. Anya manuṣhya karatā bhaktane eṭalu visheṣh chhe ke Bhagwān tenā prārabdhanu niyantraṇ kare chhe. Eṭale Bhagwānnī ichchhā e ja bhaktanu prārabdh banī rahe chhe.

4. Niyam.

5. Vartamān dharāvyā pachhī niyam lopavā nahī. Bākī nitya, naimittik karma to karavānu rahe chhe.

વળી આત્મનિષ્ઠ થાવું, તે કાંઈ જોઈએ જ નહીં. એ મારગમાં દુઃખ ન મળે. તે ઉપર ગુજરાતના પાણાનું કહ્યું. માટે એ મારગ જ નિર્વિઘ્ન છે, તે પાર પડે છે.

આત્મનિષ્ઠા-બ્રહ્મરૂપ (29.44) / (૬/૮૦)

One should develop ātmā-realization so that nothing is required. On this path, no misery is encountered.

Atmanishtha-Brahmarup (29.44) / (6/80)

Vaḷī ātmaniṣhṭh thāvu, te kāī joīe ja nahī. E māragmā dukh na maḷe. Te upar Gujarātnā pāṇānu kahyu. Māṭe e mārag ja nirvighna chhe, te pār paḍe chhe.

Atmanishtha-Brahmarup (29.44) / (6/80)

Vat Selection

sort Prakarans Categories
Go to: arrow_circle_right
loading