share

॥ સ્વામીની વાતો ॥

પ્રકરણ: ૬

વાત: ૬૧ થી ૭૦

શાસ્ત્રમાં મુખ્ય ‘અહિંસા ને બ્રહ્મચર્ય’ એ બે ધર્મ કહ્યા છે; તે અહિંસા તે શું? તો કાંઈક પદાર્થ જો’તું હોય ને ગૃહસ્થ પાસે માગીએ ને તેનાથી ન અપાય તો હિંસા થઈ, ને કોઈ પદાર્થ ન જોઈએ ત્યારે અહિંસા પળે ને કોઈએ ન કચવાય, તે અહિંસા. ને બ્રહ્મચર્ય તો નેત્ર, કાન, નાક, હાથ, પગ આદિક અંગ સાચવીએ ત્યારે પળે, ને હાથ, પગ આદિક ઇન્દ્રિયોએ સહિત આવો દેહ ક્યાંથી મળે? આ તો ભગવાનને ભજ્યાનો સાજ છે, તે વૃથા ખોઈ નાખવો નહીં. લેખે લગાડે તેને ડાહ્યો કહ્યો છે નીકર તો પશુ જેવો જાણવો. અને આ દેહ તો હમણાં પડ્યો જાણવો! ને જેમ આ ઘડિયાળના ડંકા વાગે છે તેમ કાળ આવરદાને ખાઈ જાય છે, પણ આ જીવ તો ભૂલી ગયો છે. તે ઉપર ‘ગર્ભવાસમાં તું શું કહીને આવ્યો રે’ એ બોલાવીને કહે, શું પછી લાકડી લઈને મારે? ને જીવ તો જાણે છે જે, આ બધું કો’કને માથે છે; પણ એમ નથી જાણતો જે, મારે માથે છે; ને ગર્ભવાસ, જન્મ-મરણ, ચોરાશી એ તો ઊભાં છે. માટે આવો સમાગમ કરીને એને ટાળી નાખવાં ત્યારે નિર્ભય થાય.

ધર્મ-નિયમમાં દ્રઢતા (18.55) / (૬/૬૧)

૧. સાધન.

૨. સાર્થક કરે.

૩. ભાવાર્થ: જીવ ગર્ભવાસમાં અનંત કષ્ટો પડવાથી ભગવાનને પ્રાર્થના કરે છે અને વચન આપે છે કે મને આમાંથી ઉગારો તો હું તમારું ભજન કરીશ. ભગવાન દયા કરીને જીવને આ કષ્ટમાંથી મુક્ત કરે છે, પણ જન્મ ધરીને મનુષ્ય પોતાના ગર્ભવાસનાં કષ્ટોની સાથે સાથે ભગવાનને આપેલું વચન અને ભગવાને કરેલી કૃપાને સંપૂર્ણતઃ ભૂલી જાય છે અને આ લોકના વિષય અને સગાં-સંબંધીમાં રચ્યો-પચ્યો રહી ભગવાનનું ભજન કર્યા વિના જ જન્મ ગુમાવી બેસે છે.

આ વાતનું નિરૂપણ મૂળ ભાગવતના તૃતીય સ્કંધમાં કપિલગીતામાં છે, જેને બ્રહ્માનંદ સ્વામી અહીં કીર્તનના રૂપમાં વર્ણવે છે અને ગુણાતીતાનંદ સ્વામી જીવની આ અવળાઈ દર્શાવવા માટે તેને અહીં યાદ કરે છે.

કીર્તન

ગર્ભમાંહી શું કહીને તું આવ્યો રે,

ગર્ભમાંહી શું કહીને તું આવ્યો;

પ્રાણી તે સંકટ વિસરાવ્યો રે. ગ. ટેક

નીચું શીશ ચરણ તારા ઊંચા,

દશ મહિના લટકાવ્યો રે. ગ. ૧

બાર આવી રસિયો થઈ ડોલે,

કામનિયે ભુલાવ્યો રે. ગ. ૨

સગાં કુટુંબી સહુ મળીને,

મોટો કહીને બોલાવ્યો રે. ગ. 3

બ્રહ્માનંદ કહે હરિ ભજ્યા વિના,

એળે જન્મ ગુમાવ્યો રે. ગ. ૪

[બ્રહ્માનંદ કાવ્ય: ૨/૭૩૮]

The scriptures describe ahimsa and brahmacharya as dharma. What is ahimsa? If some item is desired (by a sadhu) and he asks for it from a householder who cannot give it, then himsā has occurred because the householder feels helpless as he is unable to give. And when no object is required then ahimsa is observed, and when others are not troubled, that is ahimsa. And brahmacharya is observed when the eyes, ears, nose, hands, feet and other organs are controlled. And how can we attain a body like this with hands, feet and other senses. This body is a means to worshipping God and so it should not be wasted. One who uses it properly is wise, otherwise know him to be like an animal.

Believe that this body will die at any moment now. And as this clock chimes, kāl (time) is consuming one’s lifespan. But this jiva has indeed forgotten. On this he cited, ‘Garbhavāsmā tu shu kahine āvyo re’1 and said, “Then afterwards, will a stick be taken up to beat the jiva?” The jiva believes that all this (suffering) will be on someone’s head. But, it does not know that (suffering) will be on its head. Gestation, birth and death, and the cycle of rebirth are all awaiting. Therefore, by this close association overcome these, then one becomes fearless.

Resolute Observance of Dharma and Codes of Conduct (18.55) / (6/61)

1. You have come out of the womb after promising many things to God.

Essence: The jiva experiences misery in the womb and prays to God to free him from the misery. It promises to worship God and abide by his commands. God mercifully frees him from this misery but the jiva completely forgets his promise. Instead, the jiva remains occupied in enjoying the pleasures of the senses and providing for his family. He expends his lifespan this way without worshiping God.

This has been narrated in the Kapil-Gita, the third skandh of the Bhagwat. Brahmanand Swami has written the essence in the form of a kirtan and Gunatitanand Swami recalls these words here.

Kīrtan

Garbhamāhī shu kahīne tu āvyo re,

Garbhamāhī shu kahīne tu āvyo;

Prāṇī te sankaṭ visarāvyo re. Garbha. ṭek

Nīchu shīsh charaṇ tārā ūnchā,

Dash mahinā laṭakāvyo re. Garbha. 1

Bār āvī rasiyo thaī ḍole,

Kāmaniye bhulāvyo re. Garbha. 2

Sagā kuṭumbī sahu maḷīne,

Moṭo kahīne bolāvyo re. Garbha. 3

Brahmānand kahe Hari bhajyā vinā,

Eḷe janma gumāvyo re. Garbha. 4

[Brahmānand Kāvya: 2/738]

Shāstramā mukhya ‘ahinsā ne brahmacharya’ e be dharma kahyā chhe; te ahinsā te shu? To kāīk padārth jo’tu hoy ne gṛuhasth pāse māgīe ne tenāthī na apāya to hinsā thaī, ne koī padārth na joīe tyāre ahinsā paḷe ne koīe na kachavāy, te ahinsā. Ne brahmacharya to netra, kān, nāk, hāth, pag ādik ang sāchavīe tyāre paḷe, ne hāth, pag ādik indriyoe sahit āvo deh kyāthī maḷe? Ā to Bhagwānne bhajyāno sāj1 chhe, te vṛuthā khoī nākhavo nahī. Lekhe lagāḍe2 tene ḍāhyo kahyo chhe nīkar to pashu jevo jāṇavo. Ane ā deh to hamaṇā paḍyo jāṇavo! Ne jem ā ghaḍiyāḷnā ḍankā vāge chhe tem kāḷ āvardāne khāī jāy chhe, paṇ ā jīv to bhūlī gayo chhe. Te upar ‘Garbhavāsmā tu shu kahīne āvyo re’ e bolāvīne kahe, shu pachhī lākaḍī laīne māre? Ne jīv to jāṇe chhe je, ā badhu ko'kne māthe chhe; paṇ em nathī jāṇato je, māre māthe chhe; ne garbhavās, janma-maraṇ, chorāshī e to ūbhā chhe. Māṭe āvo samāgam karīne ene ṭāḷī nākhavā tyāre nirbhay thāy.

Resolute Observance of Dharma and Codes of Conduct (18.55) / (6/61)

1. Sādhan.

2. Sārthak kare.

3. Bhāvārth: Jīv garbhavāsmā anant kaṣhṭo paḍavāthī Bhagwānne prārthanā kare chhe ane vachan āpe chhe ke mane āmāthī ugāro to hu tamāru bhajan karīsh. Bhagwān dayā karīne jīvane ā kaṣhṭamāthī mukta kare chhe, paṇ janma dharīne manuṣhya potānā garbhavāsnā kaṣhṭonī sāthe sāthe Bhagwānne āpelu vachan ane Bhagwāne karelī kṛupāne sanpūrṇatah bhūlī jāya chhe ane ā loknā viṣhay ane sagā-sambandhīmā rachyo-pachyo rahī Bhagwānnu bhajan karyā vinā j janma gumāvī bese chhe.

Ā vātnu nirūpaṇ mūḷ Bhāgwatnā tṛutīy skandhamā Kapila-Gītāmā chhe, jene Brahmānand Swāmī ahī kīrtannā rūpmā varṇave chhe ane Guṇātītānand Swāmī jīvanī ā avaḷāī darshāvavā māṭe tene ahī yād kare chhe.

Kīrtan

Garbhamāhī shu kahīne tu āvyo re,

Garbhamāhī shu kahīne tu āvyo;

Prāṇī te sankaṭ visarāvyo re. Garbha. ṭek

Nīchu shīsh charaṇ tārā ūnchā,

Dash mahinā laṭakāvyo re. Garbha. 1

Bār āvī rasiyo thaī ḍole,

Kāmaniye bhulāvyo re. Garbha. 2

Sagā kuṭumbī sahu maḷīne,

Moṭo kahīne bolāvyo re. Garbha. 3

Brahmānand kahe Hari bhajyā vinā,

Eḷe janma gumāvyo re. Garbha. 4

[Brahmānand Kāvya: 2/738]

મહારાજ કહે, “અમને બુદ્ધિવાળો ગમે છે, કેમ જે, એને સત્ય-અસત્યનો વિવેક આવડે ને કાર્યાકાર્ય, ભયાભય, બંધ, મોક્ષ એને જાણે જે, આ કરવું, ને આ ન કરવું ને આમાંથી બંધન થાશે ને આમાંથી મોક્ષ થાશે.” તે કૃપાનંદ સ્વામી સરખા તો ચિકિત્સા કરે જે, આમાંથી આ થાશે.

સાધન (16.37) / (૬/૬૨)

૧. કાર્યાકાર્ય એટલે કાર્ય અને અકાર્ય - કરવા જેવું ને ન કરવા જેવું કામ. સારું ને નરસું. સ્વામી બુદ્ધિવાળાનું લક્ષણ સમજાવે છે કે જે બુદ્ધિવાળો હોય તેને કરવા યોગ્ય અને ન કરવા યોગ્યનો વિવેક આવડે.

૨. અહીં ભયાભય એટલે ભય અને અભય - ભય પામવા યોગ્ય અને નિર્ભય રહેવા યોગ્ય. સ્વામી બુદ્ધિવાળાનું લક્ષણ સમજાવે છે કે જે બુદ્ધિવાળો હોય તેને ભય અને અભયનો ખ્યાલ આવે.

૩. બંધ એટલે બંધન. સ્વામી બુદ્ધિવાળાનું લક્ષણ સમાજાવે છે કે જે બુદ્ધિવાળો હોય તેને બંધન એટલે શું અને તે શેનાથી થાય છે તેનો ખ્યાલ હોય.

Maharaj says, “I like those who are wise, since they know how to discriminate between right and wrong, between what is worth doing and that which is not worth doing, fear and fearlessness, attachment, moksha, what to do and what not to do, what causes attachment, what leads to moksha. ”And those like Kripanand Swami will examine that this will happen from that.

Spiritual Endeavours (16.37) / (6/62)

Mahārāj kahe, “Amane buddhivāḷo game chhe, kem je, ene satya-asatyano vivek āvaḍe ne kāryākārya,1 bhayābhay,2 bandh,3 mokṣha ene jāṇe je, ā karavu, ne ā na karavu ne āmāthī bandhan thāshe ne āmāthī mokṣha thāshe.” Te Kṛupānand Swāmī sarakhā to chikitsā kare je, āmāthī ā thāshe.

Spiritual Endeavours (16.37) / (6/62)

1. Kāryākārya eṭale kārya ane akārya - karavā jevu ne na karavā jevu kām. Sāru ne narasu. Swāmī buddhivāḷānu lakṣhaṇ samajāve chhe ke je buddhivāḷo hoy tene karavā yogya ane na karavā yogyano vivek āvaḍe.

2. Ahī bhayābhaya eṭale bhay ane abhay - bhay pāmavā yogya ane nirbhay rahevā yogya. Swāmī buddhivāḷānu lakṣhaṇ samajāve chhe ke je buddhivāḷo hoy tene bhay ane abhayno khyāl āve.

3. Bandh eṭale bandhan. Swāmī buddhivāḷānu lakṣhaṇ samājāve chhe ke je buddhivāḷo hoy tene bandhan eṭale shu ane te shenāthī thāy chhe teno khyāl hoy.

કોઈ મોટાનો અવગુણ લે તેનું બહુ ભૂંડું થાય ને પોતામાં તો અનેક અવગુણ હોય. તે એક સાધુ રોજ શાક વઘારે ને એક દિવસ આત્માનંદ સ્વામી માંદા હતા. તેણે કહ્યું કે, “શાક કરો.” ત્યારે ઓલ્યે સૌ આગળ હો હો કર્યું. તે વાત મહારાજ પાસે ગઈ. એટલે મહારાજ કહે, “ઓહો! એણે એના જીવનું બહું ભૂંડું કર્યું જે, મોટા સાધુમાં અવગુણ પરઠ્યો.” ને મુક્તાનંદ સ્વામી જમતા હતા. તે એક જણે એમ ચિંતવ્યું જે, “આવા મોટા સાધુ આમ કેમ જમે છે?” પછી એ જે અન્ન દેખે તે કીડા થઈ જાય! તે પંદર દિવસ લગી એમ થયું, પછી દાંતે તરણાં લઈને પગે લાગ્યો ત્યારે સમું થયું. તે માટે કોઈ સાધુનો અવગુણ ન લેવો. અરે! કેટલાક તો, “ગોપાળાનંદ સ્વામીની વાત ખોટી,” એમ કહેતા. તે ગયા, તે પણ દીઠા.

અભાવ-અવગુણ અને ગુણગ્રાહક દ્રષ્ટિ (22.10) / (૬/૬૩)

If one attributes faults to the great then one experiences extreme misery. And in oneself there are countless faults. One sadhu used to cook vegetables daily for himself. Then, one day, Atmanand Swami, who was ill, requested his attendant, “Cook vegetables.” Then that sadhu made a big fuss about the request of Atmanand Swami in front of everyone. This news reached Maharaj, who said, “Oh! He has done his jiva great harm, since he has perceived a fault in a great sadhu.” Muktanand Swami was eating and one person thought, “Why is this senior sadhu eating like this?” Then, in whatever food he looked at, he saw worms. This continued for fifteen days. He humbly bowed to Muktanand Swami and then everything returned to normal. Therefore, do not see faults in any sadhu.

Perceiving the Virtues and Faults of Others (22.10) / (6/63)

Koī moṭāno avaguṇ le tenu bahu bhūnḍu thāy ne potāmā to anek avaguṇ hoy. Te ek sādhu roj shāk vaghāre ne ek divas Ātmānand Swāmī māndā hatā. Teṇe kahyu ke, “Shāk karo.” Tyāre olye sau āgaḷ ho ho karyu. Te vāt Mahārāj pāse gaī. Eṭale Mahārāj kahe, “Oho! Eṇe enā jīvnu bahu bhūnḍu karyu je, moṭā sādhumā avaguṇ paraṭhyo.” Ne Muktānand Swāmī jamatā hatā. Te ek jaṇe em chintavyu je, “Āvā moṭā sādhu ām kem jame chhe?” Pachhī e je anna dekhe te kīḍā thaī jāy! Te pandar divas lagī em thayu, pachhī dānte taraṇā laīne page lāgyo tyāre samu thayu. Te māṭe koī sādhuno avaguṇ na levo. Are! Keṭlāk to, “Gopāḷānand Swāmīnī vāt khoṭī,” em kahetā. Te gayā, te paṇ dīṭhā.

Perceiving the Virtues and Faults of Others (22.10) / (6/63)

કરોડ રૂપિયા હશે તે કાંઈ કામ નહીં આવે, તે જ્યાં હશે ત્યાં એમ થાશે, ને એમ જાશે, ને આગ્રામાં અઢાર કરોડ રૂપિયાનું કબ્રસ્તાન કર્યું છે પણ એટલા રૂપિયાના ઘઉં લઈને ભગવાન ભજ્યા હોય ને કથા કરી હોય તો કેટલી શાંતિ થાય? સાંતી તો ઘણા સો વધારીએ પણ એણે શું થાય? દુઃખ થાય, એ સાધુનો મારગ નહીં ને કથાએ તો કેટલો સમાસ થાય, જે ઓલી છાવણીમાં કેટલી નોખી રસોઇયું નીકળી ગઈ, નોખા આસન નીકળી ગયાં, એમ પડઘા પડે અને દ્રવ્ય તો ભેળું કર્યું કે આપ્યું તે રહેતું નથી. નસીબમાં હોય તો રહે, માટે નિષ્કામી થાવું, નિર્લોભી થાવું, નિઃસ્વાદી થાવું ત્યારે ભગવાન રાજી થાય.

પંચવિષય-વાસના-વ્યસન (8.36) / (૬/૬૪)

Even if one has ten million rupees, it will not be of any use. Wherever it is it will be wasted. In Agra a 180 million rupee tomb has been made, but if grains for that many rupees had been bought, God had been worshipped and spiritual discourses delivered, then how much peace would have been attained? We may increase the ploughs (i.e. farming activities) by a hundredfold but what will that do? It will cause misery. That is not the way of a sadhu. Much good results from spiritual discourses. In the last session of spiritual discourses many (sadhus) gave up their separate kitchens and separate seats of study, thus echoing the power of spiritual talks. Wealth, whether it is accumulated or given to someone else to keep, does not remain. Only that which is in one’s destiny remains. Therefore, become free of lust, greed and desire for tasty foods – then God is pleased.

Material Pleasures-Desires-Addictions (8.36) / (6/64)

Karoḍ rūpiyā hashe te kāī kām nahī āve, te jyā hashe tyā em thāshe, ne em jāshe, ne Āgrāmā aḍhār karoḍ rūpiyānu kabrastān karyu chhe paṇ eṭalā rūpiyānā ghau laīne Bhagwān bhajyā hoy ne kathā karī hoy to keṭalī shānti thāy? Sāntī to ghaṇā so vadhārīe paṇ eṇe shu thāy? Dukh thāy, e sādhuno mārag nahī ne kathāe to keṭalo samās thāy, je olī chhāvaṇīmā keṭalī nokhī rasoīyu nīkaḷī gaī, nokhā āsan nīkaḷī gayā, em paḍaghā paḍe ane dravya to bheḷu karyu ke āpyu te rahetu nathī. Nasībmā hoy to rahe, māṭe niṣhkāmī thāvu, nirlobhī thāvu, nihsvādī thāvu tyāre Bhagwān rājī thāy.

Material Pleasures-Desires-Addictions (8.36) / (6/64)

આ સમાગમ મળ્યો છે તે કો’ક પૂર્વનો સંસ્કાર ભારે છે, તે સમાગમ કરવા સારુ આવ્યા છો ને જે નથી આવતા તેને ભારે પાપ છે. આનું ફળ તો આજ, કાલ, મહિને કે વરસે પણ મળશે; ને સમાસ ઘણો કરશે. ને કોઈક જાણતા હશે જે કરીએ છીએ ને કેમ કાંઈ થાતું નથી? પણ આ તો મેળવણ નાખીએ છીએ, તે દહીં થઈને ઘી તો વલોવ્યા પછી નીકળશે; ને આ વાત તો બહુ દુર્લભ છે! ને આ સત્સંગ તો ઘણો થયો છે. ને સર્વે પૃથ્વીના માણસ કરશે પણ આવા કહેનારા ક્યાંથી મળશે! ને રૂપિયા તો ગાડે ગાડે આવશે ને હવેલિયું પણ થાશે, પણ આ નહીં મળે! ને હવે તો કોઈ વાતની કલ્પના રાખવી નહીં ને આ જીવ સમજવા મંડ્યો તે દિવસથી આજ સુધી ખેડ કરી, વેપાર કર્યો તો પણ રોટલા ને દાળ મળે છે, પણ રૂપિયાનો ઢગલો મળે તો શું થાય? દુઃખ થાય. તે માટે આપણને જે ભગવાન મળ્યા છે તે કરશે તે થાશે, ને દાળ, રોટલા ને વસ્ત્ર તો ગળામાં લીધાં છે તે દેશે, ને મોર્ય તો કટક, ધાડાં, મિયાણાં ને માળિયાના હાટી કંઈક લૂંટી લેતા ને ખાવા અન્ન મળતું નહીં ને કાળ પડતા ને કાં તો ટીડડાં, ઉંદર ને રોગ એ પણ કંઈક આવતાં, એવાં મહા દુઃખ આવતાં. ને આવું સાનુકૂળ તો કોઈ દિવસ આવ્યું નહોતું એમ જણાય છે. માટે ભગવાન ભજ્યાનો લાગ તો આજ જ છે. અરે! અમે બાવીશ વરસ વનમાં રહ્યા, તે ત્રણ દિવસે અન્ન મળે ને ટાઢ્ય, તડકો, વરસાદ ને હિમમાં પડ્યા રહેતા ને ઓઘામાં રહેતા ને એક ગોદડીભર રહેતા એવાં દુઃખ સહન કર્યાં છે. અને અધ્યાત્મ, અધિભૂત ને અધિદૈવ એ ત્રિવિધિ તાપનું રૂપ કહ્યું જે, અધ્યાત્મ તો એ જે, આ દેહમાં રોગ આવે; અધિભૂત જે સરપ, સાવજ આદિ પરથી દુઃખ થાય; ને અધિદૈવ જે તીડ, ઉંદર આદિ દેવતા સંબંધી દુઃખ થાય; તે એ ભગવાન ભજે તો મટે, ને ખરેખરું ભજે તો આમ આપણા સામું જોઈ રહે, એવા ભગવાન દયાળુ છે. તે ઉપર વાત કરી જે, શ્રીકૃષ્ણે તો કહ્યું છે જે, “છપ્પન કોટિ યાદવ, લક્ષ્મી આદિક પટરાણીઓ ને આ મારો દેહ, જેવો વહાલો નથી તેવા ઉદ્ધવજી પ્રિય છે,” એમ દયા કરે છે. માટે એવું થાવું.

(૬/૬૫)

૧. પાક ખાઈ જનાર એક જાતનું જંતુ, ટીડ.

૨. ખેડૂતે ખેતરમાં ગોઠવેલ સૂકા ઘાસના થપ્પા.

This association (of the great Sadhu) is attained because of one’s great merit from their past birth; therefore, you have come for this association. Those who do not come have some grave sins (from their past births). You will receive the fruit (of this association) today, tomorrow, in a month, or one year; and you will benefit greatly. Some think though, we associate and yet we do not realize anything. However, we add a congealing agent (into the milk), and it will become yoghurt and then ghee after churning (i.e. ghee is obtained after many processes and time). These talks are very rare! And Satsang has increased tremendously and will spread throughout the world, but where will one find someone who speaks like this? And money will come by cartloads and mansions will be built, but one will not find these (talks)! Now, one should not wish for anything else. Ever since this jiva has gained understanding, it has farmed and sold (crop) and it still receives bread and grains. However, if one earns huge piles of money, what will happen? One will encounter misery. Therefore, since we have attained God, whatever happens is according to his wish. And God has accepted responsibility for giving us food and clothing so he will give it to us.

In the past, armies, bandits, and others attacked or looted. Some could not find food to eat because of famines, insects destroying crops, rodent infestation, or disease - such were the great catastrophes. In contrast, it appears the favorable times likes today had never come before. Therefore, this is the opportunity to worship God. O! I stayed in the forest for 22 years. I got food to eat every three days. We stayed in the midst of cold, heat, rain, and snow. We took the shelter of grass bales with one blanket - such are the hardships we endured.

Then, Swami explained the three miseries of adhyātma, adhibhut, and adhidaiv. Adhyātma is the body contracting disease. Adhibhut is misery caused by snakes, savage animals, etc. Adhidaiv is misery caused by locusts, rodents, etc. sent by the deities. These cease when one worships God. And if one truly worships God, then he looks at us (protects us) directly - that is how merciful God is. Regarding that, Swami said, Shri Krishna said that all of the Yadavs, Lakshmi and the other queens, and my body is not as dear to me as Uddhavji. This is how compassionate he is. Therefore, we should become like that.

(6/65)

Ā samāgam maḷyo chhe te ko’k pūrvano sanskār bhāre chhe, te samāgam karavā sāru āvyā chho ne je nathī āvatā tene bhāre pāp chhe. Ānu faḷ to āj, kāl, mahine ke varase paṇ maḷashe; ne samās ghaṇo karashe. Ne koīk jāṇatā hashe je karīe chhīe ne kem kāī thātu nathī? Paṇ ā to meḷavaṇ nākhīe chhīe, te dahī thaīne ghī to valovyā pachhī nīkaḷshe; ne ā vāt to bahu durlabh chhe! Ne ā satsang to ghaṇo thayo chhe. Ne sarve pṛuthvīnā māṇas karashe paṇ āvā kahenārā kyāthī maḷashe! Ne rūpiyā to gāḍe gāḍe āvashe ne haveliyu paṇ thāshe, paṇ ā nahī maḷe! Ne have to koī vātnī kalpanā rākhavī nahī ne ā jīv samajavā manḍyo te divasthī āj sudhī kheḍ karī, vepār karyo to paṇ roṭalā ne dāḷ maḷe chhe, paṇ rūpiyāno ḍhagalo maḷe to shu thāy? Dukh thāy. Te māṭe āpaṇne je Bhagwān maḷyā chhe te karashe te thāshe, ne dāḷ, roṭalā ne vastra to gaḷāmā līdhā chhe te deshe, ne morya to kaṭak, dhāḍā, miyāṇā ne māḷiyānā hāṭī kaīk lūnṭī letā ne khāvā anna maḷatu nahī ne kāḷ paḍatā ne kā to ṭīḍaḍā,1 undar ne rog e paṇ kaīk āvatā, evā mahā dukh āvatā. Ne āvu sānukūḷ to koī divas āvyu nahotu em jaṇāy chhe. Māṭe Bhagwān bhajyāno lāg to āj ja chhe. Are! Ame bāvīsh varas vanmā rahyā, te traṇ divase anna maḷe ne ṭāḍhya, taḍako, varsād ne himmā paḍyā rahetā ne oghāmā2 rahetā ne ek godaḍībhar rahetā evā dukh sahan karyā chhe. Ane adhyātma, adhibhūt ne adhidaiv e trividhi tāpnu rūp kahyu je, adhyātma to e je, ā dehmā rog āve; adhibhūt je sarap, sāvaj ādi parthī dukh thāy; ne adhidaiv je tīḍ, undar ādi devatā sambandhī dukh thāy; te e Bhagwān bhaje to maṭe, ne kharekharu bhaje to ām āpaṇā sāmu joī rahe, evā Bhagwān dayāḷu chhe. Te upar vāt karī je, Shrī Kṛuṣhṇe to kahyu chhe je, “Chhappan koṭi Yādav, Lakṣhmī ādik Paṭarāṇīo ne ā māro deh, jevo vahālo nathī tevā Uddhavjī priya chhe,” em dayā kare chhe. Māṭe evu thāvu.

(6/65)

1. Pāk khāī janār ek jātnu jantu, ṭīḍ.

2. Kheḍūte khetarmā goṭhavel sūkā ghāsnā thappā.

ગાડી સારુ જે આશા રાખે છે તેમાં શું છે? તેણે ભજન તો થાતું નથી અને અકળાય છે. જેમ ‘બાવરો બેસાર્યો વળી વહાણે રે’ એમ ન કરવું, એનું તો મોટા સાધુને પૂછવું જે, “મને આમ થાય છે, તે મારા જીવનું સારું થાય તેમ કહો.” ‘હું બલિહારી એ વૈરાગ્યને’ અહો! હું કોણ? એમ વિચારવું. એવો ઠરાવ કરવો તે ખરો કહેવાય.

(૬/૬૬)

૧. બાવરો એટલે બહાવરો, અર્ધઘેલો, વિહ્વળ. કોઈ ગાંડાને વહાણમાં બેસારીએ, તો પોતે શાંતિથી બેસવાની જગ્યાએ ઊછળકૂદ કર્યા કરે અને વહાણમાં બેઠેલા અન્યને પણ પોતાની સાથે સમુદ્રમાં ડુબાડે. સિદ્ધાંત: જે ત્યાગી સંસાર ત્યાગ કર્યા પછી પણ ભજન-ભક્તિ ન કરે અને વિષયભોગની આશા રાખે ને એના પ્રયત્નો કર્યા કરે તો તે પોતાનું કલ્યાણ તો બગાડે જ, પણ સાથે પોતાનો સંગ કરનાર અન્ય ત્યાગી-ગૃહસ્થનું કલ્યાણ પણ બગાડે.

What can be said of one who expects a bullock cart? His heart does not engage in worship and he remains upset. This is like having a mad man ride a ship.1 Do not do that. One should ask a great Sadhu, “This is a problem that I have, so tell me that which will benefit my jiva.” ‘Hu balihāri e vairāgya ne’ O! Who am I? Think upon that. One who determines this is a true person.2

(6/66)

1. If one has a mad man ride a boat, instead of sitting calmly, he will jump around and make the boat tip over, causing everyone to drown. Nishkulanand Swami has mentioned this in a kirtan: Ek vat vali sāmbhari chhe sāri re.

2. One who has renounced to worship God but does not actually worship God and yet yearns for sensual pleasures and makes an effort to acquiring these pleasures, then he is ruining his own liberation and the liberation of others, just as a mad man in a boat will cause the boat to tip over, drowning himself and others.

Gāḍī sāru je āshā rākhe chhe temā shu chhe? Teṇe bhajan to thātu nathī ane akaḷāy chhe. Jem ‘bāvaro1 besāryo vaḷī vahāṇe re’ em na karavu, enu to Moṭā Sādhune pūchhavu je, “Mane ām thāy chhe, te mārā jīvnu sāru thāy tem kaho.” ‘Hu balihārī e vairāgyane’ Aho! Hu koṇ? Em vichāravu. Evo ṭharāv karavo te kharo kahevāy.

(6/66)

1. Bahāvaro, ardhaghelo, vihvaḷ.

આ શરીર તો માટીનો ઢગલો છે, તે સાજું હોય ત્યાં સુધી કીર્તન કે ભજન થાય. ને શનૈઃ શનૈઃ પંથાઃ જેમ રાજાના દીકરાને એક દિવસે ઝાઝું ખવરાવે તેમાં મોટો ન થાય ને રોજ ભૂખ પ્રમાણે ખવરાવે તો વધે. એમ જ્ઞાન પણ ધીરે ધીરે સમાગમથી થાય છે. ને જોગ વિના રસોઈ થાય નહીં, એમ જોગ વિના પ્રભુ ભજાય નહીં, ને જે વાતું સાંભળે તે વૃદ્ધિ પામે. ને ઝાઝું ખાય તો ઊંઘ ઝાઝી આવે, અને શું કાંઈ ખાઈ ખાઈને સૂઈ રહેવાને ભેળા થયા છીએ? તે આજ-કાલ, મહિને કે છ મહિને સાધુનો સમાગમ કર્યે છૂટકો છે.

સત્સંગ (18.56) / (૬/૬૭)

This body is a pile of dust. As long as it is well, worship and singing of devotional songs are possible. So, one should proceed slowly on this path. For example, if the king’s son is fed a lot in one day, he does not grow overnight, but if he is fed daily according to his needs, he grows gradually. Similarly, spiritual knowledge is attained slowly, through association. And without the association of appropriate people, meals are not prepared. Similarly, without the association of the God-realized Sadhu, God cannot be worshipped. So, whoever listens to these spiritual talks progresses. But overeating makes one feel more sleepy. And have we come together to merely eat and sleep? So, either today or tomorrow, in a month or six months, there is no alternative but to associate with the great Sadhu.

Satsang (18.56) / (6/67)

Ā sharīr to māṭīno ḍhagalo chhe, te sāju hoy tyā sudhī kīrtan ke bhajan thāy. Ne Shanaiha shanaiha panthāh Jem rājānā dīkarāne ek divase zāzu khavarāve temā moṭo na thāy ne roj bhūkh pramāṇe khavarāve to vadhe. Em gnān paṇ dhīre dhīre samāgamthī thāy chhe. Ne jog vinā rasoī thāy nahī, em jog vinā Prabhu bhajāy nahī, ne je vātu sāmbhaḷe te vṛuddhi pāme. Ne zāzu khāy to ūngh zāzī āve, ane shu kāī khāī khāīne sūī rahevāne bheḷā thayā chhīe? Te āj-kāl, mahine ke chha mahine Sādhuno samāgam karye chhūṭako chhe.

Satsang (18.56) / (6/67)

“ગુજરાતમાં તળ સુધી ખોદીએ તો તેમાં પાણો નહીં ને આ દેશમાં પહેલે ઘાએ જ પાણો. એમ આત્મનિષ્ઠાનો મારગ તે પાણા વિનાનો છે; ને બીજા મારગમાં તો પાણા છે અને આપણે તો આત્મા મોઢેથી શીખીને કથનમાત્ર થયા છીએ, તે આ ઘડી જો ચીભડાંનું, કેરીનું કે તુંબડાંનું ગાડું આવે તો આત્માપણું રહે નહીં ને ટાણે રહે એ ખરો. ને જ્ઞાને કરીને એમ થાવું જે, જડ, દુઃખ ને મિથ્યા એવું જે દેહ તે હું નહીં; ને હું તો સચ્ચિદાનંદ છું, આત્માનંદ છું, ને અખંડાનંદ છું.” એમ બોલ્યા ને કહે જે, “રજોગુણ, તમોગુણ ભેળું ભળી જાવું નહીં, નિર્ગુણ થાવું.” એ ઉપર ‘પરિનિષ્ઠિતોઽપિ નૈર્ગુણ્યે ઉત્તમશ્લોકલીલયા’ એ શ્લોક બોલીને કહ્યું જે, “આગળથી તો એ વાતું કરે ને જ્યારે જોગ આવે ત્યારે આસન સારુ કે ખાધા સારુ બખેડો થાય તે ઠીક નહી.”

આત્મનિષ્ઠા-બ્રહ્મરૂપ (29.43) / (૬/૬૮)

“By spiritual wisdom, one should realize that I am not this inanimate, painful and perishable body. I am sachchidānand, ātmānand and akhandānand.” Swami said this and then said, “Do not merge with rajogun, tamogun, but become nirgun.” On this, he recited the shlok, ‘Parinishthitopi nairgunye uttamashlokalilayā’1 and said, “One habitually talks (about ātmā), but when contact is made (with worldly objects) then one argues for a seat or food. That is not proper.”

Atmanishtha-Brahmarup (29.43) / (6/68)

1. Shukdevji says to Parikshit, “O king! I have attained the perfect state of nirgun brahman, yet my mind is drawn towards the divine episodes of God and so I have studied the epic Shrimad Bhagvat.” - Shrimad Bhagvat 2/1/9 [See footnote 3, Vat 29.17 - English version; Vat 3-13 - Gujarati version]

“Gujarātmā taḷ sudhī khodīe to temā pāṇo nahī ne ā deshmā pahele ghāe ja pāṇo. Em ātmaniṣhṭhāno mārag te pāṇā vināno chhe; ne bījā māragmā to pāṇā chhe ane āpaṇe to ātmā moḍhethī shīkhīne kathanmātra thayā chhīe, te ā ghaḍī jo chībhaḍānu, kerīnu ke tumbaḍānu gāḍu āve to ātmāpaṇu rahe nahī ne ṭāṇe rahe e kharo. Ne gnāne karīne em thāvu je, jaḍ, dukh ne mithyā evu je deh te hu nahī; ne hu to Sachchidānand chhu, Ātmānand chhu, ne Akhanḍānand chhu.” Em bolyā ne kahe je, “Rajoguṇ, tamoguṇ bheḷu bhaḷī jāvu nahī, nirguṇ thāvu.” E upar ‘Pariniṣhṭhitopi nairguṇye uttamashlokalīlayā’ e shlok bolīne kahyu je, “Āgaḷthī to e vātu kare ne jyāre jog āve tyāre āsan sāru ke khādhā sāru bakheḍo thāy te ṭhīk nahī.”

Atmanishtha-Brahmarup (29.43) / (6/68)

ગૃહસ્થને તો આમ સમજવું જે, કોઈ વાતની ચિંતા ન રાખવી. આમ થાય તો ઠીક એમ ન કરવું અને સહેજે જોઈએ તેટલું દ્રવ્ય પેદા કરવું પણ ઝાઝું થાય એમાં તો કાંઈ સુખ નહીં. તે એક ચાર જણ હતા તે રોજ “દ્રવ્ય થાઓ, દ્રવ્ય થાઓ” એમ રટણ કરે. ત્યારે આકાશવાણી થઈ જે, “ભાઈ, દ્રવ્ય મળશે તો ઘણું દુઃખ થાશે.” ત્યારે કહે, “બ્રહ્માંડમાં જેટલું દુઃખ હોય એટલું અમને થાઓ, પણ દ્રવ્ય મળો.” ત્યારે કહે, “ઠીક.” પછી ચાર મણ સોનું રસ્તામાંથી મળ્યું. તેમાં બબ્બે જણ સંપ્યા જે, “ઓલ્યા બેને મારી નાખીએ તો બે બે મણ આવે.” પછી ઓલ્યા બેને ગામમાં મોકલ્યા. તે કહે જે, “તમે લાડવા કરીને લાવો તે જમીએ.” પછી એમ ધાર્યું જે, “એ બેને પાણી ભરવા વાવ્યમાં મોકલીને પાણા નાખીને મારી નાખશું.” ને જે લાડવા લેવા ગયા તે બે જણ પણ સંપ્યા જે, “ઓલ્યા બેને ઝેરના લાડવા ખવરાવીને મારી નાખીએ, તો આપણે બબે મણ સોનું રહે.” પછી ઝેરના લાડવા ચુચવતા કરાવ્યા ને પોતા સારુ સાધારણ કરાવ્યા, તે લઈને ગયા. એટલે ઓલ્યો કહે, “વાવ્યમાંથી પાણી ભરી લાવો પછી જમીએ.” ત્યારે તે બે જણા વાવ્યમાં પાણી ભરવા ગયા. તેને પાણા નાખીને મારી નાખ્યા. પછી ઓલ્યા બે જણ ખાવા બેઠા ને લાડવા તપાસે ત્યાં તો બે જાતના દીઠા. તે કહે, “જો! પોતા સારુ સારા કર્યા છે, હવે તે આપણે ખાઈએ.” પછી ખાધા એટલે તે પણ ખાઈને મરી ગયા ને સોનું પડ્યું રહ્યું. જુઓને સુખ! આ એમ થાય છે. માટે એ વસ્તુ જ ભૂંડી છે. તે જ્યાં જાય ત્યાં ભૂંડું જ કરે.

સમૃદ્ધિ-ધન (3.8) / (૬/૬૯)

૧. ઘીમાં લચપચતા.

Householders should understand like this: do not worry about anything. Do not think that if a certain thing (like becoming rich) happens it will be good. Earn as much money as you need, but if a lot is attained, then there is no happiness in that. There were four people who prayed daily, “Let us have wealth, let us have wealth.” Then a voice from the heavens said, “Brothers, if you get wealth, then you will get a lot of misery.” They said, “Let all the miseries of the universe befall us, but give us wealth.” The voice from above replied, “Fine.” Then they found four kilos of gold on the road, and they split into groups of two. Each group thought that if the other two were killed, they would get two kilos each. One group of two was sent to the town and told, “Go, prepare and bring some lāddus so that we can eat.” The remaining pair thought, “We will send those two to the well to fetch water and stone them to death.” The two who had gone to get the lāddus also united, thinking, “If we feed the other two poisoned lāddus and kill them, then we will get two kilos of gold each.” So they had ghee-soaked lāddus containing poison made (for the other group), and for themselves, they had simple ones made and brought them. Then the others said, “Fetch some water from the well and then we will eat.” So these two went to the well to fetch water and they were stoned and killed. Then the remaining two sat to eat, and on inspecting the lāddus, they saw two types. They said, “See! They made good ones for themselves. Now we will eat them.” Then they ate the poisoned lāddus and died. The gold remained untouched. See the happiness! This is what happens. Thus, that thing (wealth) is bad and wherever it goes, it causes disaster.

Wealth (3.8) / (6/69)

Gṛuhasthne to ām samajavu je, koī vātnī chintā na rākhavī. Ām thāy to ṭhīk em na karavu ane saheje joīe teṭalu dravya pedā karavu paṇ zāzu thāy emā to kāī sukh nahī. Te ek chār jaṇ hatā te roj “Dravya thāo, dravya thāo” em raṭaṇ kare. Tyāre ākāshvāṇī thaī je, “Bhāī, dravya maḷashe to ghaṇu dukh thāshe.” Tyāre kahe, “Brahmānḍmā jeṭalu dukh hoy eṭalu amane thāo, paṇ dravya maḷo.” Tyāre kahe, “Ṭhīk.” Pachhī chār maṇ sonu rastāmāthī maḷyu. Temā babbe jaṇ sampyā je, “Olyā bene mārī nākhīe to be be maṇ āve.” Pachhī olyā bene gāmmā mokalyā. Te kahe je, “Tame lāḍavā karīne lāvo te jamīe.” Pachhī em dhāryu je, “E bene pāṇī bharavā vāvyamā mokalīne pāṇā nākhīne mārī nākhashu.” Ne je lāḍavā levā gayā te be jaṇ paṇ sampyā je, “Olyā bene zernā lāḍavā khavarāvīne mārī nākhīe, to āpaṇe babe maṇ sonu rahe.” Pachhī zernā lāḍavā chuchavatā1 karāvyā ne potā sāru sādhāraṇ karāvyā, te laīne gayā. Eṭale olyo kahe, “Vāvyamāthī pāṇī bharī lāvo pachhī jamīe.” Tyāre te be jaṇā vāvyamā pāṇī bharavā gayā. Tene pāṇā nākhīne mārī nākhyā. Pachhī olyā be jaṇ khāvā beṭhā ne lāḍavā tapāse tyā to be jātnā dīṭhā. Te kahe, “Jo! Potā sāru sārā karyā chhe, have te āpaṇe khāīe.” Pachhī khādhā eṭale te paṇ khāīne marī gayā ne sonu paḍyu rahyu. Juone sukh! Ā em thāy chhe. Māṭe e vastu ja bhūnḍī chhe. Te jyā jāy tyā bhūnḍu ja kare.

Wealth (3.8) / (6/69)

1. Ghīmā lach-pachtā.

વળી, અમદાવાદમાં એક એંશી વરસના વાણિયાને છોકરો થયો તે ગાંડો થઈ ગયો; એમ કેટલાક થઈ જાય છે. માટે ભગવાન ભજવા તેમાં સો સો વિચાર જોઈએ. ને વેપાર કરે તેમાં ખોટ્ય પણ જાય, વૃદ્ધિ પણ થાય, વિવાહ પણ થાય, કાયટું પણ થાય; તે બધું વિચારવું જોઈએ. ને જે થાય તેનો હરખ પણ ન કરવો ને શોક પણ ન કરવો, ને શોક કરે તો જ્ઞાન સ્રવી જાય ને સત્સંગમાંથી પાછું પડી જવાય, બુદ્ધિમાં જાડ્યતા આવી જાય ને તમોગુણ વૃદ્ધિ પામી જાય; ને ક્લેશે કરીને તો ગોળાનું પાણી સુકાઈ જાય છે. તે માટે જે જે ધંધો કરો તેમાં એમ કહેવું જે, “આપણે આંહીં રહેવું નથી,” એટલે એ નાશ થઈ જાય. અરે! દ્રવ્ય સારુ તો શ્લોક છે જે,

ભૂમિર્યાતુ રસાતલં ગુણગણસ્તસ્યાપ્યધો ગચ્છતુ,

શીલં શૈલતટાત્પતત્વભિજનઃ સન્દહ્યતાં વહ્નિના।

શૌર્યે વૈરિણિ વજ્રમાશુ નિપતત્વર્થોસ્તુ નઃ કેવલં,

યેનૈકેન વિના ગુણાસ્તૃણલવપ્રાયાઃ સમસ્તા ઇમે॥

- પૃથ્વી રસાતળ જાઓ પણ દ્રવ્ય મળો, એમ ન કરવું.

સાંખ્યજ્ઞાન (27.29) / (૬/૭૦)

૧. એકાદશાદિક શ્રાદ્ધ.

૨. પરિવારમાં પરસ્પરના કલહ-કંકાસને લઈને બધા એકબીજાથી રિસાઈ જાય કે નારાજ થઈ જાય, તેથી કોઈ પીવાનું પાણી ભરવા પણ ન જાય એટલે ઘરના ગોળાનું (માટલાનું) પાણી સુકાઈ જાય અર્થાત્ ગોળા ખાલી રહે.

૩. અર્થ: ભૂમિ રસાતળમાં જાઓ, ગુણનો સમૂહ પણ તેથી નીચે જાઓ, શીલ પર્વત પરથી પડો, કુલીનપણું અગ્નિ વડે બળી જાઓ અને વૈરી શૂરતા ઉપર તત્કાળ વજ્ર પડો. અમારે તો પૈસો જ પ્રાપ્ત થાઓ, કેમ કે પૈસા વગરના સર્વ ગુણ તૃણ જેવા તુચ્છ છે.

In Ahmedabad an 80-year-old merchant got a son and became mad (from happiness that he got a son). Many become mad like that. Therefore, to worship God requires hundreds of thoughts. In life, when one does business, there may be loss or there may be profit; marriage may occur and shrāddh may also take place. All these should be thought of, but whatever happens, neither celebrate nor mourn. Since if one mourns, spiritual knowledge is lost and one falls back from satsang; the intellect becomes insensitive and ignorance increases. And by quarrels, the water in the pot dries up.1 Therefore, whatever business one does, remember that one does not remain here on earth forever, and so it will perish. In fact, there is a shlok for wealth:

Bhumiryātu rasātalam gunganastasyāpyadho gachhatu

Shilam shailatatātpatatvabhijanaha sandahyatām vahninā,

Shaurye vairini vajramāshu nipatatvarthostu naha kevalam,

Yenaiken vinā gunāstrunalavprāyāhā samastā ime.2

Therefore, do not think: ‘Let the earth be destroyed but let me have wealth.’

The Knowledge of Sankhya (27.29) / (6/70)

1. Two or more brothers may live with their wives as an extended family in one house. But if there is a dispute between them, none will fill the common drinking water pot – and so it will dry up.

2. Let the earth go to the nether world; let the collection of virtues go even lower than that; let character take a deep plunge from a mountain; let nobility be burnt; let weapons hit the brave enemies; but we just want money, since without money all virtues are as insignificant as a blade of grass.

Vaḷī, Amdāvādmā ek eshī varasnā vāṇiyāne chhokaro thayo te gānḍo thaī gayo; em keṭlāk thaī jāy chhe. Māṭe Bhagwān bhajavā temā so so vichār joīe. Ne vepār kare temā khoṭya paṇ jāy, vṛuddhi paṇ thāy, vivāh paṇ thāy, kāyṭu1 paṇ thāy; te badhu vichārvu joīe. Ne je thāy teno harakh paṇ na karavo ne shok paṇ na karavo, ne shok kare to gnān sravī jāy ne satsangmāthī pāchhu paḍī javāy, buddhimā jāḍyatā āvī jāy ne tamoguṇ vṛuddhi pāmī jāy; ne kleshe karīne to goḷānu pāṇī sukāī jāy chhe.2 Te māṭe je je dhandho karo temā em kahevu je, “Āpaṇe āhī rahevu nathī,” eṭale e nāsh thaī jāy. Are! Dravya sāru to shlok chhe je,
Bhūmiryātu rasātalam guṇagaṇastasyāpyadho gachchhatu,
Shīlam shailataṭātpatatvabhijanah sandahyatām vah‍ninā;
Shaurye vairiṇi vajramāshu nipatatvarthostu nah kevalam,
Yenaiken vinā guṇāstṛuṇalavaprāyāhā samastā ime.3

- Pṛuthvī rasātaḷ jāo paṇ dravya maḷo, em na karavu.

The Knowledge of Sankhya (27.29) / (6/70)

1. Ekādashādik shrāddha.

2. Parivāramā parasparnā kalah-kankāsne laīne badhā ek-bījāthī risāī jāy ke nārāj thaī jāy, tethī koī pīvānu pāṇī bharavā paṇ na jāy eṭale gharnā goḷānu (māṭalānu) pāṇī sukāī jāy arthāt goḷā khālī rahe.

3. Arth: Bhūmi Rasātaḷmā jāo, guṇno samūh paṇ tethī nīche jāo, shīl parvat parathī paḍo, kulīnpaṇu agni vaḍe baḷī jāo ane vairī shūrtā upar tatkāḷ vajra paḍo. Amāre to paiso ja prāpt thāo, kem ke paisā vagarnā sarva guṇ tṛuṇ jevā tuchchh chhe.

Vat Selection

sort Prakarans Categories
Go to: arrow_circle_right
loading