share

॥ સ્વામીની વાતો ॥

પ્રકરણ: ૬

વાત: ૫૧ થી ૬૦

આણંદજી સંઘાડિયાને ત્યાં મહારાજ બેઠા હતા. તે કહે, “માયાનું રૂપ કહીએ?” તો કહે, “કહો.” પછી કહે, “શાહુકારનો દીકરો મરે તો તમારે કેમ?” તો કહે, “બહું ભૂંડું કે’વાય.” પછી કહે, “આ રાજાનો દીકરો મરે તો?” તો કહે, “હું બહુ ખરખરો કરું.” પછી કહે, “આ તમારો મરે તો?” “ત્યારે તો તે ઘડીએ સંઘેડો બંધ રહી જાય ને ભૂંડું થાય.” એમ છે! પછી મહારાજ કહે, “હવે મોહનું રૂપ કહીએ છીએ જે, આ બ્રહ્માથી લઈને સહુને લોહીમાં મોહ થાય છે. એકલું કરકું હોય કે પત ઝરતું હોય તો ન થાય, જીવમાત્રને કરકે નજર છે.

જેમ ચીલ ચડે આસમાને રે, નજર તેની નીચી છે;

જોઈ મારણને મન માને રે, અન્ય જોવા આંખ મીંચી છે.

જેમ સુખડ ઘસીને ભગવાનને ચડાવે છે તેમ દેહને ઘસીને કરકાને ચડાવે છે. અને આ જીવ ચામડિયો છે ને ચમારને ઘેર અવતર્યો હોય તો ત્યાં પણ આનંદ, ને ત્યાં કુંડ રાત-દી ગંધાય. એમ આ દેહ પણ ચમારના કુંડ જેવો છે, તેમાં જીવ આનંદ કરીને બેઠો છે પણ ગિંગાની ઘોડ્યે ગુલાબની સુગંધી લે નહીં. અને આ દેહમાં તો હાડકાં, પરું, પાચ, લાળ ને લીંટ ભર્યાં છે ને નવદ્વારે નરક ઝરે છે ને કેવળ નર્કની કોથળી છે ને ઉપર ચર્મ મઢ્યું છે ને ક્ષણભંગુર કહ્યો છે. માટે કાંઈ જ માલ નથી. તેમાંથી હેત તોડીને આત્મામાં કરવું. જેમ ઓલી સમડીએ માંસનો લોચો રાખ્યો’તો ત્યાં લગી એને બીજીએ ચાંચ મારી ને કરકોલી; પણ મૂકી દીધો તે ભેળી સૌ ગઈ. એમ આ દેહરૂપી લોચો મૂકીને સત્તામાત્ર થાવું, તેમાં સુખ છે. ને દેહે કરીને તો પ્રભુ ભજી લેવાય એટલો તેમાં માલ છે.”

માયા (6.15) / (૬/૫૧)

૧. લાકડાંના ઘાટ ઉતારવાનું યંત્ર.

૨. ગુણાતીતાનંદ સ્વામીના આ વચન પાછળ એક બોધકથા રહેલી છે. આ બોધકથાને યોગીજી મહારાજ આ રીતે સમજાવતા:

ભમરો અને ગીંગો

ભમરો અને ગીંગો બે ભાઈબંધ. ભમરાએ ગીંગાને કહ્યું, “મારા બગીચામાં આવ. ત્યાં ગુલાબ છે, કેતકી છે, મોગરો છે. તું ખુશ થઈ જઈશ. અહીં વિષ્ટામાં શું પડ્યો રહ્યો છું?”

ગીંગાએ વિચાર્યું કે: “ત્યાં કાંઈ ખાવાનું નહિ મળે તો હું ભૂખે મરી જઈશ. એટલે તેણે વિષ્ટાની બે ગોળીઓ નાકમાં નાંખી લીધી અને ભમરાની સાથે ઊપડ્યો. બગીચામાં ભમરાએ તેને ગુલાબનાં ફૂલ ઉપર બેસાડ્યો અને કહ્યું, “કાં, કેવી સુગંધ આવે છે?”

ગીંગાએ કહ્યું, “મને તો મારી જ સુગંધ આવે છે.”

ભમરાને થયું: “આમ, કેમ બોલે છે?” તેણે તેના નાક સામું જોયું તો વિષ્ટાની ગોળીઓ દીઠી. ભમરો સમજી ગયો. પછી ભમરાએ કહ્યું, “હાલ્ય, આપણે હોજમાં નાહવા જઈએ.” પછી તેને હોજમાં લઈ ગયો અને તેના ઉપર ચડી બેઠો. ગીંગાના નાકમાં પાણી પેસી ગયું અને છીંકો આવી તે વિષ્ટાની ગોળીઓ નીકળી ગઈ.”

પછી ભમરો તેને ગુલાબનાં ફૂલ ઉપર લઈ ગયો. ગીંગો સુગંધમાં ગરક થઈ ગયો. થોડી વારે ભમરાએ કહ્યું, “હાલ્ય, બીજાં ફૂલ ઉપર.”

ગીંગો કહે, “અહોહો! શું ગુલાબની સુગંધ! હમણાં અહીં ઠીક છે.”

ભમરાએ કહ્યું, “પહેલેથી જ આવી સુગંધ હતી પણ તારા નાકમાં વિષ્ટાની ગોળીઓ હતી એટલે સુગંધ આવતી નહોતી.”

બોધ

લોકો સત્સંગ કરવા આવે પણ જીવમાં સંસારના સુખની, વાસનાની ગોળીઓ નાંખતા આવે છે. એટલે કથામાં બેસે પણ તેને જગતની જ ગંધ આવે. પછી મોટાપુરુષ એને જ્ઞાનગંગામાં બરાબર ઝબકોળે અને સંસારની વાસના કાઢી નાખે. પછી તેને ભગવાનનો આનંદ આવે.

[યોગીજી મહારાજની બોધકથાઓ: ૨૮૩]

Maharaj was seated at the workplace of (carpenter) Anandji Sanghedia and he said, “Shall I describe the form of māyā?” Anandji replied, “Yes, please describe it.” Then (Maharaj) said, “If the son of a businessman from your town dies, how would you feel?” He replied, “I would feel very bad.” Then he said, “What if the king’s son dies?” So, he said, “I would mourn a lot.” Then he asked, “What if yours dies?” “Then, at that moment this machine would stop and it would be really very bad.” That is how worldly relations are. Then Maharaj said, “Now I will describe the form of attachment. From Brahmā to all, everyone is attached to relatives. But if a woman has pus leaking from her body, then it will not happen. All jivas have their sights on women.

‘Jem chil chade āsamāne re, najar teni nichi chhe;

Joi māranne man māne re, anya jovā ānkh michi chhe.’1

Just as one prepares sandalwood paste and offers it to God, similarly, one grinds the body and offers it to the wife. And this jiva is attached to the skin, since if it is born in the family of a leather tanner, even there it is happy – even though the pit (with raw hide) stinks day and night. Similarly, this body is like the pit of a leather tanner and the jiva sits in it happily. This body is filled with bones, pus, saliva, faeces, and mucous and waste pours out from the nine gates.2 It is merely a bag of waste which is covered in skin and is described as perishable. Therefore, it is not of any real value. Break one’s attachment from it and attach to the ātmā. Just as that kite, as long as it kept the piece of meat, others pecked at it with their beaks.3 But when it left the meat, all problems disappeared with it. Similarly, leave this attachment for the body and identify with the ātmā. There is happiness in that and with the body one can worship God, that much worth is in this body.

Maya (6.15) / (6/51)

1. When a hawk flies in the sky with its gaze downwards; it is focused only on seeking out prey to feed on.

2. Nine gates are the nine body openings: mouth, two nostrils, two ears, two eyes, urinary passage and anus.

3. A kite carrying a piece of meat in its beak was chased by others. Only when it dropped the meat did the pursuing flock stop chasing.

Āṇandjī Sanghāḍiyāne tyā Mahārāj beṭhā hatā. Te kahe, “Māyānu rūp kahīe?” To kahe, “Kaho.” Pachhī kahe, “Shāhukārno dīkaro mare to tamāre kem?” To kahe, “Bahu bhūnḍu ke’vāy.” Pachhī kahe, “Ā rājāno dīkaro mare to?” To kahe, “Hu bahu kharkharo karu.” Pachhī kahe, “Ā tamāro mare to?” “Tyāre to te ghaḍīe sangheḍo1 bandh rahī jāy ne bhūnḍu thāy.” Em chhe! Pachhī Mahārāj kahe, “Have mohnu rūp kahīe chhīe je, ā Brahmāthī laīne sahune lohīmā moh thāy chhe. Ekalu karaku hoy ke pat zaratu hoy to na thāy, jīvmātrane karake najar chhe.
Jem chīl chaḍe āsamāne re, najar tenī nīchī chhe;
Joī māraṇne man māne re, anya jovā ānkh mīnchī chhe.

Jem sukhaḍ ghasīne Bhagwānne chaḍāve chhe tem dehne ghasīne karakāne chaḍāve chhe. Ane ā jīv chāmaḍiyo chhe ne chamārne gher avataryo hoy to tyā paṇ ānand, ne tyā kunḍ rāt-dī gandhāy. Em ā deh paṇ chamārnā kunḍ jevo chhe, temā jīv ānand karīne beṭho chhe paṇ gigānī ghoḍye gulābnī sugandhī le nahī. Ane ā dehmā to hāḍakā, paru, pāch, lāḷ ne līnṭ bharyā chhe ne navdvāre narak zare chhe ne kevaḷ narkanī kothaḷī chhe ne upar charma maḍhyu chhe ne kṣhaṇbhangur kahyo chhe. Māṭe kāī ja māl nathī. Temāthī het toḍīne ātmāmā karavu. Jem olī samaḍīe mānsno locho rākhyo'to tyā lagī ene bījīe chānch mārī ne karkolī; paṇ mūkī dīdho te bheḷī sau gaī. Em ā dehrūpī locho mūkīne sattāmātra thāvu, temā sukh chhe. Ne dehe karīne to Prabhu bhajī levāy eṭalo temā māl chhe.”

Maya (6.15) / (6/51)

1. Lākaḍānā ghāṭ utārvānu yantra.

1. Lākaḍānā ghāṭ utārvānu yantra.

વળી, જીવનો તો અવળો સ્વભાવ છે તે ખાવું, રૂપિયા ને વિષય તેમાં જ મંડ્યો છે. જો રૂપિયા હોય તો તે ભાંગીને ઘઉં લેવા ને તે ખાઈને પ્રભુ ભજવા. સો ઉપાય કરીને બાજરો ભેળો કરવો. તે ખેતીવાડી કરીને, ચાકરી કરીને કે સાથી રહીને પણ તે એક વાર તો ભેળો કરવો. પછી હાયવોય ન કરવી ને ભગવાન ભજવા. અને તે ન કરો તો આ મંદિરમાં બાજરો ઘણો સળી જાય છે, તે ચાર મહિના રહીને પણ ભગવાન ભજવા આવજો. પછી આવો સમાગમ નહીં મળે ને ઉત્તમ વક્તા છે ત્યાં સમાગમ કરી લેજો ને પછી તો ચીજું ખાધીયું હોય તે સંભારવી, ધારવી ને વિચારવી. તે મહારાજે શિક્ષાપત્રીમાં કહ્યું છે ને વચનામૃતમાં પણ કહ્યું છે જે, સમાગમ વિના જ્ઞાન ન આવે. ને દેશકાળાદિક આઠમાં સંગને અધિક કહ્યો છે. તે ઓલ્યાં સાત ભૂંડાં હોય ને એક સંગ સારો હોય તો મોટાપુરુષ સારાં કરી દે. માટે વારંવાર સંગ કરવો; તેમાં સર્વે વાત આવી જાય.

ભગવાનનું ધ્યાન અને ભક્તિ (25.26) / (૬/૫૨)

The jiva has an antagonistic nature and is engrossed in eating, earning money and material pleasures. If one has money, then one should buy and store wheat grains, eat and worship God. By any means – farming, serving or labouring – store enough food but, at least once, they (grains) must be collected. Then do not worry and worship God. And if you do not do that, then there is much millet in this mandir that rots. So, come and stay here for four months and worship God. Later, this association will not be attained. So, where there is a speaker with the highest spiritual wisdom, ensure that you keep his company and then remember and contemplate on the things that you have experienced. Maharaj has also said in the Shikshapatri and the Vachanamrut that without association of the Satpurush, knowledge is not possible. And among the eight factors of place, time, etc., association (satsang) is described as the best. And if the other seven are unfavourable and only company (of the Satpurush) is good, then the great Sadhu makes them favourable. Therefore, maintain association. Everything is included in this.

Worship and Meditation of God (25.26) / (6/52)

Vaḷī, jīvno to avaḷo swabhāv chhe te khāvu, rūpiyā ne viṣhay temā ja manḍyo chhe. Jo rūpiyā hoy to te bhāngīne ghau levā ne te khāīne Prabhu bhajavā. So upāy karīne bājro bheḷo karavo. Te khetīvāḍī karīne, chākarī karīne ke sāthī rahīne paṇ te ek vār to bheḷo karavo. Pachhī hāyvoy na karavī ne Bhagwān bhajavā. Ane te na karo to ā mandirmā bājro ghaṇo saḷī jāy chhe, te chār mahinā rahīne paṇ Bhagwān bhajavā āvajo. Pachhī āvo samāgam nahī maḷe ne uttam vaktā chhe tyā samāgam karī lejo ne pachhī to chīju khādhīyu hoy te sambhārvī, dhārvī ne vichārvī. Te Mahārāje Shikṣhāpatrīmā kahyu chhe ne Vachanāmṛutmā paṇ kahyu chhe je, samāgam vinā gnān na āve. Ne desh-kāḷādik āṭhmā sangne adhik kahyo chhe. Te olyā sāt bhūnḍā hoy ne ek sang sāro hoy to Moṭāpuruṣh sārā karī de. Māṭe vāramvār sang karavo; temā sarve vāt āvī jāy.

Worship and Meditation of God (25.26) / (6/52)

જે જેને વહાલું હોય તે શિષ્યને દે છે. ને બાપને સ્ત્રી હૈયામાં છે તો તે છોકરાને હૈયમાં ઘાલી દે છે. એમ સાધુને વા’લા ભગવાન તે જીવના હૈયામાં ઘાલી દે છે. ને જેમ ખાધા વિના ભૂખ જાય નહીં, ને તાપ્યા વિના ટાઢ જાય નહીં, ને સૂર્ય વિના અંધકાર જાય નહીં, તેમ સમાગમ વિના અજ્ઞાન જાય નહીં. ભણેલો હોય તે ભણાવે પણ અભણ શું ભણાવે ? કેમ જે, એને મૂળમાંથી વિદ્યા નથી તે આપે ક્યાંથી?

ગુરુ બીન જ્ઞાન નહીં, ગુરુ બિન ધ્યાન નહીં.

ગુરુ બીન આત્મવિચાર ન લહત હે.

તેમ સદ્‍ગુરુ વિના કાંઈ નથી થાતું, ‘તીન તાપકી ઝાળ જર્યો પ્રાની કોઈ આવે.’ એ સવૈયો બોલીને કહે, એવા સાધુનો સમાગમ કર્યે છૂટકો છે; તે કરવો, તે પણ અર્થં સાધયામિ વા દેહં પાતયામિ એમ કરવો, ત્યારે રાજી થાય છે. તે સમાગમે તો એટલો ફેર પડે જેમ કાર્તિક સ્વામીએ પૃથ્વીની પ્રરિક્રમા કરી ને ગણપતિએ પાર્વતીના કહ્યાથી ગાયની કરી તે પણ પૃથ્વીની થઈ, જુઓ કેટલો ફેર પડ્યો? ને કરોડ જન્મ સુધી અંતર્દૃષ્ટિ કરે ને ન થાય તેટલું એક મહિનામાં થાય એવું આ સમાગમમાં બળ છે; માટે અમારો તો એ સિદ્ધાંત છે ને મહારાજે પણ કહ્યું છે જે, “કોઈક મિષ લઈને આવા સાધુમાં જન્મ ધરવો એમ ઇચ્છીએ છીએ.” તે એવો જન્મ તો આપણે જ ધર્યો છે.

સત્સંગ (18.54) / (૬/૫૩)

૧. ભાવાર્થ: ત્રણ તાપથી દાઝેલો જીવ આ અનુપમ સંતના (અક્ષરબ્રહ્મ સત્પુરુષના) સંગમાં આવે તો તેને તરત જ શીતળ કરે અને તેના હૃદયની બળતરા દૂર કરી દે.

આ વાત બ્રહ્માનંદ સ્વામીના ‘તીન તાપકી ઝાળ જર્યો પ્રાની કોઈ આવે’ સવૈયામાં ઉલ્લેખાયેલી છે.

સવૈયો

તીન તાપકી ઝાળ જર્યો પ્રાની કોઈ આવે,

તાકું શીતલ કરત તુરત દિલદાહ મિટાવે;

કહી કહી સુંદર બેન રેન-અજ્ઞાન નિકાસે,

પ્રગટ હોત પહિછાન જ્ઞાન ઉર ભાનુ પ્રકાશે;

વૈરાગ્ય ત્યાગ રાજત વિમળ ભવદુઃખ કાટત જંતકો,

કહે બ્રહ્મમુનિ આ જક્તમેં સંગ અનુપમ સંતકો.

[બ્રહ્માનંદ વિલાસ: ૧૧૫]

Whatever is dear to the master is given to the disciple. A father has a wife in his heart, so he enforces a wife in the son’s heart. Similarly, the Sadhu is fond of God, so he implants him in the jiva’s heart. And, just as one’s hunger is not satiated without eating, one remains cold without warming oneself, and without the sun darkness is not removed; similarly, ignorance is not overcome without close association with the great Sadhu. A learned can teach but what will an uneducated person teach? Since, at the root he has no knowledge, so how can he give it?

Guru bin gnān nahi, guru bin dhyān nahi.

Guru bin ātmavichār na lahat he.1

Similarly, without a truly great Sadhu, nothing happens. After reciting the verse, “Tin tāpki jhāl jaryo prani koi āve,”2 Swami said, “There is no alternative but to keep the association of such a great Sadhu; do it, but with the aim of attaining one’s goal at any cost. Then he will be pleased. This association makes a great difference. Just as Kartik Swami circled the earth and Ganapati, by the advice of Parvati, circled a cow – and that, too, was considered a circumambulation of the earth. See how much difference association makes? And what does not happen even after ten million births of introspection will happen in one month with the help of the great Sadhu. Such is the power of this association. Therefore, this is our principle and Maharaj has also said, ‘By making some excuse, I wish to be born in the midst of this kind of Sadhu.’ And such a birth has been taken by us.”

Satsang (18.54) / (6/53)

1. Without a guru there is no knowledge, no meditation, and no contemplation on the ātmā.

2. If one who is suffering from the three miseries comes to the Sadhu, one feels peace and one’s heartaches are removed. The Sadhu gives great spiritual guidance and removes the darkness of ignorance; one recognizes the manifest form of God and the sun of knowledge shines in one’s heart. Such a Sadhu, who is pure and radiates with detachment, removes the worldly miseries of people; Brahmamuni says that the best company in the world is that of the Sadhu. (Footnote 11, Vat 30.62 - English version; Vat 5-112 - Gujarati version)

Je jene vahālu hoy te shiṣhyane de chhe. Ne bāpne strī haiyāmā chhe to te chhokarāne haiyamā ghālī de chhe. Em Sādhune vā’lā Bhagwān te jīvnā haiyāmā ghālī de chhe. Ne jem khādhā vinā bhūkh jāy nahī, ne tāpyā vinā ṭāḍh jāy nahī, ne sūrya vinā andhkār jāy nahī, tem samāgam vinā agnān jāy nahī. Bhaṇelo hoy te bhaṇāve paṇ abhaṇ shu bhaṇāve? Kem je, ene mūḷmāthī vidyā nathī te āpe kyāthī?
Guru bīn gnān nahī, guru bin dhyān nahī.
Guru bīn ātmavichār na lahat he.

Tem sadguru vinā kāī nathī thātu, ‘Tīn tāpkī zāḷ jaryo prānī koī āve.’ E savaiyo bolīne kahe, evā Sādhuno samāgam karye chhūṭako chhe; te karavo, te paṇ Artham sādhayāmi vā deham pātayāmi em karavo, tyāre rājī thāy chhe. Te samāgame to eṭalo fer paḍe jem Kārtik Swāmīe pṛuthvīnī prarikramā karī ne Gaṇpatie Pārvatīnā kahyāthī gāynī karī te paṇ pṛuthvīnī thaī, juo keṭalo fer paḍyo? Ne karoḍ janma sudhī antardraṣhṭi kare ne na thāy teṭalu ek mahināmā thāy evu ā samāgammā baḷ chhe; māṭe amāro to e siddhānt chhe ne Mahārāje paṇ kahyu chhe je, ‘Koīk miṣh laīne āvā sādhumā janma dharavo em ichchhīe chhīe.’ Te evo janma to āpaṇe ja dharyo chhe.

Satsang (18.54) / (6/53)

1. Lākaḍānā ghāṭ utārvānu yantra.

આ ભગવાન બહુ મોટા પ્રગટ થયા, તે બીજા અવતાર જેવા તો એના સાધુ ને સત્સંગી દ્વારે ચમત્કાર જણાવ્યા છે. ને પોતે જે નરનારાયણનું લખ્યું છે, તે તો જેમ કો’ક અજાણે ગામ જાવું હોય તે ભોમિયો લે, તેમ પોતે કોઈ વાર આવેલ નહીં ને એનો ભરતખંડ કહેવાય, માટે એને ભોમિયા લીધા છે. એ મનુષ્યપણાનો ભાવ છે એમ જાણવું, એમ મહારાજે પણ કહ્યું છે. ને આ તો વાત બધી નવીન છે. સાધુ નવીન, નિયમ નવીન; તે મહારાજ કહે, “આ નિયમ ને સાધુ એ બે અમે અક્ષરધામમાંથી લાવ્યા છીએ.”

(૬/૫૪)

The God that has manifested here is very great; and his sādhus and devotees are like other avatārs and have performed miracles. He has written about Nar-Nārāyan (i.e. identified himself as Nar-Nārāyan) in the following way: If someone wants to go to an unknown village, they require the aid of a guide. Similarly, [God] has never come here before and Bharat-khand is said to belong to Nar-Nārāyan Dev, so he has brought him as a guide (i.e. used his name for familiarity). This should be considered as Maharaj’s human-like action - this is what Maharaj himself said. And all of these talks are new, the sadhus are new, and the niyams are new. Maharaj said, “I brought these niyams and sadhus from Akshardham.”

(6/54)

Ā Bhagwān bahu moṭā pragaṭ thayā, te bījā avatār jevā to enā sādhu ne satsangī dvāre chamatkār jaṇāvyā chhe. Ne pote je Narnārāyaṇnu lakhyu chhe, te to jem ko’k ajāṇe gām jāvu hoy te bhomiyo le, tem pote koī vār āvel nahī ne eno Bharatkhanḍ kahevāy, māṭe ene bhomiyā līdhā chhe. E manuṣhyapaṇāno bhāv chhe em jāṇavu, em Mahārāje paṇ kahyu chhe. Ne ā to vāt badhī navīn chhe. Sādhu navīn, niyam navīn; te Mahārāj kahe, “Ā niyam ne Sādhu e be ame Akṣhardhāmmāthī lāvyā chhīe.”

(6/54)

સ્વામીને ભોગવવાના જે પદાર્થ તે સેવક ન ભોગવે. તે જ્યારે રામચંદ્રજી ધરતીએ સૂતા, ત્યારે ભરતજી એક હાથ ધરતી ખોદીને સૂવે, ને શિવજી પણ ભગવાનને ભોગવવાના પદાર્થ પોતે નથી ભોગવતા. ને સંગનો ભેદ કહ્યો જે, એક ઊખેડે ને એક ચોંટાડે.

સેવા (9.4) / (૬/૫૫)

૧. રામ ભગવાન સીતાના વિરહથી વ્યાકુળ થઈ જાય છે. તે વખતે સતી પાર્વતીને રામની પરીક્ષા કરવાની ઇચ્છા થાય છે, ત્યારે શિવજી ના પાડે છે. છતાં સતી સીતાનું રૂપ લઈને રામ પાસે જાય છે. એમને હતું રામ મને જોતાં તરત જ ઘેલા થઈ જશે પણ થયું ઊલટું જ. રામે તરત જ કહ્યું, “માતા! એકલા કેમ છો? શિવજી ક્યાં?” અને સતી ભોંઠા પડી ગયાં. પછી શિવજી પાસે આવ્યાં. શિવજીએ તેમને બધું પૂછ્યું, પણ પાર્વતીએ છુપાવ્યું. શિવજીએ ધ્યાનમાં આખું ચરિત્ર જોયું અને તેમને ખ્યાલ આવ્યો.

સતી કીન્હ સીતા કર બેષા, સિવ ઉર ભયઉ બિષાદ બિસેષા;

જૌં અબ કરઉં સતી સન પ્રીતિ, મિટઈ ભગતિ પથુ હોઈ અનીતિ ॥

સતીએ સીતાજીનો વેશ ધર્યો તેથી શિવજીના હૃદયમાં ઘણો જ ખેદ થયો. તેમણે વિચાર કર્યો કે હવે હું સતી પર પ્રેમ કરું તો ભક્તિમાર્ગ નાશ પામે અને અનીતિ થાય. શિવજી કહે, “તમે સીતાજીનો વેશ લીધો અર્થાત્ મારા ઈષ્ટદેવ રામચંદ્રજીના પત્નીનો વેષ લીધો એટલે હવે મારાથી તમારો પત્ની તરીકે સ્વીકાર ન થાય.” અને સતીને કેટલાંક વર્ષો સુધી શિવજીનો વિરહ સહન કરવો પડ્યો.

[રામચરિતમાનસ: બાલકાંડ/૪૮-૫૫]

૨. સંસારથી, વિષયથી મુકાવે.

A servant does not use the objects to be used by his master. So when Ramchandraji slept on the floor, Bharatji dug the earth to a depth of ‘one hand’ and slept. And even Shivji does not use the objects that are meant for God.1 Also, the difference in association (between a God-realized Sadhu and worldly people) was described – that one detaches people from worldly objects and the other joins them to worldly objects.

Service (9.4) / (6/55)

1. After Ravan abducted Sitaji, Ram Bhagwan became hysterical. Parvatiji decided to test Ram Bhagwan, but Shivji told her not to. Nevertheless, Parvatiji took the form of Sitaji and went to Ram Bhagwan. She thought Ram Bhagwan would be extremely pleased but the opposite occurred. Ram Bhagwan instantly recognized her and questioned, “Parvatiji, why are you here alone? Where is Shivji?” Parvatiji was embarrassed and returned to Shivji. Shivji asked what happened but Parvatiji concealed the incident. Shivji recounted the whole incident in meditation and realized what Parvatiji had done.

Because Sati took the form of Sitaji, Shivji felt remorse and thought that he cannot love Parvatiji any longer since she took the form of Sitaji. He told Parvatiji that he could no longer accept her since she posed as his Ishtadev Ramchandraji’s wife. Therefore, for many years Parvatiji suffered the separation from Shivji.

[Ram Charit Manas: Bal-Kand/48-55]

Swāmīne bhogavavānā je padārth te sevak na bhogave. Te jyāre Rāmchandrajī dharatīe sūtā, tyāre Bharatjī ek hāth dharatī khodīne sūve, ne Shivjī paṇ Bhagwānne bhogavavānā padārth pote nathī bhogavatā.1 Ne sangno bhed kahyo je, ek ūkheḍe2 ne ek chonṭāḍe.

Service (9.4) / (6/55)

1. Rām Bhagwān Sītānā virahthī vyākuḷ thaī jāy chhe. Te vakhate Satī Pārvatīne Rāmnī parīkṣhā karavānī ichchhā thāy chhe, tyāre Shivajī nā pāḍe chhe. Chhatā Satī Sītānu rūp laīne Rām pāse jāy chhe. Emane hatu Rām mane jotā tarat ja ghelā thaī jashe paṇ thayu ūlaṭu ja. Rāme tarat ja kahyu, “Mātā ! Ekalā kem chho? Shivajī kyā?” Ane Satī bhoṭhā paḍī gayā. Pachhī Shivajī pāse āvyā. Shivajīe temane badhu pūchhyu, paṇ Pārvatīe chhupāvyu. Shivajīe dhyānmā ākhu charitra joyu ane temane khyāl āvyo.

Satī kīnha Sītā kar beṣhā, Siv ur bhayau biṣhād biseṣhā;

Jau ab karau Satī san prīti, miṭaī bhagati pathu hoī anīti ||

Satīe Sītājīno vesh dharyo tethī Shivajīnā hṛudayamā ghaṇo ja khed thayo. Temaṇe vichār karyo ke have hu Satī par prem karu to bhakti-mārg nāsh pāme ane anīti thāy. Shivajī kahe, “Tame Sītājīno vesh līdho arthāt mārā īṣhṭadev Rāmchandrajīnā patnīno veṣh līdho eṭale have mārāthī tamāro patnī tarīke svīkār na thāy.” Ane Satīne keṭalāk varṣho sudhī Shivajīno virah sahan karavo paḍyo.

[Rām Charit Mānas: Bālkānḍ/48-55]

2. Sansārthī, viṣhaythī mukāve.

આ સત્સંગમાં ત્રણ પ્રકાર છે જે, સત્સંગી હોય તેને કુસંગી કરી નાખે ને અંતર્દૃષ્ટિ કરતો હોય તો બાહેર દૃષ્ટિ કરાવે ને વ્યવહારમાંથી ઉદાસ હોય તો તેમાં ચોંટાડે, એવા પણ મંદિરમાં છે, માટે એને ઓળખીને ત્યાગ કરવો. એક તો ઇન્દ્રિયારામ ને એક અર્થારામ એવા છે ને જો તે વચ્ચે કોઈ પથારી કરે તો છ મહિના થાય ત્યાં વિમુખ કરી નાખે. તેને પણ ઓળખીને તેનો સંગ ન કરવો, ને ગરાસિયાની ઘોડ્યે અંતર મળવા દેવું નહીં. અર્થારામ સાથે અંતર મળ્યું કે ભૂંડું થયું. એ બેયને મૂકીને આપણે તો આત્મારામ થાવું.

સંગ (4.19) / (૬/૫૬)

૧. દેહના પાલનપોષણ ને ટાપટીપમાં જ રાચનાર.

૨. ભૌતિક પદાર્થે કરીને સુખ માનનાર.

There are three types of people in this Satsang: those who convert good people into bad people, those who make inward-focused people into outward-focused people and those who make one who is aloof from worldly matters become attached to them. There are such people even in the mandir. So recognize them and shun them. If someone keeps company of one who is focused on sense gratification or one who is money-oriented, then after six months they would isolate a devotee from Satsang. Recognize them, but do not associate with them. Associating with one who is money-oriented will lead to disastrous consequences. We have to leave both and become ātmā-centred.

Company (4.19) / (6/56)

Ā satsangmā traṇ prakār chhe je, satsangī hoy tene kusangī karī nākhe ne antardraṣhṭi karato hoy to bāher draṣhṭi karāve ne vyavahārmāthī udās hoy to temā chonṭāḍe, evā paṇ mandirmā chhe, māṭe ene oḷakhīne tyāg karavo. Ek to indriyārām1 ne ek arthārām2 evā chhe ne jo te vachche koī pathārī kare to chha mahinā thāy tyā vimukh karī nākhe. Tene paṇ oḷakhīne teno sang na karavo, ne garāsiyānī ghoḍye antar maḷavā devu nahī. Arthārām sāthe antar maḷyu ke bhūnḍu thayu. E beyne mūkīne āpaṇe to ātmārām thāvu.

Company (4.19) / (6/56)

1. Dehnā pālanpoṣhaṇ ne ṭāpṭīpmā ja rāchanār.

2. Bhautik padārthe karīne sukh mānanār.

ખાધાનું, પથારી, ચેલા ને પદાર્થ તેને અર્થે જે ઉદ્યમ એ કાંઈ સાધુનો મારગ નહીં, એ મારગ ચૂક્યા ને વેળ વળી ગઈ. તે માટે જ્ઞાન શીખવું, તે વિના બીજું કાંઈ રાત્રિપ્રલયમાં નહીં રહે, ને જ્ઞાન તો મહાપ્રલયમાં પણ જાવાનું નહીં. ને તે જ્ઞાન આપણે છે. આ આમાં આટલું રહ્યા છીએ ખરા, પણ વનમાં રહીએ તો પણ સુખ રહે; ને એક ટાણું રોટલા જોઈએ ને એક ગોદડી હોય તો બીજું વસ્ત્ર ન જોઈએ; ને વનમાં રહેતા ત્યારે આ ગોદડીભર રહેતા. તે ટાઢ્ય હરે, તડકો હરે ને વરસાદ પણ બે પછેડીવા હરે. પછી શું જોઈએ? એવા સ્વભાવ પાડ્યા હોય ત્યારે, નીકર તો જેમ ‘આસનથી ઉઠાડતાં જાણે જગાડ્યો મણિધરજી’ નાગને છેડે તેમ થાય. માટે જ્ઞાન શીખવું.

પંચવિષય-વાસના-વ્યસન (8.35) / (૬/૫૭)

૧. સમય વીતી ગયો.

૨. જાડી ચાદર પલળે તેટલો.

To make efforts for food, a place to sleep, servants and worldly objects is not the path of a sadhu. If the right path of a sadhu is lost, then time is wasted. Therefore, spiritual knowledge should be acquired, since, apart from that nothing will remain at the time of dissolution of the universe. But spiritual knowledge will not be lost even in the final dissolution of all creation and that spiritual knowledge is with us. We are staying here amid all these activities, but even if we stay in the jungle, we will be happy. We need food once (a day) and if we have a cotton blanket then we do not need other clothing, since when we stayed in the forest, we stayed only with this blanket. It protected from the cold, sun and even rain heavy enough to soak a thick blanket. When such an attitude is cultivated what more is needed? Otherwise, it is like ‘Āsanthi uthādtā jāne jagādyo manidharjī’. (One becomes provoked - as if a king cobra was provoked - when asked to get up from their spot.) Therefore, one should acquire gnān.

Material Pleasures-Desires-Addictions (8.35) / (6/57)

Khādhānu, pathārī, chelā ne padārth tene arthe je udyam e kāī sādhuno mārag nahī, e mārag chūkyā ne veḷa vaḷī gaī.1 Te māṭe gnān shīkhavu, te vinā bīju kāī rātripralaymā nahī rahe, ne gnān to mahāpralaymā paṇ jāvānu nahī. Ne te gnān āpaṇe chhe. Ā āmā āṭalu rahyā chhīe kharā, paṇ vanmā rahīe to paṇ sukh rahe; ne ek ṭāṇu roṭalā joīe ne ek godaḍī hoy to bīju vastra na joīe; ne vanmā rahetā tyāre ā godaḍībhar rahetā. Te ṭāḍhya hare, taḍako hare ne varsād paṇ be pachheḍīvā2 hare. Pachhī shu joīe? Evā swabhāv pāḍyā hoy tyāre, nīkar to jem ‘Āsanthī uṭhāḍtā jāṇe jagāḍyo maṇidharjī.’ Nāgne chheḍe tem thāy. Māṭe gnān shīkhavu.

Material Pleasures-Desires-Addictions (8.35) / (6/57)

1. Samay vītī gayo.

2. Jāḍī chādar palaḷe teṭalo.

જેમ ભગવાન કરે તેમ થાય. આ અમને કઠોદર થયું હતું તે કોઈને ન મટે ને તે મટ્યું; ને આવરદા પણ પંચવીશ વરસ થયાં નથી ને આ બે વરસ થયાં એટલે સંવત ૧૯૧૮માં મોત આવીને પાછું ગયું, તે જેમ ભગવાનને ગમતું હશે તેમ થાશે.

(૬/૫૮)

૧. પેટનો એક રોગ.

Everything that happens is according to God’s wish. My stomach illness was cured, which others would not be cured of otherwise. And my lifespan should have ended 25 years ago. And two years ago in Samvat 1918, death came and left. So what happens is according God’s liking.

(6/58)

Jem Bhagwān kare tem thāy. Ā amane kaṭhodar1 thayu hatu te koīne na maṭe ne te maṭyu; ne āvardā paṇ panchavīsh varas thayā nathī ne ā be varas thayā eṭale Samvat 1918mā mot āvīne pāchhu gayu, te jem Bhagwānne gamatu hashe tem thāshe.

(6/58)

1. Peṭno ek rog.

જેને આ સત્સંગ મળ્યો તેના પુણ્યનો પારાવાર નથી. ને આ સમાગમનું ફળ તો આગળ અવિનાશી મળશે. ને અજ્ઞાને કરીને તો એમ થાય. તે શું જે, ખટરસમાં રહ્યા ને જલેબીમાં ગયા, પણ આજ્ઞા કરે તેમ રહેવું, તે –

થર થર ધ્રૂજત રહે વચનમેં શશી અરૂ સૂરા;

થર થર ધ્રૂજત રહે રેન દિન કાળ હજૂરા.

માટે આજ્ઞામાં સુખ છે, ને કર્મ વશે કરવું પડે છે તે કરતાં જો આજ્ઞાએ કરે તો એના જીવમાં સુખ થાય.

(૬/૫૯)

૧. ભાવાર્થ: સૂર્ય અને ચંદ્ર પણ ડરીને જેના વચનમાં વર્તે છે, જેનાથી ડરીને કાળ પણ રાત-દિવસ વચનમાં વર્તે છે.

કીર્તન

થર થર ધ્રુજત રહે વચનમેં ઇન્દ્ર મુનીંદ્ર,

થર થર ધ્રુજત રહે વચનમેં અવની અહીંદ્ર.

થર થર ધ્રુજત રહે વચનમેં શશિયર સૂર,

થર થર ધ્રુજત રહે રેનદિન કાલ હજૂર.

હરિ હર હિ અજ આદિ સબે રહત ભક્તિરત જાહિકી,

મુકુંદ મોહવશ મૂઢ નર કરે ન આજ્ઞા તાહિકી.

[મુક્તાનંદ કાવ્ય: ૧/૪૬૧]

There is no limit to one’s good merits if one has attained satsang. One will attain the eternal fruit of this association in the future. But in ignorance, one may believe: khaṭrasmā rahyā ne jalebīmā gayā.1 However, one should stay within the commands of God.

Thar thar dhrūjat rahe vachanme Shashī arū Sūrā;

Thar thar dhrūjat rahe ren din kāḷ hajūrā.

Therefore, happiness is in obeying the commands of God. One’s jiva will experience happiness if they do according to the commands rather than doing according to one’s karma.

(6/59)

1. When Maharaj passed the khatras vartamān - abstaining from eating foods with six types of tastes - the sadhus and paramhansas observed this firmly. However, when Maharaj reversed this vartamān and started serving delicious foods such as jalebis, those fond of intense austerities found this unsuitable and left. Maharaj served sadhus delicious foods so that they can recall his divine incidents, but those who did not understand this saw a fault.

Another interpretation of this phrase is: One may remain in satsang by abstaining from delicious foods. However, when one acquires delicious foods, other indulgences also follow, leading one to fall from satsang.

Jene ā satsang maḷyo tenā puṇyano pārāvār nathī. Ne ā samāgamnu faḷ to āgaḷ avināshī maḷashe. Ne agnāne karīne to em thāy. Te shu je, khaṭrasmā rahyā ne jalebīmā gayā, paṇ āgnā kare tem rahevu, te –
Thar thar dhrūjat rahe vachanme Shashī arū Sūrā;
Thar thar dhrūjat rahe ren din kāḷ hajūrā.

Māṭe āgnāmā sukh chhe, ne karma vashe karavu paḍe chhe te karatā jo āgnāe kare to enā jīvmā sukh thāy.

(6/59)

1. Lākaḍānā ghāṭ utārvānu yantra.

આ ભગવાન તો જેમ –

કિયાં કીડી કરી મેળાપ, ભેળો થાવા ભારે ભેદ છે રે;

કિયાં પૂર્ણ પુરુષોત્તમ આપ, કિયાં જીવ જેને બહુ કેદ છે રે.

એવા મળ્યા છે. માટે સો વાતનું ગમતું મૂકીને આજ્ઞા પ્રમાણે વરતવું. ‘સો માથાં જાતાં રે સોંઘા છોગાળા’ ‘એક શિરકે વાસ્તે ક્યું ડરત હે ગમાર?’ હવે તો ખરેખરું મંડવું, ‘સતી નહીં કુત્તી કહાવે’ એ કીર્તન બોલીને કહે એમ પાછા પગ ભર્યે થાય? તે સારુ સન્મુખના લેવા.

ભગવાન અને સંતની આજ્ઞા (14.22) / (૬/૬૦)
૧. ભાવાર્થ: હે મૂર્ખ! (ભગવાન માટે એક માથું આપતાં શા માટે ડરે છે?

૨. ભાવાર્થ: સતી થવા આગમાં પડનારી સ્ત્રી પાછા પગ ભરે તો તે સતી નહીં પણ કૂતરી કહેવાશે અર્થાત્ અપમાનિત થાશે.

આ વાત બ્રહ્માનંદ સ્વામીના ‘રે ધરિયા અંતર ગિરિધારી’ પદમાં ઉલ્લેખાયેલી છે.

This God we have attained is like:

Kiyā kidi kari melāp bhelo, thāvā bhāre bhed chhe re,

Kiyā Purna Purushottam āp, kiyā jiva jene bahu ked chhe re.1

Therefore, give up one’s wishes for a hundred things and do as instructed. ‘So māthā jātā re songhā chhogālā.’ ‘Ek shirke vāste kyu darat he gamār?’2 Now one must truly attempt. ‘Sati nahi kutti kahāve.’3 After reciting this devotional song, he said, “Can this (firm resolve to obey God’s commands) happen if we step backwards? For this, one has to move forwards.”

Commands of God and His Holy Sadhu (14.22) / (6/60)

1. Is it possible for an insignificant ant and a giant elephant to meet? Similar is the meeting of Purna Purushottam and an insignificant jiva, which is bound to māyā.

2. If one has to die a hundred deaths to attain God, it is still a cheap deal. (So, why be afraid of giving only one life?)

3. A sati who at first announces and prepares to die on her dead husband’s pyre and then turns back on seeing the fire is not a true sati.

Ā Bhagwān to jem –

Kiyā kīḍī karī meḷāp, bheḷo thāvā bhāre bhed chhe re;

Kiyā pūrṇa Puruṣhottam āp, kiyā jīv jene bahu ked chhe re.

Evā maḷyā chhe. Māṭe so vātnu gamatu mūkīne āgnā pramāṇe varatavu. ‘So māthā jātā re songhā chhogāḷā’ ‘Ek shirake vāste kyu ḍarat he gamāra?’1 Have to khare-kharu manḍavu, ‘Satī nahī kuttī kahāve’2 e kīrtan bolīne kahe em pāchhā pag bharye thāy? Te sāru sanmukhnā levā.

Commands of God and His Holy Sadhu (14.22) / (6/60)
1. Bhāvārth: He mūrkh! (Bhagwān māṭe ek māthu āpatā shā māṭe ḍare chhe?

2. Bhāvārth: Satī thavā āgamā paḍanārī strī pāchhā pag bhare to te satī nahī paṇ kūtarī kahevāshe arthāt apamānit thāshe.

Ā vāt Brahmānand Swāmīnā ‘Re dhariyā antar Giridhārī’ padmā ullekhāyelī chhe.

Vat Selection

sort Prakarans Categories
Go to: arrow_circle_right
loading