TEXT OPTIONS
AUDIO OPTIONS
Show audio player
Auto play audio
Auto advance audio
Auto scroll to audio
Auto advance to next page
॥ સ્વામીની વાતો ॥
પ્રકરણ: ૬
વાત: ૪૧ થી ૫૦
દેવની માયાએ જુઓને મોહ પમાડ્યા છે જે, ગાડી, પુસ્તક, ચેલો ને હવેલી એને વિષે માલ મનાણો છે. પણ તેણે કરીને શું થાશે? બંધન થાશે, માટે એમાં કાંઈ માલ નથી.
રાજ ભયો કહાં કાજ સર્યો, મહારાજ ભયો કહાં લાજ બઢાઈ,
શાહ ભયો કહાં બાત બડી, પતસાહ૧ ભયો કહાં આન ફીરાઈ;
દેવ ભયો તો કહાં ભયો, અહંમેવ બઢ્યો તૃષ્ણા અધિકાઈ,
બ્રહ્મમુનિ સત્સંગ વિના સબ, ઓર ભયો તો કહા ભયો ભાઈ?
ત્યારે શું ભરતજી રાજ મૂકીને મૃગલામાં બંધાણા એ કાંઈ સાધુનો મારગ છે? અને આસન સારુ, પથારી સારુ, ચેલા સારુ, ગાડી સારુ ને એવાં તુચ્છ પદાર્થ સારુ મોટી ખોટ ખાવી નહીં, ને સર્વે દોષ રહિત થઈને રૂડા સાધુને સેવીને સાધુતા શીખવી, એમાં જ માલ છે. નીકર તો મોટપ ને માન સારુ ગાડી કે ઘોડું ન મળે કે દુઃખી થવું પડે એમાં શું? એમ કહીને બોલ્યા જે,
મોટા થાવાનું મનમાં રે દલમાં ઘણો ડોડ;
તેવા ગુણ નથી તનમાં રે કાં કરે તું કોડ;
ભૂંડા ઘાટ ઊઠે છે ભીંતરે રે જે ન કહેવાય બા’ર.
એવું છે, માટે જ્ઞાન શીખવું તેણે કરીને કોઈ વાતની અપેક્ષા ન રહે અને જો જ્ઞાન ન હોય તો તો મૂર્ખાઈએ કરીને અસદ્ યુક્તિયું ઉઠાવે છે. તે અમે સૌ ગોપાળાનંદ સ્વામી, કૃપાનંદ સ્વામી એ આદિક મોટા મોટા સાધુ, પછી નિવૃત્તિ ન આવે તે સારુ સવારના પહોરમાં નાયા વગર કામ, ક્રોધાદિકને ખોદીને ગોષ્ઠિ કરીએ. ત્યારે એક જણ કહે જે, “જુઓને, મસાણિયા૨ બેઠા છે તે શું કરે છે? ઝાંપડાને૩ સંભારે છે ને શિક્ષાપત્રી તો પાળતા નથી. બ્રાહ્મે મુહૂર્તે શયનં વિહાય। ના’યા-ધોયા વગર સવારના પહોરમાં લઈ બેઠા છે.” ત્યારે બીજા નવા જાણે જે, “વાત ખરી છે, આજ્ઞાલોપતલ તો આ સર્વે છે.” ને અમે આત્મનિષ્ઠા ને ઉપાસનાની વાત કરીએ, તે તો સૂક્ષ્મ ભક્તિ છે ને સ્થૂળ ભક્તિમાં તો ગૌણતા આવે તે સારુ બીજા કહેશે, “આ પત્રીલોપતલ૪ છે” ને શાસ્ત્રોને ખોટાં કરીને અવગુણ ઘાલે છે. ત્યારે જુઓને! એ તે કેમ સમજવું જે, રાત લઈને ભગાય છે!૫ એવું હોય એ વાતનું એને કાંઈ નથી, એમ મૂર્ખને કાંઈ ગતિ નથી. પણ આપણે શું ભક્તિ નથી કરતા? ને ખોટી વાર્તા કરીએ છીએ? માટે સો મૂર્ખનો ત્યાગ કરીને એક વિવેકીને ગ્રહણ કરવો.
ગિરિસેં ગિરિએ ધાય, જઈ સમુદ્રમાં બૂડિએ,
મરીએ મહા વિખ ખાય, પણ મૂરખ મિત્ર ન કીજિયે.૬
૧. બાદશાહ.
૨. સ્મશાનમાં રહેનારા.
૩. ભૂતડાં.
૪. શિક્ષાપત્રી લોપનારા.
૫. દૃષ્ટાંત: અંધકાર દૂર કરીને પ્રકાશ કરવા માટે રાત લઈને ભાગી શકાતું નથી. ભાવાર્થ: કોઈનું અજ્ઞાન આપણાથી દૂર કરી શકાતું નથી. જેમ સૂર્ય ઊગે તો અંધકાર દૂર થાય, તેમ અજ્ઞાની લોકો સાચા સત્પુરુષનો સમાગમ કરે તો જ્ઞાનનો પ્રકાશ થાય અને અજ્ઞાન દૂર થાય. સ્વામી અહીં મોટેરા સંતોનો અભિપ્રાય સમજ્યા વગર કેટલાક લોકો અજ્ઞાનવશ એમનો અવગુણ લેતા હોય છે અને એમના અવગુણની વાતો બીજાને કહેતા હોય છે તેની ટકોર કરે છે.
૬. ભાવાર્થ: પર્વત પરથી પડીને, સમુદ્રમાં ડૂબીને કે હળાહળ ઝેર ખાઈને મરવું સારું, પણ મૂર્ખ મિત્ર કરવો સારો નહીં.
The māyā of the gods has caused attachment, such that, bullock carts, books, servants and homes are all considered to be of great value. But what will be achieved by possessing them? Only attachment will arise. Therefore, there is no worth in them.
Rāj bhayo kahā kāj saryo, Mahārāj bhayo kahā lāj badhāi,
Shāh bhayo kahā bāt badi, patsāh bhayo kahā ān firāi;
Dev bhayo to kahā bhayo, ahamev badhyo trushnā adhikāi,
Brahmamuni satsang vinā sab, aur bhayo to kahā bhayo bhāi?1
Is the proper way of life for a sadhu to live like Bharatji, who gave up the kingdom but became attached to the dear? And for the sake of a seat, bed, disciple, cart and similar insignificant objects do not suffer a big loss by leaving Satsang. There is value only in becoming free of all drawbacks, serving a good Sadhu and learning saintliness. Otherwise what is the point if, for establishing status and pride, one does not get a cart or horse and becomes miserable? Saying this, he said,
Motā thāvānu manmā re, dalmā ghano dod;
Tevā guna nathi tanmā re, kā kare to kod.
Bhunda ghat uthe chhe bhitare re, je na kahevāy bā’r.
Eh vātno tāre antare re nathi nar vichār.2
It is like that. Therefore, acquire spiritual knowledge, so that no expectations for anything else remain.
1. What is accomplished even if a kingdom is attained? What is achieved even if one becomes a ruler or an emperor? Does it spread his fame? If one becomes a deity, then still his ego and desires increase. Brahmanand says, “O dear brother, without satsang, everything one attains is worthless.”
2. There is much desire in your mind to become great, But you do not have the necessary virtues, so why entertain such wishes? You have such evil desires in your mind which cannot be revealed to others.
Devnī māyāe juone moh pamāḍyā chhe je, gāḍī, pustak, chelo ne havelī ene viṣhe māl manāṇo chhe. Paṇ teṇe karīne shu thāshe? Bandhan thāshe, māṭe emā kāī māl nathī.
Rāj bhayo kahā kāj saryo, Mahārāj bhayo kahā lāj baḍhāī,
Shāh bhayo kahā bāt baḍī, patasāh1 bhayo kahā ān fīrāī;
Dev bhayo to kahā bhayo, ahamev baḍhyo tṛuṣhṇā adhikāī,
Brahmamuni satsang vinā sab, or bhayo to kahā bhayo bhāī?
Tyāre shu Bharatjī rāj mūkīne mṛugalāmā bandhāṇā e kāī sādhuno mārag chhe? Ane āsan sāru, pathārī sāru, chelā sāru, gāḍī sāru ne evā tuchchha padārth sāru moṭī khoṭ khāvī nahī, ne sarve doṣh rahit thaīne rūḍā sādhune sevīne sādhutā shīkhavī, emā ja māl chhe. Nīkar to moṭap ne mān sāru gāḍī ke ghoḍu na maḷe ke dukhī thavu paḍe emā shu? Em kahīne bolyā je,
Moṭā thāvānu manmā re dalmā ghaṇo ḍoḍ;
Tevā guṇ nathī tanmā re kā kare tu koḍ;
Bhūnḍā ghāṭ ūṭhe chhe bhīntare re je na kahevāy bā’r.
Evu chhe, māṭe gnān shīkhavu teṇe karīne koī vātnī apekṣhā na rahe ane jo gnān na hoy to to mūrkhāīe karīne asad yuktiyu uṭhāve chhe. Te ame sau Gopāḷānand Swāmī, Kṛupānand Swāmī e ādik moṭā moṭā sādhu, pachhī nivṛutti na āve te sāru savārnā pahormā nāyā vagar kām, krodhādikne khodīne goṣhṭhi karīe. Tyāre ek jaṇ kahe je, “Juone, masāṇiyā2 beṭhā chhe te shu kare chhe? Zāmpaḍāne3 sambhāre chhe ne Shikṣhāpatrī to pāḷatā nathī. Brāhme muhūrte shayanam vihāy. Nā’yā-dhoyā vagar savārnā pahoramā laī beṭhā chhe.” Tyāre bījā navā jāṇe je, “Vāt kharī chhe, āgnāloptal to ā sarve chhe.” Ne ame ātmaniṣhṭhā ne upāsanānī vāt karīe, te to sūkṣhma bhakti chhe ne sthūḷ bhaktimā to gauṇatā āve te sāru bījā kaheshe, “Ā patrīloptal4 chhe” ne shāstrone khoṭā karīne avaguṇ ghāle chhe. Tyāre juone! E te kem samajavu je, rāt laīne bhagāy chhe!5 Evu hoy e vātnu ene kāī nathī, em mūrkhane kāī gati nathī. Paṇ āpaṇe shu bhakti nathī karatā? Ne khoṭī vārtā karīe chhīe? Māṭe so mūrkhano tyāg karīne ek vivekīne grahaṇ karavo.
Girise girie dhāy, jaī samudramā būḍie,
Marīe mahā vikh khāy, paṇ mūrakh mitra na kījiye.6
1. Bādshāh.
2. Smashānmā rahenārā.
3. Bhūtaḍā.
4. Shikṣhāpatrī lopnārā.
5. Draṣhṭānt: andhakār dūr karīne prakāsh karavā māṭe rāt laīne bhāgī shakātu nathī. Bhāvārth: koīnu agnān āpaṇāthī dūr karī shakātu nathī. Jem sūrya ūge to andhakār dūr thāy, tem agnānī loko sāchā Satpuruṣhno samāgam kare to gnānno prakāsh thāy ane agnān dūr thāy. Swāmī ahī moṭerā santono abhiprāya samajyā vagar keṭalāk loko agnān-vash emano avaguṇ letā hoy chhe ane emanā avaguṇnī vāto bījāne kahetā hoy chhe tenī ṭakor kare chhe.
5. Bhāvārth: Parvat parathī paḍīne, samudramā ḍūbīne ke haḷāhaḷ zer khāīne maravu sāru, paṇ mūrkh mitra karavo sāro nahī.
મહારાજે કીડિયારાના રોગનું૧ પણ કહ્યું છે. માટે તેનો ત્યાગ કરીને વિવેક દશમો નિધિ૨ કહ્યો છે તેનું ગ્રહણ કરશો તો સુખ થાશે. અહો! જીવમાં અજ્ઞાનનો પાર નથી, કારખાનામાં, રાજામાં ને પધરામણીમાં મંડ્યા છે તે શું શું કહીએ? ઓલ્યા જગતની પેઠે સાંજે કથામાં બે વચનામૃત માંડ માંડ વંચાવે ને વળી પાછું તેનું તે, પણ તેણે કરીને ભગવાન રાજી ન થાય. માટે વિચારીને વરતવું.
૧. વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણ ૧૮.
૨. કુબેરના નવ પ્રકારનાં રત્ન. તેઓનાં નામ: કચ્છપ, મુકુન્દ, નંદ અથવા કુંદ, ખર્વ, મકર, નીલ, શંખ, પદ્મ અને મહાપદ્મ. આ બધા નિધિઓ લક્ષ્મીના આશ્રિત છે. પ્રત્યેક રત્ન પોતાના પ્રભાવે જુદી જુદી રીતે મનુષ્ય કે દેવતાને સુખરૂપ નીવડે છે.
Maharaj has also spoken of gangrene (Vachanamrut Gadhada I-18). Therefore, renounce such a person1 and practise discretion, which is described as the tenth treasure,2 then you will gain happiness. Oh! There is no limit to the jiva’s ignorance. It is engrossed in worldly activities, and visiting kings and householders. So what can we say? Just like those engrossed in worldly matters, one struggles to read the two Vachanamruts of the discourse at night and then returns to the same routine. But, God is not pleased by this, so act thoughtfully.
1. Meaning, just as a gangrenous finger, toe, etc. is cut off to save the rest of the body, one who disobeys the codes of Satsang should be excommunicated to help the rest of the Satsang remain healthy.
2. There are nine treasures kept by Kuber, the treasurer of the gods: kachchap, Mukund, Nand or kund, varchya, makar, neel, shankh, padma and mahā padma. They are all subservient to Lakshmiji. They are used by humans and the gods in different ways to bring happiness.
Mahārāje kīḍiyārānā rognu1 paṇ kahyu chhe. Māṭe teno tyāg karīne vivek dashmo nidhi2 kahyo chhe tenu grahaṇ karasho to sukh thāshe. Aho! Jīvmā agnānno pār nathī, kārakhānāmā, rājāmā ne padharāmaṇīmā manḍyā chhe te shu shu kahīe? Olyā jagatnī peṭhe sānje kathāmā be Vachanāmṛut mānḍ mānḍ vanchāve ne vaḷī pāchhu tenu te, paṇ teṇe karīne Bhagwān rājī na thāy. Māṭe vichārīne varatvu.
1. Vachanāmṛut Gaḍhaḍā Pratham Prakaraṇ 18.
2. Kubernā nav prakārnā ratna. Teonā nām: Kachchhap, Mukund, Nand athavā Kund, Kharva, Makar, Nīl, Shankh, Padma ane Mahāpadma. Ā badhā nidhio Lakṣhmīnā āshrit chhe. Pratyek ratna potānā prabhāve judī judī rīte manuṣhya ke devatāne sukhrūp nīvaḍe chhe.
અને આ તો ‘શ્રેયાંસિ બહુવિઘ્નાનિ’૧ અને લોકમાં પણ કહે છે જે, ‘સારા કામમાં સો વિઘન,’ તે કાં તો ભક્તિ રૂપે માયાને પ્રેરે ને એકાંતમાં ધ્યાન કરાવે, એમ કરતે કરતે પાડી નાખે છે. તે માટે વિચારવું, અને જીવમાં ખોટ્ય શું શું કહેવાય, એમ મમત્વ બંધાય છે.
૧. શ્રેયસ્વી કાર્યો ખૂબ વિઘ્નોવાળાં હોય છે.
The proverb says, ‘Shreyānsi bahu vighnāni’1 and in this world people say, ‘There are a hundred obstacles in the way of good works.’ Māyā takes the guise of devotion, inspiring one to sit in meditation in which it appears that one is offering devotion but is actually thinking of worldly enjoyments.2 In this way, they make one stray from the right path. For this, think about what are described as faults in the jiva. In this way attachment develops in devotion.
1. Many obstacles will hinder one’s spiritual progress.
2. Disruptive thoughts arise in the mind whenever one works for a good cause.
Ane ā to ‘Shreyānsi bahuvighnāni’1 ane lokmā paṇ kahe chhe je, ‘Sārā kāmmā so vighan,’ te kā to bhakti rūpe māyāne prere ne ekāntmā dhyān karāve, em karate karate pāḍī nākhe chhe. Te māṭe vichāravu, ane jīvmā khoṭya shu shu kahevāy, em mamatva bandhāy chhe.
1. Shreyasvī kāryo khūb vighnovāḷā hoy chhe.
જો ગરાસિયો મોટેરો હોય તો પૃથ્વી જ ભેળી કરે,૧ ને વાણિયો મોટેરો હોય તો દ્રવ્ય ભેળું કરે, ને બ્રાહ્મણ મોટેરો હોય તો પુસ્તક ભેળાં કરે, ને રબારી મોટેરો હોય તો ઢોરાં ભેળાં કરે; પણ કોઈએ એકાંતિક સાધુ ન થાય. માટે એમાં કાંઈ માલ નથી. તે સારુ આવા સાધુનો સમાગમ કરી લેવો ને સાધુ થાવું, ને રૂપિયા પડ્યા રહેશે, બીજા પદાર્થ પણ પડ્યા રહેશે ને ચાલ્યું જવાશે. ને જે ભક્તિ કરે કે રાતમાં ધ્યાન કરે, તે મનમાં જો એમ જાણે જે, ‘આ સર્વે ખાઈ ખાઈને સૂઈ રહ્યા છે ને હું એક કરું છું’ તો બધુંય બળી ગયું. ને મોટ્યપ પામીને ચેલો ચેલો કરે, તે ચેલો બીજું તો શું કહીએ, તૂંબડી તો એની એ પણ સાકર માંહી નાખીને છાની પાય, એમ ચોરિયું કરે અને ચેલો એમ ન કરે તો પંડ્યે છાના મંત્ર કાનમાં મૂકીને શીખવે. એમ જુક્તિયું કરતે કરતે જન્મ ખોઈ નાખે. એવી જુક્તિમાં બેયને સમું, ચેલાને પણ ભેળું કામ થાય. તે ઉપર ‘છોટા છોટા શિષ્ય રાખશે રે’૨ એ બોલ્યા.
૧. જમીન વધારવી.
૨. આ કીર્તનની કડી નિષ્કુળાનંદ સ્વામી રચિત ‘શ્રીજી પધાર્યા સ્વધામમાં રે મેલી પોતાના મળેલ’ની છે. જુઓ સ્વામીની વાત ૫/૪૦૩.
If a landowner is powerful, he will only acquire land and if a businessman is powerful, he will accumulate wealth and if a Brahmin is powerful, he will gather books and if a shepherd is powerful, he will accumulate cattle – but none can become an enlightened sadhu. Thus, there is no worth in all this. So, associate with this Sadhu and attain saintliness. Money and other objects will remain unused and one will pass away. And if one offers devotion or performs meditation at night thinking, “All of them just eat and sleep and only I pray and meditate,” then all merits are burnt away. And even after attaining greatness, if one hankers for disciples, what should we say? The water in the pot is the same, but after putting sugar crystals in it, it is secretly fed to a disciple – in this way the master steals, and if the disciple does not do the same, then he himself teaches him by secretly revealing how to steal what he needs. In this way, by trickery, his whole life is wasted. By this technique, both the teacher and disciple, together, get their work done. On this, he spoke, “Chhotā chhotā shishya rākhase re.”1
1. They have young disciples to serve them. (This line is from Nishkulanand Swami’s kirtan ‘Shrījī padhāryā swadhāmmā re melī potānā maḷela’. See Swamini Vat 5/403.)
Jo garāsiyo moṭero hoy to pṛuthvī ja bheḷī kare,1 ne vāṇiyo moṭero hoy to dravya bheḷu kare, ne brāhmaṇ moṭero hoy to pustak bheḷā kare, ne rabārī moṭero hoy to ḍhorā bheḷā kare; paṇ koīe ekāntik sādhu na thāy. Māṭe emā kāī māl nathī. Te sāru āvā Sādhuno samāgam karī levo ne sādhu thāvu, ne rūpiyā paḍyā raheshe, bījā padārth paṇ paḍyā raheshe ne chālyu javāshe. Ne je bhakti kare ke rātmā dhyān kare, te manmā jo em jāṇe je, ‘Ā sarve khāī khāīne sūī rahyā chhe ne hu ek karu chhu’ to badhuy baḷī gayu. Ne moṭyap pāmīne chelo chelo kare, te chelo bīju to shu kahīe, tūmbaḍī to enī e paṇ sākar māhī nākhīne chhānī pāy, em choriyu kare ane chelo em na kare to panḍye chhānā mantra kānmā mūkīne shīkhave. Em juktiyu karate karate janma khoī nākhe. Evī juktimā beyne samu, chelāne paṇ bheḷu kām thāy. Te upar ‘Chhoṭā chhoṭā shiṣhya rākhashe re’2 e bolyā.
1. Jamīn vadhārvī.
2. Ā kīrtannī kaḍī Niṣhkuḷānand Swāmī rachit ‘Shrījī padhāryā swadhāmmā re melī potānā maḷela’nī chhe. Juo Swāmīnī Vāt 5/403.
અને કહ્યું કે, ‘ચેતતા મુખી તે સદા સુખી’ એવી રીત્યે કેટલાંક કહીએ? એ કહ્યાં તેથી ઘણાં ઝાડ હૈયામાં ઊગ્યાં હોય પછી શું ધ્યાન-ભજન થાય? બીજાનું જોઈને બેસે પણ થાય નહીં. તે એક બાવો ગુલાબગર હતો, તે સૌનું જોઈને માથે ઓઢીને બેઠો. ત્યાં તો રૂપિયા, ઢોરાં ને ઉઘરાણી તે સ્ફુર્યાં. એટલે આકળો થઈને ઊઠી ગયો ને કહે, “ઊઠો ઊઠો, શું બેઠા છો? આટલું આ કરવું છે તે કરીએ,” એમ થાય છે. માટે ટીખળ૧ ઘાલવાં નહીં.
૧. ફેલ, બિનજરૂરી ટેવ, વિચાર આદિ.
It is said, “Chetatā mukhi te sadā sukhi.”1 How many like this should be described? Having said this, when many trees of desires have grown in the heart, what meditation and devotion will be possible? Seeing others meditating, one may sit but it will not be possible to meditate. There was an ascetic called Gulabgar, who, on seeing everyone else in meditation, sat with his head covered. Then thoughts of money, cattle and collections sprung in him mind. Annoyed, he got up and said, “Get up, get up, why are you seated? There is unfinished work, so let us do it.” That is what happens. Therefore, do not allow unnecessary thoughts to arise.
1. A person who is alert is always happy.
Ane kahyu ke, ‘Chetatā mukhī te sadā sukhī’ evī rītye keṭlāk kahīe? E kahyā tethī ghaṇā zāḍ haiyāmā ūgyā hoy pachhī shu dhyān-bhajan thāy? Bījānu joīne bese paṇ thāy nahī. Te ek bāvo gulābgar hato, te saunu joīne māthe oḍhīne beṭho. Tyā to rūpiyā, ḍhorā ne ugharāṇī te sfuryā. Eṭale ākaḷo thaīne ūṭhī gayo ne kahe, “Ūṭho ūṭho, shu beṭhā chho? Āṭalu ā karavu chhe te karīe,” em thāy chhe. Māṭe ṭīkhaḷ1 ghālavā nahī.
1. Fel, binjarūrī ṭev, vichār ādi.
મહારાજે તો “પંપોળીને રાખે તેની પાસે રહેવું નહીં” એમ કહ્યું છે.૧ પછી સૂઝે તેમ કરો. અમે તો આત્માનંદ સ્વામી બહુ ટોકતા તેની ભેળે રહ્યા; ને બ્રહ્માનંદ સ્વામી ભેળા રહેતા તે નીકળ્યા. ને તે કહ્યા વિના ખોટ્ય જાય નહીં. ને જ્યાં સારી સારી રસોઈ મળે ત્યાં વારે વારે જાય, પણ કેવળાત્માનંદ સ્વામી તો જો કોઈ પાકી રસોઈનું કહે તો તેને કહેશે જે, “જૂનેગઢથી સ્વામીનો કાગળ મગાવ્યો છે. તે આજ્ઞા આવશે ત્યારે લેશું,” એમ બા’નાં કાઢીને ચોખ્ખી ના કહેવી ને દાળ-રોટલા લેવા; ને પછી બે દિવસ રહીને ભાગી નીસરવું. પણ ગળ્યાં, ચીકણાં, ચોપડ્યાં, વઘાર્યાં, ધુંગાર્યાં, તે ખૂબ તડૂસીને સૂતા, તેણે કરીને વધશે કામ ને ક્રોધ. ને આપણે તો ધર્મામૃત, નિષ્કામશુદ્ધિ ને શિક્ષાપત્રી એ ત્રણ ગ્રંથ પ્રમાણે રહેવું. એમ મહારાજે કહ્યું છે. તે મહારાજની રુચિ પ્રમાણે રહેવું. ‘બ્રહ્માનંદ રેહનો ભલો રૂખમેં’ એમ કહ્યું છે. તે ત્રણ ગ્રંથથી વધુ લૂગડું કે પદાર્થ રહેશે કે ખવાશે તો બંધન થાશે ને એનો તો આગળ જવાબ લેવાશે.
Maharaj had said, “Do not stay with one who pampers others (Vachanamrut Loya-6).” So, do as you see fit. As for me, Atmanand Swami rebuked me a lot and so I stayed with him. I used to stay with Brahmanand Swami, but left him as he did not rebuke. So, without it being pointed out, the deficiency will not go. And one goes repeatedly to a place where a good meal is available, but if someone invited Kevalatmanand Swami for a full meal, he would say, “We have asked for a letter of permission from Swami in Junagadh. If we get it then only we will accept (the meal).” He would make excuses in this way, decline the meal and accept only simple food; and then stay two days and leave. But, by eating a sumptuous meal of sweets, oily, spicy, hot food in abundance and then resting, desires and anger will increase. And we sadhus should live as per the three scriptures – Dharmamrut, Nishkam Shuddhi and Shikshapatri. This is what Maharaj has said. And live as per the wish of Maharaj. It is said, ‘Brahmānand rehano bhalo rukhme.’1 If more clothes and objects than permitted in the three scriptures are kept or eaten then it will result in bondage. And the answer to this attitude of having and enjoying will have to be given later to Bhagwan Swaminarayan.
1. Brahmanand says that to obey the commands of God is in our benefit.
Mahārāje to “Panpoḷīne rākhe tenī pāse rahevu nahī” em kahyu chhe.1 pachhī sūze tem karo. Ame to Ātmānand Swāmī bahu ṭokatā tenī bheḷe rahyā; ne Brahmānand Swāmī bheḷā rahetā te nīkaḷyā. Ne te kahyā vinā khoṭya jāy nahī. Ne jyā sārī sārī rasoī maḷe tyā vāre vāre jāy, paṇ Kevaḷātmānand Swāmī to jo koī pākī rasoīnu kahe to tene kaheshe je, “Jūnegaḍhthī Swāmīno kāgaḷ magāvyo chhe. Te āgnā āvashe tyāre leshu,” em bā'nā kāḍhīne chokhkhī nā kahevī ne dāḷ-roṭalā levā; ne pachhī be divas rahīne bhāgī nīsarvu. Paṇ gaḷyā, chīkaṇā, chopaḍyā, vaghāryā, dhungāryā, te khūb taḍūsīne sūtā, teṇe karīne vadhashe kām ne krodh. Ne āpaṇe to Dharmāmṛut, Niṣhkāmshuddhi ne Shikṣhāpatrī e traṇ granth pramāṇe rahevu. Em Mahārāje kahyu chhe. Te Mahārājnī ruchi pramāṇe rahevu. ‘Brahmānand rehano bhalo rūkhme’ em kahyu chhe. Te traṇ granththī vadhu lūgaḍu ke padārth raheshe ke khavāshe to bandhan thāshe ne eno to āgaḷ javāb levāshe.
વળી, રુચિનું વચનામૃત૧ વંચાવીને કહે જે, “આ તો ખપવાળાને કહ્યું છે અને જેને ખપ નથી તે તો લાગ આવે જોઈ લે ને સ્વાદ કરી લે. એને તો એમ જ ભજન થાય જે, ક્યારે લાગ આવે? એવાને તો મહારાજે વચનામૃતમાં૨ લબાડ જેવો ને કૂતરા જેવો કહ્યો છે. હેત હોય તેને આ વાત સારી લાગે, નીકર મરને લાખું વાતું કરીએ પણ એમ ન મનાય.”
After reading the ‘Personal Preferences’ Vachanamrut (Loya-14), Swami said, “This is addressed to those who are motivated (to attain liberation), while those who are not will see and enjoy them (worldly pleasures) if they get a chance. And the latter is always praying, ‘When will I get a chance?’ Such people are described by Maharaj in the Vachanamrut (Gadhada II-47) as like a wretched person and a dog. One who has affection (for God and the Satpurush) will appreciate this talk. Otherwise, even if a hundred thousand talks are given, they are not believed.”
Vaḷī, Ruchinu Vachanāmṛut1 vanchāvīne kahe je, “Ā to khapvāḷāne kahyu chhe ane jene khap nathī te to lāg āve joī le ne svād karī le. Ene to em ja bhajan thāy je, kyāre lāg āve? Evāne to Mahārāje Vachanāmṛutmā2 labāḍ jevo ne kūtarā jevo kahyo chhe. Het hoy tene ā vāt sārī lāge, nīkar marane lākhu vātu karīe, paṇ em na manāy.”
“આ લોકનું હેત તો કેવું છે?” એમ કહીને એક પટેલનું દૃષ્ટાંત વિસ્તારીને કહ્યું જે, “એના કુટુંબીને એના ઉપર મરે એવું હેત હતું, તો પણ સાધુના કહેવાથી માંદો પડ્યો ને ઉપરથી સાધુએ દૂધ ઉતાર્યું તે કોઈએ ન પીધું, એમ સાધુએ દેખાડ્યું, અને
“કાણે જાય તે અધિકું રડે, આંગણે જઈને ભૂસ પડે;
તે સારું લાગે તે માટે, હેત હોય તો પડે નહીં વાટે?
“એવાં ખોટાં હેત છે. અને ગૃહસ્થને છોકરો ન માને કે દુખિયો થાય પણ તે તો સૌ સૌના ડહાપણ પ્રમાણે કરશે. માટે વૃદ્ધ થયા તેને તો ગામોગામ મંદિર કર્યાં છે તેમાં બેસીને ભજન કરવું ને બે ટાણાં જઈને રોટલા ખાઈ આવવું.
“જેસે બૂઢે બેલકું, ખેડું ન દેવત ખાન,
મુક્ત કહે યું વૃદ્ધકો, સબહિ કરત અપમાન.
“જેને સુખે રહેવું હોય તેને તો મોર્યનું માન છે તે મૂકી દેવું, નીકર પૂજા થાય.”૧ તે ઉપર કહ્યું જે, “ગુરુ-ચેલો, બાપ-દીકરો ને સાસુ-વહુ એમ રહેવું. ને દાસના દુશ્મન હરિ કે’દી હોય નહીં, જેમ કરશે તેમ સુખ થાશે, કોણ જાણે આપણે વાસના હશે તેને ટાળવા એમ થાતું હશે તો? એમ જાણવું ને સુખે રહેવું.”
૧. માર પડે.
What is the affection of this world like? Saying this, Swami gave the example of a Patel in detail, “His family had such affection for him that they would die for him. Yet, on the advice of a sadhu, he pretended to fall ill and the sadhu prepared milk (with an invoked mantra that the Patel will live and whoever drank it will die), but nobody drank it. Thus, the sadhu showed that everyone is self-centered and said,
‘Kāne jāy te adhiku rade, āngane jaine bhus pade;
Te sāru lāge te māte, het hoy to pade nahi vāte?’1
“Such is the false show of love. And when a son does not obey him, the father becomes miserable. But each person will do as per his own wisdom. Therefore, those who are old should sit in the mandirs, which have been built in many villages, and offer devotion, go home twice to eat simple food and return to the mandir to worship and serve.
‘Jese budhe belku, khedu na devat khān,
Mukta kahe yu vruddhko, sabahi karat apmān.’2
“So, those who want to live happily should shed their ego of youth, otherwise they will be beaten.” On this, he said, “Stay as a humble disciple, a son, and a daughter-in-law who stay with a teacher, a father and a mother-in-law respectively. And ‘Dāsnā dushman Hari kedi hoy nahi, jem karshe tem sukh thāshe.’ (God is not an enemy of his devotee. Whatever he does will bring happiness). Who knows, perhaps this happens because we have intense desires and they have to be overcome? Know this and live happily.”
1. When a person dies, relatives hold a mourning session at the house of the deceased, in which they cry loudly; But this is only to show that they feel concerned and to make it look as if they are genuinely pained. If they really felt pain for the deceased, why don’t they cry and fall over on the way to the deceased’s home as well?
2. Just as an old buffalo is not given proper fodder, Muktanand Swami says, in this world all insult the old. Here Gunatitanand Swami advises old people to give up the ego they had in youth in order to be happy. Otherwise they will suffer. They should behave with humility, just as a disciple behaves with a teacher, a son with a father and a daughter-in-law with a mother-in-law. He further states that God can’t be an enemy of his own follower. Whatever he does is good for a devotee.
“Ā loknu het to kevu chhe?” Em kahīne ek Paṭelnu draṣhṭānt vistārīne kahyu je, “Enā kuṭumbīne enā upar mare evu het hatu, to paṇ sādhunā kahevāthī māndo paḍyo ne uparthī sādhue dūdh utāryu te koīe na pīdhu, em sādhue dekhāḍyu, ane
“Kāṇe jāy te adhiku raḍe, āngaṇe jaīne bhūs paḍe;
Te sāru lāge te māṭe, het hoy to paḍe nahī vāṭe?
“Evā khoṭā het chhe. Ane gṛuhasthne chhokaro na māne ke dukhiyo thāy paṇ te to sau saunā ḍahāpaṇ pramāṇe karashe. Māṭe vṛuddha thayā tene to gāmogām mandir karyā chhe temā besīne bhajan karavu ne be ṭāṇā jaīne roṭalā khāī āvavu.
“Jese būḍhe belaku, kheḍu na devat khān,
Mukt kahe yu vṛuddhako, sabahi karat apamān.
“Jene sukhe rahevu hoy tene to moryanu mān chhe te mūkī devu, nīkar pūjā thāy.”1 Te upar kahyu je, “Guru-chelo, bāp-dīkaro ne sāsu-vahu em rahevu. Ne Dāsnā dushman hari ke’dī hoy nahī, jem karashe tem sukh thāshe, koṇ jāṇe āpaṇe vāsanā hashe tene ṭāḷavā em thātu hashe to? Em jāṇavu ne sukhe rahevu.”
1. Mār paḍe.
ધૂડ્ય જેટલો પણ જે માણસમાં માલ નથી તેની આગળ પણ અમારે હાથ જોડવા પડે છે. તેને મંદિરમાં રાખવાનો ખપ છે. વહેવાર ઠર્યો એટલે શું કરવું? નીકર તો ઘણાય ન કરીએ, પણ મહારાજને રાજી કરવા છે.
We have to fold our hands in salutation to a person who is worth less than dirt, since we are determined to keep him in the mandir. So what if this is counted as worldly activity? Otherwise, we would not do such activity at all, but we want to please Maharaj.
Dhūḍya jeṭalo paṇ je māṇasmā māl nathī tenī āgaḷ paṇ amāre hāth joḍavā paḍe chhe. Tene mandirmā rākhavāno khap chhe. Vahevār ṭharyo eṭale shu karavu? Nīkar to ghaṇāy na karīe, paṇ Mahārājne rājī karavā chhe.
જેને સુખિયા થાવું હોય તેને તો સોળ વરસનો છોકરો થાય કે તુળસીને પાંદડે કરકાને૧ અર્પણ કરવો એટલે થયું, અને એકે પાંતીએ૨ જીવને ક્યાં સમું છે? મરે તો તે દુઃખિયો થાય. તે ઓલ્યા બ્રાહ્મણનો છોકરો મરી ગયો ત્યારે પોકે પોકે રુવે ને બીજા પણ રોવરાવે જે, “બહુ ડાહ્યો હતો ને આ કરતો” એમ હજારું કહે. ત્યારે ભટ્ટજી ખરખરે ગયા, તે વળતે દિવસે નાવા ગયા ને કહ્યું કે, “તું તો ખાતો-પીતો નથી તે શું છે? આ તારો દીકરો મરી ગયો તે શું કાંઈ ઉદેપુરની ગાદી ખાલી થઈ? આ એક બ્રાહ્મણ મૂઓ તો એક ખડિયો૩ ઓછો, એમાં તે શું!” પછી તો ઓલ્યે વિચાર્યું; ત્યાં તો કહે, “ખરું.” પછી કહે, “હું તો પંદર દિવસમાં મરત, તમે જીવતો રાખ્યો,” એમ છે. કાંઈ ખેડુ મલકમાં થોડા છે? વાણિયા, સઈ, નાગર, સોની, લુવાર, કડિયા એ આદિકની કાંઈ ખોટ્ય છે? એમ જ્ઞાન શીખવું. ખજુરાનો પગ ભાંગ્યો તો પણ શું ને સાજો તો પણ શું?૪ કૂકડી વિના વાણું નહીં વાય? એમાં શું? એમ વિચારીને સુખે ભજન કરવું.
૧. કરકું એટલે હાડપિંજર; પણ અહીં સ્વામી સ્ત્રીના અર્થમાં કરકું શબ્દ પ્રયોજે છે.
૨. પક્ષે, બાજુએ, બાબતે.
૩. ભિક્ષા માગવા માટેની કપડાંની ઝોળી.
૪. કહેવત. ઘણું હોય એમાંથી નજીવું નુકસાન થવું. કાનખજૂરાને અનેક પગ હોય છે.
Those who want to become happy should get their son married when he becomes sixteen years old and fulfil this duty. And also, even in worldly activities everything does not always go smoothly. A Brahmin’s son died, so he cried uncontrollably. Also, many others made him cry more by saying, “He was very smart and used to do this and that.” Thousands spoke in this way. Then Mayaram Bhattaji went to mourn. The following day, when he went to bathe, Bhattaji asked the Brahmin, “Why is it that you have stopped eating and drinking? Your son has died, but has the throne of Udaipur become vacant? Well, one Brahmin has died, so there will be one person less begging for alms. So what!” Then that Brahmin (father) thought and said, “This is true.” Then he said, “I would have died in fifteen days, but you have kept me alive.” Are there insufficient farmers in the land? Is there a shortage of Vanias, Sais (tailors), Nagars, Sonis, Luhars, Kadias and others? Learn knowledge like this (that everyone dies and there is no shortage of human beings). So what if a leg of a centipede1 is broken and so what if it is not? If the cock does not crow will the sun not rise in the morning? Think on these lines and happily offer worship.
1. Why worry if one leg of a centipede is broken? A folk saying which means that from abundant resources, if an insignificant loss is incurred there is nothing to worry about.
Jene sukhiyā thāvu hoy tene to soḷ varasno chhokaro thāy ke Tuḷasīne pāndaḍe karakāne1 arpaṇ karavo eṭale thayu, ane eke pāntīe2 jīvne kyā samu chhe? Mare to te dukhiyo thāy. Te olyā brāhmaṇno chhokaro marī gayo tyāre poke poke ruve ne bījā paṇ rovarāve je, “Bahu ḍāhyo hato ne ā karato” em hajāru kahe. Tyāre Bhaṭṭajī kharkhare gayā, te vaḷate divase nāvā gayā ne kahyu ke, “Tu to khāto-pīto nathī te shu chhe? Ā tāro dīkaro marī gayo te shu kāī Udepurnī gādī khālī thaī? Ā ek brāhmaṇ mūo to ek khaḍiyo3 ochho, emā te shu!” Pachhī to olye vichāryu; tyā to kahe, “Kharu.” Pachhī kahe, “Hu to pandar divasmā marat, tame jīvato rākhyo,” Em chhe. Kāī kheḍu malakmā thoḍā chhe? Vāṇiyā, saī, nāgar, sonī, luvār, kaḍiyā e ādiknī kāī khoṭya chhe? Em gnān shīkhavu. Khajurāno pag bhāngyo to paṇ shu ne sājo to paṇ shu?4 Kūkaḍī vinā vāṇu nahī vāy? Emā shu? Em vichārīne sukhe Bhagwānnu bhajan karavu.
1. Karaku eṭale hāḍpinjar; paṇ ahī Swāmī strīnā arthamā karaku shabda prayoje chhe.
2. Pakṣhe, bājue, bābate.
3. Bhikṣhā māgavā māṭenī kapaḍānī zoḷī.
4. Kahevat. Ghaṇu hoy emāthī najīvu nukasān thavu. Kānkhajūrāne anek pag hoy chhe.