TEXT OPTIONS
AUDIO OPTIONS
Show audio player
Auto play audio
Auto advance audio
Auto scroll to audio
Auto advance to next page
॥ સ્વામીની વાતો ॥
પ્રકરણ: ૬
વાત: ૩૧ થી ૪૦
“આત્મનિષ્ઠા આવે તેણે કરીને સર્વે વાત થાય.” તે ઉપર કહ્યું જે,
“મરને આતસકા વરસે મેહા૧ રે, તોય નવ્ય દાઝે મેરા દેહા રે;
મરને બારે મેઘ આવી ઝુમે રે, તોય નવ્ય ભીંજે મેરા રુમે૨ રે.૪
“એવી૩ જોઈએ.” પ્રથમનું છવીસમું વચનામૃત વંચાવ્યું ને કહ્યું જે, “આ પણ એક નિર્ગુણભાવને પમાડે એવું છે. ‘ઉધો સોઈ સાચે મમ દાસ હે’ આ ચાર કીર્તન પ્રમાણે રહે તો સાચો ભક્ત કહેવાય.”
૧. આતસકા વરસે મેહા એટલે અગ્નિનો વરસાદ.
૨. રોમ.
૩. આત્મનિષ્ઠા.
૪. ભાવાર્થ: ભલેને અગ્નિનો વરસાદ થાય, તો પણ મારું શરીર દાઝે નહીં. ભલેને બારે મેઘ વરસે (ખૂબ વરસાદ પડે) તો પણ મારું રૂંવાડું પણ પલળે નહીં.
When ātmā-realization develops, everything is attained. On this, he said,
Marne ātaskā varse mehā re, toy navya dajhe merā dehā re,
Marne bāre megh āvi jhume re, toy navya bhinje merā rume re.1
“Such ātmā-realization is needed.” Swami had Vachanamrut Gadhada I-26 read and said, “This, too, is one that can enable one to transcend all material qualities and limitations. ‘Udho soi sāche man dās he.’2 One who lives according to these four kirtans is a true devotee.”
1. Even if it rains fire, my body will not burn; even if it pours with rain, not even a strand of my hair will become wet.
2. O Uddhav! Such a devotee is my true devotee.
“Ātmaniṣhṭhā āve teṇe karīne sarve vāt thāy.” Te upar kahyu je,
“Marane ātasakā varase mehā1 re, toy navya dāze merā dehā re;
Marane bāre megh āvī zume re, toy navya bhīnje merā rume2 re.
“Evī3 joīe.” Prathamnu Chhavīsmu Vachanāmṛut vanchāvyu ne kahyu je, “Ā paṇ ek nirguṇbhāvne pamāḍe evu chhe. ‘Udho soī sāche mam dās he’ ā chār kīrtan pramāṇe rahe to sācho bhakta kahevāy.”
1. Ātaskā varase mehā eṭale agnino varsād.
2. Rom.
3. Ātmaniṣhṭhā.
4. bhāvārtha: bhalene agnino varasād thāya, to paṇ mārun sharīr dāze nahīn. Bhalene bāre megh varase (khūb varasād paḍe) to paṇ mārun rūnvāḍun paṇ palaḷe nahīn.
મહારાજે પ્રથમ નિત્યાનંદ સ્વામીને પોતાનું પુરુષોત્તમપણું કહેલ. તે જ્યારે સત્સંગિજીવન કર્યો ત્યારે ઉપાસનાનો પ્રસંગ નાખ્યો. તેમાં શ્રીકૃષ્ણની ઉપમા દેવા માંડી. ત્યારે સ્વામી કહે જે, “બાદશાહને કાંઈ ચાકરની ઉપમા દેવાય? ન દેવાય.” એવી રીતે સાત દિવસ લગણ કજિયો ચાલ્યો. ત્યારે મહારાજ કહે, “એમ જ લખાય, તમે શું જાણો?” ને કેટલુંક ખીજ્યા તો પણ ન માન્યું ને કહ્યું જે, “ચરિત્ર મેળવો, જે મહારાજે કીધાં છે૧ તે તેણે કીધાં છે?” એમ કેટલુંક થયું ને એકલા કાઢ્યા ને મહારાજ પણ બીજા સાધુ ભેળા ભળી ગયા, તો પણ ન માન્યું. પછી મહારાજે કહ્યું જે, “અમારો રહસ્ય આ સાધુ જાણે છે.” એમ કહીને નિત્યાનંદ સ્વામીને હાર આપ્યો. ને સ્વપ્નમાં ગોપાળાનંદ સ્વામીને મહારાજે કહ્યું જે, “જો અમારું પુરુષોત્તમપણું નહીં પ્રવર્તાવો, તો આ ને આ દેહમાં હજાર વર્ષ સુધી રાખશું.” પછી સ્વામી કહે, મુને પણ મહારાજે કહ્યું હતું. ને ખરડામાંથી પણ જાણ્યું. ને મોર્યથી પણ જાણતા હતા. તે મેં ઉઘાડી વાત સભામાં કરવા માંડી. ત્યારે સાધુ સૌ કહે, “તુને કોણે કહ્યું છે જે, તું કહે છે?” ત્યારે મેં કહ્યું જે, “સ્વામિનારાયણે કહ્યું છે. બીજો કોણ કહેશે?” ને મહારાજે મધ્યના નવમા વચનામૃતમાં, સાંખ્યાદિકનામાં૨, તેજનામાં૩ ને લોયાના ચૌદનામાં એ આદિક ઘણાકમાં કહ્યું છે.
Maharaj revealed his supremacy that he is Purushottam first to Nityanand Swami. When the Satsangijivan was being written, the topic of upāsanā was brought up for discussion. In the scripture, [Maharaj] was referred to as Shri Krishna. Nityanand Swami said, “How can a king be referred to as a servant? One cannot.” For seven days, the argument ensued. Even Maharaj went against Nityanand Swami and said, “That is how it should be written. What do you know?” No matter how much Maharaj rebuked, Nityanand Swami would not budge (in proclaiming Maharaj as Purushottam) and said, “Compare the divine incidents. Did the other avatārs perform divine incidents equal to Maharaj?” They even cast Nityanand Swami out and Maharaj sided with the other sadhus, but Nityanand Swami did not give up his belief. Finally, Maharaj said, “This sadhu knows the secret (of my supremacy).” Maharaj garlanded Nityanand Swami.
Then, Swami said, “Maharaj told Gopalanand Swami in his dream, ‘If you do not spread the knowledge that I am Purushottam [i.e. that He is distinct from the other avatārs and is sarvopari], then I will keep you in your current body for one thousand years.’” Then Swami said, “Maharaj had also told me [that He is sarvopari]; I realized it from [reading] Maharaj’s old documents, and knew it even before that. When I openly spoke in the sabhā, the sadhus questioned, ‘Who told you this?’ I replied, ‘Swaminarayan told me. Who else will tell me?’ Maharaj has said this in Gadhada II-9, Gadhada III-38, Gadhada II-13, Loya-14, etc.”
Mahārāje pratham Nityānand Swāmīne potānu Puruṣhottampaṇu kahel. Te jyāre Satsangijīvan karyo tyāre upāsanāno prasang nākhyo. Temā Shrī Kṛuṣhṇanī upamā devā mānḍī. Tyāre Swāmī kahe je, “Bādshāhne kāī chākarnī upamā devāy? Na devāy.” Evī rīte sāt divas lagaṇ kajiyo chālyo. Tyāre Mahārāj kahe, “Em ja lakhāy, tame shu jāṇo?” Ne keṭluk khījyā to paṇ na mānyu ne kahyu je, “Charitra meḷavo, je Mahārāje kīdhā chhe1 te teṇe kīdhā chhe?” Em keṭluk thayu ne ekalā kāḍhyā ne Mahārāj paṇ bījā sādhu bheḷā bhaḷī gayā, to paṇ na mānyu. Pachhī Mahārāje kahyu je, “Amāro rahasya ā sādhu jāṇe chhe.” Em kahīne Nityānand Swāmīne hār āpyo. Ne swapnamā Gopāḷānand Swāmīne Mahārāje kahyu je, “Jo amāru Puruṣhottampaṇu nahī pravartāvo, to ā ne ā dehmā hajār varṣha sudhī rākhashu.” Pachhī Swāmī kahe, mune paṇ Mahārāje kahyu hatu. Ne Kharḍāmāthī paṇ jāṇyu. Ne moryathī paṇ jāṇatā hatā. Te me ughāḍī vāt sabhāmā karavā mānḍī. Tyāre sādhu sau kahe, “Tune koṇe kahyu chhe je, tu kahe chhe?” Tyāre me kahyu je, “Swāminārāyaṇe kahyu chhe. Bījo koṇ kaheshe?” Ne Mahārāje Madhyanā Navmā Vachanāmṛutmā, Sānkhyādiknāmā2, Tejnāmā3 ne Loyānā Chaudnāmā e ādik ghaṇākmā kahyu chhe.
એક વાર કહે જે, “અવતાર અવતારીનો ભેદ કેમ સમજવો?" ત્યારે એક જણે કહ્યું જે, “ભવાયો ને વેષ.” ત્યારે પોતે કહ્યું કે, “અવતાર અવતારીનો ભેદ એમ નહીં. રાજા ને રાજાનો ઉમરાવ, તીર ને તીરનો નાખનારો ને તારા ને ચંદ્રમા, એમ ભેદ જાણવો.”
Once, Swami said, “How should one understand the difference between the avatārs and the source of the avatārs?” Then someone said, “Like an actor and his role.” Then Swami said, “The difference between the avatārs and their source is not like that. The difference should be known to be like that between the king and a nobleman, an archer and the arrow, and the stars and moon.”
Ek vār kahe je, “Avatār avatārīno bhed kem samajavo?” Tyāre ek jaṇe kahyu je, “Bhavāyo ne veṣh.” Tyāre pote kahyu ke, “Avatār avatārīno bhed em nahī. Rājā ne rājāno umarāv, tīr ne tīrno nākhanāro ne tārā ne chandramā, em bhed jāṇavo.”
વાદી પણ ત્રણ પ્રકારના થાય છે. તેમાં સાધારણ વાદી તો સરપ પકડાય તો પકડે, ને ફૂલવાદી તો સરપ ન પકડાય તો ચીંથરે કરીને ચીરી નાખે, ને ગારડી તો મણિધર સરખાને પણ પકડીને આગળ નચાવે, એમ ભેદ છે. તેમ આ ગારડીની પેઠે નચાવે એવા છે.
There are three types of snake charmers. Of them, the ordinary catch a snake if they can; a fulvādi will slit open a snake with the sword if he cannot catch it alive; and a gārdi will catch even a king cobra and make it dance. This is the difference. Thus, this one (Shriji Maharaj) is able to make others dance like a gārdi.
Vādī paṇ traṇ prakārnā thāy chhe. Temā sādhāraṇ vādī to sarap pakaḍāy to pakaḍe, ne fūlvādī to sarap na pakaḍāy to chīnthare karīne chīrī nākhe, ne gāraḍī to maṇidhar sarakhāne paṇ pakaḍīne āgaḷ nachāve, em bhed chhe. Tem ā gāraḍīnī peṭhe nachāve evā chhe.
એક વાર વરતાલમાં આચાર્ય બે ભેગા થયા ત્યારે પુરુષોત્તમપણાનો વિવાદ થયો. ત્યારે સ્વામી કહે, “મેં કહ્યું જે, ખજીનો કેને દેખાડ્યો છે? ઘણું બીજા સાથે હેત હોય તેને પણ દેખાડ્યો છે? નથી દેખાડ્યો અને અમને તો સ્વામિનારાયણે કાનમાં મંત્ર મૂક્યો છે જે, અમે તો સર્વોપરી ભગવાન છીએ. માટે તેને બીજા અવતાર જેવા કેમ કહીએ?” પછી તો રાજી થઈને ઊઠી નીકળ્યા.
Once, the two āchāryas were together in Vartal. A discussion on the topic of Purushottam ensued. Speaking about this incident, Swami said, “I asked [the āchāryas], who have you shown your treasury to? (i.e., Who will inherit your wealth and property?) Even if you have much affection for others, have you shown them your treasury? No, you have not showed them.1 But Swaminarayan has whispered a mantra in my ear that he is the supreme Bhagwan. So how can we call him equal to the other avatārs?” Pleased after speaking, Swami stood up and left.
1. The key to attaining Akshardham is the Gunatit Satpurush, who is Gunatitanand Swami himself. Maharaj appointed the āchāryas for the purpose of handling the financial aspects of the mandirs. However, just as a householder leaves his inheritance to his son, Maharaj left the key to Akshardham with his dearest Bhakta - the guru in the form of an Ekantik Satpurush. Therefore, only he would know that Maharaj is the supreme Bhagwan - Purushottam.
Ek vār Vartālmā āchārya be bhegā thayā tyāre Puruṣhottampaṇāno vivād thayo. Tyāre Swāmī kahe, “Me kahyu je, khajīno kene dekhāḍyo chhe? Ghaṇu bījā sāthe het hoy tene paṇ dekhāḍyo chhe? Nathī dekhāḍyo ane amane to Swāminārāyaṇe kānmā mantra mūkyo chhe je, ame to sarvoparī Bhagwān chhīe. Māṭe tene bījā avatār jevā kem kahīe?” Pachhī to rājī thaīne ūṭhī nīkaḷyā.
“સર્વોપરી પુરુષોત્તમપણું સમજવું. તે હમણાં અચિંત્યાનંદ બ્રહ્મચારી પાસે અમે ગ્રંથ૧ કરાવ્યો તેમાં સંપૂર્ણ પુરુષોત્તમપણું નાખ્યું છે. અને એક જણે રામકથા વાંચી, તે શું સાત કાંડમાં ક્યાંઈ સ્વામિનારાયણનું નામ પણ છે? એમાં શું વાંચવું? એનો તો સૌને નિશ્ચય છે જ. પણ આ પુરુષોત્તમનો જ કરવો એ વાત કઠણ છે.” એક વાર સમૈયામાં ભગવદ્ગીતાની કથા કરી. તેની પણ રાતના બાર વાગે વાત કરીને કહ્યું જે, “એમાં શું વાંચે છે? એમાં મહારાજનું કાંઈ આવે છે? એ તો શું કરીએ સૌને એ વાતની તાણ તે કરે છે.”
૧. શ્રીહરિલીલાકલ્પતરુ.
“One should understand the supremacy of Purushottam [who is Maharaj]. I have recently asked Achintyanand Brahmachari to write a granth (Harililakalpataru) and he has included the supremacy of Purushottam completely. One person read the Ramayan. In the seven sections, is the name ‘Swaminarayan’ in there? What is the point in reading that? Everyone has conviction of that already (that Bhagwan Ram is an avatār of God). But it is difficult to develop conviction that this [Maharaj] is Purushottam.” Once, during a samaiyo, the discourse on the Bhagwat Gita was read. At midnight, Swami said regarding this, “Why does one read that? Is there anything related to Maharaj in there? But everyone is drawn towards that.”1
1. The purpose of these words is not to denounce any avatārs or the other scriptures. Rather, Gunatitanand Swami is encouraging the vow of fidelity toward the manifest form of God that the devotees have attained. It is through the manifest form of God one attains liberation. Furthermore, since Maharaj is the source of all avatārs and supreme, conviction in him encompasses conviction in all, and one attains the ultimate liberation. Therefore, Gunatitanand Swami says these words because he desires the devotees to attain the ultimate liberation.
“Sarvoparī Puruṣhottampaṇu samajavu. Te hamaṇā Achintyānand Brahmachārī pāse ame granth1 karāvyo temā sampūrṇa Puruṣhottampaṇu nākhyu chhe. Ane ek jaṇe Rāmkathā vānchī, te shu sāt kānḍmā kyāī Swāminārāyaṇnu nām paṇ chhe? Emā shu vānchavu? Eno to saune nishchay chhe ja. Paṇ ā Puruṣhottamno ja karavo e vāt kaṭhaṇ chhe.” Ek vār samaiyāmā Bhagwad Gītānī kathā karī. Tenī paṇ rātnā bār vāge vāt karīne kahyu je, “Emā shu vānche chhe? Emā Mahārājnu kāī āve chhe? E to shu karīe saune e vātnī tāṇ te kare chhe.”
1. Shrīharilīlākalpataru.
મહારાજે વરતાલમાં સર્વે હરિજન આગળ સભામાં કહ્યું જે, “આ ચરણારવિંદની વૈરાટ પુરુષે પચાસ વરસ ને દોઢ પહોર દિવસ સુધી સ્તુતિ કરી ત્યારે આ બ્રહ્માંડમાં પધાર્યા છે.” એવી ઘણી વાતું કરી. તે ત્યાંના હોય તે જાણે, પણ બીજા ન જાણે.
In an assembly in Vartal, Maharaj said to the devotees, “Vairat Purush prayed at these holy feet for 50 years and 4½ hours, and then I have come to this universe.” Many such talks were narrated and those who are (akshar muktas) from there (Akshardham) would know this fact, but others would not know.
Mahārāje Vartālmā sarve harijan āgaḷ sabhāmā kahyu je, “Ā charaṇārvindnī Vairāṭ Puruṣhe pachās varas ne doḍh pahor divas sudhī stuti karī tyāre ā brahmānḍmā padhāryā chhe.” Evī ghaṇī vātu karī. Te tyānā hoy te jāṇe, paṇ bījā na jāṇe.
નાગડકામાં સ્વરૂપાનંદ સ્વામીએ મહારાજને પૂછ્યું જે, “ગુરુ સાહેબ! આજ સત્સંગી કા કલ્યાણ કૈસા હોતા હે?" ત્યારે મહારાજ કહે, "જૈસા કપિલદેવ કા, જેસૈ દત્તાત્રેય કા, જેસા ઋષભદેવ કા ઐસા હોતા હૈ.” “અહો! તબ તો બોત બડા કલ્યાણ હોતા હે.”
In Nagadka, Swarupanand Swami asked Maharaj, “Gurusaheb, what is the nature of the moksha attained by satsangis today?” Then Maharaj said, “It is like that of Kapil Dev, Dattatrey and Rishabhdev.” “Oh! Then that is great moksha.”
Nāgaḍkāmā Swarūpānand Swāmīe Mahārājne pūchhyu je, “Guru sāheb! Āj satsangī kā kalyāṇ kaisā hotā he?” Tyāre Mahārāj kahe, “Jaisā Kapildev kā, jesai Dattātreya kā, jesā Hruṣhabhdev kā aisā hotā hai.” “Aho! Tab to bot baḍā kalyāṇ hotā he.”
સમૈયો હતો ત્યારે સત્સંગી સર્વે આવેલ તેણે કહ્યું જે, “અહો! મહારાજ! જેવી ગોપી, ગોવાળને પ્રાપ્તિ થઈ હતી તેવી અમને થઈ છે.” ત્યારે મહારાજ કહે, “ના ના, ગોપી-ગોવાળને જે મળ્યા હતા તેને તો આ ભગવાનનાં હજી દર્શન પણ નથી થયાં. ને તમારે તો બહુ મોટી પ્રાપ્તિ થઈ છે.”
During one samaiyo, the satsangis who came said, “O Maharaj! We have attained the same God as the gopis (female cowherders) and govāls (male cowherders).” Maharaj said, “No, no! The one who the gopis and govāls attained has not even had the darshan of this Bhagwan (referring to himself). You have attained something greater.”
Samaiyo hato tyāre satsangī sarve āvel teṇe kahyu je, “Aho! Mahārāj! Jevī Gopī, Govāḷne prāpti thaī hatī tevī amane thaī chhe.” Tyāre Mahārāj kahe, “Nā nā, Gopī-Govāḷne je maḷyā hatā tene to ā Bhagwānnā hajī darshan paṇ nathī thayā. Ne tamāre to bahu moṭī prāpti thaī chhe.”
ભક્તિએ કરીને મહારાજ રાજી થાય છે ને એની આજ્ઞા છે એટલા સારુ કરીએ છીએ, પણ એ સ્થૂળ મારગ છે. તેણે કરીને તો મોટા લોકાંતરને પામશે. પછી મોટાના મોટા વૈભવ ને મોટાં પાપ; તે જુઓને, આ ખંડેરાવ૧ એક દિવસમાં જેટલું પાપ કરતા હશે એટલું ગરીબ આખા ભવમાં પણ ન કરે. માટે આ ને આ દેહે ભક્તિ પણ કરતા જાવું ને તે કરતાં થકા અનુવૃત્તિ આત્માને વિષે રાખે જાવી અને આત્મનિષ્ઠા જેવી કોઈ વાત નથી તે મનન દ્વારાયે ‘હું અક્ષર છું ને પુરુષોત્તમ મારે વિષે બેઠા છે’ એમ કરતા જાવું, એમ ઘણે ઠેકાણે મહારાજે કહ્યું છે. એ સૂક્ષ્મ ભક્તિ છે, તેણે કરીને આત્યંતિક મોક્ષને પામશે. પણ મોર્યે કહી જે ભક્તિ તે રૂપ સ્થૂળ મારગ તેણે કરીને આત્યંતિકી યત્ર ન મૃત્યુહાસઃ।૨ એવી મુક્તિ ન થાય અને એવી ભક્તિ તો ચાર માણસ કરે એટલી પોતે એકલો માને કરીને કરે; તે સેવા કરે, પાણા ઉપાડે, રોટલા કરે, એ સર્વે ભક્તિમાં માન મળે છે તેણે કરીને થાય છે ને કરે છે, પણ એણે કરીને સિદ્ધિ ન થાય. ‘કિયાં બાળપણાની રમત, કિયાં પામવો સિધુનો૩ મત.’ માટે જે’દી તે’દી આ વાત કરશે ત્યારે છૂટકો છે.
૧. મરાઠાકાળનો એક રાજા, વડોદરામાં સયાજીરાવ બીજા પછી ગાદીએ આવ્યા હતા.
૨. જ્યાં મૃત્યુનો ભય નથી એવી આત્યંતિકી મુક્તિ. (ભાગવત: ૩/૨૭/૩૦)
૩. સિદ્ધોનો (ભક્તચિંતામણિ: ૪૧/૨૯).
There is no talk like that of ātmā-realization. One should continually think, “I am akshar and Purushottam is seated within me.” Maharaj has said this in many places. This is subtle devotion, through which ultimate liberation will be attained. But the previously described devotion is the physical path and by it – ‘Ātyantiki yatra na mrutyuhāsaha’1 – such liberation in which the fear of death is eliminated is not attained. And due to ego, one offers such physical devotion, singlehandedly, that would be offered by four people. One performs service, lifts stones and cooks food, but all this devotion is offered since praise is received. One does this but perfection is not attained by this. ‘Kiyā bālpanāni ramat, kiyā pāmvo siddhono mat.’2 Therefore, only when, someday, this talk is practiced will there be final moksha.
1. The complete shlok is as follows:
Yadā na yogopachitāsu cheto māyāsu siddhasya vishangatena;
Ananya hetushvatha megatihi syādātyāntiki yatra na mrutyuhāsaha.
When a perfect yogi’s attention is no longer attached to the byproducts of māyā’s powers (which are manifestations of the external energy) his progress towards me becomes unlimited and the power of death cannot overcome him. He reaches final moksha where there is no fear of death. - Shrimad Bhagvat 3/27/30
2. How can we compare child’s play with the goal of a Siddha (liberated soul)?
Bhaktie karīne Mahārāj rājī thāy chhe ne enī āgnā chhe eṭalā sāru karīe chhīe, paṇ e sthūḷ mārag chhe. Teṇe karīne to moṭā lokāntarne pāmashe. Pachhī moṭānā moṭā vaibhav ne moṭān pāp; te juone, ā khanḍerāv1 ek divasmā jeṭalu pāp karatā hashe eṭalu garīb ākhā bhavmā paṇ na kare. Māṭe ā ne ā dehe bhakti paṇ karatā jāvu ne te karatā thakā anuvṛutti ātmāne viṣhe rākhe jāvī ane ātmaniṣhṭhā jevī koī vāt nathī te manan dvārāye ‘Hu Akṣhar chhu ne Puruṣhottam māre viṣhe beṭhā chhe’ em karatā jāvu, em ghaṇe ṭhekāṇe Mahārāje kahyu chhe. E sūkṣhma bhakti chhe, teṇe karīne ātyantik mokṣhane pāmashe. Paṇ morye kahī je bhakti te rūp sthūḷ mārag teṇe karīne Ātyantikī yatra na mṛutyuhāsah.2 evī mukti na thāy ane evī bhakti to chār māṇas kare eṭalī pote ekalo māne karīne kare; te sevā kare, pāṇā upāḍe, roṭalā kare, e sarve bhaktimā mān maḷe chhe teṇe karīne thāy chhe ne kare chhe, paṇ eṇe karīne siddhi na thāy. ‘Kiyā bāḷpaṇānī ramat, kiyā pāmavo sidhuno3 mat.’ Māṭe je’dī te’dī ā vāt karashe tyāre chhūṭako chhe.
1. Marāṭhākāḷno ek rājā, Vaḍodarāmā Sayājīrāv bījā pachhī gādīe āvyā hatā.
2. Jyā mṛutyuno bhay nathī evī ātyantikī mukti. (Bhāgwat: 3/27/30)
3. Siddhono (Bhaktachintāmaṇi: 41/29).