TEXT OPTIONS
AUDIO OPTIONS
Show audio player
Auto play audio
Auto advance audio
Auto scroll to audio
Auto advance to next page
॥ સ્વામીની વાતો ॥
પ્રકરણ: ૬
વાત: ૨૮૧ થી ૨૯૦
જેને માથે મોટા શત્રુ હોય તેણે ઊંઘવું નહિ. ને જેણે આતતાયી૧ કર્મ કર્યું હોય તેને પણ ઊંઘ આવે નહિ. ને કામ, ક્રોધ ને લોભાદિક શત્રુ માથે છે ત્યાં સુધી ઊંઘવું નહિ. ને જે જે વચન કહ્યાં છે તેને વિસારી દેવાં નહિ. તે જો એકાંતે બેસીને વિચારે તો સાંભર્યા કરે.
૧. આતતાયી અર્થાત્ દુઃખ દેનારા મનુષ્યના છ પ્રકાર છે: (૧) આગ ચાંપનાર, (૨) ઝેર આપનાર, (૩) શસ્ત્ર ધારનાર, (૪) દ્રવ્ય ચોરનાર, (૫) જમીન પચાવનાર, અને (૬) સ્ત્રીનું અપહરણ કરનાર.
અગ્નિદો ગરદશ્ચેવ શસ્ત્રપાણિર્ધનાપહઃ।
ક્ષેત્રદારાપહારી ચ ષડેતે આતતાયિનઃ॥
Those who have big enemies in proximity should not sleep. Those who have performed cruel deeds1 also cannot sleep. So, as long as lust, anger, greed and other internal enemies are nearby, one should not sleep. And whatever talks have been delivered should not be forgotten. If one sits in solitude and thinks then they can be recalled.
1. Agnido garadascheva shastrapānirdhanāpaha;
Kshetradārāpahāri cha shedete ātatāyinaha.
There are six types of felons: (1) One who sets fire to the house, (2) One who administers poison, (3) One who attacks with a weapon, (4) One who plunders wealth, (5) One who seizes another’s land, and (6) One who abducts a married woman.
Jene māthe moṭā shatru hoy teṇe ūnghavu nahi. Ne jeṇe ātatāyī1 karma karyu hoy tene paṇ ūngh āve nahi. Ne kām, krodh ne lobhādik shatru māthe chhe tyā sudhī ūnghavu nahi. Ne je je vachan kahyā chhe tene visārī devā nahi. Te jo ekānte besīne vichāre to sāmbharyā kare.
1. Ātatāyī arthāt dukh denārā manuṣhyanā chha prakār chhe: āg chānpnār, zer āpnār, shastra dhārnār, dravya chornār, jamīn pachāvnār, strīnu apharaṇ karanār.
Agnido garadashchev shastrapāṇirdhanāpahah;
Kṣhetradārāpahārī cha ṣhaḍete ātatāyinah.
એક ગરીબ બાવાનો છોકરો આવ્યો, તે કહે જે, “સ્વામિનારાયણ, તમે ભગવાન કે’વાવ છો તે મુને રોટલો આપો.” પછી રોટલો આપ્યો. ને મહારાજ કહે જે, “છોકરા! આ નાના ભક્ત છે તેની સાથે પ્રશ્ન-ઉત્તર કર.” ત્યારે તે કહે જે, “મને આવડે નહિ, એ મારા ગુરુએ મને શીખવ્યું નથી.” એટલે નાના રાઠોડ કાઠી ભક્ત થયેલ હતા. તેણે કહ્યું જે, “લે હું પૂછું, ભક્તિનો મહિમા કેટલો?” એટલે આને તો ઉત્તર ન આવડ્યો. પછી મહારાજે એ પ્રશ્ન સર્વ સાધુને પૂછ્યો પણ કોઈને ઉત્તર સૂઝ્યો નહિ. પછી મહારાજ કહે, “લ્યો, અમે એનો ઉત્તર કરીએ. નારદજી જ્યારે વૈકુંઠમાં ગયા ત્યારે વૈકુંઠનાથને પૂછ્યું જે, ‘આ વેમાન છાઈ રહ્યાં છે તે શા પુણ્યે મળ્યાં છે ને તે પાછાં હેઠાં પડશે કે કેમ?’ પછી કહ્યું જે, ‘એક વાર પ્રગટના સાધુને પગે લાગ્યા છે તેણે કરીને એને મળ્યાં છે ને પછી એ ભગવાનના ધામમાં જાશે એવો ભક્તિનો મહિમા છે.’” તે ઉપર શ્લોક બોલ્યા જે,
“એકોઽપિ કૃષ્ણસ્ય કૃતઃ પ્રણામો દશાશ્વમેધાવભૃથેન તુલ્યઃ।
દશાશ્વમેધી પુનરેતિ જન્મ કૃષ્ણપ્રણામી ન પુનર્ભવાય॥”૧
પછી વાતું કરીને કહે કે, “આ સૌનાથી નિયમ સરસ પાળીએ તો માણસ છક૨ ખાય છે. પણ ભગવાનનો મહિમા તો કહ્યો એવો મોટો છે.”
૧. અર્થ: ભગવાનને માહાત્મ્ય સહિત એક જ દંડવત્ પ્રણામ કર્યો હોય તો તેનું ફળ દસ અશ્વમેધ યજ્ઞ કરી પવિત્રતા પ્રાપ્ત કર્યા બરાબર થાય છે. જો કે દસ અશ્વમેધ યજ્ઞ કરનારને પણ ફરી જન્મ ધારણ કરવો પડે છે, પણ ભગવાનને પ્રણામ કરનાર કદી ફરી સંસારમાં આવતો નથી. અર્થાત્ તેની મુક્તિ થાય છે. (મહાભારત; શાંતિપર્વ: ૧૨/૪૭/૯૨) [સ્વામીની વાત ૫/૨૯૦ની પાદટીપ].
૨. આશ્ચર્ય.
The son of a poor ascetic once came to Maharaj. He said, “Swaminarayan, you are said to be God, so give me some food.” Then Maharaj gave him some food and said, “Boy, have a question-answer dialogue with this young devotee.” Then the boy said, “I do not know how to ask questions, since my guru has not taught me.” So, the young devotee, Rathod Kathi, told him, “Here, let me ask. What is the glory of devotion?” But the boy did not know the answer. Then Maharaj put this question to all the sadhus, but nobody could give a proper answer. Then Maharaj said, “Here, let me answer. When Naradji went to Vaikunth, the Lord of Vaikunth asked, ‘These divine chariots are spread everywhere throughout the sky. With what merits have they been attained? And will they fall down or not?’ Then Naradji replied, ‘The devotees have attained them since they have bowed once at the feet of the Sadhu who is the manifest form of God. And afterwards they will go to the abode of God. Such is the glory of devotion.’” Then he recited a shlok:
“Ekopi Krishnasya krutaha pranāmo, dashāshvamedhāvabhrutena tulyaha;
Dashāshvamedhi punareti janma, Krushnapranāmi na punarbhavāya.”1
Then after some more talks, Swami said, “If one observes the codes of conduct more sincerely than others, then people are surprised. But the glory of God is as great as described.”
1. Even one prostration offered to God with a full understanding of his glory is equal to the fruits of performing ten Ashwamedh Yagnas. And yet even one who performs ten Ashwamedh Yagnas has to take rebirth, but one who bows to God as above is redeemed. - Mahabharat; Shantiparva, 47/92
Ek garīb bāvāno chhokaro āvyo, te kahe je, “Swāminārāyaṇ, tame Bhagwān ke’vāv chho te mune roṭalo āpo.” Pachhī roṭalo āpyo. Ne Mahārāj kahe je, “Chhokarā! Ā nānā bhakta chhe tenī sāthe prashna-uttar kar.” Tyāre te kahe je, “Mane āvaḍe nahi, e mārā gurue mane shīkhavyu nathī.” Eṭale nānā Rāṭhoḍ Kāṭhī bhakta thayel hatā. Teṇe kahyu je, “Le hu pūchhu, bhaktino mahimā keṭalo?” Eṭale āne to uttar na āvaḍyo. Pachhī Mahārāje e prashna sarva sādhune pūchhyo paṇ koīne uttar sūzyo nahi. Pachhī Mahārāj kahe, “Lyo, ame eno uttar karīe. Nāradjī jyāre Vaikunṭhmā gayā tyāre Vaikunṭhnāthne pūchhyu je, ‘Ā vemān chhāī rahyā chhe te shā puṇye maḷyā chhe ne te pāchhā heṭhā paḍashe ke kem?’ Pachhī kahyu je, ‘Ek vār pragaṭnā sādhune page lāgyā chhe teṇe karīne ene maḷyā chhe ne pachhī e Bhagwānnā dhāmmā jāshe evo bhaktino mahimā chhe.’” Te upar shlok bolyā je,
“Eko'pi Kṛuṣhṇasya kṛutah praṇāmo dashāshvamedhāvabhṛuthen tulyah;
Dashāshvamedhī punareti janma Kṛuṣhṇapraṇāmī na punarbhavāy.”1
Pachhī vātu karīne kahe ke, “Ā saunāthī niyam saras pāḷīe to māṇas chhak2 khāy chhe. Paṇ Bhagwānno mahimā to kahyo evo moṭo chhe.”
1. Artha: Bhagwānne māhātmya sahit ek ja danḍavat praṇām karyo hoy to tenu faḷ das ashvamedh yagna karī pavitratā prāpt karyā barābar thāy chhe. Jo ke das ashvamedh yagna karanārne paṇ farī janma dhāraṇ karavo paḍe chhe, paṇ Bhagwānne praṇām karanār kadī farī sansārmā āvato nathī. Arthāt tenī mukti thāy chhe. (Mahābhārat; Shāntiparva: 12/47/92) [Swāmīnī Vāt 5/290nī pādṭīp].
2. Āshcharya.
સ્વામીએ શ્રાવણ વદિ બારસને દિવસ વાત કરી જે, “મહારાજે મંડળ બાંધ્યાં ત્યારે સારા મોટા સાધુ ભેળા કોઈ સાધુ બેઠા નહિ ને બીજા ભેળા વીસ-પચીસ થયા. તે મહારાજ કહે, ‘ઓલ્યા હિંદુસ્થાનમાં લઈ જાશે તેવા ભેળા થઈ ગયા ને આ સત્સંગમાં રાખે તેવા ભેળા કોઈ નથી.’” પછી સ્વામી કહે, “એમ એકાંતિકનું ને સાધારણ સાધુનું નોખું છે, તે ઓળખ્યા જોઈએ.”
On Shravan vad 12, Swami spoke, “When Maharaj assigned sadhus into groups, no one joined the group lead by the great sadhus, whereas 20 or 25 joined the group of others. So Maharaj said, ‘Some have joined the group of those who will take them to Hindustan,1 whereas no one joined those who will keep them in satsang.’” Then, Swami said, “This is the distinction between the ekāntik sadhu and an ordinary sadhu. One should recognize them.”
1. Hindustan generally refers to Bharat-khand. In this case, Hindustan refers to northern India - meaning far from satsang.
Swāmīe Shrāvaṇ Vadi Bārasne divas vāt karī je, “Mahārāje manḍaḷ bāndhyā tyāre sārā moṭā sādhu bheḷā koī sādhu beṭhā nahi ne bījā bheḷā vīs-pachīs thayā. Te Mahārāj kahe, ‘Olyā Hindusthānmā laī jāshe tevā bheḷā thaī gayā ne ā satsangmā rākhe tevā bheḷā koī nathī.’” Pachhī Swāmī kahe, “Em ekāntiknu ne sādhāraṇ sādhunu nokhu chhe, te oḷakhyā joīe.”
કાલ ઓલ્યામાં આવ્યું જે, “વૈરાટના હાથપગ તો દેખ્યામાં નથી આવતા ને પેટમાં આ બ્રહ્માંડ છે.” તે વિચારીએ તો વૈરાટની કેવડી મોટ્યપ થઈ? ત્યારે આ અક્ષરને તો રૂંવાડે રૂંવાડે કોટિ કોટિ બ્રહ્માંડ ઊડતાં ફરે છે. એ તો જો નવું પહેલવહેલું સાંભળ્યું હોય તો તો જાણીએ જે, આ તે વાત કે શું? પણ કેવડી મોટ્યપ થઈ? આ તો બહુ વાર સાંભળ્યું એટલે મહિમા નથી.
Yesterday, the following words were read, “The hands and feet of Vairat are so vast that they cannot be visualized, and in his stomach is the whole universe.” Considering this fact, how big is Vairat? And around each and every pore of this Akshar, tens of millions of universes are flying about. If this is heard anew for the first time, then we would think, “What a statement!” So how big does that make Akshar? And since we have heard it many times in discourses, its real glory is not realized.
Kāl olyāmā āvyu je, “Vairāṭnā hāthpag to dekhyāmā nathī āvatā ne peṭmā ā brahmānḍ chhe.” Te vichārīe to Vairāṭnī kevaḍī moṭyap thaī? Tyāre ā Akṣharne to rūvāḍe rūvāḍe koṭi koṭi brahmānḍ ūḍatā fare chhe. E to jo navu pahel-vahelu sāmbhaḷyu hoy to to jāṇīe je, ā te vāt ke shu? Paṇ kevaḍī moṭyap thaī? Ā to bahu vār sāmbhaḷyu eṭale mahimā nathī.
ત્યાગીને તો બાર ઉપર એક વાગે ખાવાનું કહ્યું છે ને આ તો બબે, ત્રણ ત્રણ વાર ઝૂડે છે તે ઉપવાસ પડે એટલે ધારણાં-પારણાં પણ કરે. એમ ભેળું લીધે જાય ને ઓલ્યુંયે થાય. ને જો એક વાગે ખાય તો અન્નનો જે રસ તે બળી જાય, ને ઓલ્યું તો અજીરણ થાય ને તેનું પાછું વીર્ય થાય, તે પછી ઉપવાસ પડે.
It is said renunciants should eat once one hour past twelve. Yet, some devour food two or three times. And when a fasting period approaches, they also observe the dhāranā-pāranā. In this way, they do both (overeat and fast). However, if one ate once at one o’clock, then the juices that form from food will burn away. Whereas the other (overeating and fasting) will cause indigestion and the juices are converted to virya.1 Then, one has to fast.
1. Virya is the major constituent of the body. The food we eat is gradually transformed into virya after approximately one month. According to Vachanamrut Gadhada I-73, virya is semen. Therefore, Swami is explaining that eating excessively increases lustful desires.
Tyāgīne to bār upar ek vāge khāvānu kahyu chhe ne ā to babe, traṇ traṇ vār zūḍe chhe te upavās paḍe eṭale dhārṇā-pārṇā paṇ kare. Em bheḷu līdhe jāy ne olyuye thāy. Ne jo ek vāge khāy to annano je ras te baḷī jāy, ne olyu to ajīraṇ thāy ne tenu pāchhu vīrya thāy, te pachhī upavās paḍe.
ગોંડળમાં વાણિયે હવેલી કરી તે નળિયાં ચડાવ્યાં, ત્યાં ચાળીસ હજાર કોરી થઈ ને ઘરમાં પણ એટલી હતી. પછી એમ ને એમ નવી ઘરેણે મૂકી તે હજી છૂટી નથી ને ખાવા મળ્યું નથી. તેમ આપણે પણ ગોંડળના વાણિયાના જેવું છે, તે આ દેહ ઘરેણે મૂકી છે તે પ્રભુ ભજાતા નથી.
A merchant in Gondal built a new mansion and added roof tiles, which cost him 40,000 koris.1 And he had that much in his house. Then, he put the new mansion up as collateral. The mansion has yet to be released, while he has not found food to eat. We are in a similar situation as the merchant of Gondal. We have put our body up as collateral, so we cannot worship God.2
1. A type of currency primarily used in Kutch and Kathiyāwād, equal to about 4/16 or 5/16 of a rupee.
1. Generally, man uses his body for the purpose of his family, social duties, and to enjoy the vishays. Therefore, he has put his body as collateral to fulfill these goals and has no time to worship God.
Gonḍaḷmā vāṇiye havelī karī te naḷiyā chaḍāvyā, tyā chāḷīs hajār korī thaī ne gharmā paṇ eṭalī hatī. Pachhī em ne em navī ghareṇe mūkī te hajī chhūṭī nathī ne khāvā maḷyu nathī. Tem āpaṇe paṇ Gonḍaḷnā vāṇiyānā jevu chhe, te ā deh ghareṇe mūkī chhe te Prabhu bhajātā nathī.
સ્વર્ગ, મૃત્યુ ને પાતાળ એ ત્રિલોકી લઘુશંકા ચૂંથે છે. તે મોટા સાધુ તો જાણે જે, આ તે શું કરે છે? કોઈ પ્રભુ ભજતા નથી. ને માણસને વસમું લાગે એટલે કહેતા નથી. ને સત્સંગ થયો છે પણ બાળકની પેઠે લઘુ ચૂંથે છે. ને ત્રિલોકીમાંથી એવો એક તો ખોળીને મારે આગળ લાવો જે મૂતર ન ચૂંથતો હોય!
In the three realms of Swarg, Mrutyu and Pātāl, all are engrossed in material enjoyment. The great Sadhu knows what everyone is doing. Nobody is worshipping God. But because people feel offended, he does not tell them. So, satsang has been attained, but it is wasted. From these three realms, find and present before me even one who does not waste his time and takes advantage of satsang.
Swarg, mṛutyu ne pātāḷ e Trilokī laghushankā chūnthe chhe. Te Moṭā Sādhu to jāṇe je, ā te shu kare chhe? Koī Prabhu bhajatā nathī. Ne māṇasne vasmu lāge eṭale kahetā nathī. Ne satsang thayo chhe paṇ bāḷaknī peṭhe laghu chūnthe chhe. Ne Trilokīmāthī evo ek to khoḷīne māre āgaḷ lāvo je mūtar na chūnthato hoy!
જેટલું આ જગત પ્રધાન છે, જેટલી સ્ત્રી પ્રધાન છે ને જેટલો છોકરો પ્રધાન છે, તેટલો સાધુ સમાગમ નથી; ને સમાગમની કસર રહે છે એટલે એ પ્રધાનપણે રહે છે.
The priority given to this material world and one’s wife and son is not given to the spiritual association with this Sadhu. And because of that lack of association, they (world, wife, etc.) remain predominant.
Jeṭalu ā jagat pradhān chhe, jeṭalī strī pradhān chhe ne jeṭalo chhokaro pradhān chhe, teṭalo Sādhu samāgam nathī; ne samāgamnī kasar rahe chhe eṭale e pradhānpaṇe rahe chhe.
આ જગતનું સુખ તો એવું છે જે, અક્ષરધામમાંથી મચ્છરિયું મૂતર્યું તે પ્રકૃતિના લોકમાં ટીપું પડ્યું ને તેમાંથી પાછું વળી થોડુંક ટીપું પ્રધાનપુરુષના લોકમાં પડ્યું ને તેમાંથી પાછું એમ ને એમ બીજા લોકમાં પડતે પડતે કાંઈક ઝણ્ય આ બ્રહ્માંડમાં પડી, એ તે શું કેટલુંક કહેવાય? તે માટે સર્વોપરી સુખ તો અક્ષરધામમાં છે, ત્યાં જાવું છે.
The happiness of this world is like this: a mosquito from Akshardham urinated and the droplet fell into the realm of Prakruti. And from there, in turn, a small part of the droplet fell into the realm of Pradhan-Purush and from there, in the same way, it fell into subsequent realms and a slight portion fell into this universe. And how much can we say that was? Therefore, the supreme bliss is in Akshardham and we want to go there.
Ā jagatnu sukh to evu chhe je, Akṣhardhāmmāthī machchhariyu mūtaryu te Prakṛutinā lokmā ṭīpu paḍyu ne temāthī pāchhu vaḷī thoḍuk ṭīpu Pradhān-Puruṣhnā lokmā paḍyu ne temāthī pāchhu em ne em bījā lokmā paḍate paḍate kāīk zaṇya ā brahmānḍmā paḍī, e te shu keṭluk kahevāy? Te māṭe sarvoparī sukh to Akṣhardhāmmā chhe, tyā jāvu chhe.
સ્વામી કહે, “વાંચો ‘રુચિનું વચનામૃત.’૧ તે રુચિ સારી થયા વિના ભગવાન પાસે રહેવાય નહિ, રુચિ સારી થયે સારું થાય ને ભૂંડી થયે ભૂંડું થાય. તે જુઓને, જેની રુચિ મળતી હોય તે તેની ભેળા બેસે છે ને સુવાણ પણ તો જ થાય છે. તે અફીણિયા હોય તે અફીણી ભેળા બેસે. એમ રુચિની વાત છે.”
૧. વચનામૃત લોયા ૧૪.
Swami said, “Read the ‘Personal Preferences’ Vachanamrut (Loya-14). Without a good intention, one cannot stay near God. If one’s intentions are good, the outcome will be good and if they are bad, the results, too, will be bad. And you can see that those with the same intentions sit together and only then is there compatibility. It is just like an opium addict preferring the company of another addict.” In this way he talked about preferences.
Swāmī kahe, “Vāncho ‘Ruchinu Vachanāmṛut.’1 Te ruchi sārī thayā vinā Bhagwān pāse rahevāy nahi, ruchi sārī thaye sāru thāy ne bhūnḍī thaye bhūnḍu thāy. Te juone, jenī ruchi maḷatī hoy te tenī bheḷā bese chhe ne suvāṇ paṇ to ja thāy chhe. Te afīṇiyā hoy te afīṇī bheḷā bese. Em ruchinī vāt chhe.”