TEXT OPTIONS
AUDIO OPTIONS
Show audio player
Auto play audio
Auto advance audio
Auto scroll to audio
Auto advance to next page
॥ સ્વામીની વાતો ॥
પ્રકરણ: ૬
વાત: ૨૬૧ થી ૨૭૦
ગૃહસ્થ માણસ બીજું ઘર કરે છે તે પણ ખુવાર થાય છે.
Even if a householder marries again, he still becomes very miserable.
Gṛuhasth māṇas bīju ghar kare chhe te paṇ khuvār thāy chhe.
“અમે કોઈ દિવસ દશોંદ-વિશોંદ કાઢવાની વાત, સૌ કહે છે જે કરો, તો પણ નથી કરી. પણ આજ કહું છું જે, દશોંદ-વિશોંદ કાઢશે તેને ખાવા મળશે; નહીં કાઢે તે દુબળા રહેશે.” એમ કહીને દાજીભાઈને કહ્યું જે, “હવે મોટા થયા તે ધર્મવેરો કાઢવા માંડો.”
Even though everyone tells me to state it, I have never talked about donating five-ten percent (of one’s total income) to the mandir. But today I am telling you that those who donate five-ten percent will get food. If one does not give, then one will remain poor. Saying this, he said to Dajibhai, “Now that you are grown up, give donations.”
“Ame koī divas dashond-vishond kāḍhavānī vāt, sau kahe chhe je karo, to paṇ nathī karī. Paṇ āj kahu chhu je, dashond-vishond kāḍhashe tene khāvā maḷashe; nahī kāḍhe te dubaḷā raheshe.” Em kahīne Dājībhāīne kahyu je, “Have moṭā thayā te dharmavero kāḍhavā mānḍo.”
સંવત ૧૯૨૩ના અષાઢ સુદિમાં વાત કરી જે, “નિષ્કામી વર્તમાનમાં ઘસારો લાગે તે વાત મહારાજને ન ગમે, કાં જે, એ જ દૃઢ કરાવવા સારુ પોતાનો અવતાર છે, તે પોતે પરણ્યા નહીં ને ત્યાગીના ધર્મ પાળ્યા, માટે મોટેરા જે રીતે ચાલે તે વાંસે બધાં માણસ ચાલે. તે કહ્યું છે જે, યદ્ યદ્ આચરતિ શ્રેષ્ઠસ્તદ્ તદ્ એવેતરો જનઃ૧ માટે ખબરદાર થઈને શુદ્ધ વરતવું. ને નિષ્કામી વર્તમાનમાં જેને કસર રહેશે તેનાથી ભગવાનના ધામમાં નહીં જવાય, ને નહીં રહેવાય, ને મહારાજનો કુરાજીપો બહુ થાય. તે ઉપર દૃષ્ટાંત જે, એક બાદશાહનું લશ્કર, લાખું માણસ. તે લડવા ચડ્યા ત્યારે જે ભાગેડુ૨ હતા તેણે તો એમ વિચાર કર્યો જે, આટલા માણસમાં બાદશાહ કેને ઓળખે છે ને ક્યાં જાણે છે? એમ કહીને પાછળ રહ્યા ને શત્રુ સામા લડ્યા નહીં ને કેટલાક હતા તે આગળ થઈને શત્રુને હઠાવીને જીત્યા. પછી બાદશાહે વજીરને પૂછ્યું કે, ‘આમાં હવે પરીક્ષા લેવી જે, કોણે જીત કરી?’ ત્યારે કહે, ‘ઠીક, ભરો કચેરી.’ પછી કહે, ‘પોષાક આપવો છે, તે સૌ આવજો.’ એમ કહીને તેડાવ્યા ને કહે જે, ‘એનું તો એમ પારખું થાશે જે, આ લડ્યો છે ને આ નથી લડ્યો; તે જે લડ્યો હશે એ પાધરો આગળ થઈને કચેરીમાં સન્મુખ થાશે ને ઓલ્યો પાધરો બાદશાહ સામું જ નહીં જોઈ શકે ને નીચું ઘાલશે.’ તેમ જો આપણે પાંચ ઇન્દ્રિયું રૂપ શત્રુ સામા થઈને નહીં લડીએ, તો ભગવાન સામું નહીં જોવાય ને ત્યાં જાશું તે પછી નીચું જોવું પડશે. માટે એ ભલા થઈને કરશો મા.”
૧. યદ્યદાચરતિ શ્રેષ્ઠસ્તત્તદેવેતરો જનઃ।
સ યત્પ્રમાણં કુરુતે લોકસ્તદનુવર્તતે॥ (ગીતા: ૩/૨૧)
‘શ્રેષ્ઠ મનુષ્ય જે જે આચરણ કરે છે તેનું અનુકરણ બીજા લોકો કરે છે, તે જેને પ્રમાણ બનાવે છે તે અનુસાર લોકો વર્તે છે.’
૨. યુદ્ધમાંથી ભાગી જનાર, કાયર.
In the bright half of Ashadh in Samvat 1923, Swami said, “Maharaj does not like it when there is an erosion in observing the vow of celibacy, since his avatār is solely to strengthen that. So, he did not marry and observed the vows of a renunciant. Everyone follows the path taken by the great. It is said, ‘Yadyadācharati shreshthastattadevetaro janaha’1 so be alert and live with purity. Those who have a deficiency in the vow of celibacy will certainly not be able to go to the abode of God. And Maharaj will be very unhappy. An example to explain: a king had an army of a hundred thousand. When they went to fight, those who were cowards thought that among all these many people, who will the king recognize and what will he know? Thinking this, they stayed at the back and did not fight the enemy, while others went to the front, ousted the enemy and won. Then the king asked the minister, ‘Now we want to take a test to determine who made the victory possible.’ So he said, ‘Fine, convene the court.’ Then the minister declared, ‘Everyone, come. We want to give rewards.’ Saying this, all soldiers were called and then he said, ‘It is necessary to distinguish between those who fought and those who did not. The ones who have fought will come directly to the front of the court looking straight and the others will not be able to look straight at the king and will look down.’ Similarly, if we do not fight the enemy in the form of the five senses, then we will not be able to look straight at God and when we go to him we will have to look down. So, please be good and do not do that (i.e. do not avoid the fight with the senses).”
1. Whatever action a great man performs, other men follow. Whatever standard he sets (by example), the world follows it. - Bhagvad Gita 3/21
Samvat 1923nā Aṣhāḍh Sudimā vāt karī je, “Niṣhkāmī vartamānmā ghasāro lāge te vāt Mahārājne na game, kā je, e ja draḍh karāvavā sāru potāno avatār chhe, te pote paraṇyā nahī ne tyāgīnā dharma pāḷyā, māṭe moṭerā je rīte chāle te vānse badhā māṇas chāle. Te kahyu chhe je, Yad yad ācharati shreṣhṭhastad tad evetaro janah1 māṭe khabardār thaīne shuddh varatavu. Ne niṣhkāmī vartamānmā jene kasar raheshe tenāthī Bhagwānnā dhāmmā nahī javāy, ne nahī rahevāy, ne Mahārājno kurājīpo bahu thāy. Te upar draṣhṭānt je, ek bādshāhnu lashkar, lākhu māṇas. Te laḍavā chaḍyā tyāre je bhāgeḍu2 hatā teṇe to em vichār karyo je, āṭalā māṇasmā bādshāh kene oḷakhe chhe ne kyā jāṇe chhe? Em kahīne pāchhaḷ rahyā ne shatru sāmā laḍyā nahī ne keṭlāk hatā te āgaḷ thaīne shatrune haṭhāvīne jītyā. Pachhī bādshāhe vajīrne pūchhyu ke, ‘Āmā have parīkṣhā levī je, koṇe jīt karī?’ Tyāre kahe, ‘Ṭhīk, bharo kacherī.’ Pachhī kahe, ‘Poṣhāk āpavo chhe, te sau āvajo.’ Em kahīne teḍāvyā ne kahe je, ‘Enu to em pārakhu thāshe je, ā laḍyo chhe ne ā nathī laḍyo; te je laḍyo hashe e pādharo āgaḷ thaīne kacherīmā sanmukh thāshe ne olyo pādharo bādshāh sāmu ja nahī joī shake ne nīchu ghālashe.’ Tem jo āpaṇe pānch indriyu rūp shatru sāmā thaīne nahī laḍīe, to Bhagwān sāmu nahī jovāy ne tyā jāshu te pachhī nīchu jovu paḍashe. Māṭe e bhalā thaīne karasho mā.”
1. Yadyadācharati shreṣhṭhastattadevetaro janah;
Sa yatpramāṇam kurute lokastadanuvartate. (Gītā: 3/21)
‘Shreṣhṭh manuṣhya je je ācharaṇ kare chhe tenu anukaraṇ bījā loko kare chhe, te jene pramāṇ banāve chhe te anusār loko varte chhe.’
2. Yuddhamāthī bhāgī janār, kāyar.
પછી સ્વામી કહે, “જેના અક્ષર ગુરુ હોય તે અક્ષરધામમાં લઈ જાય ને પુરુષોત્તમને મેળવે.”
Then Swami said, “One whose guru is Akshar will take one to Akshardham and will unite one with Purushottam.”
Pachhī Swāmī kahe, “Jenā Akṣhar guru hoy te Akṣhardhāmmā laī jāy ne Puruṣhottamne meḷave.”
આગળ આ બે વાતને ઘસારો લાગશે, તેમાં એક તો સુહૃદપણું નહીં રહે ને બીજું ઘર, સ્ત્રી, પુત્ર ને ધન એમાં આસક્તિ વધશે.
In the future, these two will erode away: first is that suhrudpanu (fraternity) will not remain and the other is that one’s weakness for a house, woman, children, and wealth will increase.
Āgaḷ ā be vātne ghasāro lāgashe, temā ek to suhṛudpaṇu nahī rahe ne bīju ghar, strī, putra ne dhan emā āsakti vadhashe.
ભગવાન તો એક જીવ ભજે તે સારુ બ્રહ્માંડ બોળી નાખે. તેની એક વાત છે જે, એક ચકલી હતી તે ઊંચી પર્વત ઉપર બેસીને ભજન કરતી હતી. તે કહે જે, “મુને આંહીં બેઠે બેઠે પાણી પાય તો પીઉં.” પછી બ્રહ્માંડ બોળીને ત્યાં લગી પાણી ભરી દીધું એટલે પીધું.
God will drown a universe so that one jiva worships God. There is a story about this: There was a sparrow which was perched on a high mountain top offering worship. It said, “If water is brought here where I am sitting, then I will drink it.” Then the universe was flooded and filled with water up to where it was perched, so it drank.
Bhagwān to ek jīv bhaje te sāru brahmānḍ boḷī nākhe. Tenī ek vāt chhe je, ek chakalī hatī te ūchī parvat upar besīne bhajan karatī hatī. Te kahe je, “Mune āhī beṭhe beṭhe pāṇī pāy to pīu.” Pachhī brahmānḍ boḷīne tyā lagī pāṇī bharī dīdhu eṭale pīdhu.
અમે તો વિચારીને જોયું ત્યાં જીવનો વાંક નથી, ગુરુનો જ વાંક છે. તે જેવા ગુરુ હોય તેવો પોતે થાય.
I have thought over the matter carefully and concluded that it is not the fault of the jiva. It is the fault of the guru that an aspirant does not attain moksha. Since, one becomes like one’s guru.
Ame to vichārīne joyu tyā jīvno vāk nathī, guruno ja vāk chhe. Te jevā guru hoy tevo pote thāy.
જુઓને! આ બીજા મતવાદીઓએ વાડા કરીને જીવને ચડાવી દીધા છે તેવા થયા છે ને કોઈ જાણે બીજા મત આગળ સારા હશે, તે એ તો અમે વિચાર્યું જે, આ પાછલ્યો દરવાજો બાળપણમાં સારો હશે? એ તો મૂળથી જ બગડેલો છે. એમ પ્રથમથી જ બગડેલા છે, માટે ઉદ્ધવ મત૧ વિના કોઈમાં માલ નથી.
૧. શ્રીજીમહારાજે સ્થાપેલ સિદ્ધાંત.
Look! The other philosophical sects have erected enclosures and trapped the jivas within. Some may believe that the sects in the past were good; but I have thought about this: was the opening in the back (i.e. anus) clean in youth? It was dirty from the beginning. Similarly, these sects were spoiled from the beginning. Therefore, there is no worth in any philosophy other than the Uddhav philosophy.
Juone! Ā bījā matvādīoe vāḍā karīne jīvne chaḍāvī dīdhā chhe tevā thayā chhe ne koī jāṇe bījā mat āgaḷ sārā hashe, te e to ame vichāryu je, ā pāchhalyo darvājo bāḷpaṇmā sāro hashe? E to mūḷthī ja bagaḍelo chhe. Em prathamthī ja bagaḍelā chhe, māṭe Uddhav Mat1 vinā koīmā māl nathī.
1. Shrījī Mahārāje sthāpel siddhānt.
એક વાર વરસાદ બહુ ભારે થયો, તે હરણિયાં આકળાં થઈને ધોડ્યાં, તે બાંટવામાં૧ પેસી ગયાં. હવે એ ત્યાંથી નીકળનારાં છે? એમ જીવમાત્ર બાંટવાના હરણિયાં જેવા છે, તે વિષયમાં ભરાઈ ગયા છે.
૧. સોરઠનું એક રાજ્યનું ગામ. આ ગામમાં તે સમયે ક્રૂર માંસાહારી મુસલમાનોની વસતિ વધારે. તેથી તેમની હદમાં પેઠેલું હરણ પાછું જીવતું નીકળી ન શકે.
Once, it rained very heavily, and the deer became agitated and ran directly into Bātvā.1 Now, will they ever come out of there? Similarly, all jivas are like the deer in Bātvā – they are trapped in the material pleasures.
1. A village in the Sorath (Saurashtra) district where the Muslim residents killed all stray animals that entered to eat their meat.
Ek vār varsād bahu bhāre thayo, te haraṇiyā ākaḷā thaīne dhoḍyā, te bāṭavāmā1 pesī gayā. Have e tyāthī nīkaḷnārā chhe? Em jīvmātra bāṭavānā haraṇiyā jevā chhe, te viṣhaymā bharāī gayā chhe.
1. Soraṭhnu ek rājyanu gām. Ā gāmmā te samaye krūr māsāhārī Musalmānonī vasati vadhāre. Tethī temanī hadmā peṭhelu haraṇ pāchhu jīvatun nīkaḷī na shake.
આ જીવને પંચવિષય ને છઠ્ઠું દેહાભિમાન ને સાતમો પક્ષ એ કલ્યાણના મારગમાં વિઘ્નરૂપ છે ને એનો અભિનિવેશ થયો છે તે જીવનું ભૂંડું કરે છે; માટે તે ન રાખવાં.
For this jiva, the five types of sense pleasures; sixth, body-consciousness; and seventh, bias for worldly pleasures are all an obstacle on the path of moksha. A preoccupation with them has developed and this harms the jiva. So do not keep them.
Ā jīvne panch-viṣhay ne chhaṭhṭhu dehābhimān ne sātmo pakṣha e kalyāṇnā māragmā vighnarūp chhe ne eno abhinivesh thayo chhe te jīvnu bhūnḍu kare chhe; māṭe te na rākhavā.