share

॥ સ્વામીની વાતો ॥

પ્રકરણ: ૬

વાત: ૨૫૧ થી ૨૬૦

પછી વળી લીલાની વાત કરી. તેમાં કહ્યું જે, “મહારાજ આની ઉપર રાજી થયા, એમ પણ રાજી કહેવાય પણ એ જુદી રીતનું, ને જે સિદ્ધાંતનો રાજીપો તે તો પહેલા પ્રકરણના ઓગણીસના વચનામૃત પ્રમાણે, તે આજ્ઞા, ઉપાસના ને મૂર્તિમાં જોડાવું. તે આજ કરો કે લાખ જન્મે કરો, જ્યારે કરશો ત્યારે મહારાજ પાસે રહેવાશે ને મહારાજ પણ બીજી જે જે વાત કહે તે પણ ત્યાં જાતી ઊભી રાખે, એ સિદ્ધાંત છે.”

ધ્યેય-સાધુતા-વાસનામાંથી મુક્તિ (13.11) / (૬/૨૫૧)

૧. હાર્દ સુધી લઈ જાય.

Blessings are attained based on the principles of Vachanamrut Gadhada I-19 – engross yourself in obeying commands, upāsanā and the murti. Whether you do that today or after a hundred thousand births, whenever you do it, only then will you be able to remain constantly with Maharaj. And this is the essence of whatever other discourses Maharaj has delivered. This is the essence of his teachings.

Aim-Saintliness-Freedom from Material Desires (13.11) / (6/251)

Pachhī vaḷī līlānī vāt karī. Temā kahyu je, “Mahārāj ānī upar rājī thayā, em paṇ rājī kahevāy paṇ e judī rītnu, ne je siddhāntno rājīpo te to Pahelā Prakaraṇnā Ogaṇīsnā Vachanāmṛut pramāṇe, te āgnā, upāsanā ne mūrtimā joḍāvu. Te āj karo ke lākh janme karo, jyāre karasho tyāre Mahārāj pāse rahevāshe ne Mahārāj paṇ bījī je je vāt kahe te paṇ tyā jātī ūbhī rākhe,1 e siddhānt chhe.”

Aim-Saintliness-Freedom from Material Desires (13.11) / (6/251)

1. Hārd sudhī laī jāy.

શ્રાવણ વદિ નવમી ને સોમવારે બ્રહ્મચારીને ત્યાં વાત કરી જે, “જે કરવા માંડે તે થાય. ધ્યાન કરવું, ભજન કરવું, તે માણસ જાણે આફૂરું થાય, પણ આફૂરું તે કેમ થાય? એ તો ભગવાનને સંભારે ને ભૂલે, વળી ધ્યાન કરે. વળી, ભૂલીને સંભારે ને ભજન કરે તો થાય. આ ભણે તે ભૂલે, પણ હાથમાં જેણે મૂળગું પાનું જ ઝાલ્યું નથી તે શું ભૂલે?”

સાધન (16.46) / (૬/૨૫૨)

On Monday Shravan vad 9, at the residence of the brahmachāris, he said, “Whatever one begins to do happens. People think that to perform meditation and offer worship happens on its own, but how can it happen on its own? One remembers God and forgets and meditates again. In fact, even after forgetting, if one remembers again and offers worship, it is achieved. One who studies forgets. But what is there to forget for one who has not even touched a page?”

Spiritual Endeavours (16.46) / (6/252)

Shrāvaṇ Vadi Navmī ne Somvāre brahmachārīne tyā vāt karī je, “Je karavā mānḍe te thāy. Dhyān karavu, bhajan karavu, te māṇas jāṇe āfūru thāy, paṇ āfūru te kem thāy? E to Bhagwānne sambhāre ne bhūle, vaḷī dhyān kare. Vaḷī, bhūlīne sambhāre ne bhajan kare to thāy. Ā bhaṇe te bhūle, paṇ hāthmā jeṇe mūḷagu pānu ja zālyu nathī te shu bhūle?”

Spiritual Endeavours (16.46) / (6/252)

ત્યાં એક વેદિયે આવીને સ્વામીને રાખડી બાંધી. તે પછી વળી વાત કરી જે, “સગુણ-નિર્ગુણપણું હરિભક્તને જાણ્યું જોઈએ, નીકર તો ગોથાં ખાય.” તે ઉપર કારિયાણીનું આઠમું વચનામૃત વંચાવીને કહ્યું જે, “માતા જશોદાજીને મુખમાં બ્રહ્માંડ દેખાડ્યું ને અક્રૂરને શેષશાયીરૂપે દર્શન દીધું ને અર્જુનને વિશ્વરૂપે દર્શન દીધું એ બધું તો એનું કાર્ય ને કારણ તો શ્રીકૃષ્ણ પોતે,” એમ કહ્યું.

(૬/૨૫૩)

Then, a pupil studying the Vedas came to tie a rākhadi on Swami. Then, Swami said, “The devotees should understand the sagun form of God and the nirgun form of God. Otherwise, one will be confused.” Swami had Vachanamrut Kariyani 8 read and said, “[Krishna] showed his mother Jashoda the brahmānd in his mouth, his Shesh-shāyi form to Akrur, and his Vishwarup form to Arjun - all of this is the result and the cause was Shri Krishna himself.” Swami thus spoke.

(6/253)

Tyā ek Vediye āvīne Swāmīne rākhaḍī bāndhī. Te pachhī vaḷī vāt karī je, “Saguṇ-nirguṇpaṇu haribhaktane jāṇyu joīe, nīkar to gothā khāy.” Te upar Kāriyāṇīnu Āṭhamu Vachanāmṛut vanchāvīne kahyu je, “Mātā Jashodājīne mukhamā brahmānḍ dekhāḍyu ne Akrūrne Sheṣhshāyīrūpe darshan dīdhu ne Arjunne Vishvarūpe darshan dīdhu e badhu to enu kārya ne kāraṇ to Shrī Kṛuṣhṇa pote,” em kahyu.

(6/253)

પુરુષરૂપે પ્રકૃતિમાં આવ્યા, ત્યાંથી વૈરાટમાં આવ્યા. એમ પુરુષોત્તમનો પ્રવેશ થાતો ગયો. તે પ્રવેશ તે શું જે, પુરુષોત્તમ પોતે આવ્યા તે, ત્યારે શું ધામમાં નો’તા? ધામમાં પણ એમ ને એમ હતા. ને ઓલ્યું તો એના ઐશ્વર્ય વતે થાતું ગયું. એમ તો પહેલા ગણેશને પ્રભુ કહે છે, બ્રહ્મા, વિષ્ણુ ને શિવને કહે છે, અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન ને સંકર્ષણને કહે છે, ત્યારે એમાંથી કેને પ્રભુ માનવા? ત્યારે એનું તો એમ છે જે, જીવની કોટિયું, ઈશ્વરની કોટિયું, બ્રહ્માની પણ કોટિયું ને કોટિયું છે. એ સૌના કારણ તો મહારાજ પોતે, એમ સમજે ત્યારે મજકૂર મળ્યું કહેવાય. ને અનંત કોટિ રામ, અનંત કોટિ કૃષ્ણ ને અનંત કોટિ અક્ષરમુક્ત એ સર્વના કર્તા, સર્વના આધાર, સર્વના નિયંતા ને સર્વના કારણ મહારાજને સમજે ત્યારે જ્ઞાન થઈ રહ્યું.

સર્વોપરી ભગવાન (42.25) / (૬/૨૫૪)

૧. સમૂહો, જથ્થાઓ.

In the form of Purush, God entered Prakruti and from there entered into Vairat; in this way Purushottam’s presence spread. What is that presence? That Purushottam himself came. So, was he not in his abode at that time? He was also in his abode. And his presence in others was due to his powers. Actually, first Ganesh is described as a god; then Brahmā, Vishnu and Shiv are described; Aniruddh, Pradyumna and Sankarshan are also described as gods, so among them, who should be believed as God? The explanation for this is that there are tens of millions of classes of jivas, ishwars, Brahmās, and the cause of them all is Maharaj himself. When one understands like this, then an answer can be said to have been given. There are countless Rams, countless Krishnas and countless akshar muktas, and the creator of them all, the supporter of them all, the controller of them all and the cause of them all is Maharaj. If he is understood in this way then spiritual wisdom is attained.

Supreme God (42.25) / (6/254)

Puruṣhrūpe Prakṛutimā āvyā, tyāthī Vairāṭmā āvyā. Em Puruṣhottamno pravesh thāto gayo. Te pravesh te shu je, Puruṣhottam pote āvyā te, tyāre shu dhāmmā no’tā? Dhāmmā paṇ em ne em hatā. Ne olyu to enā aishvarya vate thātu gayu. Em to pahelā Gaṇeshne Prabhu kahe chhe, Brahmā, Viṣhṇu ne Shivne kahe chhe, Aniruddha, Pradyumna ne Sankarṣhaṇne kahe chhe, tyāre emāthī kene Prabhu mānavā? Tyāre enu to em chhe je, jīvnī koṭiyu,1 īshvarnī koṭiyu, Brahmānī paṇ koṭiyu ne koṭiyu chhe. E saunā kāraṇ to Mahārāj pote, em samaje tyāre majakūr maḷyu kahevāy. Ne anant koṭi Rām, anant koṭi Kṛuṣhṇa ne anant koṭi Akṣharmukta e sarvanā kartā, sarvanā ādhār, sarvanā niyantā ne sarvanā kāraṇ Mahārājne samaje tyāre gnān thaī rahyu.

Supreme God (42.25) / (6/254)

1. Samūho, jaththāo.

શ્રાવણ વદિ છઠને દિવસે વાત કરી જે, “બીજું બધું ભગવાન કરે પણ જે ભજન ને નિયમ પાળવા એ બે તો કોઈને ન કરી આપે, એ તો પોતાને જ કરવું પડે, તે જો કરે તો થાય.”

ભગવાનનું ધ્યાન અને ભક્તિ (25.40) / (૬/૨૫૫)

On Shravan vad 6, Swami said, “God will do everything else for you except offering of devotion and observance of spiritual disciplines – these two are not done for anybody. They have to be done by oneself. And if one does them, they are perfected.”

Worship and Meditation of God (25.40) / (6/255)

Shrāvaṇ Vadi Chhaṭhne divase vāt karī je, “Bīju badhu Bhagwān kare paṇ je bhajan ne niyam pāḷavā e be to koīne na karī āpe, e to potāne ja karavu paḍe, te jo kare to thāy.”

Worship and Meditation of God (25.40) / (6/255)

ભગવાન, સાધુ, શ્રદ્ધા ને સત્શાસ્ત્ર એ ચાર વાનાં હોય તો પ્રભુ ભજાય; એમાં શ્રદ્ધા નથી બાકી બધું છે.

ભગવાનનું ધ્યાન અને ભક્તિ (25.41) / (૬/૨૫૬)

When the four – God, Sadhu, faith and scriptures are present, then God can be worshipped. Of them, everything is present except faith.

Worship and Meditation of God (25.41) / (6/256)

Bhagwān, Sādhu, shraddhā ne satshāstra e chār vānā hoy to Prabhu bhajāy; emā shraddhā nathī bākī badhu chhe.

Worship and Meditation of God (25.41) / (6/256)

આપણામાંય ખોટ્યું કેટલીક હોય, તે જો કહેવા માંડીએ તો ખબર પડે. સૂઝે તેમ આમ તેમ કરીએ પણ અંત્યે એમ કરાવવું છે. તે વાતમાં કહેતા જાઈએ છીએ અને અમારે એક બળદિયો છે તેને હમણાં તો સૌ ખવરાવીએ છીએ પણ ગાડું એના કાંધ ઉપર મૂકવું છે. અંત્યે સૂઝે તેમ ફોસલાવી કરાવીને પણ માખીમાંથી સૂરજ કરવો છે.

મોક્ષ-પ્રદાતા (47.8) / (૬/૨૫૭)

We have many faults, and if we count them, then we come to know. Try in any way – this way or that – but in the end, we want you to do this. So we proceed in giving discourses. We have an ox to which presently we feed everything, but we want to place a cart on its shoulders. In the end and in any way, we want to transform you from a fly into the sun.

Granting Moksha (47.8) / (6/257)

Āpaṇāmāy khoṭyu keṭlīk hoy, te jo kahevā mānḍīe to khabar paḍe. Sūze tem ām tem karīe paṇ antye em karāvavu chhe. Te vātmā kahetā jāīe chhīe ane amāre ek baḷadiyo chhe tene hamaṇā to sau khavarāvīe chhīe paṇ gāḍu enā kāndh upar mūkavu chhe. Antye sūze tem fosalāvī karāvīne paṇ mākhīmāthī sūraj karavo chhe.

Granting Moksha (47.8) / (6/257)

એક વાર મહારાજે આનંદ સ્વામીને પૂછ્યું જે, “તમને કોઈક ક્રિયામાં પ્રેરીએ તો કેમ થાય?” ત્યારે કહે જે, “તમે કહો તે પ્રમાણે કરું.” પછી મુક્તાનંદ સ્વામીને પૂછ્યું કે, “તમે કેમ કરો?” ત્યારે તે કહે જે, “હું તો એક હાથ વૃત્તિ બહાર કાઢું ને બે હાથ પાછી વાળું ત્યારે સુખ થાય.” પછી સ્વરૂપાનંદ સ્વામીને પૂછ્યું કે, “તમારે કેમ?” તો કહે જે, “હું તો જે જે ક્રિયા કરું તે પદાર્થ ટળી જાય ને તમારી મૂર્તિ જ દેખાય.” ત્યારે મહારાજ કહે, “એ તો અમને સમજાતું નથી.” ત્યારે તે કહે જે, “જેમ તીરમાં લીંબુ પરોવ્યું હોય ને તે તીર જ્યાં માંડે ત્યાં લીંબુ દેખાય, પણ નિશાન ન દેખાય, એમ તમારી મૂર્તિ દેખાય છે.” ત્યારે જુઓ એ પણ સ્થિતિ, માટે મૂર્તિ દેખાય તેવી સ્થિતિ કરવી, તે નિજાત્માનં બ્રહ્મરૂપમ્ એ શ્લોક પ્રમાણે કરવી.

આત્મનિષ્ઠા-બ્રહ્મરૂપ (29.50) / (૬/૨૫૮)

Once, Maharaj asked Anand Swami, “When I instruct you to do a task, how do you do it?” Then he said, “I do as you say.” Then Maharaj asked Muktanand Swami, “How do you do it?” Then he said, “I would extend my focus by one handspan outwards, and then only when it is withdrawn (inwards) by two handspans I feel happy.” Then Maharaj asked Swarupanand Swami, “How is it with you?” Then he said, “Whatever task I do, that object disappears and your murti is seen.” Then Maharaj said, “I do not understand that.” So he explained, “Just as when a lemon is fixed to the tip of an arrow, it is seen in whichever direction the arrow is pointed, but the target is not seen. In this way, your murti is seen.” That is the state to be reached. So develop a state in which the murti is seen. And do as per the shlok, ‘Nijātmānam brahmarupam...’1

Atmanishtha-Brahmarup (29.50) / (6/258)

1. Identifying one’s self with Brahman, separate from the three bodies (gross, subtle and causal), one should offer devotion to God. - Shikshapatri 116 [See footnote 1, Vat 29.17 - English version; Vat 3-13 - Gujarati version]

Ek vār Mahārāje Ānand Swāmīne pūchhyu je, “Tamane koīk kriyāmā prerīe to kem thāy?” Tyāre kahe je, “Tame kaho te pramāṇe karu.” Pachhī Muktānand Swāmīne pūchhyu ke, “Tame kem karo?” Tyāre te kahe je, “Hu to ek hāth vṛutti bahār kāḍhu ne be hāth pāchhī vāḷu tyāre sukh thāy.” Pachhī Swarūpānand Swāmīne pūchhyu ke, “Tamāre kem?” To kahe je, “Hu to je je kriyā karu te padārth ṭaḷī jāy ne tamārī mūrti ja dekhāy.” Tyāre Mahārāj kahe, “E to amane samajātu nathī.” Tyāre te kahe je, “Jem tīrmā līmbu parovyu hoy ne te tīr jyā mānḍe tyā līmbu dekhāy, paṇ nishān na dekhāy, em tamārī mūrti dekhāy chhe.” Tyāre juo e paṇ sthiti, māṭe mūrti dekhāy tevī sthiti karavī, te Nijātmānam brahmarūpam e shlok pramāṇe karavī.

Atmanishtha-Brahmarup (29.50) / (6/258)

ભાદરવા સુદિ સાતમને દિવસે વાત કરી જે, “મહારાજ તો બળબળતા ડામવાળા વચનામૃતમાં ને બીજે બધે સાધુ જ બતાવે છે.”

(૬/૨૫૯)

On Bhadarva sud 7, Swami said, “Maharaj shows us the Sadhu in the ‘A Red-hot Branding Iron’ Vachanamrut and other Vachanamruts.”

(6/259)

Bhādarvā Sudi Sātamne divase vāt karī je, “Mahārāj to Baḷbaḷtā Ḍāmvāḷā Vachanāmṛutmā1 ne bīje badhe Sādhu ja batāve chhe.”

(6/259)

એક સાધુને તો પંડ્યે સ્વપ્નમાં ઠોંટ મારીને કહ્યું જે, “તું જૂનેગઢ જા, આ સાધુનાં તો દર્શન કર્યે પંચ મહાપાપ બળે એવા છે, પછી તે નહીં મળે ને પછી કરોડો રૂપિયા ખરચશો તો પણ નહીં મળે. માટે જો બાજરો મળે તો તે જોગ કરી લેવાનો લાગ આવ્યો છે, પછી પસ્તાવો થાશે; માટે ચોખ્ખું કહીએ છીએ.”

સાધુનો મહિમા (30.84) / (૬/૨૬૦)

A sadhu had a dream in which Maharaj slapped him and said, “Go to Junagadh. The darshan of this Sadhu is such that the five grave sins are burnt away. He will not be attained later. And later, even if you spend tens of millions of rupees, he will still not be attained. Thus, if one has food, then the time to associate with him has arrived. Otherwise, there will be regret later. Therefore, I am telling you clearly.”

Glory of the Sadhu (30.84) / (6/260)

Ek sādhune to panḍye swapnamā ṭhonṭ mārīne kahyu je, “Tu Jūnegaḍh jā, ā Sādhunā to darshan karye panch mahāpāp baḷe evā chhe, pachhī te nahī maḷe ne pachhī karoḍo rūpiyā kharachasho to paṇ nahī maḷe. Māṭe jo bājro maḷe to te jog karī levāno lāg āvyo chhe, pachhī pastāvo thāshe; māṭe chokhkhu kahīe chhīe.”

Glory of the Sadhu (30.84) / (6/260)

Vat Selection

sort Prakarans Categories
Go to: arrow_circle_right
loading