TEXT OPTIONS
AUDIO OPTIONS
Show audio player
Auto play audio
Auto advance audio
Auto scroll to audio
Auto advance to next page
॥ સ્વામીની વાતો ॥
પ્રકરણ: ૬
વાત: ૨૪૧ થી ૨૫૦
મોટા સાધુ હોય તેની આ દેહે કરીને સેવા કરવી ને ચકચૂર કરી દે તો રાજી થઈ જાય. તે ચકચૂર કરે તે પણ ‘મરતી મરતી કાન હલાવે’૧ એમ નહીં.
૧. ગુણાતીતાનંદ સ્વામીના આ વચન પાછળ એક બોધકથા રહેલી છે. આ બોધકથાને યોગીજી મહારાજ આ રીતે સમજાવતા:
એક પટેલ હતા. તેમને બે ભેંસો હતી. બે ભેંસો સાથે વિયાણી. એકને પાડો આવ્યો ને એકને પાડી આવી. પટલાણીએ પાડાને બે દી ભેંસને આંચળે ધાવવા દીધો. પછી તો રોજ મીઠું નાંખીને છાસ પિવરાવે પણ દૂધ ન પાય. પાડીને રોજ બે આંચળ ધવરાવે. પાડી તો પબેડા જેવી થઈ ગઈ – જામી ગઈ. છ મહિનામાં તો પાડાભાઈ ગળી ગયા.
એક દી શિયાળાનો વખત હતો. તડકો નીકળેલો. પાડાભાઈ વાડામાં બેઠા હતા. તેમના ઉપર માંખો બણબણતી હતી. ઉડાડવાની તાકાત નહોતી. ત્યાં કૂદકા મારતી પાડી આવી અને બોલી, “ઊઠો, ઊઠો, પાડાભાઈ. આપણે માંકોલિયા દાવ રમીએ.”
પાડાએ બેઠાં બેઠાં કહ્યું, “સાંભળ, જ્યારે મારો જનમ થયો ત્યારે મને એક-બે દી જ દૂધ પીવા દીધું છે. ને પછી તો પટલાણી છાસ ને મીઠું પાય છે. ને તને રોજ બે આંચળે ધવરાવે છે. એટલે મારામાં ઉઠાય એવી શક્તિ નથી. પણ તું કહેતી હોય તો આપણે બેઠાં બેઠાં કાન પટાપટી રમીએ.” પછી પાડી તો ફટાફટ કાન ફફડાવે પણ પાડાભાઈ તો મરતા મરતા ધીરે ધીરે કાન પટપટાવે. પણ પાડીની જેમ જોરથી કાન ન પટપટાવી શકે.
માટે જે ગુરુને સામા ધાવ્યા હોય તે મરતી મરતી કાન ન હલાવે. તે તો મહાકાળને ઉડાડી મેલે. ‘મરીને ક્યાં જાશું આ તો બધું ધાકડે ધાકડ હાલ્યું છે. આપણે એમાં ભળ્યા છીએ. પણ મોક્ષ થાય તેમ લાગતું નથી.’ આવી શંકા-કુશંકા જે ગુરુને સામો ધાવ્યો હોય તેના મનમાં ન રહે. ગુરુને સામો ધાવ્યો ન હોય તેને મોક્ષની પ્રતીતિ ન આવે.
[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજની બોધકથાઓ: ૩૧૫]
Serve the great Sadhu with this body. And if it is worn away by this, he will be happy. But do not serve halfheartedly, as described in ‘Maratī maratī kān halāve.’1
1. A Gujarati proverb meaning: Do not do things halfheartedly. The folk story behind this proverb has been told by Yogiji Maharaj.
There was once a Patel who had two buffaloes. They both gave birth to a calf at the same time. One buffalo had a female calf and the other had a male calf. The Patel’s wife let the male calf suckle milk from its mother for two days, then gave the calf buttermilk mixed with salt; but she would not let it drink milk from its mother. But she allowed the female calf to drink milk from its mother twice a day. The female calf grew in size and was vigorous; whereas, the male calf became frail in six months.
One cold day in winter, the sun came out. The male was sitting in the shed. Flies were settling all over the male. He had no strength to shoo the flies away. The female calf came jumping up and down and said, “Get up, pādābhāi. Let play a game of running and jumping.”
The male said, “Listen, when I was born, I was allowed to drink milk for a day or two. Then the Patel’s wife gave me buttermilk. And you have been suckling milk from your mother every day. I do not have the strength to get up. But if you want, we can play a game with our ears while sitting down.” Then, the female calf started to bat her ears quickly, while the male calf slowly batted his ears. He did not have the strength to move his ears as fast.
Those who have ‘suckled’ wisdom from their guru would not bat their ears halfheartedly; on the contrary, he would shoo away even mahākāl (the most devastating time). To think that: “Where will we go after we die? We are all caught in this unknown. It does not seem like we will be liberated.” Such thoughts would not be entertained by one who has gained wisdom from their guru. One who has not gained wisdom from a guru would have such doubts about their liberation.
[Yogiji Maharajni Bodh-Kathao: 315]
Moṭā Sādhu hoy tenī ā dehe karīne sevā karavī ne chakchūr karī de to rājī thaī jāy. Te chakchūr kare te paṇ ‘Maratī maratī kān halāve’ em nahī.
છેલ્લા પ્રકરણનું બીજું વચનામૃત વંચાવ્યું તેમાં ‘સત્સંગે કરીને વશ થાઉં છું’ એ વાત આવી, એટલે બોલ્યા જે, “સત્સંગ તે કિયો જે, એકાંતિક સાધુમાં હેત. તે સાધુ કેવા? તો ઉદ્ધવ જેવા, પ્રહ્લાદ જેવા. એવા સાધુની સેવા કરે તો ભગવાનની સેવા કર્યા બરોબર ફળ થાય ને દુવે૧ તો ભગવાનને દુવ્યા જેટલું પાપ લાગે,” એમ મર્મમાં વાત કરી.
૧. દુખવે.
Swami had Vachanamrut Gadhada III-2 read, in which the words “I am pleased by satsang” were read. So, Swami said, “What is satsang? Affection toward the Ekāntik Sadhu. What is that Sadhu like? Like Uddhav, like Prahlad. When one serves a sadhu of that caliber, one earns the same fruit as serving God; and if one hurts the sadhu, then that is a sin equivalent to hurting God.” Swami spoke implicitly.
Chhellā prakaraṇnu bīju Vachanāmṛut vanchāvyu temā ‘Satsange karīne vash thāu chhu’ e vāt āvī, eṭale bolyā je, “Satsang te kiyo je, Ekāntik Sādhumā het. Te sādhu kevā? To Uddhav jevā, Prahlād jevā. Evā sādhunī sevā kare to Bhagwānnī sevā karyā barobar faḷ thāy ne duve1 to Bhagwānne duvyā jeṭalu pāp lāge,” Em marmamā vāt karī.
1. Dukhave.
સંવત ૧૯૨૨ના પ્રથમ જ્યેષ્ઠ વદી છઠને દિવસ સ્વામી વરતાલથી પધાર્યા તે પછી વાત કરી જે, “સાધુ જેવો ક્યાંઈ માલ નથી. તે મહારાજે પણ ‘હરિગીતા’માં૧ માતાને સાધુ બતાવ્યા ને સમ પણ સાધુના ખાય છે ને ‘શિક્ષાપત્રી’માં પણ સાધુ બતાવ્યા. તે ગેરુથી લૂગડાં રંગ્યાં એમ સાધુ નહીં! એમ તો રામપરામાં બધાં માણસનાં રાતાં લૂગડાં છે તેણે શું થયું? એ તો જ્યારે ચોસઠ લક્ષણ૨ કહ્યાં છે એવો થાય ત્યારે સાધુ કહેવાય. એવા તો આ આપણને મળ્યા છે.”
૧. સત્સંગિજીવન ગ્રંથમાં પહેલા પ્રકરણના ૩૨ થી ૩૬ અધ્યાય. (પંચાધ્યાયી).
૨. સંતનાં ૬૪ લક્ષણ: ૧. દયાળુ, ૨. ક્ષમાવાળા, ૩. સર્વજીવનું હિત ઇચ્છનારા, ૪. ટાઢ, તડકો આદિક સહન કરનારા, પ. કોઈના પણ ગુણમાં દોષ નહીં જોનારા, ૬. શાંત, ૭. જેનો શત્રુ નથી થયો એવા, ૮. અદેખાઈ તથા વૈરથી રહિત, ૯. માન તથા મત્સરથી રહિત, ૧૦. બીજાને માન આપનારા, ૧૧. પ્રિય અને સત્ય બોલનારા, ૧૨. કામ, ક્રોધ, લોભ તથા મદથી રહિત, ૧૩. અહં-મમત્વરહિત, ૧૪. સ્વધર્મમાં દૃઢ રહેનારા, ૧૫. દંભરહિત, ૧૬. અંદર અને બહાર પવિત્ર રહેનારા, ૧૭. દેહ તથા ઇન્દ્રિયોને દમનારા, ૧૮. સરળ સ્વભાવવાળા, ૧૯. ઘટિત બોલનારા, ૨૦. જિતેન્દ્રિય તથા પ્રમાદ-રહિત, ૨૧. સુખદુઃખાદિદ્વંદ્વ-રહિત, ૨૨. ધીરજવાળા, ૨૩. કર્મેન્દ્રિયો તથા જ્ઞાનેન્દ્રિયોની ચપળતાથી રહિત, ૨૪. પદાર્થના સંગ્રહરહિત, ૨૫. બોધ કરવામાં નિપુણ, ૨૬. આત્મનિષ્ઠાવાળા, ૨૭. સર્વને ઉપકાર કરવાવાળા, ૨૮. કોઈ પણ પ્રકારના ભય રહિત, ૨૯. કોઈ પણ પ્રકારની આશારહિત, ૩૦. વ્યસનરહિત, ૩૧. શ્રદ્ધાવાળા, ૩૨. ઉદાર, ૩૩. તપસ્વી, ૩૪. પાપરહિત, ૩૫. ગ્રામ્યકથા ને વાર્તા નહીં સાંભળનારા, ૩૬. સત્શાસ્ત્રના નિરંતર અભ્યાસવાળા, ૩૭. માયિક પંચવિષય-રહિત, ૩૮. આસ્તિક બુદ્ધિવાળા, ૩૯. સત્-અસતના વિવેકવાળા, ૪૦. મદ્ય-માંસાદિકના સંસર્ગે રહિત, ૪૧. દૃઢ-વ્રતવાળા, ૪૨. કોઈની ચાડી-ચુગલી નહીં કરનારા, ૪૩. કપટરહિત, ૪૪. કોઈની છાની વાતને પ્રકટ નહીં કરનારા, ૪૫. નિદ્રાજિત, ૪૬. આહારજિત, ૪૭. સંતોષવાળા, ૪૮. સ્થિર બુદ્ધિવાળા, ૪૯. હિંસારહિત વૃત્તિવાળા, ૫૦. તૃષ્ણારહિત. ૫૧. સુખ-દુઃખમાં સમભાવવાળા, ૫૨. અકાર્ય કરવામાં લાજવાળા, ૫૩. પોતાનાં વખાણ નહીં કરનારા, ૫૪. બીજાની નિંદા નહીં કરનારા, ૫૫. યથાર્થ બ્રહ્મચર્ય પાળનારા, ૫૬. યમ તથા નિયમવાળા, ૫૭. આસનજિત, ૫૮. પ્રાણજિત, ૫૯. ભગવાનના દૃઢ આશ્રયવાળા, ૬૦. ભગવદ્ભક્તિ-પરાયણ, ૬૧. ભગવાન અર્થે જ સર્વ ક્રિયા કરનારા, ૬૨. ભગવાનની મૂર્તિમાં ધ્યાન-પરાયણ રહેનારા, ૬૩. ભગવાનની લીલાકથાનું શ્રવણ-કીર્તન કરનારા, ૬૪. ભગવાનની ભક્તિ વિના એક પણ ક્ષણ વ્યર્થ નહીં જવા દેનારા. [સત્સંગિજીવન (હરિગીતા) ૧: ૨૫-૩૭] (સ્વામીની વાત: ૧/૧૭૧ની પાદટીપ)
On Jeth vad 6 of Samvat 1922 (4 July 1866), Swami arrived from Vartal. After this he said, “There is nothing as valuable as the God-realized Sadhu. And in the Harigita, Maharaj has shown the mother-like sadhu as the means to liberation and he (Maharaj) even takes oaths on the sadhus. Even in the Shikshapatri, he has highlighted the God-realized Sadhu, not the sadhu who has merely coloured his clothes with ochre dust.1 In fact, in Rampara village all the people have saffron clothes.2 What does that mean? Nothing. When one develops the 64 virtues described, then one is called a sadhu.3 We have met one like that.”
1. Refers to the reddish ground powder used to colour the clothes of renunciants.
2. The soil in this village is red. So, the residents’ clothes become stained with the reddish dust.
3. The Harigita comprises of sections 32-36 in chapter 1 of the Satsangijivan by Shatanand Muni. In it the 64 qualities of the Sadhu have been described.
Samvat 1922nā Pratham Jyeṣhṭh Vadī Chhaṭhne divas Swāmī Vartālthī padhāryā te pachhī vāt karī je, “Sādhu jevo kyāī māl nathī. Te Mahārāje paṇ ‘Harigītā’mā1 mātāne Sādhu batāvyā ne sam paṇ Sādhunā khāy chhe ne ‘Shikṣhāpatrī’mā paṇ Sādhu batāvyā. Te geruthī lūgaḍā rangyā em sādhu nahī! Em to Rāmparāmā badhā māṇasnā rātā lūgaḍā chhe teṇe shu thayu? E to jyāre chosaṭh lakṣhaṇ2 kahyā chhe evo thāy tyāre sādhu kahevāy. Evā to ā āpaṇne maḷyā chhe.”
1. Satsangijīvan granthmā pahelā prakaraṇnā 32 thī 36 adhyāy. (Panchādhyāyī).
2. Santnā 64 lakṣhaṇ: 1. Dayāḷu, 2. Kṣhamāvāḷā, 3. Sarvajīvnu hit ichchhanārā, 4. Ṭāḍh, taḍako ādik sahan karanārā, 5. Koīnā paṇ guṇmā doṣh nahī jonārā, 6. Shānt, 7. Jeno shatru nathī thayo evā, 8. Adekhāī tathā vairthī rahit, 9. Mān tathā matsarthī rahit, 10. Bījāne mān āpanārā, 11. Priya ane satya bolnārā, 12. Kām, krodh, lobh tathā madthī rahit, 13. Aham-mamatva-rahit, 14. Svadharmamā draḍh rahenārā, 15. Dambha-rahit, 16. Andar ane bahār pavitra rahenārā, 17. Deh tathā indriyone damnārā, 18. Saraḷ swabhāvavāḷā, 19. Ghaṭit bolnārā, 20. Jitendriya tathā pramād-rahit, 21. Sukh-dukhādi-dvandva-rahit, 22. Dhīrajvāḷā, 23. Karmendriyo tathā gnānendriyonī chapaḷtāthī rahit, 24. Padārthnā sangrah-rahit, 25. Bodh karavāmā nipuṇ, 26. Ātmaniṣhṭhāvāḷā, 27. Sarvane upakār karavāvāḷā, 28. Koī paṇ prakārnā bhay rahit, 29. Koī paṇ prakārnī āshārahit, 30. Vyasan-rahit, 31. Shraddhāvāḷā, 32. Udār, 33. Tapasvī, 34. Pāparahit, 35. Grāmyakathā ne vārtā nahī sāmbhaḷnārā, 36. Satshāstranā nirantar abhyāsvāḷā, 37. Māyik panchaviṣhay-rahit, 38. Āstik buddhivāḷā, 39. Sat-asatnā vivekvāḷā, 40. Madya-mānsādiknā sansarge rahit, 41. Draḍh-vratvāḷā, 42. Koīnī chāḍī-chugalī nahī karanārā, 43. Kapaṭ-rahit, 44. Koīnī chhānī vātne prakaṭ nahī karanārā, 45. Nidrājit, 46. āhārjit, 47. Santoṣhvāḷā, 48. Sthir buddhivāḷā, 49. Hinsārahit vṛuttivāḷā, 50. Tṛuṣhṇārahit. 51. Sukh-dukhmā sambhāvavāḷā, 52. Akārya karavāmā lājvāḷā, 53. Potānā vakhāṇ nahī karanārā, 54. Bījānī nindā nahī karanārā, 55. Yathārth brahmacharya pāḷnārā, 56. Yam tathā niyamvāḷā, 57. Āsanjit, 58. Prāṇajit, 59. Bhagwānnā draḍh āshrayvāḷā, 60. Bhagwadbhakti-parāyaṇ, 61. Bhagwān arthe ja sarva kriyā karanārā, 62. Bhagwānnī mūrtimā dhyān-parāyaṇ rahenārā, 63. Bhagwānnī līlākathānu shravaṇ-kīrtan karanārā, 64. Bhagwānnī bhakti vinā ek paṇ kṣhaṇ vyartha nahī javā denārā. [Satsangijīvan (Harigītā) 1: 25-37] (Swāmīnī vāt: 1/171nī pādaṭīpa)
અમે તો લખ્યું છે કે બાર મહિને એક મહિનો સાધુનો જોગ કરવો, તે વિના કસર નહીં મટે. ને, ભાઈ! રૂપિયા તો મળશે, પણ આ વાતું ક્યાં મળશે? તે માટે વાતું સાંભળી લેવી. કો’ક કહેશે ખરચીએ, વારંવાર વાવરીએ, તો પણ શું? એક રાળ ખરચે તો ચાર હજાર દઈએ, પણ આ જ્ઞાન સાંભળ્યા વિના કસર ન મટે, પણ કોઈ રહે નહીં. અરે, ભાઈ! કોઈ રે’તા હો ને તમારે રળ્યામાં ખોટ આવતી હોય તો એક મહિનો તો ધર્મવરામાંથી૧ કાપી લેજો. અરે, જો રહો તો અમે આંહીંથી દસ રૂપિયાનો મહિનો દઈએ, હવે ઠીક; કેટલાક રહેશો? સુધા તો ચારસેં જણ રે’શો તો પણ રૂપિયા તો ખૂટનારા નથી, પણ જ્ઞાન કેટલું થાશે! અરે, તમને જણાતું નથી પણ સોનાની મેડી હોય તો બાળીને આ વાતું સાંભળીએ. પછી આ વાતું દુર્લભ છે. ને દશોંદ૨ તો મહારાજે પણ કહી છે. ન માનો તો અમે કહી છૂટીએ છીએ. લાખ રૂપિયા ખરચે તેથી મુને તો આ મંદિરના રોટલા ખાઈને વાતું સાંભળે એ અધિક જણાય છે. આ વાતું ક્યાંથી મળે? જે મરીને પામવા હતા તે તો જીવતે જ સાધુ ને ભગવાન મળ્યા છે.
૧. ધર્માદામાંથી.
૨. આવકનો દશમો ભાગ મંદિરમાં આપવાની શિક્ષાપત્રીની આજ્ઞા. અહીં સ્વામી આવરદાનો પણ દશમો ભાગ કાઢવાની વાત કરે છે.
I have written that out of twelve months, one month should be spent in the company of the Sadhu. Without this, deficiencies will not be overcome. One earns money but where will one get these spiritual talks? So, listen to these talks. Some say that they spend repeatedly for religious causes. So what? If one rupee is spent for Satsang then we’ll give four thousand, but without listening to this spiritual wisdom, deficiencies will not be cured. But nobody stays here. If someone is prepared to stay and is short of money, then do not give donations to the mandir for one month. In fact, if you stay here, I will give you ten rupees a month. Now, how many will stay? Even if four hundred people stay, money will not run out. But you will get much knowledge. In fact, you do not realize it, but if there is a house of gold, it is worth burning it to ashes to listen to these spiritual talks. Since afterwards, these talks will be rare. And Maharaj has talked about donating ten percent of one’s income. If you do not believe this, I will state it and leave it at that. Even if someone donates a hundred thousand rupees, still to me, one who eats this mandir’s food and listens to these talks is greater. Where will one get these talks from? That which we were to attain after death – that Sadhu and God – we have attained in this very life.
Ame to lakhyu chhe ke bār mahine ek mahino Sādhuno jog karavo, te vinā kasar nahī maṭe. Ne, bhāī! Rūpiyā to maḷashe, paṇ ā vātu kyā maḷashe? Te māṭe vātu sāmbhaḷī levī. Ko’k kaheshe kharachīe, vāramvār vāvarīe, to paṇ shu? Ek rāḷ kharache to chār hajār daīe, paṇ ā gnān sāmbhaḷyā vinā kasar na maṭe, paṇ koī rahe nahī. Are, bhāī! Koī re'tā ho ne tamāre raḷyāmā khoṭ āvatī hoy to ek mahino to dharmavarāmāthī1 kāpī lejo. Are, jo raho to ame āhīthī das rūpiyāno mahino daīe, have ṭhīk; keṭlāk rahesho? Sudhā to chārse jaṇ re’sho to paṇ rūpiyā to khūṭnārā nathī, paṇ gnān keṭalu thāshe! Are, tamane jaṇātu nathī paṇ sonānī meḍī hoy to bāḷīne ā vātu sāmbhaḷīe. Pachhī ā vātu durlabh chhe. Ne dashond2 to Mahārāje paṇ kahī chhe. Na māno to ame kahī chhūṭīe chhīe. Lākh rūpiyā kharache tethī mune to ā mandirnā roṭalā khāīne vātu sāmbhaḷe e adhik jaṇāy chhe. Ā vātu kyāthī maḷe? Je marīne pāmavā hatā te to jīvate ja Sādhu ne Bhagwān maḷyā chhe.
1. Dharmādāmāthī.
2. Āvakno dashmo bhāg mandirmā āpavānī Shikṣhāpatrīnī āgnā. Ahī Swāmī āvardāno paṇ dashmo bhāg kāḍhavānī vāt kare chhe.
અમે નાના હતા ત્યારે છેંતાળીસની સાલમાં હિમ બહુ પડ્યું; તે ગોળામાં પાણી લેવા જાય ત્યાં માંહી પાણી ઠરી ગયેલ! એવું પડેલ. તે માણસ વાત કહેતાં જે, “ચીર બાળીને તાપીને દેહ રાખ્યો.” તેમ સોનાનાં ખોરડાં બાળીને આ વાતું સાંભળવી.
When I was young, in the Vikram Samvat year of 1846 (1790 CE), it was very cold. When I went to get water from the waterpot, the water was frozen. It was so cold that people said, “Preserve the body by burning silk clothes for heat.” Similarly, burn houses of gold and listen to these talks (to attain moksha).
Ame nānā hatā tyāre Chhentāḷīsnī Sālmā him bahu paḍyu; te goḷāmā pāṇī levā jāy tyā māhī pāṇī ṭharī gayel! Evu paḍel. Te māṇas vāt kahetā je, “Chīr bāḷīne tāpīne deh rākhyo.” Tem sonānā khoraḍā bāḷīne ā vātu sāmbhaḷavī.
જુઓને! શાસ્ત્રમાં પણ કહ્યું છે જે, અંબરીષ, નહુષ,૧ ભરતજી ને ચિત્રકેતુ એમણે ભગવાનને ભજવાને સારુ ચક્રવર્તી રાજ ને સૌનો ત્યાગ કર્યો. ખપવાળાની વાત એમ છે. બાજરો મળે તો તો પ્રભુ ભજવા ને ધીરે ધીરે વે’વાર છે તે ગૌણ કરી દેવો ને ભગવાન મુખ્ય કરી દેવા. આ તો વે’વાર પ્રધાન થઈ ગયો છે તે પ્રભુ શું સાંભરે?
૧. એક રાજા. ચ્યવન ઋષિને માછીમારોના હાથમાંથી છોડાવનાર નહુષને ઋષિએ વરદાન આપેલું કે, “તું જેની સામે જોઈશ તેનું તેજ હરાઈ જશે.” એક વાર ઇન્દ્ર સામું જોયું કે ઇન્દ્રપદ તેને મળ્યું. ઇન્દ્રાણીનો સંગ કરવા તેણે પ્રયત્ન કર્યો. ઇન્દ્રાણીએ કહેવરાવ્યું કે, “સપ્તઋષિ તમારી પાલખી ઉપાડે તે રીતે આવો.” નહુષે સાતે ઋષિનું તેજ હણી લીધું. પણ અગત્સ્યની જટામાં રહેલા ભૃગુ ઉપર દૃષ્ટિ નહીં પડતાં ભૃગુનું તેજ હણાયું નહીં. તેથી તેમણે શાપ આપ્યો, “તું સર્પ થા.” દસ હજાર વર્ષ સુધી સર્પના દેહમાં રહ્યો. યુધિષ્ઠિરે મુક્ત કર્યો. પછી પોતાના સાતે પુત્રોને રાજ સોંપી ભગવાન ભજવા નીકળી ગયો. યતિ, યયાતિ, સંયાતિ, રક્ષાયતિ, અશ્વક, વિયાતિ ને મેવજાતિ - સાત પુત્રો.
It is also written in the scripture, “Ambrish, Nahush,1 Bharatji and Chitraketu all renounced their kingdoms and everything else to worship God. The story of determined devotees is like that. If one gets food one should worship God, slowly reduce one’s worldly business and make God the main focus of attention. But, how will one who has kept worldly tasks at the forefront remember God?”
1. Nahush – a king who saved Chyavan Rishi from the hands of fishermen. The rishi blessed the king, “The luster (i.e. power) of whoever you look at face-to-face will diminish.” Once, the king looked at Indra and attained his throne. He tried to seduce Indra’s queen but she sent a message, “Come with the seven great rishis lifting your palanquin.” So, Nahush went to the seven rishis and diminished their luster. But, Bhrugu, who was residing in Agastya’s matted hair, remained unseen and therefore unaffected. So Bhrugu cursed Nahush to become a snake. Hence, Nahush lived as a snake for 10,000 years and was freed from the curse by Yudhishthir. Then, Nahush passed on his kingdom to his seven sons and left to worship God. His seven sons were: Yati, Yayati, Samyati, Rakshayati, Ashvak, Viyati and Mevjati.
Juone! Shāstramā paṇ kahyu chhe je, Ambarīṣh, Nahuṣh,1 Bharatjī ne Chitraketu emaṇe Bhagwānne bhajavāne sāru chakravartī rāj ne sauno tyāg karyo. Khapvāḷānī vāt em chhe. Bājro maḷe to to Prabhu bhajavā ne dhīre dhīre ve’vār chhe te gauṇ karī devo ne Bhagwān mukhya karī devā. Ā to ve’vār pradhān thaī gayo chhe te Prabhu shu sāmbhare?
1. Ek rājā. Chyavan Hruṣhine māchhīmāronā hāthmāthī chhoḍāvnār Nahuṣhne Hruṣhie varadān āpelu ke, “Tu jenī sāme joīsh tenu tej harāī jashe.” Ek vār Indra sāmu joyu ke Indrapad tene maḷyu. Indrāṇīno sang karavā teṇe prayatna karyo. Indrāṇīe kahevarāvyu ke, “Saptahruṣhi tamārī pālakhī upāḍe te rīte āvo.” Nahuṣhe sāte hruṣhinu tej haṇī līdhu. Paṇ Agatsyanī jaṭāmā rahelā Bhṛugu upar draṣhṭi nahī paḍatā Bhṛugunu tej haṇāyu nahī. Tethī temaṇe shāp āpyo, “Tu sarp thā.” Das hajār varṣh sudhī sarpnā dehmā rahyo. Yudhiṣhṭhire mukta karyo. Pachhī potānā sāte putrone rāj sopī Bhagwān bhajavā nīkaḷī gayo. Yati, Yayāti, Sanyāti, Rakṣhāyati, Ashvak, Viyāti ne Mevajāti - sāt putro.
છેલ્લા પ્રકરણના ત્રીસના વચનામૃતમાં કહ્યું છે જે, “આ ક્ષણમાં ને આ પળમાં મરી જવાશે, એમ અમારે નિરંતર અનુસંધાન રહે છે.” એ વંચાવીને સ્વામી કહે જે, “એને શું કરવું છે? એ તો પોતાનું મિષ લઈને આપણને શીખવે છે, પણ કેટલાક તો જાણે છે જે, ભાઈ! એ તો વાત મહારાજની.” પછી એક જણે કહ્યું જે, “મહારાજને શું કરવું છે? એટલું લઈએ તો લેવાય જે, સર્વના અંતરમાં રહીને જોઉં છું.” તે પણ સ્વામી કહે, “મોટા સાધુ પણ અંતરનું જાણે છે, તો કેટલાકને કહી પણ દીધું છે; ને વળી કહે છે. પણ વિશ્વાસ હોય તેને આ બધી વાતું મનાય ને બીજા તો કહેશે, માન વધારવા સારુ કહે છે.”
In Vachanamrut Gadhada III-30, it is written: “I am going to die at this second, at this very moment. Such awareness remains constantly.” Swami had this read and said, “Why would [Maharaj] need this awareness? Actually, he uses himself as an example to teach us. Yet, some believe these words apply to Maharaj.” Then, someone said, “What does Maharaj want to do? Even we think upon that, then we can say he sees and knows our hearts.” Swami said, “The great Sadhu also sees and knows everyone’s heart. And he has told some and still tells some. Only those who trust the Sadhu will believe this, while others will says that Swami is speaking to increase his own ego.”
Chhellā Prakaraṇnā Trīsnā Vachanāmṛutmā kahyu chhe je, “Ā kṣhaṇmā ne ā paḷmā marī javāshe, em amāre nirantar anusandhān rahe chhe.” E vanchāvīne Swāmī kahe je, “Ene shu karavu chhe? E to potānu miṣh laīne āpaṇne shīkhave chhe, paṇ keṭlāk to jāṇe chhe je, bhāī! E to vāt Mahārājnī.” Pachhī ek jaṇe kahyu je, “Mahārājne shu karavu chhe? Eṭalu laīe to levāy je, sarvanā antarmā rahīne jou chhu.” Te paṇ Swāmī kahe, “Moṭā Sādhu paṇ antarnu jāṇe chhe, to keṭlākne kahī paṇ dīdhu chhe; ne vaḷī kahe chhe. Paṇ vishvās hoy tene ā badhī vātu manāy ne bījā to kaheshe, mān vadhārvā sāru kahe chhe.”
આ પંચવિષયરૂપી અઘાસુરે જીવને ગળી લીધા છે. મહારાજ કહે, “જો બધાય પ્રભુ ભજે તો બપોરે મોતૈયાનો વરસાદ વરસાવીએ. તે જે દી કહે તે દી ગોળના, ખાંડના જે કહે તે વરસાવીએ, પણ જીવ માળા લઈ બેસી શકે નહીં.”
Aghāsur in the form of the material pleasures has consumed this jiva. Maharaj says, “If everyone worships God, then I will make it rain delicious sweets at lunch time. And whenever they say, on that day, I will make it rain with sweets made of sugar, molasses or whatever they say. But the jiva is unable to sit with a rosary.” H
Ā panch-viṣhayrūpī Aghāsure jīvne gaḷī līdhā chhe. Mahārāj kahe, “Jo badhāy Prabhu bhaje to bapore motaiyāno varsād varasāvīe. Te je dī kahe te dī goḷnā, khānḍnā je kahe te varasāvīe; paṇ jīv māḷā laī besī shake nahī.”
પછી વળી એક વાત કરી જે, “એક વાર અમે ધોરાજીને પાદર બેઠેલ. ત્યાં ખાતરના ઢગલા પડેલ. પછી એક ખૂંટિયો હતો તે ધોડી ધોડીને માંહી માથું ખોસીને બે-એક સૂંડલા જેટલી ધૂડ્ય પોતાને માથે નાખે, એમ જીવ-પ્રાણીમાત્ર ધૂડ્ય ચૂંથ્યા વિના રહી શકતા નથી.”
Then, Swami said, “Once, I was seated on the outskirts of Dhorāji town and piles of manure were lying around. Then, there came a bull which ran and stuck its head in the manure and threw one or two baskets of dirt on its own head. In a like manner, no jiva can remain without foraging in dirt in the form of material pleasures.”
Pachhī vaḷī ek vāt karī je, “Ek vār ame Dhorājīne pādar beṭhel. Tyā khātarnā ḍhagalā paḍel. Pachhī ek khūnṭiyo hato te dhoḍī dhoḍīne māhī māthu khosīne be-ek sūnḍalā jeṭalī dhūḍya potāne māthe nākhe, em jīv-prāṇīmātra dhūḍya chūnthyā vinā rahī shakatā nathī.”
સાધુ થાવું એટલે થઈ રહ્યું. તે થયો એટલે ભગવાનના ખોળામાં બેઠો. તે કહ્યું છે જે, સાધવો હૃદયં મમ।૧ ભગવાનને રહેવાનું ઠેકાણું સાધુ, આ તો હળદરનો ગાંઠિયો એક આવ્યો એટલે ગાંધી થઈ બેઠા તેણે શું?
૧. “સાધુ મારું હૃદય છે અને હું સાધુનું હૃદય છું. તેઓ મારા વિના બીજું કાંઈ જાણતા નથી અને હું પણ તેઓ સિવાય બીજું કંઈ જાણતો નથી.” (ભાગવત: ૯/૪/૬૮)
To become a sadhu is the ultimate. If one becomes a sadhu, then one is seated in the lap of God. It is said, “Sādhavo hrudayam mama.”1 God always remains in the Sadhu. How can one who has only a piece of turmeric call himself a grocer?2
1. True sadhus are my heart. - Shrimad Bhagvat 9/4/38
2. A person with only a single piece of turmeric can’t be called a grocer. Similarly, one with only a virtue or two cannot be called a Sadhu.
Sādhu thāvu eṭale thaī rahyu. Te thayo eṭale Bhagwānnā khoḷāmā beṭho. Te kahyu chhe je, Sādhavo hṛudayam mam.1 Bhagwānne rahevānu ṭhekāṇu Sādhu, ā to haḷdarno gānṭhiyo ek āvyo eṭale gāndhī thaī beṭhā teṇe shu?
1. “Sādhu māru hṛuday chhe ane hu sādhunu hṛuday chhu. Teo mārā vinā bīju kāī jāṇatā nathī ane hu paṇ teo sivāy bīju kaī jāṇato nathī.” (Bhāgwat: 9/4/68)