TEXT OPTIONS
AUDIO OPTIONS
Show audio player
Auto play audio
Auto advance audio
Auto scroll to audio
Auto advance to next page
॥ સ્વામીની વાતો ॥
પ્રકરણ: ૬
વાત: ૨૩૧ થી ૨૪૦
વડોદરામાં દીવાનજી હાર્યે એટલું વેર૧ ને તેના મનમાં એમ જે, જો કાંઈક સ્વામિનારાયણ વાંકમાં આવે તો એને લાજહીણ કરીએ. તે સારુ તો ત્યાં આવ્યા હતા. પછી સભા થઈ ત્યારે બોલ્યા જે, “તમે તો કાઠીનું ખાઓ છો, માટે વટલ્યા તે ઠીક નહીં.” પછી મહારાજ કહે, “અમે એ નથી કર્યું. નીકર પણ અમે તો યજ્ઞાદિકે કરીને પણ શુદ્ધ થાશું, પણ તું તો બ્રહ્મબીજ જ નથી તો શું યજ્ઞાદિકે કરીને પણ બ્રાહ્મણ થવાશે.” એમ શિયાજી૨ મહારાજ પગ દાબે ને ના કહે તો પણ કહ્યું.
૧. આ. સં. ૧૮૮૨, વડોદરા. શ્રીજીમહારાજને કાર્તિક વદ ત્રીજના દિવસે સયાજીરાવ ગાયકવાડે વડોદરા શહેરમાં પધરાવ્યા. શ્રીજીમહારાજની ભવ્ય શોભાયાત્રા આખા નગરમાં કાઢી અને રાજમહેલમાં પધરાવ્યા. રાજ્યના દીવાન વિઠ્ઠલરાવ દેવાજી બાબાજીને જ્યારથી તેમની નિમણૂક કાઠિયાવાડના સૂબા તરીકે થઈ હતી ત્યારથી તેને શ્રીજીમહારાજ પ્રત્યે દ્વેષ હતો. શ્રીજીમહારાજને ન મળવું તેવો તેણે નિશ્ચય કર્યો હતો પણ શ્રીજીમહારાજે સરકારને કહી તેને રાજમહેલમાં બોલાવ્યો. ને સભા વચ્ચે કેમ તેઓ મળવા ન આવી શક્યા તેવી વાત પણ જાહેરમાં પૂછી. આમ, પ્રથમ મુલાકાતે તેનો પરાભવ થયો આથી તે ઉશ્કેરાયો.
છેલ્લે દિવસે શ્રીજીમહારાજને ફરી વાર સરકારે રાજમહેલમાં પધરાવ્યા. ત્યારે દીવાનજી હાજર નહોતા એટલે છેલ્લી શીખ આપવાના હેતુથી મહારાજે તેઓને બોલાવ્યા. મહારાજને ખબર હતી કે દીવાનજી શ્રીજીમહારાજને બ્રાહ્મણ તરીકે સ્વીકારતો ન હતો. તેથી તેને કહે, “તમે તો અમારા સંબંધી ગમે તેવી વાતો ફેલાવતા હશો, પરંતુ અમે સામવેદી બ્રાહ્મણ છીએ. કોઈ બ્રાહ્મણ દેહ પામી ક્રિયાભ્રષ્ટ કે ધર્મભ્રષ્ટ થયો હોય, પરંતુ તે પ્રાયશ્ચિત્ત કરીને શુદ્ધ થઈ જાય છે. પરંતુ જે બ્રહ્મબીજ જ નથી તે તો લાખ અશ્વમેધ યજ્ઞો કરે તો પણ બ્રાહ્મણ બની શકતો નથી.” આ સાંભળી સરકાર સ્તબ્ધ થઈ ગયા. નિત્યાનંદ સ્વામી પરિસ્થિતિ પામી અને જીવને ક્ષમા કરો તેવી પ્રાર્થના કરી. આથી, શ્રીજીમહારાજ શાંત થયા. હજુ પણ શ્રીજીમહારાજને પકડવા તેણે દાવ રચ્યો પણ રાત્રે ખૂબ વરસાદ વરસ્યો. કોઈ ઘરની બહાર ના નીકળી શકે તેવી પરિસ્થિતિ સર્જાઈ. તેથી આ વખતે પણ દીવાનજી નિષ્ફળ રહ્યા.
બીજે દિવસે શ્રીજીમહારાજ વિદાય લેવાના હતા ત્યારે શ્રીજીમહારાજે નાજા જોગિયાને કહેલું કે હાથી ઝૂકે કે તરત જ માણકી તૈયાર રાખજો અને એવું જ થયું. શ્રીજીમહારાજને હાથી ઉપર વડોદરાથી વિદાય થઈને છાણી આવ્યું. હાથી ઝૂક્યો કે તરત છલાંગ મારી શ્રીજીમહારાજ માણકી ઉપર બેઠા ને માણકી વાયુ વેગે ઊપડી. આ બાજુ ચાર સરદારો જેવો હાથી ઝૂક્યો ત્યાં હાથી પાસે મહારાજને પકડવા આવ્યા પણ મહારાજ તો નીકળી ગયા હતા. આમ, દીવાન કોઈ રીતે શ્રીજીમહારાજનો પરાભવ કરી શક્યો નહીં.
[ભગવાન સ્વામિનારાયણ: ૫/૧૪૧-૧૬૬]
૨. સયાજીરાવ.
The minister of Vadodara has a deep-seated animosity toward Shriji Maharaj.1 He thought to himself: If Swaminarayan is faulted in any way, then I will defame him. So, he came for that reason. And when the assembly took place, he said, “You eat the kāthis’ food. Therefore, you are defiled.” Maharaj said, “We have not. Even if so, we will become pure by performing yagnas. But you are not of a brāhmin family, so how will you become pure?” Meanwhile, Shiyaji Maharaj (Sayajirav Gayekwad) said not to speak, and yet he spoke.
1. Samvat 1882, Vadodara. Sayajirav Gayekwad welcomed Shriji Maharaj to Vadodara on Kartik sud 3 with a grand procession in the city, ending in the palace. Ever since the minister Viththalrav Devaji Babaji was appointed as the Suba of Kathiyawad, he bore enmity toward Shriji Maharaj. He was determined not to meet Shriji Maharaj. However, Maharaj asked Sarkar (Sayajirav Gayekwad) to call him to the court, so the minister had to appear. On their first meeting, Maharaj openly asked him why he had not come to see him. The minister felt abashed and was provoked having to provide an answer for his absence.
On the last day, Sarkar welcomed Maharaj to his palace again. The minister was not present again, so Maharaj called him again to give his final teaching. Maharaj knew that the minister did not accept him as a brāhmin. So, Maharaj said, “You spread lies about me. However, I am a Samvedi brāhmin. If a brāhmin is defiled, he can become pure again by atonement. However, one who is not born in a brāhmin family will never become a brāhmin, no matter how many Ashwamedh yagnas he may perform.” The Sarkar was stunned hearing Maharaj’s words. Nityanand Swami also understood the gravity of the situation and prayed to Maharaj to forgive his jiva. Maharaj calmed down.
Nevertheless, the minister never stopped plotting to capture Maharaj, as he plotted to capture Maharaj that very night. However, it rained heavily and no one could leave their house. The minister failed to capture Maharaj while he was in Vadodara.
The next day, Maharaj was departing Vadodara. Maharaj told Naja Jogiya that as soon as the elephant halts, have Manki ready. Maharaj departed Vadodara on an elephant and arrived in Chhani. The elephant halted. Maharaj quickly dismounted the elephant and mounted Manki and rode away like the wind. Meanwhile, four men came to seize Maharaj where the elephant halted, but Maharaj had already left. The minister was never able to capture Maharaj.
[Bhagwan Swaminarayan: 5/141-166]
Vaḍodarāmā Dīvānjī hārye eṭalu ver ne tenā manmā em je, jo kāīk Swāminārāyaṇ vākmā āve to ene lājhīṇ karīe. Te sāru to tyā āvyā hatā. Pachhī sabhā thaī tyāre bolyā je, “Tame to Kāṭhīnu khāo chho, māṭe vaṭalyā te ṭhīk nahī.” Pachhī Mahārāj kahe, “Ame e nathī karyu. Nīkar paṇ ame to yagnādike karīne paṇ shuddha thāshu, paṇ tu to brahmabīj ja nathī to shu yagnādike karīne paṇ brāhmaṇ thavāshe.” Em Shiyājī1 Mahārāj pag dābe ne nā kahe to paṇ kahyu.
2. Sayājīrāv.
ભુજમાં સુંદરજી સુથારને કહે, “અમને સંતાડી મૂકો નીકર તમને દુઃખ થાશે.” એમ કહીને સંતાઈ રહ્યા ને જ્યારે ફોજ એના ઘર ઉપર આવી અને તોપું માંડીને પૂછ્યું જે, “આંહીં સ્વામિનારાયણ છે?” તો કે, “ના.” ત્યાં તો મહારાજ બાર્ય નીકળ્યા. જુઓ, હવે ત્યારે એ તે શું ભગવાન નો’તા જાણતા જે એમ કહ્યું? પણ પછી તો ઓલ્યાને લાખું માણસ દેખાઈ ગયાં એટલે ફોજ પાછી ભાગી ગઈ. ત્યારે જુઓ, ઓલ્યું મનુષ્યચરિત્ર જે સંતાઈ ગયા અને પાછા દેખાણા ને ભય દેખાડ્યો એ દિવ્યચરિત્ર એમ છે. જો ધીરજ રાખીએ તો, જો જ્ઞાન હોય તો ડગી ન જાય; નીકર ડગી જાય.
In Bhuj, Maharaj said to Sundarji Suthar, “Hide me, otherwise you will suffer misery.” Saying this, he remained hidden, so when the army came to the house to capture him, directed the canon and asked, “Is Swaminarayan here?” Sundarji said, “No.” And then Maharaj came out and declared, “Yes, I am here!” See now, did God not know what he had said? Then, the attacker (the minister of Bhuj, Jagjivan Mehta) saw hundreds of thousands of people. So he and his army ran away. Thus, his hiding was a human action, and his reappearance and frightening the army were divine actions. It is like that. If one keeps patience and has spiritual knowledge then one does not waver. Otherwise one falters.
Bhujmā Sundarjī Suthārne kahe, “Amane santāḍī mūko nīkar tamane dukh thāshe.” Em kahīne santāī rahyā ne jyāre foj enā ghar upar āvī ane topu mānḍīne pūchhyu je, “Āhī Swāminārāyaṇ chhe?” To ke, “Nā.” Tyā to Mahārāj bārya nīkaḷyā. Juo, have tyāre e te shu Bhagwān no’tā jāṇatā je em kahyu? Paṇ pachhī to olyāne lākhu māṇas dekhāī gayā eṭale foj pāchhī bhāgī gaī. Tyāre juo, olyu manuṣhya-charitra je santāī gayā ane pāchhā dekhāṇā ne bhay dekhāḍyo e divya-charitra em chhe. Jo dhīraj rākhīe to, jo gnān hoy to ḍagī na jāy; nīkar ḍagī jāy.
એક સાધુ રાઘવાનંદ તે પણ ભાગવત તાડપત્રમાં લખેલ વાંચતાં આંખ્યમાંથી આંસુ પડતાં ને માહાત્મ્ય પણ બહુ જાણતો, પણ મહારાજે એક ચોંટિયો લીધો એટલે વિમુખ થઈને ભાગી ગયો. જુઓ, ત્યારે એને કોઈ વાર એક ચીપટી નહીં આવી હોય? ને માવતરે ચિંટોણીઓ નહીં ભર્યો હોય? પણ જ્ઞાન નહીં તેણે એમ થયું. માટે દિવ્યને વિષે તો સંશય ન જ થાય પણ મનુષ્ય ચરિત્ર જે સગુણ ચરિત્ર તેને વિષે પણ દિવ્યભાવ જણાય ત્યારે ખરો ભક્ત કહેવાય. કાં જે, એ તો કર્તુમકર્તું ને અન્યથાકર્તું છે. એને ઉપર વળી શંકા શી? આમ સમજે ત્યારે ચોખી સ્વરૂપનિષ્ઠા કહેવાય, ને બીજી કસર હોય તો ટળે પણ આ ખામી ભાંગે નહીં. તે મધ્યના તેરના વચનામૃતમાં કહ્યું છે તેમ સમજે ત્યારે છૂટકો છે ને બીજું તો હાથ-પગ કહેવાય ને આ તો માથું કહેવાય. માટે આ કહ્યું તેમ સમજવું. તે સારુ એવી રુચિવાળા ગુરુ કરવા ને એવાં જ શાસ્ત્ર વાંચવા, એમ કરીને સિદ્ધ કરવું.
In the divine actions of God, there is no doubt. But if even the human actions of God are known as divine, then only is one considered to be a true devotee. Since, God is the doer, non-doer and doer of otherwise impossible actions. So, what is there to doubt about him? When one understands this, it is pure knowledge of his real form. And if there are other deficiencies, they can be overcome, but this deficiency cannot be overcome. If one understands the form of God as described in Vachanamrut Gadhada II-13, then only does one attain liberation. The other means of liberation are like hands and legs, while this knowledge of the form of God is the head.1 Therefore, to understand all which has been said, a capable guru has to be accepted and only such scriptures which strengthen this knowledge should be read. By doing as stated above, knowledge of his form should be attained.
1. Disobeying God’s commands, etc. is like having one’s hand and legs cut off. But insulting the divine form of God is like having one’s head cut off – fatal.
Ek sādhu Rāghavānand te paṇ Bhāgwat tāḍpatramā lakhel vānchatā ānkhyamāthī ānsu paḍatā ne māhātmya paṇ bahu jāṇato, paṇ Mahārāje ek chonṭiyo līdho eṭale vimukh thaīne bhāgī gayo. Juo, tyāre ene koī vār ek chīpaṭī nahī āvī hoy? Ne māvatare chinṭoṇīo nahī bharyo hoy? Paṇ gnān nahī teṇe em thayu. Māṭe divyane viṣhe to sanshay na ja thāy paṇ manuṣhya charitra je saguṇ charitra tene viṣhe paṇ divyabhāv jaṇāy tyāre kharo bhakta kahevāy. Kā je, e to kartum-kartum ne anyathā-kartum chhe. Ene upar vaḷī shankā shī? Ām samaje tyāre chokhī swarūpniṣhṭhā kahevāy, ne bījī kasar hoy to ṭaḷe paṇ ā khāmī bhānge nahī. Te Madhyanā Ternā Vachanāmṛutmā kahyu chhe tem samaje tyāre chhūṭako chhe ne bīju to hāth-pag kahevāy ne ā to māthu kahevāy. Māṭe ā kahyu tem samajavu. Te sāru evī ruchivāḷā guru karavā ne evā ja shāstra vānchavā, em karīne siddha karavu.
“આ જીવને આ લોક ને નાત-જાતનું જેટલું દૃઢ થઈ ગયું છે એટલું ભગવાનની કોરનું દૃઢ નથી થાતું. તે તો જો પાકો વિચાર કરે તો થાય.” તે ઉપર એક સાધુએ પૂછ્યું જે, “એવો વિચાર ક્યારે થાશે?” તો કહે, “જો એવો ખપ હોય ને કરવા માંડે તો થાય.” તે ઉપર વાત કરી જે, “એક દી મહારાજ કહે, ‘ભાઈ, કોઈ એક દી આખો ને એક રાત આખી જો અખંડ ભજન કરે તો તેને ભગવાન દેખાય.’ પછી એક ભક્તે દી આખો ભજન કર્યું ને રાતે કરવા માંડ્યું તે નિદ્રા આવવાની થઈ એટલે ઘંટીએ દળીને પણ આખી રાત ભજન કર્યું, પછી તેને ભગવાન દેખાણા.”
“Compared to the extent to which this jiva has acquired knowledge of the world, caste and community, it has not strengthened its knowledge of God. If it positively determines to do so, it can acquire that knowledge.” On this, a sadhu asked, “When will such a thought occur?” So Swami said, “If one has such determination and begins to do, it certainly happens.” On this, he said, “One day, Maharaj said, ‘If one offers continuous worship for a whole day and a whole night, then one will see God.’ Then, one day, a devotee offered worship for a whole day and began to do so at night also. As he began to feel sleepy, he ground flour (in order to stay awake) but offered worship all night. Then he saw God.”
“Ā jīvne ā lok ne nāt-jātnu jeṭalu draḍh thaī gayu chhe eṭalu Bhagwānnī kornu draḍh nathī thātu. Te to jo pāko vichār kare to thāy.” Te upar ek sādhue pūchhyu je, “Evo vichār kyāre thāshe?” To kahe, “Jo evo khap hoy ne karavā mānḍe to thāy.” Te upar vāt karī je, “Ek dī Mahārāj kahe, ‘Bhāī, koī ek dī ākho ne ek rāt ākhī jo akhanḍ bhajan kare to tene Bhagwān dekhāy.’ Pachhī ek bhakte dī ākho bhajan karyu ne rāte karavā mānḍyu te nidrā āvavānī thaī eṭale ghanṭīe daḷīne paṇ ākhī rāt bhajan karyu, pachhī tene Bhagwān dekhāṇā.”
એક વાર સમૈયેથી આવ્યા ને મારે વણથળી કાગળ મોકલવો હતો પણ થોડાં માણસ તે જનાર કોઈ નહીં; પછી રામદાસજીને કહ્યું જે, “તમે જાઓ ને કાગળ કલ્યાણભાઈને દઈને આવજો, ને જાતે ને આવતે અખંડ ભજન કરજો.” પછી એણે એમ કર્યું એટલે એને પછી મૂર્તિએ સહિત અખંડ ભજન થાવા માંડ્યું. એમ થાય છે. તે ઐકાગ્રેણૈવ મનસા પત્રીલેખઃ સહેતુકઃ૧ એ કહ્યું. આ જો અમે એકલા નથી કહેતા! માંહી ભગવાન અખંડ રહ્યા છે તે પણ કહે છે. કોઈ જાણે એકલા કહેતા હશે, એમ મર્મ કર્યો.
૧. શિક્ષાપત્રીના આ સાતમા શ્લોકમાં શ્રીહરિ એકાગ્ર થવાનું કહે છે, તેમ સ્વામી પણ એકાગ્રતાથી ભજન કરવાના નિર્દેશ માટે આ શ્લોકનો પ્રયોગ કરે છે.
Once, I returned to Junagadh from a festival and wanted to send a letter to Vanthali. But there were few people around and nobody was going there. So I told Ramdasji, “You go to give the letter to Kalyanbhai. And, while going there and returning, offer continuous devotion.” He did that, and so he attained the murti and was able to continuously offer worship. This is what happens. And it is said, ‘Ekāgrenaiva manasā patrilekhah sahetukah.’1 See, I am not alone in saying this! God, who resides within, is also saying this. Some may think that I alone speak like this. Thus, the essence of Bhagwan Swaminarayan’s teachings was described.
1. All my followers should concentrate on the benevolent purpose of writing this Shikshapatri – that it is written for the spiritual welfare of every soul (Shikshapatri: 7). Gunatitanand Swami quotes this shlok to highlight the need for concentration while offering devotion.
Ek vār samaiyethī āvyā ne māre Vaṇathaḷī kāgaḷ mokalavo hato paṇ thoḍā māṇas te janār koī nahī; pachhī Rāmdāsjīne kahyu je, “Tame jāo ne kāgaḷ Kalyāṇbhāīne daīne āvajo, ne jāte ne āvate akhanḍ bhajan karajo.” Pachhī eṇe em karyu eṭale ene pachhī mūrtie sahit akhanḍ bhajan thāvā mānḍyu. Em thāy chhe. Te Aikāgreṇaiv manasā patrīlekhah sahetukah1 e kahyu. Ā jo ame ekalā nathī kahetā! Māhī Bhagwān akhanḍ rahyā chhe te paṇ kahe chhe. Koī jāṇe ekalā kahetā hashe, em marma karyo.
1. Shikṣhāpatrīnā ā sātmā shlokmā Shrī Hari ekāgra thavānu kahe chhe, tem Swāmī paṇ ekāgratāthī bhajan karavānā nirdesh māṭe ā shlokno prayog kare chhe.
એકાગ્ર થયા વિના કાંઈ સિદ્ધ થાય નહીં, રોટલા ખાવા મળે ને પેટમાં પચે ને ભજન ન કરે તે ભગવાનનો ગુનેગાર કહેવાય; ન મળે ત્યારે તો શું ભજન કરે! પણ જ્યારે મળે ને ન કરે તે તો પરમેશ્વરનો ગુનેગાર છે.
Without being focused, nothing is achieved. If one gets food to eat and is able to digest it, yet does not perform devotion, then one is an offender of God. And when food is not obtained, what devotion does one perform? But when it is attained and one does not offer devotion, then one is an offender of God.
Ekāgra thayā vinā kāī siddha thāy nahī, roṭalā khāvā maḷe ne peṭmā pache ne bhajan na kare te Bhagwānno gunegār kahevāy; na maḷe tyāre to shu bhajan kare! Paṇ jyāre maḷe ne na kare te to Parameshvarno gunegār chhe.
“આજ્ઞા લોપાય કે દુઃખ આવે છે. તે તાવ આવે ત્યારે દેહ બળે ને આજ્ઞા લોપાય ત્યારે તો દેહ ને જીવ બેય બળે. એ તો માવાભાઈએ ખોળી કાઢ્યું, ભગવાન ને સાધુ તો આડા તે આડા જ:
“વંકા આગે વંકડા, તરવંકા આગે ચોવંક;
શિળા૧ આગે પાધરા૨, ને રંક આગે રંક.”
પછી એમ બોલ્યા જે, “આજ્ઞામાં જેટલો ફેર પડે છે એટલી એ વાંકાઈ. માટે દુઃખ દેખે.”
૧. સરળ.
૨. સીધા.
“If commands are transgressed, misery is encountered. When one gets a fever, the body burns and when commands are transgressed, both the body and jiva burn. This has been discovered by Mavabhai. To the crooked, God and the Sadhu are crooked.”
Vankā āge vankadā, tarvanka āge chovanka;
Shilā āge pādharā, ne rank āge rank.1
“The more lax one is in observing commands, the more crooked one’s nature becomes and the more misery one suffers.”
1. Before the deceitful, God and his Sadhu are deceitful; with those who are triply crooked, they are four times as crooked; but with the straightforward, they are absolutely straightforward. And with the meek, they are meek.
“Āgnā lopāy ke dukh āve chhe. Te tāv āve tyāre deh baḷe ne āgnā lopāy tyāre to deh ne jīv bey baḷe. E to Māvābhāīe khoḷī kāḍhyu, Bhagwān ne Sādhu to āḍā te āḍā ja:
“Vankā āge vankaḍā, taravankā āge chovank;
Shiḷā1 āge pādharā2, ne rank āge rank.”
Pachhī em bolyā je, “Āgnāmā jeṭalo fer paḍe chhe eṭalī e vānkāī. Māṭe dukh dekhe.”
1. Saraḷ.
2. Sīdhā.
મહા વદિમાં વાત કરી જે, “અમારી પોર૧ આ દહાડાની અરજી ભગવાન પાસે છે જે, એક ગય રાજા જેવો રાજા ને રઘુવીરજી જેવા બે આચારજ મોકલો નીકર આ લોકમાં બે કરોડ માણસ ભગવાન ભજે છે તેને સુખ નહીં આવે, તે પાપી નહીં આવવા દિયે.”
૧. ગયા વરસની.
During the dark half of the month of Maha, Swami said, “I have made a request to God since last year: send a king like King Gaya and two āchāryas like Raghuvirji; otherwise, the twenty million people that worship God will not be happy. The sinful people will not let them be happy.”
Mahā Vadimā vāt karī je, “Amārī por1 ā dahāḍānī arajī Bhagwān pāse chhe je, ek Gay Rājā jevo rājā ne Raghuvīrjī jevā be āchāraj mokalo nīkar ā lokmā be karoḍ māṇas Bhagwān bhaje chhe tene sukh nahī āve, te pāpī nahī āvavā diye.”
1. Gayā varasnī.
“સો વરસ સુધી આવા સાધુ ભેળા અખંડ રહીએ તો સારી રુચિ થાય.” પછી રુચિનું વચનામૃત વંચાવ્યું ને બોલ્યા જે, “હમણાં તો રુચિ ખાધાની, માનની ને પંચવિષયની છે. જ્યારે મોટા સાધુ હોય ત્યારે પાપી તેની મોટાઈ ખમી શકે નહીં; પછી દ્રોહ કરે ને પોતાનું ભૂંડું કરે.
“સંત સંતાપે જાત હે, રાજ ધર્મ અરુ વંશ;
તુલસી ત્રણ્યે ટીલે ન દીઠા, રાવણ કૌરવ ને કંસ.૧
“તે કંઈક મારી નજર આગળ ગયા. આ વણથળીથી એક બાઈ ભાગીને ગઢડે સાંખ્યજોગી થઈને રહી, તે સારુ દાદાખાચરને બસેં રૂપિયા મોસલાઈ૨ ભરવી પડી ને કેટલીક ઉપાધિ થઈ. પછી વડોદરામાં એ ફરવા ગઈ. ત્યાં ગૃહસ્થને ત્યાં જમવાનું કહેલ ને ગોપાળાનંદ સ્વામી પણ ત્યાં હતા, તેમને પણ જમવાનું કહેલ. પછી સ્વામી કહે, ‘સાંખ્યયોગી થઈને લાડવા ખાય છે તે કેમ ઠીક રહેશે?’ એટલું કે’વરાવી મૂક્યું. ત્યારે ઓલી કહે, ‘તમે સાધુ થઈને કેમ ખાઓ છો?’ એમ બોલી તેનો દોષ લાગ્યો, તે સત્સંગમાંથી ભાગી ને વિશાજીને લઈને રહી. એમ અભાવે થયું. અને કેટલાકને અલ્પ સમજણે કરીને ગોપાળાનંદ સ્વામીનો પણ સત્સંગમાં અભાવ હતો. માટે હમણાં પણ કોઈથી ખમાતું નથી ને મોટાનો અવગુણ લે છે, પછી એનું ભૂંડું થાય.”
૧. ગામને પાદર મૃત વ્યક્તિઓના કાર્યસંભારણારૂપે પાળિયા હોય છે. તેમાં ક્યાંય રાવણ, કૌરવ, કંસના અવશેષ જોવા મળતા નથી. અર્થાત્ તેનું નામ-નિશાન નથી.
ભાવાર્થ: તુલસીદાસ કહે છે કે સંતને દુઃખી કરવાથી રાજ, ધર્મ, અને વંશનો નાશ થાય છે. રાવણે સીતા માતાનું અપહરણ કર્યું, કૌરવોએ પાંડવોનું રાજ્ય લઈ લીધું, કંસ શ્રીકૃષ્ણની સામે પડ્યો. આ રીતે બધા દ્રોહમાં પડ્યા તો તેમનાં રાજ, ધર્મ અને વંશનો નાશ થયો. સામાન્ય શહીદ, શૂરવીર કે સૈનિકના પણ પાળિયા હોય છે, પણ આના તો પાળિયા પણ જોવા મળતા નથી.
[તુલસીદાસની સાખીઓ(સસ્તુ સાહિત્ય): ૫૧; ઉદ્ધવસંપ્રદાયની માર્ગદર્શીકા: ૧૨૨; છંદરત્નાવલિ, તુલસીદાસ કૃત સવૈયા: ૨૮૬]
૨. ઉઘરાણી બાકી રહેતાં ચઢતો દંડ.
If one stays a hundred years with such a Sadhu, then one’s inclination becomes good. Then Swami had the ‘Personal Preferences’ Vachanamrut (Loya-14) read and said, “At present people’s preference is for eating, boosting the ego and material pleasures. When there is a great Sadhu, the sinful are unable to tolerate his greatness. So they malign him and incur misery upon themselves.”
Sant santāpe jāt he, rāj dharma aru vansh;
Tulsi tranye tile na dithā, Ravan Kaurav ne Kans.1
I have seen many like this.
1. On the outskirts of the village memorials to the brave people are built; but nowhere are there any memorials to Ravan, Kauravs or Kansa.
“So varas sudhī āvā Sādhu bheḷā akhanḍ rahīe to sārī ruchi thāy.” Pachhī Ruchinu Vachanāmṛut vanchāvyu ne bolyā je, “Hamaṇā to ruchi khādhānī, mānnī ne panch-viṣhaynī chhe. Jyāre Moṭā Sādhu hoy tyāre pāpī tenī moṭāī khamī shake nahī; pachhī droh kare ne potānu bhūnḍu kare.
“Sant santāpe jāt he, rāj dharma aru vansh;
Tulsī traṇye ṭīle na dīṭhā, Rāvaṇ Kaurav ne Kansa.1
“Te kaīk mārī najar āgaḷ gayā. Ā Vaṇathaḷīthī ek bāī bhāgīne Gaḍhaḍe sānkhyajogī thaīne rahī, te sāru Dādā Khācharne base rūpiyā mosalāī2 bharavī paḍī ne keṭlīk upādhi thaī. Pachhī Vaḍodarāmā e faravā gaī. Tyā gṛuhasthne tyā jamavānu kahel ne Gopāḷānand Swāmī paṇ tyā hatā, temane paṇ jamavānu kahel. Pachhī Swāmī kahe, ‘Sānkhyayogī thaīne lāḍavā khāy chhe te kem ṭhīk raheshe?’ Eṭalu ke’varāvī mūkyu. Tyāre olī kahe, ‘Tame sādhu thaīne kem khāo chho?’ Em bolī teno doṣh lāgyo, te satsangmāthī bhāgī ne Vishājīne laīne rahī. Em abhāve thayu. Ane keṭlākne alp samajaṇe karīne Gopāḷānand Swāmīno paṇ satsangmā abhāv hato. Māṭe hamaṇā paṇ koīthī khamātu nathī ne moṭāno avaguṇ le chhe, pachhī enu bhūnḍu thāy.”
1. Gāmne pādar mṛut vyaktionā kāryasambhārṇārūpe pāḷiyā hoy chhe. Temā kyāy Rāvaṇ, Kaurav, Kansanā avasheṣh jovā maḷatā nathī. Arthāt tenu nām-nishān nathī.
2. Ugharāṇī bākī rahetā chaḍhato danḍ.
જુઓને! વિષય તો એવા બળિયા છે તે વચનામૃતમાં કહ્યું જે, “વિષખંડન કરે તો મુક્તાનંદ સ્વામી સરખાનું પણ શસ્ત્રે કરીને માથું મુકાવી દે.” એવી વાત છે. માટે ભલા થઈને સ્તુતિ તો રહી, પણ જો નિંદા ન થાય તો સ્તુતિ જ છે. તે ઉપર સ્તુતિ-નિંદાનું વચનામૃત વંચાવીને કહ્યું કે આમ છે, માટે રોટલા ખાઈને પ્રભુ ભજી લેવા, એમાં માલ છે.
અધર્મ સર્ગ જબ કરત પ્રવેશા,
સુર નર મુનિ મહિં નહિ સુખ લેશા.
Material pleasures are so powerful that in the Vachanamrut (Loya-17) it is said, “If material pleasures are condemned, then one is prepared even to cut Muktanand Swami’s head with weapons.” That is the subject of this talk. One may not praise, but if one does not condemn, then it is like praise. On this the 'Reverence and Condemnation' Vachanamrut (Loya-17) was read and Swami said, “It is like that. Therefore, eat simple food and worship God, there is value in that.”
Adharma sarg jab karat praveshā,
Sur nar munimahi nahi sukh leshā.1
1. When unrighteousness enters, no happiness remains for gods, men and sages.
Juone! Viṣhay to evā baḷiyā chhe te Vachanāmṛutmā kahyu je, “Viṣhkhanḍan kare to Muktānand Swāmī sarakhānu paṇ shastre karīne māthu mukāvī de.” Evī vāt chhe. Māṭe bhalā thaīne stuti to rahī, paṇ jo nindā na thāy to stuti ja chhe. Te upar Stuti-nindānu Vachanāmṛut vanchāvīne kahyu ke ām chhe, māṭe roṭalā khāīne Prabhu bhajī levā, emā māl chhe.
Adharma sarg jab karat praveshā,
Sur nar muni mahi nahi sukh leshā.